WhatsApp ગ્રૂપમાં જોડાવો!
નમો લક્ષ્મી યોજના 2024 । Namo Lakshmi Yojana 2024

નમો લક્ષ્મી યોજના 2024 । Namo Lakshmi Yojana 2024

ગુજરાત સરકાર દ્વારા કન્યા કેળવણીને લઇને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. વિદ્યાર્થીનીઓ ઉચ્ચત્તર અભ્યાસ મેળવી શકે, તેનાં માટે સરકાર દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે સરકાર દ્વારા એક નવી યોજના બહાર પાડવામાં આવેલ છે. જેમકે, બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, કન્યા કેળવણી યોજના વગેરે. પરંતુ આજે આપણે નમો લક્ષ્મી યોજના 2024 વિશે વિગતવાર માહિતી મેળવીશું.

     “નમો લક્ષ્મી યોજના” માં અભ્યાસ કરતી કન્યાઓને આર્થિક સહાયરૂપે લાભ આપવામાં આવે છે. આ પ્રમાણેની ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવેલી છે. આ યોજનાઓ અંતર્ગત  વિદ્યાર્થીનીઓનાં ઉચ્ચત્તર અભ્યાસ માટે સહાય આપવામાં આવે છે. આ યોજના વિશેની વધુ માહિતી આપણે આ આર્ટિકલમાં જાણીશું.

Namo Lakshmi Yojana 2024  

       આ યોજના અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિકમાં અભ્યાસ કરતી  વિદ્યાર્થીનીઓને રૂ. 50,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે.  “નમો લક્ષ્મી યોજના” નો મુખ્ય હેતુ કન્યાઓને આર્થિક સહાય આપવાનો છે. જેથી વિદ્યાર્થીનીઓ સારો અભ્યાસ મેળવી શકે. અને અધવચ્ચે કોઈ શિક્ષણ છોડે નહિ અને ડ્રોપ આઉટ રેશિયો ઘટે.

Highlight Point

યોજનાનું નામનમો લક્ષ્મી યોજના
યોજનાનો હેતુઅભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવાનો
લાભાર્થીની પાત્રતાધોરણ-9 થી ધોરણ-12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને લાભ મળશે.
વિદ્યાર્થીનીઓને મળતી કુલ સહાય50,000 રૂપિયા
અરજીની પ્રક્રિયાઓનલાઇન
ઓફિશીયલ વેબસાઇટhttps://cmogujarat.gov.in

Read More: Bagayati Yojana : બાગાયતી યોજનાઓની ઓનલાઈન અરજીઓ ચાલુ. @Ikhedut Portal 2024 


 નમો લક્ષ્મી યોજનાનો હેતુ । Namo Lakshmi Yojana Purpose 

      “નમો લક્ષ્મી યોજના” માધ્યમિક અને ઉચ્ચતમ માધ્યમિક શિક્ષણ મેળવતી તમામ વિદ્યાર્થીનીઓને અભ્યાસ માટે રૂ. 50,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. જે આ યોજના માટેનો મુખ્ય હેતુ છે.


Read More: How To Track PAN Card Status | પાન કાર્ડનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું, શું છે પ્રક્રિયા


નમો લક્ષ્મી યોજનામાં મળતી સહાય । Namo Lakshmi Yojana Benefit

     આ યોજનામાં મળતી કુલ સહાયને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણે બે ભાગમાં વહેંચવામાં આવેલી છે. જે નીચે પ્રમાણે છે. 

  • ધોરણ-9 અને ધોરણ-10 માં કુલ 20,000 રૂપિયાની સહાય આપવમાં આવશે. જેમાં ધોરણ-9 માં 5,000 રૂપિયા અને ધોરણ-10 માં 5,000 પ્રમાણેની સહાય આપવામાં આવે છે. તેમ કુલ 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. બાકીનાં 10,000 રૂપિયા ધોરણ-10 ની બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવે છે.
  • ધોરણ-11 અને ધોરણ-12 માં કુલ 30,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. જેમાં ધોરણ-11 માં 7,500 રૂપિયા અને ધોરણ-12 માં 7,500 રૂપિયા પ્રમાણેની સહાય આપવામાં આવે છે. એમ કુલ 15,000 રૂપિયા આપવામાં આવે છે. બાકીનાં 15,000 રૂપિયા ધોરણ-12 ની બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવે છે.

નમો લક્ષ્મી યોજનામાં લાભાર્થીની પાત્રતા । Namo Lakshmi Yojana  Eligibility

આ યોજનાનો લાભ મેળવવા માટે સરકારશ્રી દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  •  માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ\ને આ યોજનાનો લાભ મળશે.  
  • આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થિનીએ ધોરણ-9 માં પ્રવેશ મેળવવો જરુરી છે.
  • રાજ્યની ખાનગી શાળાઓમાં ધોરણ-1 થી ધોરણ-8 નો અભ્યાસ પૂરો કરી ધોરણ-9 માં પ્રવેશ મેળવવો જરુરી છે.
  • લાભાર્થીનાં કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઇએ.

Read More: PM Surya Ghar Yojana 2024 । પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ 300 યુનિટ સુધી મળશે.


નમો લક્ષ્મી યોજના અરજીની પ્રક્રિયા । Namo Lakshmi Yojana Online Apply

આ યોજનાની ઓનલાઈન અરજી કરવાની થશે. જેના માટે Namo Lakshmi નામનું પોર્ટલ બનાવવામાં આવશે. ઓનલાઈન અરજી કેવી રીતે થશે તેની માહિતી નીચે મુજબ છે.


નમો લક્ષ્મી યોજના 2024 । Namo Lakshmi Yojana 2024

  • “નમો લક્ષ્મી યોજના” માં અરજીની પ્રક્રિયા શાળા દ્વારા કરવામાં આવશે.
  • આ યોજના માટે શાળાઓ દ્વારા “નમો લક્ષ્મી” નામનું Portal બનાવવામાં આવશે. 
  • આ પોર્ટલ દ્વારા સહાયની રકમ વિદ્યાર્થીનીનાં વાલીનાં બેંક ખાતામાં નાખવામાં આવશે. જો લાભાર્થીનાં વાલી ના હોય તો, સહાયની રકમ લાભાર્થીનાં બેંક ખાતામાં નાખવામાં આવશે.
  • આ યોજના દ્વારા પાત્રતા ધરાવતી વિદ્યાર્થીનીઓ ની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ, પાત્રતા પ્રમાણે વિદ્યાર્થીનીઓ ની યાદી  “નમો લક્ષ્મી” પોર્ટલ પર મૂકવામાં આવશે.
  • જો વિદ્યાર્થીનિની સરેરાશ હાજરી 80% થી ઓછી હશે, તો તેની સહાય બંધ કરી દેવામાં આવશે.
  • જો વિદ્યાર્થીની અધવચ્ચે શાળા છોડી દેશે તો, તેની આગળની સહાય મળવાપાત્ર રહેશે નહીં.
  • રિપીટર વિદ્યાર્થીનિઓ ને જે તે ધોરણની સહાય એક કરતાં વધુ વખત આપવામાં આવશે નહીં.
  • જો વિદ્યાર્થીની ને કોઇ અન્ય સ્કોલરશિપનો લાભ મળતો હશે, તે પણ આ યોજનાનો લાભ લઇ શકશે. 

Read More: PM Vishwakarma Yojana 2024 । પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ રૂ.15000 થી 2 લાખ સીધા તમારા બેંક ખાતામાં મળશે.


FAQ. વારંવાર પૂછાતા પ્રશ્નો 

1. નમો લક્ષ્મી યોજના શું છે?

જવાબ.  આ યોજના દ્વારા વિદ્યાર્થીનીઓ ને અભ્યાસ માટે સહાય આપવામાં આવે છે.

2.    Namo Lakshmi Yojana નો લાભ કોણે આપવામાં આવે છે?

જવાબ.  આ યોજનાનો લાભ ધોરણ-9 થી ધોરણ-12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ને આપવામાં આવે છે.

3.   નમો લક્ષ્મી યોજના 2024 હેઠળ વિદ્યાર્થીનીઓને કુલ કેટલી સહાય આપવામાં આવે છે?                                 

જવાબ. આ યોજનામાં વિદ્યાર્થીનીઓ ને રૂપિયા 50,000 ની સહાય આપવામાં આવે છે.

  4.     આ યોજનાની પાત્રતા શું છે?

જવાબ. આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીનીઓ એ ધોરણ-9 માં પ્રવેશ મેળવવો જરુરી છે.

Leave a Comment