Bagayati Yojana In Gujarat | Bagayat Kheti In Gujarat | કાજુ ના વાવેતર પર સહાય યોજના । બાગાયતી યોજના । Krushi Sahay Yojana Online Apply
Krushi Sahay Yojana હેઠળ ખેતીવાડી, બાગયતી અને પશુપાલન વિભાગો દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. જેમાં ગુજરાતના ખેડૂતોને બાગાયતી વિભાગ દ્વારા બાગાયતી પાકોના વાવેતર માટે વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. જેમ કે ટ્રેકટર સહાય યોજના, નાની નર્સરી માટેની યોજનાઓ, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકા પર સહાય યોજના વગેરે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમ દ્વારા કાજુના વાવેતર વધારવા માટે આપવામાં આવતી સહાય વિશે વાત કરીશું.
Bagayati Yojana Gujarat
ગુજરાત રાજ્યમાં બાગાયતી પાકોનું વાવેતર વધે તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. બાગાયતી પાકોમાં ઓછી મહેનતી સારું ઉત્પાદન લઈ શકાય છે. બાગાયતી સહાય યોજનાઓ દ્વારા ખેડૂતોને સીધો લાભ આપવામાં આવે છે. જેથી ખેડૂતો વિવિધ બાગાયતિ પાકોનું વાવેતર કરીને મલબખ પાક ઉત્પાદન કરી શકે.
યોજનાનો હેતુ
Bagayati yojana દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. ખેડૂતો રાજ્યમાં કાજુનું વાવેતર વધારે અને રાજ્યની જરૂરીયાતમાં સહભાગી બને તે માટે કાજુનું વાવેતર વધે તે ખૂબ જરૂરી છે. ખેડૂતોને આ યોજના દ્વારા કાજુ વાવેતર કરે અને તેનો વિસ્તાર વધે તે માટે પ્લાંટીંગ મટીરીયલ સહાય યોજના લાભ આપવામાં આવે છે.
HightLight Point of Cashew Farming in Gujarat
યોજનાનું નામ | કાજુ વાવેતર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | કાજુના વાવેતર વધે તે હેતુથી આ યોજનાનો લાભ મળે છે. |
લાભાર્થી | ગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂતો |
સહાય | ખેડૂતોને આ યોજનામાં પ્લાંન્ટીંગ મટીરીયલનાં રોપા દીઠ ખર્ચના 90% સુધી સહાય મળશે. જે રોપાની કિંમત (પરિવહન સાથે) વધુમાં વધુ રૂ.65 સુધી 400 રોપા સુધી સહાય મળશે. |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી | Click કરો. |
અરજી કરવાની છેલ્લી તારીખ | 21/03/2022 |
યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાના ઓનલાઇન અરજી ikhedut Portal પરથી કરી શકાશે. લાભાર્થી ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ કાજુના વાવેતરમાં પ્લાન્ટીંગ મટેરીયલમાં મળવાપાત્ર થશે.
- આ પ્રોજેક્ટનો અમલ રાજયના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે નવસારી, તાપી, વલસાડ, ડાંગ, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લાઓમાં અમલ કરવાનો રહેશે.
- આ પ્રોજેક્ટ હેઠળ લાભાર્થી દ્વારા લાભ મેળવવા માટે NHB/DIRECTORATE OF CASHEWNUT AND COCOA DEVELOPMENT, KOCHI દ્વારા ભલામણ હેઠળ નર્સરીઓ પાસેથી પ્લાન્ટીંગ મટીરીયલ્સ ખરીદ કરવાનું રહેશે.
- ખેડૂત ખાતાદીઠ લાભાર્થીને આજીવન એક વખત લાભ મળશે.
- આ યોજનાનો લાભ વ્યક્તિગત રીતે પણ મળે છે અને સંસ્થાકીય લાભાર્થીઓને પણ મળશે.
ઈ-શ્રમના કાર્ડના ફાયદા અને રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની માહિતી મેળવો.
કાજુ વાવેતર યોજનામાં મળવાપાત્ર લાભ
આઈ ખેડૂત પોર્ટલ પરથી આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. બાગાયતી વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં કાજુના વાવેતર માટે સહાય આપવામાં આવે છે. પ્લાન્ટીંગ મટીરીયલનાં રોપા માટે લાભ આપવામાં આવે છે. જે કુલ ખર્ચના 90% સુધી સહાયનું ધોરણ રહેશે. જેમાં રોપાની કિંમત (પરિવહન સાથે) વધુમાં વધુ રૂ. 65 સુધી જ રહેશે. પ્રતિ લાભાર્થી ખાતા દીઠ 1 હેકટરની મર્યાદામાં સહાયની ચૂકવણી થશે. પ્રતિ હેકટર 5 x 5 મીટરનાં અંતરે વાવેતરને ધ્યાને લઈને વધુમાં વધુ 400 રોપા સુધી સહાય મળવાપાત્ર રહેશે.
આ પણ વાંચો- ફ્રી સિલાઈ મશીન તથા બ્યુટી પાર્લર કીટ મેળવવા આ યોજનામાં ઓનલાઈન અરજી કરો.
Document Required Of Cashew Plantation Scheme In Gujarat
ખેડૂત પોર્ટલ પર ચાલતી કાજુ વાવેતર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાય યોજના નો લાભ લેવા માટે Online Arji કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈએ.
1. ખેડૂતની 7/12 ની નકલ (Anyror Gujarat પરથી ૭/૧૨ ની નકલ ડાઉનલોડ કરો)
2. આધારકાર્ડની નકલ
3. જો ખેડૂત SC જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
4. જો ખેડૂત ST જ્ઞાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
5. રેશનકાર્ડની નકલ
6. જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
7. ટ્રાઈબલ વિસ્તારના લાભાર્થીઓ માટે વન અધિકાર પત્રની નકલ (હોય તો)
8. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
9. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો
10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
12. મોબાઈલ નંબર
આ પણ વાંચો- ગ્રીનહાઉસ તથા ટીસ્યુ લેબ. વીજદર સહાય
Online Registration Cashew Plantation Scheme In Gujarat
Bagayati Kheti in Gujarat હેઠળ બાગાયતી યોજનાનો લાભ આપવામાં આવે છે. ખેડૂતોએ I-khedut પરથી Online Registration કરવાનું રહેશે છે. ખેડૂતો ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા ગ્રામ પંચાયત ખાતેથી VCE મારફતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન અરજી કેવી કરવી તેની Step By Step માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Search માં “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર Click કર્યા બાદ ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” ખોલવું.
- “Bagayati Yojana” ખોલ્યા બાદ જ્યાં સરકારી અન્ય યોજના, ખેડૂત યોજના બતાવશે.
- જેમાં “કાજુ વાવેતર વિસ્તાર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાય” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
- જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો Aadhar Card Number અને Mobile Number નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
- ખેડૂતો દ્વારા પ્રિન્ટ મેળવ્યા બાદ સહી-સિક્કા કરાવવાના રહેશે.
- ત્યારબાદ આઈ-ખેડૂત પોર્ટલ પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
iKhedut Application Status & Re-Print
લાભાર્થી ખેડૂત ikhedu application status online જોઈ શકશે તથા Arji Print કાઢી શકશે. હવે અરજીની કાર્યવાહી જાણવા માટે ikhedut portal દ્વારા સરળતાથી જાણી શકાશે.
Ikhedut Portal Status | Click Here |
Application Print | Click Here |
ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ
કાજુ વાવેતર વિસ્તાર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાયમાં Online Arji કરવાની રહેશે. આ યોજના માટે અરજદારોઓએ તારીખ- તા 01/03/2022 થી 30/04/2022 સુધી સુધી અરજી કરી શકશે. ત્યારબાદ અરજી કરવાની પ્રક્રિયા બંધ થશે.
FAQ’s Cashew Plantation Scheme in Gujarat
કૃષિ,ખેડુત ક્લ્યાણ અને સહકાર વિભાગ હેઠળ સંલગ્ન બાગાયતિ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.
ગુજરાતના ખેડૂતો ખેડૂતોને આ યોજનામાં પ્લાંન્ટીંગ મટીરીયલનાં રોપા દીઠ ખર્ચના 90% સુધી સહાય મળશે. જે રોપાની કિંમત (પરિવહન સાથે) વધુમાં વધુ રૂ.65 સુધી 400 રોપા સુધી સહાય મળશે.
ગુજરાતના ખેડૂતો બાગાયતી ખેતી તરફ આકર્ષાઈને કાજુના પાકનું વાવેતર કરે તે મુખ્ય હેતુ છે.
ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે ikhedut Portal પરથી Online Application કરવાની રહેશે.
2 thoughts on “કાજુ વાવેતર વધારવા માટે પ્લાંટીંગ મટીરીયલ સહાય યોજના | Cashew Plantation Scheme in Gujarat”