ભારત સરકાર દ્વારા અને ગુજરાત સરકાર દ્વારા નાગરિકોના હિતને ધ્યાને રાખીને ઘણી બધી યોજનાઓ અમલીકૃત કરેલ છે. રાજ્ય સરકાર પણ અનેક કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલી છે. ખેડૂતો માટે આખું Ikhedut Portal બનાવેલ છે. સમાજના નબળાં વર્ગના લોકો માટે e-Samaj Kalyan Portal બનાવેલ છે. પરંતુ આજે આપણે શ્રમયોગી વિભાગ દ્વારા નવીન લોન્ચ કરેલ “શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2024” વિશે વાત કરીશું.
Shramyogi Shikshan Sahay Yojana 2024
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં શ્રમિકોના આર્થિક સામાજિક અને શૈક્ષણિક રીતે મદદરૂપ થવા માટેની યોજનાઓ છે. જેમાં પ્રસુતિ સહાય યોજના, ગ્રો ગ્રીન યોજના, શ્રમયોગી અકસ્માત સહાય યોજના વગેરે કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલી છે.
શિક્ષણ દ્વારા સમાજના નબળા વર્ગોને આગળ લાવી શકાય. જેમાં સમાજના બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલા શ્રમિકોના બાળકો માટે આ યોજના બહાર પાડેલી છે. જેમાં શિક્ષણ માટે પ્રાથમિક શાળા થી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ (પી.એચ.ડી) સુધી સહાય મળી રહે તે માટે ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા “શ્રમયોગી શિક્ષણ સહાય યોજના” શરૂ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ દ્વારા આજે આપણે શ્રમયોગી શિક્ષણ સહાય યોજના શું છે? આ યોજનામાં શું શું સહાય મળવા પાત્ર છે? કયાં- કયાં ડોક્યુમેન્ટ જરૂરી છે ? શ્રમયોગી શિક્ષણ સહાય યોજનાની અરજી કેવી રીતે કરવી? વગેરે ની સંપૂર્ણ માહિતી મેળવીશું.
Highlight Point of Shramyogi Shikshan Sahay Yojana 2024
યોજનાનું નામ | શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2024 |
યોજના બહાર પાડનાર વિભાગનું નામ | ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ |
કોણે સહાય મળે? | ગુજરાતના બાંધકામ ક્ષેત્રે જોડાયેલા શ્રમિકોના બાળકોને સહાય મળશે |
કેટલી સહાય મળવાપાત્ર થશે? | રૂ. 30,000 સુધી શિક્ષણ સહાય |
અરજી કરવાની સતાવાર વેબસાઇટ | https://sanman.gujarat.gov.in/ |
હેલ્પલાઈન નંબર | 079-25502271 |
આ પણ વાંચો : AnyRoR Gujarat : 7 12 Utara | 7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.
Sanman Portal 2024 | સન્માન પોર્ટલ 2024
રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોના હિતને અને કલ્યાણ અર્થે વિવિધ યોજનાઓ અમલીકૃત કરેલ છે. આ શ્રમિકોને આગવી ઓળખ ઉભી થાય અને સહાય મેળવવામાં સરળતા રહે તે માટે ઈ-નિર્માણ કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ પણ આપવામાં આવેલા છે. તેમજ શ્રમિકોને યોજનાઓમાં અરજી કરવામાં સરળતા રહે તે માટે “Sanman Portal 2024” શરૂ કરવામાં આવેલ છે. જેના દ્વારા શ્રમિકો તેમની પાત્રતા ધરાવતા અને લાભ મેળવવા ઉત્સુક યોજનામાં અરજી કરી શકે છે.
શ્રમયોગી શિક્ષણ સહાય યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો અને શરતો
આ યોજનાનો લાભ મેળવવા માટે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા કેટલાક નિયમો અને શરતો બનાવેલ છે. જે નીચે મુજબ છે.
- આ યોજનાનો લાભ મેળવવા માટે બાંધકામ શ્રમિકો હોવું ફરજિયાત છે.
