માનવ કલ્યાણ યોજના pdf | Manav kalyan yojana 2022 | Manav kalyan yojana form download | Kutir and gramodyog Gujarat | e kutir portal 2022 | Garib Kalyan Yojana Gujarat
Manav Kalyan Yojana 2022
ગુજરાત રાજ્યના કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા અંતરિયાળ ગામોમાં હસ્તકલા,હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા કારિગરોને આત્મનિર્ભર બનાવવાનો છે. આ માટે વિવિધ યોજનાઓ ચાલે છે. જેમ કે શ્રી વાજપાઇ બેંકેબલ યોજના, જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, હાથશાળની યોજનાઓ તથા માનવ કલ્યાણ યોજનાઓ ચાલે છે. Manav Kalyan Yojana 2022 ના ઓનલાઈન ફોર્મ e-Kutir Portal પરથી ભરી શકાશે.
માનવ કલ્યાણ યોજનાનો હેતુ
Commissioner of Cottage and Rural Industries દ્વારા આ યોજનામાં ચલાવવામાં આવે છે. જેના દ્વારા આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહને આવક, ધંધા અને સ્વરોજગાર ઉભા કરવા માટે વધારાના ઓજારો અને સાધનો આપવામાં આવે છે. આ યોજનાની શરૂઆત વર્ષ 11/09/1995 થી સ્વરોજગાર યોજનાને બદલે ચાલુ કરવામાં આવી હતી. આ યોજના થકિ ગરીબી રેખાની નીચેની(BPL) જીવતી વ્યક્તિઓ અને કારિગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટે થઈ હતી.
Manav kalyan yojana દ્વારા કુલ-28 પ્રકારના ટ્રેડમાં, નાના પ્રકારના વેપાર-ધંધા કરવા માટે જરૂરી સાધન સહાય આપવામાં આવી છે.
યોજનાનો લાભ લેવા માટે પાત્રતા
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો દ્વારા માનવ કલ્યાણ યોજના અને અન્ય યોજનાઓ ચલાવવામાંંઆવે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- આ યોજનાનો લાભ લેવા માટે 16 થી 60 વર્ષના લાભાર્થીઓને મળવાપાત્ર છે.
- ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પ્રકાશિત ગરીબી રેખાની યાદી(BPL) સમાવેશ થયેલ હોવો ફરજિયાત છે. આ લાભાર્થીઓએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી.
- લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. 1,20,000/- (એક લાખ વીસ હજાર) અને શહેરી વિસ્તાર માટે રૂ. 1,50,000/- (દોઢ લાખ) સુધી હોવી જોઈએ.
- જે અંગેનો આવકનો દાખલો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરોમાં મહાનગર પાલિકાના અધિકૃત અધિકારીનો રજૂ કરવાનો રહેશે.
Manav Kalyan Yojana 2022 Hightlight Point
આર્ટિકલ | માનવ કલ્યાણ યોજના ૨૦૨૨ |
ભાષા | ગુજરાતી |
લાભાર્થીની પાત્રતા | BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને |
સહાય | ધંધા માટે સાધન સહાય |
અરજી પ્રક્રિયા | જિલ્લા ઉદ્યોગ ખાતે અરજી જમા કરવી |
Official Website | http://www.cottage.gujarat.gov.in/ |
e-Kutir Portal પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી | Click Here |
યોજના હેઠળ મળવાપાત્ર લાભ
Manav kalyan yojana Gujarat હેઠળ સમાજના નબળાં વર્ગના લોકોને સહાય આપવામાં આવે છે. લાભાર્થીઓને એમના ધંધાને અનુરૂપ સાધન સહાય આપવામાં આવે છે.
28 વ્યવસાય અને તેની ટૂલકીટની યાદી
માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના નબળા વર્ગોને નાના ધંધા અને વ્યવસાય માટે સાધન સ્વરૂપે સહાય આપવામાં આવે છે. જેના એક સરખા વ્યવસાયો માટે ટુલકીટના સાધન સંખ્યા અને તેની કિંમત નક્કી કરવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.
