Plough Sahay Yojana । તમામ પ્રકારના પ્લાઉ માટે સહાય યોજના  

ગુજરાત સરકાર દ્વારા ikhedut portal પર ખેતીવાડીમાં ઉપયોગી સાધન માટે પણ યોજના ચલાવવામાં આવે છે. જેમાં કલ્ટીવેટર સહાય યોજના, રોટાવેટર સહાય યોજના, ટ્રેક્ટર સહાય યોજનાનો સમાવેશ થાય છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ઓનલાઇન અરજી કરવી પડે છે. અરજી કર્યા પછી ખેડૂત યોજનાનો લાભ લેવા માટે પાત્ર બને છે.

આજના આ આર્ટીકલમાં આપણે Plough Sahay Yojana વિષે વિગતવાર માહિતી મેળવીશું. આ માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.    

Plough Sahay Yojana

પ્લાઉ મુખત્વે ચાર પ્રકારના હોય છે. જેવાકે એમ.બી. પ્લાઉ/ ડીસ્ક પ્લાઉ, ચીજલ પ્લાઉ, મીકેનીકલ પ્લાઉ અને હાઈડ્રોલિક પ્લાઉ. જમીનમાં પ્લાઉ કરવાથી માટી ઢીલી થવાથી હવાના પરિભ્રમણમાં સુધારો થઈ શકે છે. મૂળ જમીનમાં ઊંડે સુધી પ્રવેશી શકે છે, આમ છોડને મજબૂત રીતે પકડી રાખે છે. તમામ પ્રકારના પ્લાઉ માટે સહાય યોજનામા શું-શું લાભ મળે, કેટલો લાભ મળશે તથા આ યોજનાનો લાભ લેવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું.    

યોજનાનો હેતુ

ખેતરમાં પ્લાઉ કરવાથી અનેક ફાયદા થાય છે. જેમકે ખેડાણ કરવાથી જમીનની પાણી જાળવી રાખવાની ક્ષમતા વધે છે. ખેતરમાં ઉગતા નીંદણને જડમૂળથી ખેડવું અને ઉપયોગી સુક્ષ્મજીવાણુઓના વિકાસમાં મદદ કરે છે. આથી ખેડૂતના ઉત્પાદનમાં વધારો થાય છે. આ યોજનાનો હેતુ એ ખેડૂતને તમામ પ્રકારના પ્લાઉની ખરીદી કરવા માટે સહાય પૂરી પાડવાનો છે.  

Highlight Point

યોજનાનું નામપ્લાઉ સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ એ ખેડૂતને તમામ પ્રકારના પ્લાઉ ની ખરીદી કરવા માટે સહાય પૂરી પાડવાનો છે.  
વિભાગનું નામખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે?તમામ પ્રકારના પ્લાઉ માટે અલગ અલગ સહાય આપવામાં આવે છે.
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ04/07/2023
Highlight Point

Read More:- [Ikhedut Portal] ખેતીવાડી ની યોજનાઓ 2023 | Khetiwadi Yojana Gujarat 2023 List



Read More:- [RBSK] Rashatriy Bal Swasthy Karykarm | રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ


યોજનાની પાત્રતા અને નિયમો

પ્લાઉ સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.   

  • આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 7 વર્ષ છે.
  • ખેડૂતે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

પ્લાઉ સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

        આ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબ છે.

સામાન્ય વર્ગના ખેડૂતો માટે મળવાપાત્ર લાભો

  • એમ.બી. પ્લાઉ/ ડીસ્ક પ્લાઉના કુલ ખર્ચ ના ૪૦-૫૦ % અથવા રૂ. ૧૬ થી ૪૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • રીવર્સીબલ હાઈડ્રોલિક પ્લાઉ (૨-૩ બોટમ) ના કુલ ખર્ચ ના ૪૦-૫૦ % અથવા રૂ. ૫૬-૮૯.૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ચીજલ પ્લાઉના કુલ ખર્ચ ના ૪૦-૫૦ % અથવા રૂ. ૧૬-૨૦ હજાર. એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • રીવર્સીબલ મીકેનીકલ પ્લાઉ (૨-૩ બોટમ) ના કુલ ખર્ચ ના ૪૦-૫૦ % અથવા રૂ. ૩૨-૫૦ હજાર એ બે માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે

  • ટ્રેકટર / પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા એમ.બી. પ્લાઉ/ ડીસ્ક પ્લાઉના કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા એમ.બી. પ્લાઉ/ ડીસ્ક પ્લાઉના કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • રીવર્સીબલ હાઈડ્રોલિક પ્લાઉ (૨ બોટમ) ના કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૭૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ચીજલ પ્લાઉ: કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • રીવર્સીબલ મીકેનીકલ પ્લાઉ (૨ બોટમ) ના કુલ ખર્ચ ના ૫૦%અથવા રૂ. ૪૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા એમ.બી. પ્લાઉ/ ડીસ્ક પ્લાઉના કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૫૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • રીવર્સીબલહાઇડ્રોલીક પ્લાઉ (૨ બોટમ) ના કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૭૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • રીવર્સીબલહાઇડ્રોલીક પ્લાઉ (૩ બોટમ) ના કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૮૯,૫૦૦/- ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • રીવર્સીબલ મીકેનીકલ પ્લાઉ (૨ બોટમ) ના કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૪૦ હજારજે  ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • રીવર્સીબલ મીકેનીકલ પ્લાઉ (૩ બોટમ) ના કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૫૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

અનુસૂચિત જાતિના ખેડૂતો માટે

  • ટ્રેકટર/પાવર ટીલર (૨૦ બી.એચ.પી. સુધી) થી ચાલતા એમ.બી. પ્લાઉ/ ડીસ્ક પ્લાઉ: કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨૦ હજાર જે ઓછુ હોય તે મળવાપાત્ર છે.
  • ટ્રેકટર (૨૦ થી વધુ અને ૩૫ બી. એચ. પી. સુધી) થી ચાલતા એમ.બી. પ્લાઉ/ ડીસ્ક પ્લાઉ: કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૩૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • રીવર્સીબલ હાઈડ્રોલિક પ્લાઉ (૨ બોટમ) ના કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૭૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ચીજલ પ્લાઉના કુલ ખર્ચ ના ૫૦ % અથવા રૂ. ૨૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • રીવર્સીબલ મીકેનીકલ પ્લાઉ (૨ બોટમ)ના કુલ ખર્ચ ના ૫૦%અથવા રૂ. ૪૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • ટ્રેકટર (૩૫ બી. એચ. પી. થી વધુ) થી ચાલતા એમ.બી. પ્લાઉ/ ડીસ્ક પ્લાઉ: કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૫૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • રીવર્સીબલહાઇડ્રોલીક પ્લાઉ (૨ બોટમ) ના કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૭૦ હજારજે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • રીવર્સીબલહાઇડ્રોલીક પ્લાઉ (૩ બોટમ) ના કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૮૯,૫૦૦/- ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • રીવર્સીબલ મીકેનીકલ પ્લાઉ (૨ બોટમ) ના કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૪૦ હજારજે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
  • રીવર્સીબલ મીકેનીકલ પ્લાઉ (૩ બોટમ) કુલ ખર્ચ ના ૫૦ %અથવા રૂ. ૫૦ હજાર જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.

Plough Sahay Yojana | કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?  

I khedut Portal પર ચાલતી પ્લાઉ સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.  

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર
Plough Sahay Yojana । તમામ પ્રકારના પ્લાઉ માટે સહાય યોજના  

How To Online Apply Plough Sahay Yojana | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

આ યોજનાનો લાભ લેવા માટે khedut Portal પરથી Online એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Ikhedut Online Arji કરી શકે છે. ખેડૂતો કોઈપણ કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે. તથા ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન Arji કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.   

  • પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-1 પર આવેલી “ખેતીવાડી ની યોજના” ખોલવું.
  • જેમાં “ખેતીવાડી ની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 39 યોજનાઓ બતાવશે.
  • જેમાં ક્રમ નંબર-9 પ્લાઉ (તમામ પ્રકારના) પર ક્લિક કરવું.
How To Online Apply Plough Sahay Yojana | ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
  • જેમાં તમામ પ્રકારના પ્લાઉ માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.  
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે. 

Read More:- Flour Mill Sahay Yojana: ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 15000/- ની સહાય મળશે.


FAQ

1. પ્લાઉ સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

Ans. પ્લાઉ સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ  https://ikhedut.gujarat.gov.in/ છે.

2. Plough Sahay Yojana નો લાભ કયા વિભાગ દ્વારા આપવામાં આવે છે?

Ans: ખેડૂતોને Plough Sahay Yojana યોજનાનો લાભ ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવે છે.

3. પ્લાઉ સહાય યોજનામાં અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

Ans. પ્લાઉ સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 04/07/2023 છે.  

Leave a Comment