- પાત્રતા ધરાવતા બાંધકામ શ્રમિકે નિર્ધારિત સમય મર્યાદામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- અરજદારના બે બાળકોને જ આ સહાય મળશે..
- અરજદારને જો બે બાળકો હોય તો, તે બંને બાળકના અલગ-અલગ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે.
- બાળકોની ઉંમર વધુમાં વધુ 30 વર્ષ સુધીની હોવી જોઈએ.
- અરજી કરનારને પુત્ર કે પુત્રી જો મૂંગા કે અપંગ (દિવ્યાંગ) હોય તો તેને વયમર્યાદામાં લાગુ પડશે નહીં.
- આ યોજનાનો લાભ જે-તે શૈક્ષણિક વર્ષમાં પહેલી ટ્રાયલ પૂરતી જ મર્યાદિત રહેશે
- જો વિદ્યાર્થી વર્ગમાં નાપાસ થાય તો, તે વર્ષના વર્ગ કે ધોરણમાં બીજી વાર સહાય મળવાપાત્ર થશે નહિં.
- જે વિદ્યાર્થીઓ ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે, તેઓને આ યોજનાની સહાય મળશે નહીં.
- ઓનલાઇન ફોર્મ ભરતી વખતે સંપૂર્ણ સાચી માહિતી ભરવાની રહેશે અન્યથા તેની અરજી રદ થઇ શકે છે.
આ પણ વાંચો : MGVCL Smart Meter: પ્રિ-પેઇડ સ્માર્ટ મીટર કઈ રીતે રિચાર્જ કરાવવું? જાણો સંપૂર્ણ પ્રોસેસ.
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2024-માં મળવાપાત્ર સહાય । Shikshan Sahay Yojana Benefits
આ યોજનામાં વિવિધ લાભો થાય છે. જેમાં શ્રમિકોના બાળકોને પ્રાથમિક શાળા થી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ (Ph.d) સુધીના અભ્યાસ માટે સહાય મળશે. જેમાં રૂ. 30,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવશે. આ સહાય વર્ષમાં એકવાર જ મળવા પાત્ર થશે. વધુ માહિતી નીચે મુજબના કોષ્ટકમાં સામેલ છે.
ધોરણ | સહાયની રકમ | હોસ્ટેલ સાથે |
ધોરણ- 1થી 4 | રૂ. 500/- | – |
ધોરણ- 5 થી 9 | રૂ. 1000/- | – |
ધોરણ- 10 થી 12 | રૂ. 2000/- | રૂ. 2500/- |
આઈ.ટી.આઈ.. | રૂ. 5000/- | – |
પી.ટી.સી. | રૂ. 5000/- | – |
ડિપ્લોમાં કોર્ષ | રૂ. 5000/-/- | રૂ. 7500/– |
ડીગ્રી કોર્ષ | રૂ. 10000/– | રૂ. 15000/- |
પી.જી.કોર્ષ | રૂ. 15000/– | રૂ. 20,000/- |
પેરા મેડીકલ, નર્સિંગ, ફાર્મસી, ફીસીયોથેરાપી, હોમીયોપેથી, આયુર્વેદ વગેરે | રૂ. 15,000/- | રૂ. 20000/- |
મેડીકલ/ એન્જિનીયરીંગ/ એમ.બી.એ./ એમ.સી.એ./ આઇ.આઇ.ટી. | રૂ. 25,000/- | રૂ. 30,000/- |
પી.એચ.ડી | રૂ. 25,000/– | – |
કેવી રીતે ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી કરાવવી ?
ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાની સહાય મેળવવા માટે નોંધણી કરાવવાની રહેશે. આ અરજી કરવા માટે શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોધણી કરાવવી પડશે. જેમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે ઈ-નિર્માણ કાર્ડ નોધણી કરાવી શકાશે અને “ઈ-નિર્માણ કાર્ડ” ઈસ્યુ થયા બાદ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ વિવિધ યોજનામાં અરજી કરી શકાશે.
શ્રમયોગી શિક્ષણ સહાય યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ । Document Required of Shramyogi Shikshan Sahay Yojana
આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર પડશે.