ક્રમ | ટ્રેડનું નામ | અંદાજિત કિંમત |
1 | કડિયા કામ | 14500 |
2 | સેન્ટિંગ કામ | 7000 |
3 | વાહન સર્વિસીંગ અને રિપેરીંગ | 16000 |
4 | મોચીકામ | 5450 |
5 | દરજીકામ | 21500 |
6 | ભરતકામ | 20500 |
7 | કુંભારી કામ | 25000 |
8 | વિવિધ પ્રકારની ફેરી | 13800 |
9 | પ્લમ્બર | 12300 |
10 | બ્યુટી પાર્લર | 11800 |
11 | ઈલેક્ટ્રીક એપ્લાયંન્સીસ રીપેરીંગ | 14000 |
12 | ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ | 15000 |
13 | સુથારીકામ | 9300 |
14 | ધોબીકામ | 12500 |
15 | સાવરણી સુપડા બનાવનાર | 11000 |
16 | દૂધ-દહિં વેચનાર | 10700 |
17 | માછલી વેચનાર | 10600 |
18 | પાપડ બનાવટ | 13000 |
19 | અથાણા બનાવટ | 12000 |
20 | ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ | 15000 |
21 | પંચર કીટ | 15000 |
22 | ફ્લોર મિલ | 15000 |
23 | મસાલા મિલ | 15000 |
24 | રૂ ની દિવેટ બનાવવી (સખીમંડળની બહેનો) | 20000 |
25 | મોબાઈલ રિપેરીંગ | 8600 |
26 | પેપરકપ અને ડિશ બનાવટ (સખીમંડળ) | 48000 |
27 | હેર કટિંગ (વાળંદ કામ) | 14000 |
28 | રસોઈકામ માટે પ્રેશર કુકર (રદ કરેલ છે.) | 3000 (રદ કરેલ છે.) |
ધંધાની ટુલકિટ્સ બાબતે વિશેષ નોંધ
- રૂ ની દિવેટ બનાવટ (ટ્રેડ નં-24) ટૂલકિટ્સ ફક્ત સખી મંડળની બહેનોને આપવાની રહેશે. જેના માટે નિયામકશ્રી,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ લાભાર્થીઓ પસંદ કરવાના રહેશે. અને તે યાદી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પૂરી પાડવાની રહેશે.
- પેપર કપ અને ડિશ બનાવટ (ટ્રેડ નં-26) ટૂલકિટ્સ ફક્ત સખી મંડળને આપવાની રહેશે.
- જે લાભાર્થીઓની યાદી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને નિયામકશ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને પસંદ કરી પૂરી પાડવાની રહેશે.
Apply Online Manav Kalyan Yojana 2022
કમિશ્નરશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી, ગાંધીનગર દ્વારા માનવ કલ્યાણ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Registration કરવાનું હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તે નીચે બટન પરથી મેળવી શકાશે છે.
Manav kalyan yojana form pdf
આ યોજનાનો લાભ લેવા માટે વિભાગ Application Form નો નમૂનો જાહેર કરેલો છે. આ નિયત અરજી ફોર્મમાં અરજી કરવાની રહેશે.
માનવ કલ્યાણ યોજના ડોક્યુમેન્ટ
MKY યોજનાનો લાભ લેવા માટે નિયત નમૂનામાં અરજી કરવાની હોય છે. અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- રેશનકાર્ડની પ્રથમ પાનાનિ અને બીજા પાનાની નકલ (જેમાં લાભાર્થીના નામનો સમાવેશ થયેલ હોવો જોઈએ.
- ઉંમર અંગેનો પુરાવો
- જાતિનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
- ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
- આવકનો દાખલો (સમક્ષ અધિકારીશ્રીનો)
- ધંધાના અનુભવનો દાખલો
- ચૂંટણી ઓળખપત્રની નકલ
- આધારકાર્ડની નકલ
જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સરનામા
કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગની વિવિધ યોજનાઓ તથા Manav Kalyan Yojana 2021 નો લાભ લેવા માટે સંબંધિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સંપર્ક કરવો પડે. તથા અરજી ફોર્મ સાથે નિયત ડોક્યુમેન્ટ જોડાણ કરીને ઉદ્યોગ કેન્દ્રની કચેરી ખાતે જમા કરાવવું પડશે. ગુજરાત રાજયના દરેક જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સરનામા નીચે મુજબ છે.
ક્રમ | જિલ્લો | જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સરનામા |
1 | અમદાવાદ | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, 1 લો માળ, બચત ભવન, રિલિફ રોડ, અમદાવાદ 380 001 |
2 | અમરેલી | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી 365 601 |
3 | આણંદ | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, બીજો માળ, રૂમ નંબર-205/213, જીલ્લા સેવા સદન, બોરસદ ચારરસ્તા, આણંદ |
4 | બનાસકાંઠા | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,જોરાવર પેલેસ કમ્પાઉંડ, બનાસકાંઠા (પાલનપુર) |
5 | ભરૂચ | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, ગાયત્રી નગર, ફલશ્રુતી સોસાયટીની પાછળ, બહુમાળી સંકુલની બાજુમાં, ભરૂચ 392001 |
6 | ભાવનગર | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, પોલિટેકનિક કોલેજની બાજુમાં, વિદ્યાનગર, ભાવનગર |
7 | દાહોદ | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, G.I.D.C. કોમ્યુનિટી હોલ, ચાકલીયા માર્ગ, દુલાસર, દાહોદ |
8 | ગાંધીનગર | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, એમએસ બિલ્ડીંગ, બ્લોક નં-B, 3 જો માળ, પથિકાશ્રમની બાજુમાં,ગાંધીનગર |
9 | જામનગર | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,લાલ બંગલા કમ્પાઉન્ડ, 2 જો માળ, MS બિલ્ડીંગ, જામનગર 361001 |
10 | જૂનાગઢ | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, સરદાર બાગ, જુનાગઢ 362001 |
11 | ખેડા | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, વલ્લભવિદ્યાનગર સોસાયટી,પીજ રોડ, ખેડા (નડિયાદ) |
12 | કચ્છ | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, નવી ગ્રીન હોસ્પિટલની બાજુમાં, કચ્છ-ભુજ 370001 |
13 | મહેસાણા | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, જી.આઇ.ડી.સી. એસ્ટેટ, મોઢેરા રોડ, મહેસાણા -384002 |
14 | નર્મદા | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, સેન્ટ્રલ બિલ્ડીંગ, 2 જો માળ, રાજપીપળા, નર્મદા |
15 | નવસારી | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,હિરા પન્ના એપાર્ટમેન્ટ, 2 જો માળ, ચુડીવાડ, હીરાબઝાર, ટાવર રોડ, નવસારી |
16 | પંચમહાલ | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, કલેકટર કમ્પાઉન્ડ, પંચમહાલ (ગોધરા) 389001 |
17 | પાટણ | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,જિલ્લા સેવા સદન, બ્લોક નંબર2, ગ્રાઉન્ડ ફલોર, પાટણ |
18 | પોરબંદર | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, 7 જીલ્લા સેવા સદન -2, સાંદિપની રોડ, પોરબંદર |
19 | રાજકોટ | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, MS બિલ્ડીંગ, 1 લો માળ, બ્લોક નં 1/2, રેસકોર્સ રોડ, રાજકોટ |
20 | સાબરકાંઠા | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, મુખ્ય પોસ્ટ ઓફિસની બાજુમાં, પેલેસ રોડ, સાબરકાંઠા (હિંમતનગર) |
21 | સુરત | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર A-6-7, MS બિલ્ડીંગ, નાનપુરા, સુરત 395001 |
22 | સુરેન્દ્રનગર | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર, કલેકટર કચેરીની પાછળ, સુરેન્દ્રનગર |
23 | તાપી | જનરલ મેનેજર, જિલ્લા સેવા સદન, 3 જો માળ, બ્લોક નં 5, પાનવાડી, વ્યારા. જીલ્લો-તાપી |
24 | વડોદરા | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર પ્રથમ માળ, C બ્લોક, નર્મદા ભવન, જેલ રોડ, વડોદરા (બરોડા) 390 001. |
25 | વલસાડ | જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર,દમણ ગંગા ભવન, 1 લો, માળ, કલેકટર કચેરીની બાજુમાં, વલસાડ 396001 |
26 | બોટાદ | જનરલ મેનેજર, ટાડા વાડી, સાવગન નગર, ગુલાબ નિવાસ, બોટાદ |
27 | મોરબી | જનરલ મેનેજર, c / o કુટીર ઉદ્યોગ,તાલીમ કેન્દ્રમાં પ્લોટ નં 95-96, જી.આઇ.ડી.સી., નવા બસ સ્ટેન્ડની બાજુમાં, સનાલા રોડ, મોરબી |
28 | દેવભૂમિ દ્વારકા | જનરલ મેનેજર, સર્વે નં 689, રેલ્વે સ્ટેશન રોડ, તેલીના પુલની નજીક,ખંબાળિયા,દેવભૂમિદ્વારકા |
29 | ગીર સોમનાથ | જનરલ મેનેજર, પુરોહિતે નિવાસ, ખડખડ શેરી નં .2, નવા રામ મંદિરની નજીક, કલેકટર કચેરીની બાજુમાં, વેરાવળ, ગીર સોમનાથ |
30 | અરવલ્લી | જનરલ મેનેજર, અમરદીપ સોસાયટી, 1 લો માળ, DP રોડ, નજીક RTO કચેરી, મોડાસા, અરવલ્લી |
31 | મહિસાગર | જનરલ મેનેજર, રૂમ નંબર- 207 થી 211, જિલ્લા પંચાયત ભવન, જિલ્લા પંચાયત, લુણાવાડા, મહિસાગર. |
32 | છોટા ઉદેપુર | જનરલ મેનેજર, c / o કુટીર ઉદ્યોગ તાલીમ કેન્દ્ર, બસની બાજુમાં, સ્ટેન્ડ, સરકારી વસાહતની સામે, કોર્ટની પાછળ, છોટા ઉદેપુર. |
Manav kalyan yojana Helpline
આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે. ગુજરાત રાજ્યના દરેક જિલ્લા ખાતે આવેલી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સરનામા અને સંપર્ક નંબર જાહેર કરેલા છે. જે નીચે આપેલા બટન પરથી Download કરી શકાશે.
Manav Kalyan Yojana Online Last Date
e-kutir portal પર માનવ કલ્યાણ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરાય છે. નાગરિકોને નવો વ્યવસાય કરવા માટે ટ્રેડ વાઈઝ સાધન/ઓજારના સ્વરૂપમાં સહાય મળશે. Manav Kalyan Yojana માં સહાય મેળવવા માટે એપ્લિકેશન ઓનલાઈન જ કરવાની રહેશે. ઈ-કુટીર પોર્ટલ પર તા-15/03/2022 થી 15/05/2022 સુધી ઓનલાઈનથી અરજીઓ કરી શકાશે.
FAQ’s of Manav Kalyan Yojana 2022
કમિશ્નરશ્રી, કુટીર અને ગ્રામોદ્યોગ કચેરી દ્વારાએ માનવ કલ્યાણ યોજના બહાર પાડવામાં આવેલ છે.
સ્વરોજગારી તથા નવો વ્યવસાય મેળવવા માટે માનવ કલ્યાણ યોજનાની e-kutir portal પર ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે.
આ યોજનાનો લાભ લેવા માટે અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 16 વર્ષથી ઓછી નહીં અને 60 વર્ષથી વધુ ન હોય તે અરજી કરી શકે.
ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે કુટુંબની વાર્ષિક આવક કુલ-1,20,000/- અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે કુલ- 1,50,000/- થી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
ઉપરોક્ત માનવ કલ્યાણ યોજનાના બાબતે કોઈ સમસ્યા, પ્રશ્ન કે માર્ગદર્શન હોય તો Comment Box માં પ્રતિભાવ આપવા ન્રમ વિનંતી.
Chotaudepur Jilla Udhyog kendr no nambar aapo
02669-233640 / 9879706835 લેન્ડલાઈન નંંબર છે..
mobile homes
8128506726….job mi
Patan Jilla Udhyog kendr no nambar aapo
Reply
માનવ ગરિમા યોજના હેઠળ તમામ ઉદ્યોગકેન્દ્રના નામ, સરનામા અને સંપર્ક યાદીની PDF વેબસાઈટ પર મૂકેલી છે. ત્યાંથી Download કરી દો ભાઈ
manav kalyar yojna nu form bharvani antim tarikh kay che
ભાઈશ્રી, આ યોજનામાં અંતિમ તારીખ નથી હોતી પરંતુ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરીને અગાઉથી નક્કી લક્ષ્યાંક આપેલો હોય છે.
શું સાહેબ…આ યોજના હકિકતમાં ચાલુ થયેલી છે….!! ?
આશિષભાઈ દેસાઈ… આ માનવ કલ્યાણ યોજનાએ જિલ્લા ઉદ્યોગ કેંદ્ર દ્વારા ચાલતી યોજના છે. જેના અરજી ફોર્મ મેન્યુઅલ રીતે સ્વીકારવાની કામગીરી જિલ્લા કક્ષાએ થાય છે. અને આપના જિલ્લાના અગાઉથી નક્કી થયેલો લક્ષ્યાંક હોય છે. જેથી આપશ્રી આપના જિલ્લાની કચેરીએ એકવાર રૂબરૂ મુલાકાત લેવી વધુ હિતાવહ રહેશે. જય હિંદ
Silai machine aamathi thi mele che ne?
સાહેબશ્રી…શું આ યોજના માં લધુમતી (જૈન વણિક) જ્ઞાતિ લાભ લઈ શકે તેમ છે…!!
સાહેબશ્રી…શું આ લાભ અમોને રોકળ રૂપિયાના માધ્યમથી મલશે કે પછી અન્ય રીતે મલશે…!! ?
સાહેબશ્રી….શું આ લાભ અમો Online નાં માધ્યમથી લહી શકીયે છીએ…!! ?
ગત તારીખ 25/2/2020 ના રોજ ટાગોર હોલ અમદાવાદ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જેમાં અમોને સુથારીકામ ની કીટ પ્રાપ્ત થઈ હતી. પરંતુ આ કીટ અધુરી છે. અમોએ સ્થળ ઉપર જણાવ્યું હતું કે સાહેબ અધુરી છે પૂરતા પ્રમાણમાં સુથારી કામ ના સાધનો નથી.. હવે અમારે શું કરવું મારો મોબાઇલ નંબર 9157669728 છે. મારો ને મારો મિત્ર નો ટોકન નંબર
1291,1292 છે.
તમે રૂબરૂ સંબંધિત કચેરી ખાતે એકવાર મુલાકાત લો.
ok
સાહેબ શ્રી
આ યોજના માં ભણેલા હોય તેની માર્કશીટ મુકવી પડે કે ના મુકીએ તો ચાલે
અને આ ડોક્યુમેન્ટ જમા કરવા પડે સે કે ચાલશે યોગ્ય જવાબ આપશોજી.
ગામ નિગાળા તાલુકો ગઢડા જિલ્લા બોટાદ વિસ્તાર રામનગર પાસે મોબાઇલ નંબર 9737646051 ફિ સીલાય મશીન
Gujarati Website
જાતિ ચેંજ કરવાનિ છે ભુજ કચ્છ ઓફિસ ના કોંન્ટેક નમ્બર જોવે છે
૨૦૨૨ મા ભરેલ ફોર્મ ડ્રો લિસ્ટ ક્યાથી મલશે મને જણાવશો.પી ડી એફ આપ શો જી
સાહેબ શ્રી
નમસ્કાર સર
૨૦૨૨ માં જે ફોર્મ ભરાયા હતા અને અમે જેની અરજી મંજુર થઇ ગઈ હોઈ એની માહિતી અથવા લીસ્ટ ક્યારે આવશે .એની માહિતી જણાવી શકો તો જાણવા વિનંતી
એમાં મારી અરજી પણ મંજુર થઇ સે તો એનો લાભ કયારે અને કેવી રીતે મળશે એની માહિતી આપ્સોજી
આપનો વિશ્વાશું……
MAHITI AAPSOJI
mahiti aaposoji
………………………………………?????????????????????
સાહેબ શ્રી
નમસ્કાર સર
૨૦૨૨ માં જે ફોર્મ ભરાયા હતા અને અમે જેની અરજી મંજુર થઇ ગઈ હોઈ એની માહિતી અથવા લીસ્ટ ક્યારે આવશે .એની માહિતી જણાવી શકો તો જાણવા વિનંતી
એમાં મારી અરજી પણ મંજુર થઇ સે તો એનો લાભ કયારે અને કેવી રીતે મળશે એની માહિતી આપ્સોજી
આપનો વિશ્વાશું……
hy
namsakar sir
mari wife nu from bhariyu hatu mein2022ma sivan nu to arji manjur thai gai pan kit madi nahi.
pasi atyre 2023 ma enu stuts joi to arji par karyvahi thay se evu batave se to pahela manjur thai hati topan madi nahi to have kyre madse eni yogay mahiti aapso ji….