WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Talent Pool Voucher Scheme | ટેલેન્ટ પુલ યોજના વિષે માહિતી મેળવો

Talent Pool Voucher Scheme | ટેલેન્ટ પુલ યોજના

Short Briefing: Talent Pool Scheme| ટેલેન્ટ પુલ યોજના । અનુસૂચિત જન જાતિ- ST (TRIBAL) | આદિજાતિ વિકાસ વિભાગhttps://tribal.gujarat.gov.in

          રાજ્ય સરકાર અને કેન્‍દ્ર સરકાર દ્વારા દરેક સમાજ માટે યોજનઓ અમલી બનાવેલ છે. જેમાં અનુસુચિત જન જાતિ સમાજ માટે પણ યોજના અમલી બનાવેલ છે. જેમાં તબેલા માટેની લોન યોજના, બ્યુટી પાર્લર લોન યોજના, લેપટોપ સહાય યોજના વગેરે અમલી બનાવેલ છે. આપણા દેશનું યુવાધન પોતાનું આગવુ યોગદાન આપી રહેલ છે. વિશ્વ ફલક ઉપર ભારત નવી ઉંચાઈ સર કરી રહ્યુ છે ત્યારે ભવિષ્યમાં પણ વિશ્વમાં ભારત પોતાની આગવી છાપ છોડી શકે તે માટે સરકાર હંમેશા પ્રયત્નશીલ રહી છે ત્યારે દરેક જ્ઞાતિ કે જાતિના ભેદભાવ કર્યા વિના સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મુકેલ છે.

વિશ્વ ફલક ઉપર પોતાની આગવી છાપ પ્રસ્થાપિત થાય તે માટે શિક્ષણ ખુબ જ જરૂરી છે તે માટે રાજ્યના અંતરીયાળ વિસ્તારના આપણા અનુસૂચિત જન જાતિ- ST (TRIBAL) વિદ્યાર્થીઓ માટે મેડીકલમાં પ્રવેશ પરીક્ષા માટે કોચીંગ સહાય । તેમજ રોજગાર મળી રહે તે માટે વ્યવસાયિક તાલીમ કેન્દ્ર યોજના જેવી અમલમાં છે. અગાઉ

Talent Pool Voucher Scheme

        રાજ્યના આપણા અનુસૂચિત જન જાતિ- ST (TRIBAL) સારી પ્રતિભા ધરવતા વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ, ઉમદા શિક્ષણ મળી રહે તે માટે શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાં વધુ અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરવા Talent pool scheme રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2008 થી અમલમાં મુકેલ છે. આજના આ આર્ટીકલ Talent Pool Voucher Scheme વિષે વિગતવાર માહિતી મેળવીશું.

Highlight Point

યોજનાનું નામટેલેન્ટ પુલ યોજના
વિભાગનું નામઆદિજાતિ વિકાસ વિભાગ
પેટા વિભાગ/કચેરી નું નામઆદિજાતિ વિકાસ કમિશનરશ્રીની કચેરી
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાઘોરણ-5 ના અનુસૂચિત જન જાતિ- ST ના વિદ્યાર્થી
યોજના હેઠળ મળવાપાત્ર સહાયઅતિશ્રેષ્ઠ શાળામાં પ્રવેશ મેળવનાર ને રૂ. 80,000 પ્રતિ વર્ષ અને શ્રેષ્ઠ શાળામાં પ્રવેશ મેળવનાર ને રૂ. 60,000 પ્રતિ વર્ષ સહાય મળશે.
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?અનુસૂચિત જન જાતિ- ST ના વિદ્યાર્થી
અરજી પ્રક્રિયાઆરોગ્ય કેન્દ્ર મારફતે
Official Websitehttps://tribal.gujarat.gov.in

કેવી રીતે ઓનલાઈન અરજી કરવી
Click Here
Highlight Point

Read More:- રઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 20000/- ની સહાય મળશે.



Read More:- How To Open Aadhar Card Pdf File Password । આધાર કાર્ડ પીડીએફ ફાઇલ પાસવર્ડ ખોલો


કોને સહાય મળવાપાત્ર છે?

        ટેલેન્ટ પુલ યોજના હેઠળ ઘોરણ-5 ના અનુસૂચિત જન જાતિ- ST ના વિદ્યાર્થીઓ કે, જેઓએ પ્રવેશ પરીક્ષા પાસ કરીને અને 60% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓને સહાય મળવાપાત્ર છે. (EMRS દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.)

Document require for Talent pool scheme

ટેલેન્ટ પુલ યોજના હેઠળ લાભ મેળવવા નીચે મુજબના પુરાવાની જરૂરીયાત છે.

  1. અનુસૂચિત જનજાતિ અંગેનું પ્રમાણપત્ર

અન્ય જાણવા જેવુ:

  • અતિશ્રેષ્ઠ શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને રૂ. 80,000/- (આવક-મર્યાદા લાગુ પડશે) મળવાપાત્ર છે.
  • શ્રેષ્ઠ શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને રૂ. 60,000/- (આવક મર્યાદા લાગુ પડશે) મળવાપાત્ર છે.
  • શ્રેષ્ઠ શાળાઓમાં પ્રવેશ મેળનાર વિદ્યાર્થીઓની વાર્ષિક ફી રૂ. 60,000/- કરતા વધુ હશે તો વધારાના બાકીની રકમ વાલીએ ચૂકવવાની રહેશે. (એટલ કે શાળાની ફી કે રૂ. 60,000/- બન્નેમાંથી જે ઓછુ હશે તે અથવા વધુમાં વધુ રૂ. રૂ. 60,000/-)‌
  • ઈ.એમ.આર. એસ એ ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હેઠળ નોંધાયેલ https://eklavya-education.gujarat.gov.in સંસ્થા છે.

Read More:- Free Updation Of Aadhaar Extended: મફતમાં આધાર અપડેટ કરવાની તારીખ લંબાવાઈ- જાણો નવી તારીખ


Talent Pool Voucher Scheme | ટેલેન્ટ પુલ યોજના

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. ટેલેન્ટ પુલ યોજના કોને સહાય મળવાપાત્ર છે?

જવાબ: ટેલેન્ટ પુલ યોજના હેઠળ ઘોરણ-5 ના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ જેઓને પ્રવેશ પરીક્ષા પાસ કરીને 60 % કે તેથી વધુ ગુણ મળેલ હોય તેવા વિદ્યાર્થીઓને ઉપલા વર્ગમાં પ્રવેશ મળ્યેથી ટેલેન્ટ પુલ યોજનાનો લાભ મળવાપાત્ર છે.

2. Talent Pool Scheme માં આવક-મર્યાદા છે?

જવાબ: હા, આવક મર્યાદા લાગુ પડે છે. વાર્ષિક આવક રૂ. 2,00,000/- સુધી પુરેપુરી સબસીડી મળવાપાત્ર છે.વાર્ષિક આવક રૂ. 2,00,000 થી 3,00,000 સુધી 50% સબસીડી મળવાપાત્ર છે. વાર્ષિક આવક રૂ. 3,00,000 થી વધુ હોય તેમને કોઈ સબસીડી મળવાપાત્ર નથી.

3. ટેલેન્ટ પુલ યોજના હેઠળ પુરાવામાં શુ જરૂરી છે?

જવાબ : અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર

Leave a Comment