WhatsApp ગ્રૂપમાં જોડાવો!
List of Gujarat Government Schemes | સરકારી યોજનાઓની યાદી

List of Gujarat Government Schemes | સરકારી યોજનાઓની યાદી

Short Briefing: Central Government Schemes List | Government Loan Schemes | ખેડૂતલક્ષી યોજનાઓ । ગુજરાત સરકારની યોજનાઓ 2023 । Government Schemes 2023 In Gujarati

પ્રિય વાંચકો, આજે આપણે વર્ષ 2023 માં ચાલનારી ગુજરાત સરકારની અને કેન્‍દ્ર સરકારની યોજનાઓની માહિતી મેળવીશું. આ આર્ટિકલ દ્વારા આ વેબસાઈટ પર ઉપલબ્ધ ઘણી બધી યોજનાઓની માહિતી અને તે આર્ટિકલની લિંક રજૂ કરીશું. જેથી વાંચકોને એક જગ્યાએથી તમામ ટૂંકમાં માહિતી મળી રહે તે હેતુથી આર્ટિકલ લખવામાં આવેલ છે.

વધુમાં ગુજરાતમાં અનેક સરકારી યોજનાઓ છે. Login & Registration માટે દરેક યોજનાની પોતાની વેબસાઇટ છે. જો તમને વેબસાઈટ માટે ઈમેલ અને પાસવર્ડ યાદ રાખવામાં મુશ્કેલીનો સામનો પણ કરવો પડતો હોય છે, તો તમે તમારો પાસવર્ડ લોક કરવા માટે કોઈપણ સિક્રેટ નોટ એપ ડાઉનલોડ કરી શકો છો. ફોટો, વીડિયો, ડોક્યુમેન્ટ, સિક્રેટ નોટ્સ અને પાસવર્ડ લોક કરવા માટે Calculator Hide App બેસ્ટ મોબાઈલ એપ્લિકેશન છે. જેને તમારા મોબાઈલમાં પણ ડાઉનલોડ કરો .

Central Government Schemes 2023 List

સરકારી યોજનાઓ 3 રીતે ચાલે છે. એક ભારત સરકારના સંપૂર્ણ સહયોગથી, બે રાજ્યના સહયોગ દ્વારા અને ત્રણ કેન્‍દ્ર સરકાર & રાજ્યના બન્નેના સહયોગ દ્વારા ચાલે છે. જેમાં Central Government Schemes માં ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી માનધાન યોજના, ઈ-શ્રમ કાર્ડ, અટલ પેન્‍શન યોજના, કિસાન ક્રેડીટ યોજના વગેરે ઘણી બધી યોજનાઓ ચાલે છે. જેમાં આ વેબસાઈટ પર ઉપલબ્ધ યોજનાઓની ટૂંકમાં માહિતી મેળવી લેશું.

યોજનાનું નામમળતો લાભ
પ્રધાનમંત્રી કિસાન
માન-ધાન યોજના
ખેડૂતોને દર મહિને રૂ. 3000/-
પેન્‍શન મળવાપાત્ર થાય
ઈ શ્રમ કાર્ડઈ શ્રમના ફાયદા ઘણા બધા છે.
અટલ પેન્શન યોજનાનાગરિકોને રૂપિયા 1000 થી 5000
પેન્‍શન આપવામાં આવે છે.
PM Kisan eKYC
2022 Online
પીએમ કિસાન સન્માન નિધીમાં
e-KYC કરવું જરૂરી છે.
પ્રધાનમંત્રી કિસાન
સન્માન નિધિ યોજના
ખેડૂતોને દર ત્રણ મહિને
રૂ.2000/- આપવામાં આવે છે.
UID Never Enable For DBT In PM Kisan Yojanaપીએમ કિસાન યોજનાના રૂ.2000/- ની સહાય જમા ના થઈ હોય તો, આ એરર દૂર કરાવો.
Account Detail Is Under Revalidation ProcessAccount Detail Is Under Revalidation Process With Bank In Pm Kisan Yojana 
Aadhaar Number Deseeded from NPCI Mapper by Bankતમારું એકાઉન્ટ ચેક કરો અને આ એરર તો નથી આવતી ને? તમારી Error દૂર કરવા માટે આ રહ્યો ઉપાય.
Mera Bill Mera Adhikar Yojana: હવે તમે પણ જીતો 10,000 થી 1 કરોડ સુધીના રોકડ પુરસ્કારકેન્દ્ર સરકાર દ્વારા ગ્રાહકોના અધિકારોના રક્ષણ અને વિકાસ માટે Mera Bill Mera Adhikar Yojana શરૂ કરવામાં આવી છે. 
central government schemes 2022 | list of all schemes of indian government pdf | central government schemes 2021 pdf | government schemes for farmers
Image Source: Central Government Schemes List

Women And Child Development Schemes

દેશમાં રાજ્ય સરકારો અને કેન્‍દ્ર સરકાર દ્વારા ઘણી બધી મહિલાલક્ષી યોજનાઓ ચલાવવામાં આવે છે. મહિલાઓ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ભારત સરકાર અને ગુજરાત મહિલા અને બાળ વિકાસ વિભાગ સંયુકત રીતે કામ કરે છે. મહિલાઓ સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે તે માટે વિધવા સહાય યોજના, વૃદ્ધ સહાય યોજના વગેરે ચાલે છે. દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવા માટે વ્હાલી દીકરી યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, દીકરી જન્મ યોજના તથા લાડકી દીકરી યોજનાઓ ચલાવવામાં આવે છે.

મહિલાઓની સુરક્ષા માટે પણ વિવિધ સરકારી યોજનાઓ, સંસ્થાઓ કામકરે છે. જેમકે સખી વન સ્ટોપ સેન્‍ટર, PBSC સેન્‍ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્‍દ્ર, આંગણવાડી કેન્‍દ્ર, આશાવર્કર કેન્‍દ્ર વગેરે. આ ઉપરાંત મહિલાઓ સ્વરોજગાર મેળવી શકે તે હેતુથી પણ મહિલા સ્વાવલંબન યોજના, ઘરદિવડા યોજના,સિલાઈ મશીન યોજના તથા સરસ્વતી સાધના સાયકલ યોજના વગેરે ચાલે છે. Sarkari Yojana Gujarat વેબસાઈટ પર કેટલીક યોજનાઓની વિગતવાર માહિતી આપેલી છે. જે નીચે મુજબ છે.

WCD Gujarat | Ministry of Women & Child Development | mahila yojana | Vahli Dikri Yojana | Women Schemes
Image of WCD Gujarat and WCD India
યોજનાનું નામમળતો લાભ
ગંગા સ્વરૂપા
આર્થિક સહાય
યોજના
દર મહિને રૂપિયા 1250 પેન્‍શન
વ્હાલી દીકરી
યોજના
દીકરીને ત્રણ હપ્તામાં
1,10,000/- ની સહાય
મહિલા સ્વાવલંબન
યોજના
સ્વરોજગાર કરવા માટે
લોન સહાય યોજના
વિધવા પુનઃ લગ્ન
યોજના
વિધવા લાભાર્થી પુન:લગ્ન
કરનાર મહિલાને સહાય
181 મહિલા
હેલ્પલાઈન
સુરક્ષા માટે 24*7
મળતી કોલ સેવા
સખી વન સ્ટોપ
સેન્ટર યોજના
કોઈપણ હિંસાનો ભોગ
બનેલ મહિલા માટે
સુરક્ષિત જગ્યા
મહિલા સ્વાવલંબન યોજનામહિલા સ્વાવલંબન યોજના ગુજરાત રાજ્યની મહિલાઓને 2 લાખ સુધી બેંક દ્વારા લોન મળવાપાત્ર થશે. વધુ માહિતી માટે અહિંં ક્લિક કરો.
મહિલા અને બાળકોની તંદુરસ્તી માટે સરકારનુ પોષણ અભિયામહિલા અને બાળકોની તંદુરસ્તી માટે સરકારનુ પોષણ અભિયાન એટ્લે પુર્ણા યોજના.

Bin Anamat Yojana | Other Gujarat Government Schemes

ગુજરાત સરકાર દ્વારા બિન અનામત જ્ઞાતિઓને વિશેષ યોજનાઓ પૂરી પાડેલી છે. બિન અનામત જ્ઞાતિઓમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા વિદ્યાર્થીઓ, પરિવારોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. આ લાભ Bin Anamat Aayog દ્વારા મળે છે. જેમાં વિદ્યાર્થીઓને ભોજન બિલ સહાય યોજના, સ્પર્ધાત્મક પરીક્ષા યોજના, ટ્યુશન સહાય યોજના, વાહન લોન સહાય વગેરે. આ યોજના વિશે વિસ્તારપૂર્વક માહિતી આ વેબસાઈટમાં જુદા-જુદા આર્ટિકલ દ્બારા આપવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.

યોજનાનું નામમળતો લાભ
કોચિંગ સહાય યોજનાધોરણ-11 & 12 ના વિદ્યાર્થીઓને
રૂ.15,000/- ની ટયુશન સહાય
ભોજન બિલ સહાય યોજનાહોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને
રૂ.15,000/- ની સહાય
JEE, NEET & GUJCET
સહાય યોજના
રૂ.20,000/- ની સહાય
સ્પર્ધાત્મક પરીક્ષાની
તાલીમ સહાય
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા
વિદ્યાર્થીઓને રૂ.20000/- ની સહાય
વિદેશ અભ્યાસ લોનવિદેશ અભ્યાસ માટે
રૂ.15 લાખની લોન સહાય

iKhedut Yojana

ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ikhedut portal બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ પર ખેડૂતોને ઉપયોગી તમામ યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે અરજી પણ ઓનલાઈન કરવાની હોય છે. આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી ની યોજનાઓ, બાગાયતી વિભાગની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ તથા મત્સ્ય પાલનની યોજનાઓ બહાર પડે છે. વધુમાં ikhedut portal પર ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલની યોજનાઓ, આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ તથા સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના વગેરે ઓનલાઈન મૂકવામાં આવે છે.

આ ઉપરાંત  ભારત સરકાર દ્વારા પણ ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વિવિધ સરકારી યોજનાઓ બહાર પાડે છે. જેવી કે પ્રધાનમંત્રી માનધાન યોજના, કિસાન ક્રેડીટ કાર્ડ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ યોજના વગેરે. આ ઉપરાંત ખેડૂત અકસ્માત યોજના દ્વારા પણ ખેડૂતોને સહાય કરવામાં આવે છે.