- આધાર કાર્ડની નકલ
- વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસક્રમનું બોનાફાઈડ સર્ટિફિકેટ
- બેંકની પાસબુક
- વિદ્યાર્થીના છેલ્લા વર્ષનું પરિણામ
- શાળા કે કોલેજમાં ફી ભર્યાની પહોંચ
- જો રૂપિયા 5000 કે તેથી વધુની સહાય હોય તો સોગંદનામુ અને સંમતિ પત્રક ભરવાનું રહેશે
Download Useful Form and PDF File
ક્રમ | વિગત | ઉપયોગી લિંક |
1 | બોનાફાઈડ સર્ટિફિકેટનો નમૂનો | ડાઉનલોડ કરો |
2 | સોગંદનામુ અને સંમતિપત્રક | ડાઉનલોડ કરો |
3 | શિક્ષણ સહાય યોજના માટે ફોર્મ | ડાઉનલોડ કરો |
આ પણ વાંચો : SBI e-Mudra Online Apply 2024 : રૂપિયા 50,000 ની લોન ઓનલાઈન અરજી કરીને મેળવો.
How to Online Apply Shramyogi Shikshan Sahay Yojana 2024 | શ્રમયોગી શિક્ષણ સહાય યોજનામાં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
રાજ્યના નાગરિકોને આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબથી ઓનલાઈન અરજી કરી શકશે.
- સૌપ્રથમ Google માં જઈને “Sanman Portal” ટાઈપ કરવાનું રહેશે.
- ત્યારબાદ પહેલાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન દરમિયાન તમને આઈડી અને પાસવર્ડ મળશે.
- રજિસ્ટ્રેશનમાં તમને બાંધકામ શ્રમિકની વિગતો પૂછવામાં આવશે તે ભરવાની રહેશે. અને Create બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ આઈડી પાસવર્ડ દ્વારા લોગિન કરવાનું રહેશે.
- પછી તમારે શિક્ષણ સહાય યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારી સામે યોજના વિશે માહિતી અને નિયમો જોવા મળશે, તે વાંચીને Accept બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ Apply બટન પર ક્લિક કરવાનું રહેશે.
- પછી તમારે Personal Details ભરવાની રહેશે.
- જેમાં શ્રમિક તરીકે તમારે ઓળખ કાર્ડની વિગતો, વિદ્યાર્થીની માહિતી અને સરનામું લખવાનું રહેશે.
- હવે તમારે Save બટન ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે Scheme Details ભરવાની રહેશે. જેમાં અભ્યાસ વિષયક વિગતો ભરવાની રહેશે.
- ત્યારબાદ તમારે ડોક્યુમેંટ્સ અપલોડ કરવાના રહેશે.
- તમારા માંગ્યા મુજબના દસ્તાવેજો અપલોડ કર્યા બાદ નિયમો વાંચવાના રહેશે.
- તમામ નિયમો અને શરતો પરત્વે “હું ઉપરની બધી શરતોથી સહમત છું.” તે સિલેકટ કરવાનું રહેશે અને Save બટન ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે તમારી અરજી સબમિટ થઈ જશે. અને તમને અરજી નંબર મળશે. જેને સાચવીને રાખવાનો રહેશે
FAQs- વારંવાર પૂછતા પ્રશ્નો
જવાબ: આ યોજનાનો લાભ રાજ્યના પાત્રતા ધરાવતા શ્રમિકોના સંતાનોને મળશે.
જવાબ: બાંધકામ શ્રમિકના બાળકોને પ્રાથમિક શાળાથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ (Ph.D) સુધીના અભ્યાસ માટે રૂ 1800 થી 30000 સુધીની સહાય આપવામાં આવશે.
જવાબ: શ્રમયોગી શિક્ષણ સહાય યોજના માટે ઓનલાઇન એપ્લિકેશન કરવાની રહેશે.
જવાબ: અરજદાર https://sanman.gujarat.gov.in વેબસાઇટ પર જઈ ને ઓનલાઇન અરજી કરી શકે છે. અથવા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની જિલ્લા કચેરીએ જઈને અરજી કરી શકે છે.