વાજપાઇ બેન્કેબલ યોજના ઓનલાઈન । Vajpayee Bankable Yojana in Gujarati | Vajpayee Bankable Loan Yojana | જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર યોજના । Subsidy Yojana Gujarat
પ્રિય વાંચકો, ગુજરાત સરકારના કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા ઘણી યોજનાઓ ચાલે છે. જેમાં દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના, જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના, ગ્રામોદ્યોગ વિકાસ કેન્દ્ર વગેરે યોજનાઓ ચાલે છે. જેમાં માનવ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal લોન્ચ કરેલ છે. એવી જ રીતે શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો લાભ આપવા માટે Bankable Loan Registration નામનું Online Portal બહાર પાડેલ છે. શિક્ષિત બરોજગાર યુવાન અને યુવતીઓને સ્વરોજગાર પૂરી પાડવા માટે બહાર પાડેલ “Shri Vajpayee Bankable Yojana” વિશે વિગતવાર માહિતી મેળવીશું.
Vajpayee Bankable Yojana Online Registraion
કમિશનરશ્રી, કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી, ગાંધીનગર દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. Vajpayee Bankable Yojana એ Loan Scheme છે. આ યોજના હેઠળ સ્વરોજગારી પૂરી પાડવા માટે લોન આપવામાં આવે છે. આ લોન પર Loan Subsidy પણ આપવામાં આવે છે. વાજપાઈ બેંકેબલ લોન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે Finance Department દ્વારા નવું પોર્ટલ લોન્ચ કરેલ છે.
વાજપેયી બેંકેબલ યોજનાનો હેતુ
ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાન / યુવતીઓ, દિવ્યાંગોને સ્વરોજગારીની તક મળે ખૂબ જરૂરી છે. શ્રી બાજપાઈ બેન્કેબલ યોજના દ્વારા કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે મહત્વનો ઉદ્દેશ્ય છે. નાગરિકો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે ખૂબ ઓછા દરે લોન મળે તે હેતુસર vajpayee bankable yojana કાર્યરત કરેલ છે. VBY યોજના હેઠળ લાભાર્થીઓને દ્વારા ઉદ્યોગ, સેવા અને વેપારક્ષેત્રે લોન મળશે. અને આ પર સબસીડી પણ મળવાપાત્ર થાય છે.
Vajpayee Bankable Yojana ની પાત્રતા
Commissioner of Cottage and Rural Industries દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. જેનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલ છે. જે નીચે મુજબ આપેલી છે.
- ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જોઈએ.
- લાભાર્થી ઓછામાં ઓછું ધોરણ-4 સુધીની શૈક્ષણિક લાયકાત મેળવેલી હોવી જોઈએ.
- અરજી કરનાર લાભાર્થીની ઉંમર 18 થી 65 વર્ષ હોવી જોઇએ.
- લાભાર્થીને જે ધંધા કે વ્યવસાય માટે લોન લેવાની હોય, તેને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 માસની તાલીમ મેળવેલી હોવી જોઈએ.
- લાભાર્થી દ્વારા સરકાર માન્ય સંસ્થામાંથી 1 મહિનાની તાલીમ લીધેલ હોય તો પણ આ યોજનાનો લાભ લેવા માટે લાયક ગણાશે.
- અરજદાર પાસે 1 વર્ષનો ધંધાને લગતો અનુભવ હોય તો પણ માન્ય ગણાશે.
- લાભાર્થી પોતે વારસાગત કારીગર હોય તો પણ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
- આ યોજનાનો લાભ દિવ્યાંગ કે અંધ નાગરિકો પણ લાભ મેળવી શકશે.
- આ યોજના હેઠળ અરજદારને vajpayee bankable yojana bank list જેમકે રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંક, પબ્લીક સેક્ટરની બેંકો, ખાનગી બેંક દ્વારા લોન મેળવી શકશે.
- Vajpayee bankable yojana Gujarat લાભ એક વ્યક્તિને માત્ર એક જ વખત મળશે.
- સક્રિય સ્વસહાય જૂથ કે જેમનું ગ્રેડીંગ થયેલું હોય તેવા જૂથોને Vajpayee bankable Loan Yojana નો લાભ મળવાપાત્ર થશે.
- અરજદાર દ્વારા આ વિભાગ દ્વારા કે અન્ય વિભાગ દ્વારા આવી યોજનાનો લાભ મળ્યો હોય તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં.
Important Point Of Shree Vajpayee Bankable Yojana
યોજનાનું નામ | શ્રી વાજપાઇ બેંકેબલ લોન યોજના 2022 |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો હેતુ | ગુજરાતના નાગરિકો નવો વ્યવસાય, ધંધો કે ઉદ્યોગ શરૂ કરવા માંગતા હોય તો તેમને સબસીડી સાથે ધિરાણ આપીને પ્રોત્સાહિત કરવા માટે આ યોજના અમલી બનાવેલ છે. |
લાભાર્થી | ગુજરાતના પાત્રતા ધરાવતા તમામ જ્ઞાતિના લાભાર્થીઓ |
યોજના હેઠળ મળવાપાત્ર લોનની રકમ | આ યોજના હેઠળ લાભાર્થી ને 8 લાખ સુધીની લોન આપવામાં આવે છે. |
લોન પર મળવાપાત્ર સબસીડી | આ યોજના હેઠળ લાભાર્થીઓને રૂ.60,000/- થી 1,25,000/- સુધી સબસીડી મળવાપાત્ર થશે. |
Official Website | Click Here |
Online Apply | https://blp.gujarat.gov.in/ |
Documents Required For Vajpayee Bankable Yojana
લાભાર્થીઓને VBY Yojana નો લેવા માટે જેમ પાત્રતા નક્કી કરેલી છે. તેવી રીતે ડોક્યુમેન્ટ નક્કી થયેલા છે. જે નીચે મુજબ આપેલા છે.
1. શાળા છોડયાનું પ્રમાણપત્ર(LC)
2. પાસપોર્ટ સાઈઝનો ફોટો
3. ચૂંટણીકાર્ડ
4. લાભાર્થીનું આધારકાર્ડ (આધારકાર્ડ ડાઉનલોડ કરો)
5. જન્મ નોંધણીનું પ્રમાણપત્ર
6. શૈક્ષણિક લાયકાતની માર્કશીટ (છેલ્લી માર્કશીટ)
7. જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ માટે)
8. 40% કે તેથી વધુ દિવ્યાંગ લાભાર્થીઓના કિસ્સામાં દિવ્યાંગતાની ટકાવારીનું સિવિલ સર્જનનું/સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
9. અરજદાર દ્વારા મેળવેલ તાલીમ / અનુભવનું પ્રમાણપત્ર.
10. જે સાધન-ઓજાર ખરીદવાના હોય તેનો VAT/TIN નંબરવાળા ભાવપત્રક અસલ જોડવું.
11. નક્કી થયેલા ધંધાના સ્થળનો આધાર પુરાવો. ( ભાડાકરાર / ભાડાચિઠ્ઠી / મકાન વેરાની પહોંચ)
12. વીજળી વપરાશ કરવાની હોય તો મકાનનું ઈલેક્ટ્રિક બિલ તથા મકાન માલિકનું સંમતિપત્રક
કેવી રીતે માનવ કલ્યાણ યોજના ઓનલાઈન ફોર્મ ભરવું તેની માહિતી મેળવો.
શ્રી વાજપાઈ બેંકેબલ યોજનામાં બેંક ધિરાણની મર્યાદા
કુટીર ઉદ્યોગ, ગાંધીનગર દ્વારા વિવિધ ક્ષેત્રો માટે લોનની મર્યાદા નક્કી કરેલ છે. આ ઉપરાંત Vajpayee Bankable Yojana Loan Amount નક્કી કરેલ છે.
ક્ષેત્ર (Service Sector) | લોનની મર્યાદા (Minimum Loan) |
ઉદ્યોગ ક્ષેત્ર માટે (Industries Sector) | 8 લાખની મહત્તમ મર્યાદા |
સેવા ક્ષેત્ર માટે (Service Sector) | 8 લાખની મહત્તમ મર્યાદા |
વેપાર ક્ષેત્ર માટે (Business Sector) | 8 લાખની મહત્તમ મર્યાદા |
લોન પર સહાયના દર
Commissioner of Cottage and Rural Industries Gujarat દ્વારા વિવિધ જ્ઞાતિઓ માટે સહાયના દર અલગ-અલગ નક્કી કરેલા છે. તથા વાજપાઈ બેંકેબલ લોન યોજના હેઠળ ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્ર માટે સહાયના દર નીચે મુજબ રહેશે.
વિસ્તાર | General (જનરલ) | અનુસૂચિત જાતિ(SC), અનુસુચિત જન જાતિ(ST), માજી સૈનિક/ મહિલાઓ તથા 40% કે તેથી વધુ દિવ્યાંગ |
ગ્રામ્ય વિસ્તાર | 25% | 40% |
શહેરી વિસ્તાર | 20% | 30% |
આ પણ વાંચો- e Samaj kalyan Portal Online Registration 2022 – SJED
Vajpayee Bankable Yojana Subsidy
કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ, ગાંધીનગર દ્વારા અલગ-અલગ ક્ષેત્રો અને અલગ-અલગ જ્ઞાતિઓ માટે સહાય એટલે કે સબસીડી નક્કી કરેલ છે. જે નીચે મુજબના ટેબલ પરથી જાણી શકાશે.
ક્રમ | ક્ષેત્ર | સબસીડીની રકમની મર્યાદા (રૂપિયામાં) |
1 | ઉદ્યોગ ક્ષેત્ર માટે (Industries Sector) | 1,25,000/- (એક લાખ પચ્ચીસ હજાર) |
2 | સેવા ક્ષેત્ર માટે (Service Sector) | 1,00,000/- (એક લાખ) |
3 | વેપાર ક્ષેત્ર માટે (Business Sector) | શહેરી વિસ્તારમાં જનરલ કેટેગરી માટે કુલ રૂ. 60,000/- |
ગ્રામ્ય વિસ્તારના જનરલ કેટેગરી માટે કુલ રૂ. 60,000/- | ||
શહેરી/ગ્રામ્ય બન્નેમાં અનામત કેટેગરી માટે 80,000/- |
નોધ:- દિવ્યાંગ લાભાર્થીઓના કિસ્સામાં કોઈપણ ક્ષેત્ર માટે સહાય 1,25,000/- રહેશે.
Project Profile For Vajpayee Bankable Yojana
શ્રી વાજપેયી બેંકેબલ યોજના અન્વયે વિવિધ ધંધા, રોજગાર, સેવા અને વ્યવસાયના પ્રોજેક્ટ નક્કી થયેલ છે. કુલ-17 પ્રકારના Project Profile માં 395 પ્રકારના પેટા ધંધા-વ્યવસાયની યાદીઓ આપેલી છે. જે નીચે મુજબ આપેલી છે.
ક્રમ | ક્ષેત્રનું નામ | સંખ્યા |
1 | એન્જીનિયરીંગ ઉદ્યોગ | 53 |
2 | કેમિકલ અને સૌદર્ય પ્રસાધન ઉદ્યોગ | 42 |
3 | ટેક્ષટાઈલ ઉદ્યોગ | 32 |
4 | પેપર પ્રિન્ટીંગ અને સ્ટેનરી ઉદ્યોગ | 12 |
5 | ખેત પેદાશ આધારિત ઉદ્યોગ | 10 |
6 | પ્લાસ્ટિક ઉદ્યોગ | 22 |
7 | ખાદ્ય પદાર્થ ઉદ્યોગ | 18 |
8 | હસ્તકલા ઉદ્યોગ | 18 |
9 | જંગલ પેદાશ આધારિત ઉદ્યોગ | 17 |
10 | ખનીજ આધારિત ઉદ્યોગ | 9 |
11 | ડેરી ઉદ્યોગ | 5 |
12 | ગ્લાસ અને સિરામીક ઉદ્યોગ | 6 |
13 | ઈલેક્ટ્રીકલસ / ઈલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ | 18 |
14 | ચર્મોદ્યોગ | 6 |
15 | અન્ય ઉદ્યોગ | 23 |
16 | સેવા પ્રકારના વ્યવસાય | 51 |
17 | વેપાર પ્રકારના ધંધાઓ | 53 |
395 |
Shri Vajpayee Bankable Yojana Online Registration Process
ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા Bankable Loan Registration માટે નવું ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવેલ છે. આ Bankable Scheme Portal દ્વારા વિવિધ યોજનાઓના ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે. આ આર્ટિકલ દ્વારા Vajpayee Bankable Yojana Online Registration કેવી રીતે કરવું, તેની Step-by-step માહિતી મેળવીશું.
- સૌપ્રથમ Google Search માં Bankable Scheme Portal ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં તમને Finance Department ની અધિકૃત વેબસાઈટ Google Search Result માં જોવા મળશે.
- જેમાંથી તમારે https://blp.gujarat.gov.in/ ખોલવાની રહેશે.
- Official Website ખોલ્યા બાદ “Bankable Loan Registration” પર ક્લિક કરવાનું રહેશે.
- જો તમે આ પોર્ટલ પર પહેલાં ઓનલાઈન રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો “REGISTER” પર ક્લિક કરો.
- રજીસ્ટર પર ક્લિક કરવાથી હવે તમારે Mobile Number અને Captcha Code નાખીને આગળ કાર્યવાહી કરવાની રહેશે.
- ત્યારબાદ લાભાર્થીએ Name, Email Id, Password અને Captcha Code નાખીને રજીસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે.
- લાભાર્થી દ્વારા સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કર્યા પછી Citizen Login પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં મોબાઈલ નંબર અને પાસવર્ડ દ્વારા login કરવાનું રહેશે.
- Bankable Scheme Portal પર Login કર્યા બાદ “New Application” કરવાનું રહેશે.
- હવે તમે “Shree Vajpayee Bankable Yojana” પસંદ કરીને Online Application કરવાની રહેશે.
- હવે તમારે Online Applicant Form માં Applicant Details અને Address ની વિગતો ભરવાની રહેશે.
- ત્યારબાદ લાભાર્થીએ Scheme Details માં Project Details, Business Details તથા Finance Required ની માહિતી ભરવાની રહેશે.
- લાભાર્થીએ આગળ Detail of Experience / Training ની તમામ માહિતી ભરીને “Save & Next” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે Attachment માં Required Documents ની PDF ફાઈલ અપલોડ કરીને “Submit Application” બટન પર ક્લિક કરવાનું રહેશે.
- જ્યાં તમારો ઓનલાઈન એપ્લિકેશન નંબર જનરેટ થઈને બતાવશે. જેને સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.
Vajpayee Bankable Yojana pdf
કમિશનર, કુટિર અને ગ્રામોદ્યોગ, ગુજરાત સરકાર દ્વારા શ્રી વાજપાઈ બેંકબલ યોજના ફોર્મ નો નિયત નમૂનો તૈયાર કરેલા હતા. પરંતુ ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા વાજપાઈ બેંકેબલ યોજનાની Online Application ચાલુ કરેલ છે. જેથી હવે લાભાર્થીઓએ આ યોજનાનો લાભ લેવા માટે સાદુ અરજી ફોર્મ કે Vajpayee Bankable Yojana pdf જરૂર રહેશે નહિ.
Vajpayee Bankable Yojana Subsidy
વાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. લાભાર્થી દ્વારા Bankable Scheme Portal પર Online Application કરી શકશે. જેમાં સંબંધિત કચેરી દ્વારા લોન મંજુર કરવામાં આવશે. Vajpayee Bankable Yojana Subsidy Form વિશે વધુ માહિતી માટે જિલ્લાની ‘જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર’ ની કચેરી ખાતે સંપર્ક કરી શકાશે.
Vajpayee Bankable Yojana Helpline
Shree Vajpayee Bankable Yojana અંતગર્ત આ લોન યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. પરંતુ વધુ માહિતી અને માર્ગદર્શન માટે સંબંધિત જીલ્લાના ‘જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર’ પરથી મેળવી શકાશે.
Important links of Shri Vajpayee Bankable Yojana
Subject | Links |
Official Website | https://blp.gujarat.gov.in/ |
Bankable Scheme Portal | Click Here |
Bankable Loan New Registration | Click Here |
Citizen Login | Click Here |
Cottage Gujarat Yojana | Click Here |
Home Page | Click Here |
FAQ’S of Shri Vajpayee Bankable Yojana
ગુજરાતના Finance Department દ્વારા “Bankable Scheme Portal” બનાવેલ છે, જેમાં શ્રી વાજપાઈ બેંકેબલ યોજનાન ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
કમિશનર, કુટીર અને ગ્રામોધોગ,ગાંધીનગર દ્વારા અને જિલ્લા ખાતે Jila Udyog Kendra દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.
લાભાર્થીઓને ધંધો, વ્યવસાય કે ઉદ્યોગ ચાલુ કરવા કે ચલાવવા માટે 8 લાખ સુધી લોન મળી શકે છે.
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી ઓછામાં ઓછું ધોરણ-4 પાસ હોવો જોઈએ.
ગુજરાતના લાભાર્થીઓને ઉદ્યોગ ક્ષેત્ર માટે, સેવા ક્ષેત્ર માટે તથા વેપાર ક્ષેત્ર માટે વાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ મળે છે.
મારે જોઈએ છે પાઇપલાઇન ખોદવા માટેનું ટ્રેક્ટર અને મશીન જોઈએ છે તે માટે લોન જોઈએ છે
માહિતી વાંચીને ઓનલાઈન અરજી કરો.
Ha
Business loan
me. Pote. Diviyang
No. 7383177568