WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Panchavati Yojana in Gujarati । અહી જાણો પંચવટી યોજના વિષે વિગતવાર માહિતી

Panchavati Yojana in Gujarati । પંચવટી યોજના વિશે તમામ માહિતી મેળવો.

Short Briefing: Panchavati Yojana । પંચવટી યોજના। પંચાયત વિભાગની યોજના । Panchvati Yojana in Gujarati

રાજયની ગ્રામીણ પ્રજામાં ગ્રામ્ય જીવન ભાતીગળ અને લોક સંસ્કૃતિના વાતાવરણથી વણાયેલું છે. ગામડાઓના સીમાડાના વિસ્તાર, વનવગડાની વિપુલ સમૃદ્ઘિ ધરાવતા હતા. ગામડાંના બાળકો વૃક્ષોની છાયામાં ઝૂલાનો અને ૫ર્યાવરણનો નિર્દોષ આનંદ લેતાં હતાં. ૫રંતુ સમયાંતરે આ સમૃદ્ઘિ લુપ્ત થતાં સમગ્ર પરિસ્થિતી ગ્રામ્ય જીવન ૫ર વિ૫રિત અસર ૫ડેલી છે.

બાળકોને સ્વચ્છ વાતાવરણ પૂરૂ પાડવા અને પર્યાવરણને બચાવવા અંગે સરકારની અનોખી પહેલ એટલેકે Panchavati Yojana. સરકાર દ્વારા બાળકો માટે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ, વ્હાલી દીકરી યોજના, બાલ સખા યોજના ચલાવવામાં આવે છે. આજના આર્ટીકલમાં આપણે Panchavati Yojana in Gujarati વિષે વિગતવાર માહિતી મેળવીશું.

Panchavati Yojana in Gujarati

 • રાજયની ગ્રામ્‍ય પ્રજાની સુખાકારી માટે તથા ગામોમાં સુવિધાયુકતથ બાગ-બગીચાઓનો વિકાસ થાય અને ગ્રામ્‍ય વિસ્‍તારમાં આનંદ-પ્રમોદના સાધનો સહેલાઇથી ઉ૫લબ્‍ઘ થાય તે છે.
 • લોકો સમી સાંજે પોતાનો સમય આનંદપૂર્વક વ્‍યતીત કરી શકે, મહિલાઓ પોતાના બાળકો સાથે શાંતિથી સમય ૫સાર કરી શકે.
 • ગામની વૃદ્ઘ વ્‍યકિતઓ આરામથી બેસી સમય ૫સાર કરી શકે તથા ચિંતન કરી શકે તેવા સ્‍થળનું નિર્માણ કરવાનો હેતુ છે.
 • પંચવટી યોજના અનુસાર પી૫ર, વડ, હરડે, વેલ, અશોક તથા અનેક ફળાઉં વૃક્ષો વાવવાનાં છે. જેથી પારં૫રિક સાંસ્‍કૃતિક વારસા પ્રત્‍યે આસ્‍થા જળવાઇ રહે.
 • પારં૫રિક સાંસ્કૃતિ વારસા પ્રત્યે આસ્થા જળવાય તે હેતુને ઘ્યાનમાં રાખીને સમગ્ર રાજયમાં પંચવટી યોજના રાજય સરકારે અમલમાં મૂકેલ છે.

Highlight Point of Panchvati Yojana in Gujarati

યોજનાનું નામપંચવટી યોજના
વિભાગનું નામપંચાયત વિભાગ
પેટા વિભાગ/કચેરી નું નામપંચાયત
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
અરજી પ્રક્રિયાલાગુ પડતુ નથી.
Official Website https://panchayat.gujarat.gov.in/gu/panchavati-yojna  
Highlight Point

Read More:- રઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 20000/- ની સહાય મળશે.Read More:- How To Know UAN Number । તમારો UAN નંબર જાણવાની સૌથી સરળ રીત


પંચવટી યોજનાનું માળખું અને પુર્વશરતો

 • પંચવટી યોજના, ગામની નિશાળ પાસે, ગામમાં આવેલ ગ્રામવન નજીક અથવા જાહેર હેતુ માટે ખુલ્‍લી રાખેલ જમીનમાં ૧૦૦૦ ચો.મી. અથવા તેથી વઘુ વિસ્‍તારવાળી સમથળ જમીન ૫ર આકાર લઇ શકશે.
 • રૂ.૫૦ હજાર લોકફાળો કરવાનો રહેશે
 • પંચવટી યોજના વિસ્‍તારની ફરતે વાડ (ફેન્‍સીંગ) ની વ્‍યવસ્‍થા કરવાની તેમજ સુશોભિત પ્રવેશદ્વાર બનાવવાનું રહેશે.
 • મોટા ગામડાઓ કે નગર પાલિકા વિસ્‍તારની નજીક આવેલા હોય તેવા પ્રવાસન સ્‍થળો અથવા જે ગામની વસ્‍તી ૫૦૦૦ થી વધારે હોય તેને અગ્રિમતા આ૫વાની રહેશે.
 • આ કાર્ય, વન અને ૫ર્યાવરણ વિભાગના સક્રિય સહયોગ દ્વારા પૂર્ણ કરવામાં આવશે.
 • આ જગ્‍યામાં ચાલવા માટે ”વોકિંગ ટ્રેક” ની સગવડો ઉભી કરાશે.
 • આ જગ્‍યામાં વીજળીની વ્‍યવસ્‍થા રાખવાની રહેશે. જેમાં સોલર લાઇટીંગની વ્યવસ્‍થા ઇચ્‍છનીય રહેશે.
 • પંચવટી યોજનાનો વિકાસ ઇકો ટુરિઝમની યોજનાને ઘ્‍યાનમાં લઇ કરવાનો રહેશે
 • પંચવટી યોજનાને અડીને ગામતળાવ આવેલ હોય તો નૌકાયાન અને તેના માટેની જરૂરી સુવિઘાઓ ૫ણ વિકસાવી શકાશે.
 • આ પંચવટી યોજનાની નિભાવણી માટે ગુજરાત પંચાયત અઘિનિયમ-૧૯૯૩ ની જોગવાઇઓની મર્યાદામાં રહીને આવકનાં સાઘનો ગ્રામપંચાયત ઉભાં કરી શકશે.

Read More: Free Updation Of Aadhaar Extended: મફતમાં આધાર અપડેટ કરવાની તારીખ લંબાવાઈ- જાણો નવી તારીખ


પંચવટી યોજના અને લોકભાગીદારી

 • પંચવટી યોજનામાં ગ્રામપંચાયતે લોકભાગીદારીના રૂ.૫૦ હજાર ભરવાના હોય છે. તેની સામે રાજય સરકાર રૂ.૧ લાખની સહાય આપે છે. લોકભાગીદારીની ફાળો, સાઘનો કે વસ્‍તુઓના રૂપે આ૫વાનો છે. રોકડાં નાણાં ભરનાર ગ્રામપંચાયતને અગ્રિમતા મળે છે.
 • ગ્રાપંચાયત પાસે પોતાનું ભંડોળ હોય તો અથવા દાન મેળવી, વઘુ ખર્ચ કરી શકે છે.
 • અત્‍યારના આ સમયમાં મોટા ગામોનું શહેરોમાં પરિવર્તન થઇ રહ્યુ છે, ૫રિણામે આ૫ણી ગ્રામ્‍યસંસ્‍કૃતિની ધરોહર તદન વિસરાઇ રહી છે, ત્‍યારે એ સંસ્‍કૃતિનું જતન કરવાનો આ અનેરો અને સમયસરનો પ્રયાસ છે.

કોને મળવાપાત્ર છે?

 • પંચવટી યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તાર ખાતે આવેલી ખાલી જગ્યામાં વૃક્ષારોપણની કરી વાતાવરણ શુદ્ધ કરવાની યોજના છે.
 • પંચવટી યોજના, ગામની નિશાળ પાસે, ગામમાં આવેલ ગ્રામવન નજીક અથવા જાહેર હેતુ માટે ખુલ્લી રાખેલ જમીનમાં ૧૦૦૦ ચો.મી. અથવા તેથી વઘુ વિસ્તારવાળી સમથળ જમીન ૫ર આકાર લઇ શકશે.

Read More:- How To Open Aadhar Card Pdf File Password । આધાર કાર્ડ પીડીએફ ફાઇલ પાસવર્ડ ખોલો


Panchavati Yojana in Gujarati । પંચવટી યોજના વિશે તમામ માહિતી મેળવો.

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. પંચવટી યોજના ક્યારથી અમલમાં છે?

જવાબ: વર્ષ: ૨૦૦૪-૨૦૦૫ થી અમલમાં છે.

2. પંચવટી યોજના હેઠળ પંચાયત દ્વારા શું કરવાનું રહે છે?

જવાબ: પંચાયત દ્વારા રૂ.50,000/- લોકફાળો ઉધરાવી ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ કરવાનું હોય છે.

3. પંચવટી યોજના હેઠળ કેટલી પંચવટીનું નિર્માણ થયેલ છે?

જવાબ: પંચ​વટી યોજના હેઠળ વર્ષ ૨૦૦૪-૦૫ થી ૨૦૧૭-૧૮ સુધી રાજ્યમાં કુલ ૫૭૪૬ પંચ​વટીનું નિર્માણ કર​વામાં આવ્યું છે.

4. પંચવટી યોજના થી શું લાભ થશે?

જવાબ: પંચવટી યોજનાથી ભવિષ્યમાં ઉપસ્થિત થનાર પર્યાવરણને લગતા પ્રશ્નોનું નિવારણ થઈ શકશે. 

Leave a Comment