હાલમાં રાજ્ય સરકાર દ્વારા Divyang Sadhan Sahay Yojana ચાલુ કરવામાં આવે છે. જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને તેમની કેટલેક અંશે રાહત ઉભી કરવા, રોજગારી પ્રાપ્ત કરવામાં સરળતા લાવવા તથા રોજગારલક્ષી સાધનો પુરા પાડવા આવે છે. જેને ધ્યાને રાખીને “દિવ્યાંગ સાધન સહાય યોજના” અમલમાં મુકવામાં આવેલ છે.
Divyang Sadhan Sahay Yojana હેઠળ કુલ 35 પ્રકારના સાધન વિનામુલ્યે આપવામાં આવે છે. જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, પ્રેસર કુકર સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના, મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના ,હેર કટીંગ કીટ સહાય યોજના તથા સંગીતના સાધનો, બ્રેઇલ કીટ, ફોલ્ડીંગ સ્ટીક વગેરે આપવામાં આવે છે. આજે આપણે દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ આપવામાં આવતી ઘરઘંટી સહાય યોજના વિશે માહિતી મેળવીશું.
Ghar Ghanti Sahay Yojana by Divyang Sadhan Sahay
રાજ્યના દિવ્યાંંગ લોકો સ્વ-રોજગારી મેળવી આત્મનિર્ભર બને તે ખૂબ જરૂરી છે. જેને ધ્યાને રાખીને નિયામક સમાજ સુરક્ષા દ્વારા ઘણી યોજના અમલી બનાવેલ છે. જેમાં Ghar Ghanti Sahay Yojana by Divyang Sadhan Sahay અગત્યની યોજના છે. આ યોજના સાધન સહાય આપવામાં આવે છે. દિવ્યાંગ સાધન સહાય તરીકે ઘરઘંટી સહાય યોજના નો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેટલો લાભ અને શું સહાય મળશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું.
યોજનાનો હેતુ (Perpose)
ગુજરાત રાજ્યમાં દિવ્યાંગ લોકો પોતાના પગભર બને તે ખૂબ જરૂરી છે. જેને ધ્યાને રાખીને Director Social Defense એક યોજના અમલી બનાવેલ છે. દિવ્યાંગ નાગરિક પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘરઘંટી આપવામાં આવે છે. જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે.
યોજનાની અગત્યની બાબતો
આર્ટિકલનું નામ | Ghar Ghanti Sahay Yojana by Divyang Sadhan Sahay |
મુખ્ય યોજનાનું નામ | Divyang Sadhan Sahay Yojana |
ઘરઘંટી સહાય યોજના કઈ યોજનાનો ભાગ છે? | દિવ્યાંગ સાધન સહાય યોજના ૨૦૨૩ |
આ યોજનાના હેઠળ શું લાભ મળે? | દિવ્યાંગ નવ યુવાનો પોતાની આવડતને અનુસાર અનાજ દળવા માટે ઘરઘંટી આપવામાં આવે છે. |
ઘરઘંટી સહાય યોજનામાં કેટલી રકમની સહાય મળશે? | રૂપિયા 20,000/- ની અનાજ દળવા માટે ઘરઘંટી સાધન સહાય તરીકે આપવામાં આવે છે. |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | રાજ્યના પાત્રતા ધરાવતા દિવ્યાંગ નાગરિકો |
મળવાપાત્ર સહાય | ઘરઘંટી સહાય યોજના |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન અરજી કરવાની રહેશે. |
Official Website | https://esamajkalyan.gujarat.gov.in/ |
e-samaj kalyan portal પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | e-samaj kalyan portal Online Process |
આ પણ વાંચો: પંડિત દીનદયાલ ઉપાધ્યાય રાષ્ટ્રીય કલ્યાણ ફંડ ફોર સ્પોર્ટ્સપર્સન
આ યોજનામાં શું લાભ મળે અને કેટલા રૂપિયાની સહાય મળે?
દિવ્યાંગ સાધન સહાય 2023 હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં અનાજ દળવા માટે નવો ધંધો ચાલુ કરી શકે. તે માટે “ઘરઘંટી સાધન સહાય” આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 20000/- રૂપિયાની કિંમત આપવામાં આવે છે.
આ પણ વાંંચો: How To Open Aadhar Card Pdf File Password । આધાર કાર્ડ પીડીએફ ફાઇલ પાસવર્ડ ખોલો
Documents Required Of Ghar Ghanti Sahay Yojana by Divyang Sadhan Sahay | ઘરઘંટી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
અનાજ દળવાના ધંધા માટે Ghar Ghanti Sahay Yojana by Divyang Sadhan Sahay ચાલુ કરેલ છે. જેના અગાઉથી ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.
- દિવ્યાંગ હોવાનું પ્રમાણપત્ર
- લાભાર્થીઓએ અનાજ દળવાની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
- Ghar Ghanti Sahay Yojana નો લાભ લેવા માટે તેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થીનું રેશનકાર્ડ
- ચૂંટણીકાર્ડની નકલ
- આધારકાર્ડની નકલ
- અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
- લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
- આવક અંગેનો દાખલો
- અનાજ દળવાનો ધંધા કરેલ હોય તો તેના અનુભવનો દાખલો
Read More: Free Updation Of Aadhaar Extended: મફતમાં આધાર અપડેટ કરવાની તારીખ લંબાવાઈ- જાણો નવી તારીખ
Read More: અન્ય ઓજાર/સાધન માટે સહાય યોજના । Scheme For Agriculture Tools/Equipment
How To Online Apply Ghar Ghanti Sahay Yojana by Divyang Sadhan Sahay । કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે?
દિવ્યાંંગ સાધન સહાય યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-samaj kalyan Portal પર Online Arji કરવાની હોય છે. ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.
- સૌથી પહેલાં Google માં “e-Samaj Kalyan” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની ઓફિશિયલ વેબસાઈટ e-Samaj Kalyan Portal ખૂલશે.
- ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ક્લિક કર્યા બાદ “નિયામક સમાજ સુરક્ષા” નામના ટેબ પર જવાનું રહેશે.
- હવે તમે યોજના નંબર-4 પર “દિવ્યાંગોને કૃત્રિમ અવયવો તથા સાધન સહાય યોજના” પર ક્લિક કરો.
- જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
- જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
- હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “ઘરઘંટી સહાય” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
- અનાજ દળવા માટે માટે તમે જે તાલીમ મેળવી હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરો.
- ત્યારબાદ તમારી દિવ્યાંગતાના પ્રમાણપત્રો અપલોડ કરો.
- અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
- ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે, ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.
Read More: PM Kisan Beneficiary New List 2023: પીએમ કિસાન સન્માન નિધિ યોજના નવું લિસ્ટ મેળવો.
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: આ યોજના દિવ્યાંગ સાધન સહાયનો એક ભાગ છે. આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે https://esamajkalyan.gujarat.gov.in/ અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.
જવાબ: દિવ્યાંગતાનું પ્રમાણપત્ર ધરાવતા અને અનાજ દળવાની તાલીમ મેળવેલ હોય કે આનો અગાઊ ધંધો કરેલ હોય તેવા પાત્રતા ધરાવતા લાભાર્થીઓ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
જવાબ: રાજ્યના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અનાજ દળવા માટે ઘરઘંટી આપવામાં આવશે, જેની કિંમત રૂપિયા 20,000/- થાય છે.