Useful Information

How to Link Your Aadhaar and Bank Account to NPCI । એનપીસીઆઈ સેવા વિષે સંપૂર્ણ માહિતી.

Advertisement

            આજનો યુગ હવે ડીજીટલ થઈ ગયો છે ત્યારે આજના ડીજીટલ યુગમાં સિક્યુરીટી એક વિકટ પ્રશ્ન બની રહ્યો છે. સરકાર પણ તેના માટે ચીંતા કરે છે. આપણા દેશમાં નાગરીકોની સુખાકારી માટે વિવિધ યોજનાઓ અમલી કરવામાં આવી છે. સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપણા દેશના નાગરીક લઈ રહ્યા છે. ત્યારે ભારત સરકાર યોજનાઓનો લાભ સીઘો લાભાર્થીઓને મળે અને યોજનાના અમલીકરણમાં પારદર્શિતા આવે તે માટે હંમેશા પ્રયત્નશિલ રહે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓ, બાળકો, ખેડૂતો અને આમ જનતા માટે જેમાં IKHEDUT, SC-ST, વિદ્યાર્થીઓ માટે વિવિધ યોજનાઓ અમલમાં છે. ત્યારે હવે સરકાર આઘાર સાથે લિંક હોય તેવા બેન્ક ખાતામાં સહાય જમા કરે છે. તો આઘારકાર્ડને બેન્ક સાથે લિંક કરાવવુ ખુબ જ જરૂરી બની ગયુ છે. તો આજે આપણે જાણીશું Link Your Aadhaar and Bank Account to NPCI કરવા શું કરવુ.

Link Your Aadhaar and Bank Account to NPCI

            આજકાલ આપણે સૌ પોતાની સરળતા માટે એક કે તેથી વધુ બેન્કમાં ખાતા ખોલાવીએ છીએ. જેમાં આઘારકાર્ડ લિંક કરાવવુ ફરજીયાત છે. આજે સરકારો દ્વારા યોજનાની પારદર્શિતા જળવાય અને સાચા લાભાર્થીઓ સુઘી લાભ પહોંચે તે માટે આધાર બેઈઝ્ડ સહાય ચુકવણીની શરૂઆત કરી દીધી છે. ભવિષ્યમાં દરેક સહાય આધારકાર્ડના આધારે ચુકવવામાં આવશે, તેવી વિચારણા થઈ રહી છે. આધારકાર્ડ લિંક એ સરકારની કોઈ યોજના નથી. પણ નાગરિકની જવાબદારી છે. સરકાર લોકહિત માટે કામગીરી કરી રહી હોય, ત્યારે દેશના જાગૃત નાગરિક તરીકે આપણી જવાબદારી બની જાય છે.

Highlight Point to Link Your Aadhaar and Bank Account to NPCI

serviceLink Your Aadhar and Bank Account NPCI
વિભાગનું નામનાણાં મંત્રાલય 
પેટા વિભાગ/કચેરીનું નામતમામ બેન્કો
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાદેશના તમામ નાગરીક (બેન્ક ખાતા ઘારક)
અરજી પ્રક્રિયાઓફલાઈન
Official Websitehttps://www.npci.org.in

Read More:- સરકારે મફતમાં આધારકાર્ડ અપડેટ કરવાની તારીખ લંબાવી, જાણો છેલ્લી તારીખ કઈ છે.



Read More:- RBI New Rules: રિઝર્વ બેંકે બહાર પાડ્યા નવા નિયમો, હવે લોન લેનાર વ્યક્તિઓને થશે આટલો ફાયદો.


કોન અરજી કરી શકે છે?

            આધારકાર્ડ લિંક માટે બેન્કમાં ખાતુ ઘરાવતો દરેક વ્યક્તિ અરજી કરી શકે છે.

આધાર કાર્ડ લિંક કરાવ્યા બાદ શું લાભ મળે છે?

  • ખાતા ધારક જે બેન્ક માં ખાતુ ધરાવતો હોય તે બેન્કમાં આધારકાર્ડ લિંક કરાવ્યેથી સિક્યુરીટીનો લાભ મળે છે.
  • તે ઉપરાંત જો નાગરીક કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની કોઈ યોજનાનો લાભ મેળવતો હોય તો, આધાર લિંક બેન્ક ખાતામાં સીધી સહાય મેળવી શકશે.
  • કોઈ વ્યક્તિ એક કે તેથી વધુ ખાતા ધરાવતો હોય. દા.ત. બેન્ક અથવા પોસ્ટ ઓફીસ બન્ને જગ્યાએ ખાતુ ધરાવતો હોય તો સહાય ચુકવણી કરતી વેળા છેલ્લે જ્યાં આધાર અપડેટ કરાવ્યું હશે ત્યાં સહાય જમા થશે.
  • જેના કારણે સહાય જમા થઈ છે કે કેમ? તે પ્રશ્ન ઉદ્દભવશે.

NPCI સેવા શું છે?

            NATIONAL PAYMENT CORPORATION OF INDIA દ્વારા એકથી વધુ બેન્કમાં ખાતા ધરાવતા હોય. અને વ્યક્તિને કોઈ એક જ તેની સરળતા મુજબની બેન્કમાં પોતાના નાણાંકીય વ્યવહાર અને મળતી સહાય માટે કે જેમાં પારદર્શિતા મુજબનો વ્યવહાર જાણી શકે. તે માટે આધાર કાર્ડ લિંકની સુવિધા પુરી પાડવામાં આવે છે.


Read More: Tar Fencing Yojana 2023 | પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ યોજના શું છે? 


ખાસ જાણવા જેવું

  • ગુજરાત સરકારના  મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ ચાલતી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ વિધવા બહેનોને રૂ. 1250/- ની સહાય ચુકવવામાં આવે છે.
  • આ સહાય હવેથી આધાર બેઈઝ્ડ સહાય ચુકવવાની શરૂઆત કરવામાં આવી છે.
  • ત્યારે વિધવા બહેનો જે ખાતામાં સહાય મેળવવા ઈચ્છા ધરાવતા હોય તે ખાતા માટે NPCI હેઠળ ફોર્મ ભરી સેવા મેળવી શકે છે.
  • તેઓને પોતાની બેન્ક અથવા પોસ્ટનો સંપર્ક કરવાનો રહેશે.
  • મહિલા અને બાળ અધિકારીની કચેરી- તમામ જિલ્લા ખાતે કાર્યરત હોય તે કચેરીનો સંપર્ક પણ કરી શકો છો.

Read More:- LIC Jeevan Anand Plan : 1400 રૂપિયા જમા કરાવવા પર તમને મળશે 25 લાખ


How to Link Your Aadhaar and Bank Account to NPCI । એનપીસીઆઈ સેવા વિષે સંપૂર્ણ માહિતી.

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો?

1. NPCI સેવા શરૂ કરવા કોઈ ચાર્જ આપવાનો હોય છે?

જવાબ: આ સેવા તદ્દ્ન નિ:શુલ્ક છે.

2. NPCI સેવા શરૂ કરવા ક્યાં અરજી કરવાની રહે છે?

જવાબ: આપ જે બેન્ક અથવા પોસ્ટ ઓફીસ માં ખાતુ ધરાવતા હોય ત્યાં અરજી કરવાની રહે છે.

3. NPCI ના ફોર્મમાં શુ વિગત ભરવાની હોય છે?

જવાબ: ફોર્મમાં આપ જે ખાતા મારફતે સહાય મેળવવા ઈચ્છો છો તે ખાતા નંબર અને આપનો આધાર નંબર અને સરનામાં વિગતો ભરવાની હોય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker