CENTRAL GOVERNMENT SCHEMES

E Shram Card Registration । ઈ શ્રમ કાર્ડ

Advertisement

ઈ-શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન | E-Shram Portal Detail in Gujarati | E-Shram Portal Online Registration | E Shram Portal Apply Online | e Shramik Card Registration | E Shram CSC Login

ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે. આપણા દેશમાં ખેતી કે અન્ય રોજગાર સાથે જોડાયેલા શ્રમિકોની સંખ્યા સૌથી વધારે છે. દેશમાં સંગઠિત કે અસંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલ શ્રમિકો માટે સરકારશ્રી દ્વારા વિવિધ સરકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. સરકારી યોજનાઓ હોવા છતાં પણ ઘણા શ્રમિકો માહિતીના અભાવને કારણે યોજનાઓનો લાભ મેળવી શકતા નથી. જેને ધ્યાને લઈને શ્રમિકો માટે UWIN Card, e Nirman Card વગેરે બહાર પાડવામાં આવેલ છે. આ ઉપરાંત તમામ શ્રમિકોને લાભ આપવા માટે ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા e-Shram portal ની શરૂઆત કરવામાં આવી છે. આ પોર્ટલ દ્વારા તમામ શ્રમિકોની માહિતી એકઠી કરવામાં આવશે. આ આર્ટિકલ દ્વારા E Shram Card દ્વારા તમામ માહિતી આપવામાં આવશે.

National Database of Unorganised Workers (NDUW)

Table of Contents

Government of India ના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ શ્રમ પોર્ટલ બનાવવામાં આવેલ છે. E Shram Portal દ્વારા દેશના અસંગઠિત ક્ષેત્રના 38 કરોડથી વધુ શ્રમિકોનો ડેટા તૈયાર કરવામાં આવશે. જેને આધારકાર્ડ સાથે જોડવામાં આવશે. જેનાથી શ્રમિકોના નામ, વ્યવસાય,સરનામુ, શૈક્ષણિક લાયકાત, ધંધાની આવડત અને પરિવારની માહિતી એકત્રીકરણ થશે. જેના દ્વારા રોજગારી માટે તેમજ સામાજિક સુરક્ષાની યોજનાનો લાભ આપી શકાશે. e shram card registration કરેલ શ્રમિકોને 12 આંકડાનું UNA Card આપવામાં આવશે. જેના દ્વારા વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે.

e-shram portal નો ઉદ્દેશ્ય

ઈ-શ્રમ પોર્ટલ નો મુખ્ય ઉદ્દેશ્ય અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો જેવા કે  પ્રવાસી શ્રમિક, નિર્માણ શ્રમિક, ઘરકામના શ્રમિક, કૃષિક્ષેત્રે જોડાયેલ શ્રમિકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. E Sharam Card ના આધારે શ્રમિકોને સરકારી યોજનાઓનો લાભ એકસૂત્રતામાં આપી શકાય. આ પોર્ટલ પર નોંધાયેલ શ્રમિકો પોતાના કૌશલ્યના આધારે નોકરી મેળવી શકશે.

ઈ શ્રમ કાર્ડ ના ફાયદો

ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આ કાર્ડ લોન્‍ચ કરવામાં આવેલ છે. જેના નીચે મુજબના ફાયદાઓ અને લાભ છે.

  • ઈ-શ્રમ કાર્ડ આખા દેશમાં માન્ય રાખવામાં આવશે.
  • PMSBY યોજનાનું વીમા કવરેજ મળશે.
  • અકસ્માતથી થતું મૃત્યુના કિસ્સાઓમાં 2 લાખ રૂપિયાની સહાય અથવા સ્થાયરૂપથી વિકલાંગ થાય તો 1 લાખ રૂપિયાની સહાય મળશે.
  • સરકારની સામાજિક સુરક્ષાના લાભોનું વિતરણ ઈ-શ્રમ કાર્ડના યુનિક નંબરના આધારે કરવામાં આવશે.
  • કોરોના કે અન્ય મહામારીના સમય દરમિયાન કેન્‍દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઈ-શ્રમ કાર્ડના ધારકોને પ્રથમ આપવામાં આવશે.
  • સરકારી સબસીડી અથવા સહાય ઈ-શ્રમ કાર્ડ ધરાવતા લાભાર્થીઓના બેંક કે પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવશે.
  • આરોગ્યને લગતી યોજનાઓ, શિક્ષણ સહાયને લગતી યોજનાઓને ઈ-શ્રમ કાર્ડ સાથે જોડવામાં આવશે.

Important Point of E-Shram Portal

પોર્ટલનું નામE Shram Portal
કોને બનાવેલ છે.ભારત સરકાર (શ્રમ અને રોજગાર વિભાગ)
લાભાર્થીઓદેશના અસંગઠિત ક્ષેત્રના કામદારો
ઉદ્દેશ્યશ્રમિકોના ડેટાબેઝ તૈયાર કરવો,
જેથી એમને વિવિધ યોજનાઓનો લાભ આપી શકાય
Official WebsiteClick Here
CSC LocatorClick Here
E Shram Self RegistrationApply Now

e-Shram Stakeholders

Ministry Of Labour And Employment દ્વારા દેશના તમામ અસંગઠિત ક્ષેત્રના કામદારોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે ઈ શ્રમિક પોર્ટલ બનાવવામાં આવે છે. આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન થયેલા શ્રમિકોને વિવિધ સરકારી યોજનાઓ લાભ સરળતાથી આપી શકાય તે અત્યંત જરૂરી છે. જેને ધ્યાને લઈને ભારત સરકારના ઘણા બધા વિભાગો એક સાથે મળીને e Shramik Card માટે પોર્ટલને લોંચ કરવામાં Stakeholders તરીકે જોડાયેલ છે. જે નીચે મુજબ છે.

  • Ministry of Labour and Employment
  • Ministry of Electronics & Information Technology (MeitY)
  • National Informatics Centre (NIC)
  • State / UT Governments
  • Line Ministries/Departments of Central Government
  • Workers Facilitation Center and Field Operators
  • Unorganized Workers & Their Families
  • UIDAI
  • NPCI
  • ESIC & EPFO
  • CSC-SPV
  • Department of Posts Through Post Offices
  • Private sector partners

E Sharam Card રજીસ્ટ્રેશન કરાવતા પહેલાં ધ્યાન રાખવું.

ઈ શ્રમિક કાર્ડ કઢાવતાં પહેલા લાભાર્થીઓ નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે.

  • અરજદાર લાભાર્થી Income Tex ન ભરતો હોવો જોઈએ.
  • શ્રમિકની ઉંમર 16 વર્ષ કરતાં વધારે અને 59 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ.
  • શ્રમિક EPFO/ESIC નો સભ્ય ન હોવો જોઈએ.

E Shram Portal ની વિશેષતાઓ

  • ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ-શ્રમ પોર્ટલ લોંચ કરવામાં આવેલ છે.
  • e Shram Portal દ્વારા 38 કરોડથી વધુ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.
  • CSC (Common Service Center ) દ્વારા  આ ડેટાબેઝ તૈયાર કરવામાં સહયોગ આપશે.
CSC NDUW EShram Card Online registration Online  | CSC nduw self-registration | Registration can be done through Common Service Centers (CSC) NDUW | CSC Login | E Shram Card
Image Credit:- CSC Office Gujarat
  • શ્રમિકોનો ડેટાબેઝ આધારકાર્ડ સાથે જોડવામાં આવશે.
  • આ પોર્ટલ દ્વારા શ્રમિકોના નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, કૌશલ્યનો પ્રકાર તથા તેના પરિવારની માહિતી ભરવાની રહેશે.
  • આ પોર્ટલ દ્વારા રજીસ્ટેશન કરાવનાર શ્રમિકોને ઘણી બધી સરકારી યોજનાનો લાભ આપવામાં આવશે.
  • ઇ શ્રમ પોર્ટલ દ્વારા શ્રમિકોને 12 આંકડાનો કાર્ડ આપવામાં આવશે, જે દેશના દરેક રાજ્યમાં માન્‍ય રહેશે.
  • E-Shram Portal પર નોંધાયેલ શ્રમિકોના વ્યવસાય, કૌશલ્ય અને આવડતના આધારે રોજગાર આપવામાં પૂરી મદદ કરવામાં આવશે.
  • e shram portal પર નોંધાયેલા ડેટાબેઝના આધારે સરકાર શ્રમિકોના હિતને ધ્યાને લઈને નવીન અને લાભકારી યોજના બનાવી શકશે.

ઈ શ્રમ કાર્ડની અગત્યની માહિતી

ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ શ્રમિક પોર્ટલ ખૂબ જ મહત્વનું છે. આ પોર્ટલ શ્રમિકોના ઉત્થાન માટે બહુ યોગદાન આપશે. E Shram Portal ની અગત્યની બાબતો નીચે મુજબ છે.

  • E Shram Card બનાવવાની કામગીરી 26 ઓગસ્ટ 2021 ના રોજ ભારત સરકારના Ministry Of Labour And Employment દ્વારા લોંચ કરવામાં આવેલ હતું.
  • આ કાર્ડ દેશના કોઈપણ રાજ્યના નાગરિક બનાવી શકે છે.
  • ઈ શ્રમ કાર્ડ દ્વારા શ્રમિકો વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે.
  • અસંગઠિત ક્ષેત્ર તમામ કામદારો ઈ શ્રમ કાર્ડ બનાવી શકશે.
  • શ્રમિકોએ આ કાર્ડ બનાવવા માટે ઈ શ્રમ કાર્ડની ઓફિશીયલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • દરેક શ્રમિકોને એક કાર્ડ આપવામાં આવશે. જેમાં યુનિક આઈડેટિફિકેશન નંબર હશે.
  • ઈ શ્રમિક કાર્ડ બનાવવાથી પીએમ સુરક્ષા વીમા યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે. જેના અંતર્ગત 2.00 લાખ સુધી દુર્ઘટના વીમો આપવામાં આવશે. જો આ કાર્ડ હશે તો વીમાનું પ્રીમિયમની રકમ સરકાર દ્વારા ભરવામાં આવશે.
e-shram card apply online | E Shram Card download | E Shram card
Health Card | E Shram gov in login | E Shram card self Registration Online |Labour Card
Image Of E Shram Card

E Shram Card ના લાભાર્થીઓની યાદી

ઇ-શ્રમ કાર્ડ હેઠળ દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારોને આ કાર્ડ આપવામાં આવશે. જે કામદારોનું Income Tax કપાતો ન હોય તેમજ શ્રમિક EPFO નો સભ્ય ન હોય તેમને લાભ મળશે. અસંગઠિત ક્ષેત્રના કામદારોની યાદી નીચે મુજબ છે.

  • ખેતશ્રમિક
  • કડીયાકામ, ઈંટો ગોઠવી
  • સુથાર, મિસ્ત્રી
  • લાકડું અથવા પથ્થર બાંધનાર કે ઊંચકનાર
  • આંગણવાડી કાર્યકર
  • વાયરમેન
  • વેલ્ડર
  • ઇલેક્ટ્રિશિયન
  • પ્લમ્બર
  • હમાલ
  • મોચી
  • દરજી
  • માળી
  • બીડી કામદારો
  • ફેરીયા
  • રસોઈયા
  • અગરિયા
  •  ક્લીનર- ડ્રાઇવર
  • ગૃહ ઉદ્યોગ
  •  લુહાર
  • વાળંદ
  • બ્યુટી પાર્લર વર્કર
  • આશા વર્કર
  • કુંભાર
  • કર્મકાંડ કરનાર
  • માછીમાર
  • કલરકામ
  • આગરીયા સફાઈ
  • કુલીઓ
  • માનદવેતન મેળવનાર
  • રિક્ષા ચાલક
  • પાથરણાવાળા
  • રોડ પર નાસ્તાની દુકાન ચલાવનાર
  • ઘરેલું કામદારો અથવા કામ કરતા ભાઈઓ-બહેનો
  • રત્ન કલાકારો
  • ઈંટો કામ કરનાર
  • રસોઈ કરનાર
  • જમીન વગરના

E Shram Card હેઠળ મળવાપાત્ર યોજનાઓના લાભ

    e shram card registration કરનાર શ્રમિકોને ઈ શ્રમ કાર્ડના ફાયદા ઘણા થશે તથા વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. જેમાં મુખ્ય બે ભાગ પાડવામાં આવેલ છે. જેમાં 1) Social Security Welfare Schemes અને 2) Employment Schemes. આ યોજનાઓના વિગતવાર માહિતી નીચે મુજબ છે.

Social Security Welfare Schemes

ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી સામજિક સુરક્ષાની યોજનાઓનો લાભ ઈ શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકોને મળશે. આ સામાજિક સુરક્ષાની યોજનાઓની માહિતી ટૂંકમાં નીચે મુજબ છે.

Pradhan Mantri Shram Yogi Maan-Dhan (PM-SYM) Pension Yojana
  • ભારતના નાગરિક 18 થી 40 વર્ષના હોય તેમને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ 60 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળે છે.
  • આ યોજના હેઠળ 3000 સુધી પેન્‍શન મળવાપાત્ર થાય છે.
  • PM-SYM યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીઓને દર મહિને રૂપિયા 55 થી 200 સુધી પ્રીમીયમ ચૂકવવાનું રહેશે.
  • આ યોજના માટે લાભાર્થીની આવક 15,000 થી ઓછી અને તે લાભાર્થી EPFO/ESIC/NPS (Govt. funded) નો સભ્ય ન હોવો જોઈએ.
  • PM-SYM હેઠળ પ્રિમીયમની 50% રકમ લાભાર્થીએ અને 50% રકમ કેન્‍દ્ર સરકારે ભરવાની રહેશે.

દર મહિને 1250 રૂપિયા વિધવા પેન્‍શન વિશે વધુ માહિતી માટે અહીં Click કરો.

National Pension Scheme for Shopkeepers, Traders, and the Self-employed Persons
  • 18 થી 40 વર્ષના ભારતના નાગરિકને મળવાપાત્ર થાય છે.
  • આ એક પેન્‍શન યોજના છે.
  • આ યોજના હેઠળ લાભાર્થી દ્વારા રૂપિયા 55 થી 200 સુધી પ્રીમિયમ ભરવાનું રહેશે.
  • લાભાર્થીને 60 વર્ષ પૂરા થયા બાદ 3000 સુધી પેન્‍શન મળવાપાત્ર થશે.
  • આ યોજના હેઠળ પ્રિમીયમની 50% રકમ લાભાર્થીએ અને 50% રકમ કેન્‍દ્ર સરકારે ભરવાની રહેશે.
Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY)
  • આ યોજનાનો લાભ 18 થી 50 વર્ષના ભારતના નાગરિકોને મળવાપાત્ર થશે.
  • PMJJBY યોજના ભારત સરકાના નાણાં વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.
  • આ યોજના હેઠળ વાર્ષિક રૂ.330 પ્રિમીયમ ભરવાનું હોય છે.
  • આ પ્રિમિયમની રકમ બેંકમાં ઓટોડેબિટ રાખવાની હોય છે.
  • કોરોના/કુદરતી કે અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં 2.00 લાખ સુધી વીમા રકમ આપવામાં આવે છે.
Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY)
  • PMSBY યોજનાનો લાભ 18 થી 70 વર્ષના ભારતના નાગરિકોને મળવાપાત્ર થશે.
  • આ યોજના ભારત સરકાના નાણાં વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે.
  • આ યોજના હેઠળ વાર્ષિક રૂ.12 પ્રિમીયમ ભરવાનું હોય છે.
  • આ પ્રિમિયમની રકમ બેંકમાં ઓટોડેબિટ રાખવાની હોય છે.
  • અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં 2.00 લાખ સુધી વીમા રકમ આપવામાં આવે છે.
Atal Pension Yojana
  • Atal Pension Yojana નો લાભ 18 થી 40 વર્ષના ભારતના નાગરિકોને મળવાપાત્ર થશે.
  • આ યોજનાનો લાભ 60 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ મળે છે.
  • લાભાર્થીઓને રૂપિયા 1000 થી 5000 સુધી પેન્‍શન મળવાપાત્ર થશે.
Public Distribution System (PDS) – NFSA
  • આ યોજના હેઠળ ગરીબી રેખા હેઠળ જીવતા લાભાર્થીઓને લાભ મળશે.
  • આ યોજના હેઠળ 45 કિલોગ્રામ ઘઉં અથવા ચોખા મળશે.
  • PDS યોજના હેઠળ 15 કિલોગ્રામ જીવન જરૂરી વસ્તુઓ પણ મળશે.
Pradhan Mantri Awaas Yojana – Gramin (PMAY-G)
  • આ આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે સહાય આપવામાં આવશે.
  • આ યોજના હેઠળ ખૂલ્લી જગ્યાએ 1.2 લાખની આર્થિક સહાય આપવામાં આવશે.
  • PMAY-G અંતર્ગત લાભાર્થીઓને 1.3 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.
National Social Assistance Programme (NSAP) -Old age Protection
  • વૃદ્ધોને સામાજિક સુરક્ષા આપતી આ એક પેંશન યોજના છે.
  • આ યોજના રૂપિયા 300 થી 500 સુધી પ્રિમિયમ ભરવાનું હોય છે.
  • આ યોજના હેઠળ 1000 થી 3000 સુધી પેન્‍શન મળવાપાત્ર થાય છે.

ગુજરાતમાં દર મહિને રૂપિયા 750 વૃદ્ધોને પેન્‍શન આપવામાં આવે છે, તેના વિશે વધુ માહિતી અહીં Click કરો.

Ayushman Bharat-Pradhan Mantri Jan Arogya Yojana (AB-PMJAY)
  • હેલ્થ વીમા બાબતની આ યોજના છે.
  • Ayushman Bharat Yojana હેઠળ 5.00 લાખ સુધી સ્વાસ્થ્ય વીમો મળશે.
  • આ વીમા યોજનાનો લાભ લેવા માટે પ્રીમિયમ ભરવાની જરૂર નથી.
Health Insurance Scheme for Weavers (HIS)
  • ભારતીય નાગરિકોને મળવાપાત્ર થશે.
  • નાગરિક વણાટ કામ કરતો હોવો જોઈએ.
  • વણકર તેની આવકનો ઓછામાં ઓછો 50% હેન્‍ડલૂમ વણાટથી કમાતો હોવો જોઈએ.
  • આવી કામગીરી કરતા લોકોને રૂપિયા 15,000 સુધી વિવિધ રોગોની સારવાર માટે સહાય આપવામાં આવશે.
National Safai Karamcharis Finance and Development Corporation (NSKFDC)
  • ભારતના સફાઈ કામદારને યોજનાનો લાભ મળશે.
  • સફાઈ કામદારોને નાણાંકીય સહાય આપવામાં આવશે.
Self Employment Scheme for Rehabilitation of Manual Scavengers (Revised)
  • આ યોજનાનો લાભ ભારતીય નાગરિકોને 17મળશે.
  • કચરો સાફ કરનાર(manual scavengers) તથા એમના આશ્રતોને મફતમાં  કૌશલ્ય વર્ધન શિક્ષણ આપવામાં આવશે.
  • આ કૌશલ્ય શિક્ષણ મેળવનારને રૂપિયા 3000 સ્ટાઇપેન્‍ડ આપવામાં આવશે.

Employment Schemes

ભારત સરકાર દ્વારા નાગરિકોને રોજગાર પૂરો પાડવા માટે વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. e-SHRAM Card મેળવેલ શ્રમિકોને નીચે મુજબની રોજગારલક્ષી યોજનાનો લાભ મળશે.

MGNREGA

  • 18 વર્ષથી મોટી ઉંમરના ભારતીય નાગરિકોને આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજના હેઠળ લાભાર્થીને 100 દિવસની રોજગારી આપવામાં આવશે.
Deen Dayal Upadhyaya-Grameen Kaushalya Yojana (DDU-GKY)
  • કોઈપણ ભારતીય નાગરિક કૌશલ્યવર્ધન તાલીમ મેળવવા ઈચ્છતો હોય તો મળશે.
  • આ યોજનાનો હેતુ ગ્રામ વિસ્તારના ગરીબોને તાલીમ આપવાનો છે. તાલીમ આપ્યા બાદ ગ્રામીણ લોકો વ્યવસાય નવા ચાલુ કરે છે.
PM SVANidhi
  • ભારતીય નાગરિકને શેરી વિક્રેતાનું કાર્ડ ધરાવતા હોવા જોઈએ.
  • આ યોજના હેઠળ રૂપિયા 10,000 ની લોન આપવામાં આવશે છે.
Pradhan Mantri Kaushal Vikas Yojana (PMKVY)
  • આ યોજના હેઠળ 18 થી 45 વર્ષ સુધીના ભારતીય નાગરિકોને મળશે.
  • આ કૌશલ્ય વિકાસ યોજનાની તાલીમ ધોરણ-12 માં ડ્રોપઆઉટ અને ધોરણ-10 પાસ કરેલા વિદ્યાર્થીઓ મેળવી શકશે.
  • ખાનગી ક્ષેત્રની વધુ ભાગીદારી માટે સારામાં સારી કૌશલ્ય તાલીમ મેળવી શકે છે.
Prime Minister Employment Generation Programme (PMEGP)
  • આ યોજનાનો લાભ 18 વર્ષથી મોટી ઉંમરના ભારતીય નાગરિકોને મળશે.
  • નવા ઉદ્યોગો સ્થાપવા માટે નાણાંકીય સહાય પૂરી પાડવામાં આવશે.
  • મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રૂ.10 લાખથી વધુ અને સેવા ક્ષેત્રમાં રૂ. 5 લાખ સુધી સહાય આપવામાં આવશે.

e shramik card registration Document

શ્રમિકોને અનેક લાભ આપતું આ કાર્ડ કઢાવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.શ્રમિક કાર્ડનું ઓનલાઈન રજીસ્ટ્રેશન e Shram Official Website પરથી અને Common Service Center (CSC) પરથી કરી શકાશે. જેના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નીચે મુજબ છે.

  • આધારકાર્ડ
  • આધારકાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર
  • બચત ખાતાની ઝેરોક્ષ
  • રેશન કાર્ડની નકલ
  • ઉંમર અંગેનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

e-Shramik Card Online Apply

અસંગઠિત ક્ષેત્રના કામદારોને ભારત સરકાર દ્વારા શ્રમિક કાર્ડ પૂરું પાડવામાં આવશે. આ શ્રમિક કાર્ડ માટે જાતે Online Registration તથા નજીકના કોમન સર્વિસ સેન્‍ટર(CSC) પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઈ-શ્રમ કાર્ડનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

E Shram Registration Step One

  • સૌથી પહેલાં Google માં E Shram Portal ટાઈપ કરવાનું રહેશે.
  • ઈ શ્રમ ખોલ્યા બાદ તેમાં Official Website ખોલવાની રહેશે.
Self-registration through e-shram portal http://eshram.gov.in | E-Shram Card Portal Login | E-Shramik Card Portal Online  |  E-Shram Card Registration 2021 Online Apply Portal & CSC NDUW eShram Card Status
Image Source : Government Official Website (https://eshram.gov.in/)
  • હવે તેમાં Home Page ખૂલશે.
  • જેમાં Register on e-Shram પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે નવુ પેજ ખૂલશે એમાં આધારકાર્ડ સાથે મોબાઈલ લિંક હોય તે દાખલ કરવો અને સાથે Captcha Code નાખવાનો રહેશે.
  • હવે તમને Employees’ Provident Fund Organization (EPFO) અને Employees’ State Insurance Corporation (ESIC) આવા પ્રશ્ન પૂછવામાં આવશે. જેમાં EPFO/ESICના સભ્ય ન હોય તો “ના” પસંદ કરીને આગળ જવાનું રહેશે.
  • ત્યારબાદ OTP પર વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર OTP આવશે, જે તેના બોક્સમાં નાખવાનો રહેશે.
E Labour Card Apply Online | E-Shram Portal Online Registration | Application Form | E Shram Portal Apply Online | e Shramik Card Registration | Eshram gov in login |  E Shramik Card self Registration
Image Source : Government Official Website (https://eshram.gov.in/)
  • ત્યારબાદ Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે આપણે આપનો આધારકાર્ડ નંબર નાખવાનો રહેશે. અને સબમીટ આપવાનું રહેશે.
  • જેનાથી તમારા મોબાઈલ નંબર પર એક નવો OTP આવશે તે OTP ફરીથી નવા Box માં નાખી વેરીફાઈ કરવાનું રહેશે.
  • વેરીફાઈ કર્યા બાદ આપના આધાર કાર્ડ પરથી ડેટાબેઝના આધારે ફોટો અને અન્ય જાણકારી સ્કીન પર જોવા મળશે.

E Shram Registration Step Two

  • હવે લાભાર્થીએ Confirm and Other Detail પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં પર્સનલ માહિતી, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય & સ્કીલ તથા બેંક ડિટેલ ભરવાની રહેશે.
  • હવે તમારે માંગ્યા મુજબના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  • ત્યારબાદ લાભાર્થીએ Preview Self Declaration પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં તમારા દ્વારા ભરવામાં આવેલી તમામ માહિતી તમારી સ્કીન પર ખૂલીને આવશે.
  • તમારા દ્વારા ભરેલી માહિતી ફરીથી એકવાર ધ્યાનપૂર્વક ચકાસની કરવાની રહેશે.
  • જેમાં Declaration પર ટીક કરીને Submit પર ક્લિક આપવાનું રહેશે.
  • ત્યારબાદ મોબાઈલ પર એક OTP આવશે જેમાં OTP Box માં નાખીને વેરીફાઈ કરવાનો રહેશે.
  • ત્યારબાદ તમારે Confirm બટન પર ક્લિક કરવાનું રહેશે. એકવાર કન્‍ફર્મ થયા બાદ કોઈ સુધારા કે વધારા થશે નહીં.
  • હવે તમારે e shram card download પર ક્લિક કરવાનું રહેશે.

CSC Center Near My Location & Locator

  • સૌપ્રથમ ઈ શ્રમ પોર્ટલ ની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે.
  • જ્યાં આપની સામે Home Page ખૂલશે.
  • E Shram ની વેબસાઈટમાં “CSC Locator” પર ક્લિક કરવાનું રહેશે.
E-Shramik Website Registration Online | eshram.gov.in E-Shram Portal Registration | E-Shramik Helpline Number | E Shram Portal toll free number 14434 | ઈ શ્રમિક કાર્ડ  | e shram benefits | e shram csc
Image Source : Government Official Website (https://eshram.gov.in/)
  • જેમાં નવા પેજમાં રાજ્ય અને જિલ્લો પસંદ કરવાનો રહેશે.
  • હવે CSC ના સંબંધિત જાણકારી પ્રાપ્ત થશે.

e shram helpline number

દેશના શ્રમિકોને આ કાર્ડ કઢાવવું જોઈએ. આ કાર્ડ કઢાવવા માટે કોઈ સમસ્યા કે પ્રશ્ન હોય તો ભારત સરકાર દ્વારા હેલ્પલાઈન નંબર અને Email Id જાહેર કરેલી છે. આપના દ્વારા હેલ્પલાઈન પર ફોન પણ કરી શકો છો અને ઈમેઈલ દ્વારા સમસ્યાને વિસ્તારપૂર્વક લખીને મોકલી પણ શકો છો.

E Shram Portal Helpline Number- 14434

e Shram Portal Email Id– eshram-care@gov.in

Office Address– Ministry of Labour & Employment, Govt. of India,  Jaisalmer House, Mansingh Road,  New Delhi-110011, India

Office Phone number: 011-23389928

FAQ of E-Shram Portal

ઈ-શ્રમ કાર્ડ કોણ કઢાવી શકશે?

ભારતના અસંગઠિત ક્ષેત્રના લાભાર્થીઓ આ કાર્ડ કઢાવી શકશે. જે શ્રમિકો EPFO/ESIC ના સભ્ય ન હોય તે જ કઢાવી શકે.

E Shram Portal કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે?

ઈ શ્રમ કાર્ડ ભારત સરકારના Ministry of Labour & Employment વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે.

e-Shram માટે કોઈ આવક મર્યાદા નક્કી થયેલી છે?

અસંગઠિત ક્ષેત્રના કામદાર તરીકે ઈ શ્રમિક કાર્ડ માટે નોંધણી કરાવી શકે છે. પરંતુ અરજદાર કોઈ આવકવેરો ચૂકવતા ન હોવા જોઈએ.

ઈ શ્રમિક કાર્ડ કઢાવવા માટે કેટલી ઉંમર મર્યાદા નક્કી થયેલી છે?

આ કાર્ડ કઢાવવા માટે  અરજદાર લાભાર્થી 16-59 વર્ષના હોવા જોઈએ.

eSHRAM Card ની કેટલી વેલીડીટી નક્કી થયેલી છે?

આ ઇ-શ્રમ કાર્ડમાં 12 આંકડાનો યુનિક નંબર આવશે. જે કાયમી નંબર રહેશે અને તેની વેલીડીટી કાયમી રહેશે.

શ્રમિકો પોતાના ઈ-શ્રમ કાર્ડમાં નવી માહિતી ક્યાંથી સુધારી શકે છે?

શ્રમિકો પોતાના કાર્ડમાં જરૂરી માહિતી વધારવા માટે નજીકના CSC સેન્ટરનો સંપર્ક કરી શકે છે. તથા નવું શ્રમિક કાર્ડ કઢાવવા માટે પણ CSC સેન્ટરનો સંપર્ક કરી શકે છે.

eSHRAM Card દ્વારા લાભાર્થીઓને કેટલી યોજનાઓનો લાભ લઈ શકે છે?

આ કાર્ડ દ્વારા Social Security Welfare ની કુલ 12 યોજનાઓનો લાભ મેળવી શકે છે તથા Employment કુલ 6 યોજનાનો લાભ મેળવી શકે છે.

Important links of E Shram Card Registration

E Shram Official WebsiteClick Here
E Shram LoginClick Here
Self RegistrationApply Now
CSC LocatorClick Here
Home PageClick Here

વ્હાલા શ્રમિક મિત્રો…! હજુ પણ તમારા મનમાં “ઈ-શ્રમ કાર્ડ”બાબતે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે નીચે આપેલા Comment Box માં  કોમેન્‍ટ કરીને અથવા Contact US માં પૂછી શકો છો અને મિત્રો આ પોસ્ટ દ્વારા મળેલી જાણકારી તમને સારી અને ઉપયોગી લાગી હોય તો તમારા સગા-સંબંધીઓમાં તમામ શ્રમિકો સુધી ચોક્ક્સ Share કરજો, તથા તમારો કિંમતી સમય કાઢીને આ પોસ્ટને વાંચવા માટે આપનો દિલથી ખૂબ ખૂબ આભાર….

Related Articles

14 Comments

  1. નામ : ગરવા કોમલ બાબુલાલ
    પિતાનું નામ: ગરવા બાબુલાલ હીરા ભાઈ
    કામ: દરજી કામ
    ફોન : 9913361638

  2. ઈ શ્રમ કાર્ડ ધારકોને સરકાર સહાય રૂપે પૈસા કેમ નથી આપતી યોગી સરકાર આપે છે તો ગુજરાત માં કેમ નથી આપતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
E Shram Card Registration । ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન
E Shram Card Registration । ઈ શ્રમ કાર્ડ રજીસ્ટ્રેશન
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker