Short Briefing: PM Kisan Yojana e-KYC Compulsory । PM Kisan e-KYC Process Online કેવી રીતે કરવું? । સોળમા હપ્તાના રૂપિયા 2000 મેળવવા માટે KYC ફરજિયાત કરવાનું રહેશે ।
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે. ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 15 હપ્તા સુધી સહાય ચૂકવાઈ ગયેલ છે. આગામી 16 માં હપ્તાના પૈસા આપવાનું આયોજન પણ ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. PM Kisan Yojana 16th Installment માટે આગોતરું આયોજન થઈ રહ્યું છે. પરંતુ તે પહેલાં ખેડૂત મિત્રોઓએ PM Kisan Yojana e-KYC Process Online ફરજિયાત કરવું પડશે.
PM Kisan Yojana e-KYC Compulsory
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ૧૫મા હપ્તાથી ઈ-કેવાયસી ફરજીયાત કરવામાં આવ્યું છે. રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને ઈ-કેવાયસી કરાવવાનું બાકી હોય તેમણે હવે 16 મો હપ્તો મેળવવા માટે ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે. બાકી રહેલા ખેડૂતો માટે ૨૧મી ફેબ્રુઆરી સુધી ઝૂંબેશ, કિસાન યોજનાનો ૧૬મો હપ્તો મેળવવા હવે ઈ-કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે. જે લાભાર્થીