gujarat voter id card correction form Download | ચૂંટણી કાર્ડમાં સુધારા કે વધારા માટેના ફોર્મ

Voter ID online | ચૂંટણી કાર્ડમાં નામ બદલવા | Election Card Form download  | Voter id search by name | voter id card download with photo

રાજ્યોમાં Chief Electoral Officer ચૂંટણીની તથા મતદાન, મતદાર યાદીની કામગીરી કરતા હોય છે. આપણે આ આર્ટિકલના માધ્યમથી નવું ચૂંટણીકાર્ડ કેવી રીતે કઢાવવું, ચૂંટણી કાર્ડમાં સુધારો કેવી રીતે કરવો?, તેના વિશે માહિતી મેળવીશું.

Chief Electoral Officer, CEO Gujarat

ગુજરાત રાજ્યમાં CEO Gujarat દ્વારા નવા મતદારોને મતદારયાદીમાં નામની નોંધણી તથા મૃત્યુ પામેલા હોય તેમના નામ કમી કરાવે છે. રાજ્યના નાગરિકો લોકોના મતાધિકારનો ઉપયોગ ઉત્તમ રીતે કરે તે હેતુસર લોકજાગૃત્તિના કાર્યક્રમો કરે છે. વિશેષમાં રાજ્યના મતદારો પોતાનું Voter id Form download ઘરેથી કરી શકે તેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મતદારો પાસેથી વેબસાઈટ સુધારણ માટે તથા વહીવટને વધુ પારદર્શક, નાગરિકલક્ષી (Citizen Friendly) બનાવવા માટે અભિપ્રાય પણ મંગાવવામાં આવે છે.

About Gujarat Voter List 2022

ભારત દેશના ચૂંટણીપંચ દ્વારા દરેક રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા New Voter List બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. આ યાદી CEO Gujarat ની અધિકૃત વેબસાઈટ પર મૂકવામાં આવે છે. આ યાદીમાં જે નાગરિકનું નામ આવશે તે તમામ મતદાન કરી શકશે.

દેશના તમામ નાગરિક કે જેમની ઉંમર 18 વર્ષની કે તેથી વધુ થાય તેમને પોતાના નજીકના BLO પાસે દસ્તાવેજો લઈને નામ નોંધણી કરાવવું જોઈએ. હવે દેશના નાગરિકોની નામ તપાસવા માટે ચૂંટણી વિભાગની કચેરી સુધી રૂબરૂ જવાની જરૂર નથી. આ કામગીરી સત્તાવાર વેબસાઈટ પરથી વિનામૂલ્યે કરી શકાશે. નાગરિકો મતદાર યાદીમાં નામ તપાસી શકશે.

Highlights Of gujarat voter id card correction form Download

આર્ટિકલનું નામચૂંટણી કાર્ડમાં સુધારો માટેના ફોર્મ
લોન્‍ચ કરનાર ચુંટની પંચ
લાભાર્થીઓદેશના તમામ મતદારો
Official Websitehttps://ceo.gujarat.gov.in/  
Mode Of ApplicationOnline/Offline
Year2022
Online Voter
Portal Website
https://voterportal.eci.gov.in/
Highlights

Download Forms For Election Card

ગુજરાતના મતદારોને નવુ નામ દાખલ કરવા માટે, વિદેશમાં વસતા ભારતીય નાગરિકોને નોંધણી કરવા માટે, તથા વોટર લિસ્ટમાંથી નામ કમી કરવા માટે અલગ-અલગ ફોર્મની જરૂર પડે છે. તથા ચૂંટણી ઓળખપત્ર આવ્યા બાદ એમાં જરૂરી સુધારા-વધારા કરવા માટે Gujarat Election Card Form ના અલગ-અલગ નમૂના બનાવવામાં આવેલ છે.

Registration of Name in Electoral Roll (Form-6)

ભારતીય ચૂંટણી આયોગની મતદાર નોંધણી નિયમો, 1960ના ના મુજબ દેશના નાગરિક 18 વર્ષની ઉંમરે મતદાર યાદીમાં નોંધણી કરાવી શકે છે. મતદાર યાદીમાં પ્રથમ વખત મતદાર તરીકે નામ દાખલ કરવા માટે નમૂનો-6 નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત એક મતદાર વિભાગમાંથી અન્ય મતદાર વિભાગમાં સ્થળાંતર માટે નાગરિકો ફોર્મ નંબર-6 નો જ ઉપયોગ કરવાનો રહેશે.

Registration of Name in Electoral Roll (For Overseas Voter) Form-6A

ભારતના વિદેશમાં વસવાટ કરતા હોય એમને મતદાર યાદીમાં નામ સમાવેશ કરવા માટે નમૂના નંબર-6A નો ઉપયોગ કરવાનો રહેશે. આ ફોર્મ દ્વારા વિદેશમાં કોઈપણ કારણ અર્થે બહાર રોકાયેલા નાગરિકો આ ફોર્મ નંબર દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરી શકે છે.

Deletion of Name in Electoral Roll (Form-7)

ભારતના નાગરિક મતદાર યાદીમાં નામ સમાવેશ હોય પરંતુ વિવિધ કારણોસર નામ કમી પણ કરાવવું પડે છે. નાગરિકના મૃત્યુના કારણે મતદાર યાદીમાંથી નામ કમી માટે આ ફોર્મ નંબર-7 ભરવાનું રહેશે. આ ઉપરાંત નાગરિકના સ્થળાંતરને કારણે મતદાર યાદીમાંથી કમી કરવા માટે આ ફોર્મ ભરી શકે છે.

Change in Details in Electoral Roll (Form-8)

ભારતીય ચૂંટણીપંચ દ્વારા જે નાગરિકોના મતદારયાદીમાં નામ આવી ગયેલ હોય પરંતુ એમાં જરૂરી સુધારા કે વધારા કરવાના હોય તેવા નાગરિકો ફોર્મ નંબર-8 નો ઉપયોગ કરી શકે છે. આ ફોર્મ દ્વારા નાગરિક નામ,જન્મતારીખ, ફોટોગ્રાફ, સરનામું વગેરેમાં સુધારો કરી શકાય છે.

Transposition of Entry in Electoral Roll (Form-8A)

ચૂંટણી આયોગ દ્વારા દેશના નાગરિકો મતદાર યાદીમાં પોતાનું સરનામું બદલવા માંગતા હોય તો બદલાવી શકે છે. સમાન મતદાર યાદીમાં એક રહેઠાણના સ્થળેથી તે જ મતદાર વિભાગમાં અન્‍યત્ર સ્થળાંતર કરવાના કિસ્સામાં ફોર્મ નંબર-8A નો ઉપયોગ કરી શકે છે.

મતદાર યાદીમાંની વિગતોDownload Forms
મતદારયાદીમાં નામ દાખલ કરવા માટેની અરજીElection Card Form 6
વિદેશમાં વસતા ભારતીય નાગરિકની
મતદાર તરીકે નોંધણી કરવા માટેની અરજી
Election Card Form 6-A
મતદારયાદીમાં નામ કમી
કરવા માટેની અરજી
Election Card Form 7
મતદાર યાદીમાં નોંધેલ વિગતો
સુધારવા માટેની અરજી
Election Card Form 8
મતદાર યાદીમાંની નોંધ
બદલવા માટેની અરજી
Election Card Form 8-A
Download Election Card Forms

Read More: ચૂંટણી કાર્ડ સાથે આધાર કેવી રીતે લિંક કરવું ?

Also Read More: માનવ ગરિમા યોજના 2022 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી

Also Read More: Bhojan Bill Sahay Yojana 2022 | ભોજન બિલ સહાય યોજના

Required Documents & Eligibility Criteria Of Gujarat Voter List

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નવી મતદાર યાદી બનાવવામાં આવે છે. જેમાં નાગરિકોની નવી નોંધણી માટે, સુધારા માટે કે નામ કમી કરવા માટે જુદા-જુદા ડોક્યુમેન્‍ટ માંગવામાં આવે છે. જે નીચે મુજબના છે.

  • નાગરિક ભારતનો & ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
  • નાગરિક 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોવા જોઈએ.
  • આધારકાર્ડ
  • રેશનકાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • ઉંમર અંગેનો પુરાવો (L.C/ જન્મનું પ્રમાણપત્ર/ મેડિકલ ઓફિસરનું ઉંમર અંગેનું પ્રમાણપત્ર)
  • ઈ-મેઈલ આઈડી
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • મોબાઈલ નંબર
  • લગ્નનું પ્રમાણપત્ર

National Voters Service Portal (NVSP)

ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદાન દિવસને તહેવારની જેમ ઉજવવામાં આવે છે. આ માટે ઘણા બધા કાર્યક્રમો તથા પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવએલ છે. તથા ચૂંટણીપંચ દ્વારા ઘણી વેબસાઈટ અને વેબપોર્ટલ નાગરિકોની સરળતા માટે બનાવેલ છે. જેમાં National Voter Service Portal (NVSP) બનાવવામાં આવેલ છે. જેને ગુજરતીમાં રાષ્ટ્રીય મતદાન સેવા પોર્ટલ કહેવામાં આવે છે. જેમાં નાગરિકો પોતાની સેવાઓનો લાભ જાતે મેળવી શકે છે. આ પોર્ટલ વિશેની વધુ માહિતી નીચે મુજબ આપેલી છે.

Online Voter Registration

ભારતના મતદારોની સરળતા માટે Online Voter Registration ની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે વિશે માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Chief electoral Officer, Gujarat ની official website પર જાઓ.
  • ત્યારબાદ તેના Home Page ખૂલશે.
  • જેમાં નાગરિકે પોતાનું Email Id અથવા Mobile No. નાખવાનો રહેશે.
  • મોબાઈલ અથવા ઈમેઈલ આઈડી નાખ્યા બાદ OTP આવશે તે OTP નાખવાનો રહેશે.
  • OTP વેરીફાઈ કર્યા બાદ નવો પાસવર્ડ બનાવવાનું પેજ આવશે, જેમાં Enter New Password દાખલ કરવાનો રહેશે.
  • જેને સબમીટ કરવાથી તમારું Voter Online Registration ની પ્રક્રિયા પૂર્ણ થશે.

Search Your Name In Gujarat Voter List

ભારત સરકારના National Voters Service Portal(NVSP) દ્વારા નાગરિકો ઘરે બેઠા election yadi gujarat માં નામ છે કે નહિં તે ચેક કરી શકે છે. નાગરિકો પોતાના નામ, સરનામા, ઉંમરના આધારે જાણી શકે છે. તથા મતદારો પોતાના EPIC No. દ્વારા પણ જાણી શકે છે.

  • આ વેબસાઈટ ખોલ્યા બાદ તેના Home Page પર સર્ચની માહિતી આવશે.
election card status gujarat |
online election card download gujarat |
election card form 7 online |
election card address change form 8a online gujarat |
Image Source: Government Official Website (https://voterportal.eci.gov.in/)
  • જેમાં નાગરિકો Voter id search by name દ્વારા પોતાનું નામ યાદીમાં સામેલ છે કે નહિં તે જાણી શકે છે.
  • આ ઉપરાંત નાગરિકો Search by EPIC No. દ્વારા પણ gujarat voter id list માં પોતાનું નામ જાણી શકે છે.

Download e-EPIC Card (Gujarat Voter ID Card)

ભારતીય ચૂંટણીપંચ દ્વારા NVSP વેબસાઈટ બનાવવામાં આવેલ છે. જેમાંથી નાગરિક પોતાનું ચૂંટણીકાર્ડ ઓનલાઈન કઢાવવું હોય તો ડાઉનલોડ કરી શકે છે.

  • સૌપ્રથમ NVSP.in પર જવાનું રહેશે.
  • તેમાં e-EPIC Download પર ક્લિક કરવાનું રહેશે.
  • જ્યાં અરજદારે પોતાનો EPIC No. અને રાજ્ય સિલેકટ કરીને ડાઉનલોડ કરી શકશે.

Download Electoral Roll PDF

ભારતીય ચૂંટણી આયોગ દેશના તમામ નાગરિકોને Electoral Roll પોતાના ઘરેથી જ ડાઉનલોડ કરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવે છે.

  • હવે “Electoral Roll – Gujarat State “ નામનું નવું પેજ ખૂલશે.
  • હવે “District, Assembly અને Captcha નાખીને ડાઉનલોડ કરી શકાશે.
gujarat voter id card correction form Download
Image of Gujarat Voter Id Card Correction Form Download

Read More: કોચિંગ સહાય યોજના  | Gujarat Coaching Sahay Yojana 2022

Also Read More: Samras Hostel Admission 2022-23 | સમરસ હોસ્ટેલ એડમિશન માટે ઓનલાઈન ચાલુ.

FAQs
ભારતીય ચૂંટણીપંચ દ્વારા વેબસાઈટ બનાવવામાં આવેલ છે. ?

ચૂંટણીપંચ દ્વારા દેશના મતદારો માટે NVSP વેબસાઈટ બનાવવામાં આવેલ છે.

ગુજરાત રાજ્યમાં ચૂંટણીપંચની અધિકૃત વેબસાઈટ કઈ છે?

Chief electoral Officer, Gujarat ની ઓફિશીયલ વેબસાઈટ https://ceo.gujarat.gov.in/Default છે.

મતદારયાદીમાં નામ દાખલ કરવા માટેની અરજી ફોર્મ નંબર ક્યો છે?

મતદારોઓએ નવું નામ દાખલ કરવા માટે Election Card Form 6 ભરવાનું હોય છે.

મતદાર યાદીમાં નામ, સરનામું કે અન્ય વિગતોમાં સુધારો કરવા માટે ક્યું ફોર્મ ભરવાનું હોય છે?

મતદાર યાદીમાં નામ, સરનામું કે અન્ય વિગતોમાં સુધારો કે વધારો કરવા માટે Election Card Form 8 ફોર્મ રજૂ કરવાનું હોય છે.

Leave a Comment