https://ikhedut.gujarat.gov.in/ | આઇ ખેડૂત પોર્ટલ યોજના 2022 | ikhedut portal gujarat | iKhedut Portal Registration | ikhedut portal 7/12 | ikhedut status | ખેડૂત યોજના
Image Source: https://ikhedut.gujarat.gov.in/
યોજનાનું નામમળતો લાભ
iKhedut Portal Registrationરજીસ્ટેશન કેવી રીતે કરવું
તેની માહિતી માટે
કિસાન પરિવહન યોજનારૂ.75000/- ની સહાય
મુખ્યમંત્રી પાક સંગ્રહ
ગોડાઉન યોજના
રૂ.50000/- સુધી સબસીડી
સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજનાખેતીના સાધન ખરીદી
પર સબસીડી
પશુ ખાણદાણ સહાય યોજનાપશુપાલકોને 150 કિલોગ્રામ
ખાણદાણ સહાય
મફત છત્રી યોજનામફત છત્રી આપવામાં આવે છે.
પશુ સંચાલિત વાવણીયોરૂ.10,000/- સુધી સાધન સહાય
ટ્રેક્ટર સહાય યોજનાસાધનની ખરીદી પર 60,000/-
સુધી સબસીડી
ડ્રીપ ઇરીગેશન યોજના75,000/- સુધી સબસીડી મળશે.
દેશી ગાય સહાય યોજનાદેશી ગાય દીઠ દર મહિને
900/- ની સહાય
પ્લગ નર્સરી (વનબંધુ યોજના)નર્સરી બનાવવા રૂ.2.70
લાખની સબસીડી
મહિલા સ્ટાઇપેન્ડ યોજનામહિલાઓને મફત તાલીમ
આપવામાં આવશે.
દરિયાઈ ફિશીંગ
બોટનું એન્જિન સહાય
માછીમારોને બોટ માટે
3,50,૦૦૦/- સુધી સહાય
ખેડૂત મોબાઈલ
સહાય યોજના
ખેડૂતોને મોબાઈલની ખરીદી
પર સબસીડી
સરગવાની ખેતીમાં સહાયખેડૂતોને સરગવાની ખેતી માટે
રૂ.18750/- ની સહાય
કમલમ ફ્રૂટની ખેતી
સહાય યોજના
ખેડૂતોને કમલમ ફ્રૂટની ખેતી માટે
રૂ.125000/- ની સહાય
ફળપાકોના વાવેતર માટેકુલ ખર્ચના 90% સહાય
ખેડૂત અકસ્માત
વીમા યોજના
ખેડૂતોને રૂ.2.00 લાખ
સુધી વીમા કવચ
ખેડૂતોને ડ્રમ અને
બે પ્લાસ્ટિક વિનામૂલ્યે
ખેડૂતોને મફતમાં ડ્રમ સહાય
પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ યોજના શું છે? પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ યોજના શું છે?  2 હેકટર જમીનમા વિસ્તારમાં તાર ફેન્‍સીંગ માટે 50% સુધી સહાય મળશે. 
તાડપત્રી સહાય યોજનાતાડપત્રી સહાય યોજના હેઠળ રૂપિયા 1875/- ની સહાય મેળવો.

SJE Gujarat Schemes | Samaj Suraksha Yojana

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા સમાજના નબળા વર્ગો, દિવ્યાંગ તથા વંચિતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલી છે. આ વિભાગ નીચે ઘણા બધા પેટા વિભાગો કામ કરે છે. જેમ કે સમાજ સુરક્ષા, સમાજ કલ્યાણ વગેરે. જેમાં સમાજ સુરક્ષા દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકેલી છે. જેના વિશે આ વેબસાઈટ પર વિસ્તૃત માહિતી માતૃભાષામાં આપેલી છે. જે નીચે મુજબ છે.

Samaj Suraxa Yojana | Sarkari Yojana Gujarat
Samaj Suraxa Yojana
યોજનાનું નામયોજના થકી મળતો લાભ
વૃધ્ધ સહાય યોજનાઆ યોજના હેઠળ વૃદ્ધોને દર મહિને 750/-
થી 1000 સુધી પેન્‍શન મળે છે.
સંકટ મોચન યોજનાકમાવનારના મરણ બાદ
રૂ.20,000/- ની સહાય
વય વંદના યોજના
(IGNOAPS)
વૃદ્ધોને દર મહિને 750/- થી
1000 સુધી પેન્‍શન મળે છે.
પાલક માતા પિતા યોજનાઅનાથ બાળકોને દર મહિને
રૂ.3000/- ની સહાય
દિવ્યાંગ લગ્ન સહાય યોજનાદિવ્યાંગ વ્યક્તિના લગ્ન પર
50,000 થી 1 લાખ રૂપિયા
સુધી સહય
મુખ્યમંત્રી બાળ સેવા યોજનાઅનાથ બાળકોને સહાય
દિવ્યાંગ બસ પાસ યોજનાદિવ્યાંગ વ્યક્તિઓને
મફત બસ પાસ
દિવ્યાંગ સાધન સહાય યોજના ૨૦૨૩દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને સ્વરોજગારલક્ષી સાધનો માટે કુલ રૂ. ૨૦,૦૦૦/- ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે.

e-Samaj Kalyan Yojana List

Social Justice And Empowerment Department Gujarat દ્વારા મોટાપ્રમાણમાં યોજનાઓ ચલાવવામાં આવે છે. સમાજના નબળા વર્ગોને વર્તમાન પ્રવાહમાં લાવવા માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. સમાજ કલ્યાણ વિભાગ દ્વારા e samaj kalyan નામનું ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેના પર તમામ યોજનાઓની ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવે છે.

સમાજ કલ્યાણ પોર્ટલ પર Director Scheduled Caste Welfare, Director Developing Castes Welfare, Director Social Defense તથા Corporation અલગ-અલગ યોજનાઓ ચાલે છે. જેમાં કુંવરબાઈનું મામેરુ યોજના, માનવ ગરિમા યોજના, વિદેશ અભ્યાસ લોન, શૈક્ષણિક લોન વગેરે અનેક યોજનાઓ ચાલે છે. સરકારી યોજના ગુજરાત પર ગુજરાતી ભાષામાં વિસ્તારપૂર્વક લખેલી કેટલીક યોજનાની લિંક નીચે મુજબ છે.


e samaj kalyan application status | e samaj kalyan gujarat registration | e samaj kalyan awas yojana | e samaj kalyan pandit dindayal yojana | manav garima yojana
e samaj kalyan helpline number
યોજનાનું નામયોજના દ્વારા મળતો લાભ
સંત સુરદાસ યોજનાદિવ્યાંગોને દર મહિને
રૂ. 600 ની સહાય
માનવ ગરિમા યોજનાવિવિધ સાધન સહાય
કુંવરબાઈનું મામેરું યોજનાલગ્ન કરનાર કન્યાને
રૂ.12,000/- સુધી સહાય
e Samaj kalyan
Yojana Registration
સમાજ કલ્યાણ પોર્ટલ પર
કેવી રીતે અરજી કરવી.
તેની માહિતી માટે.
પાલક માતા પિતા યોજના પાલક માતા પિતા યોજના હેઠળ નિરાધાર બાળકો,
અનાથ બાળકોને દર મહિને રૂ.3000/- ની સહાય મળશે.
ઘરઘંટી સહાય યોજનાઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 20,000/- ની સહાય મળશે. 

FAQ of Gujarat Government Schemes

વિધવા સહાય યોજના અન્‍વયે કેટલો લાભ મળે?

Vidhva Sahay Yojana હેઠળ વિધવા લાભાર્થીઓને દર મહિને રૂ.1250/- લાભ મળે છે.

કુંવરબાઈનું મામેરું યોજનામાં કન્યાને શું લાભ મળે છે?

સમાજ કલ્યાણની આ યોજના હેઠળ લગ્ન કરનાર કન્યાને રૂ.12,000 સુધી સહાય મળે છે.

પાલક માતા પિતા યોજનાનો લાભ કોણે અને કેટલો મળે છે?

આ યોજનામાં અનાથ બાળકોને લાભ મળે છે અને દર મહિને રૂ.3000/- સુધી લાભ મળે છે.

ખેડૂત અકસ્માત વીમા યોજનામાં કેટલું વીમા કવચ મળે છે.

આ યોજના હેઠળ ખેડૂતોને રૂપિયા 2.00 લાખ સુધીનું વીમા કવચ મળે છે.

પ્રધાનમંત્રી કિસાન માન-ધાન યોજના હેઠળ શું લાભ મળે?

આ યોજના ખેડૂતોને દર મહિને રૂ.3000/- સુધી પેન્‍શન મળે. આ યોજના ભારત સરકારની યોજના છે

7 thoughts on “List of Gujarat Government Schemes | સરકારી યોજનાઓની યાદી”

  1. Gobar gas plant vishe mahiti plz from
    Anil dhanula
    Nandoj
    BHILODA ARAVALLI north gujarat
    Mo 9427529100
    7284999822

    Reply
  2. આગ દ્વારા ધર બળી નાશ પામે એ માટે સરકાર શ્રી તરફથી મળતી સહાય અંગે વિસ્તૃત માહિતી આપવા વિનંતી છે.

    Reply

Leave a Comment

close button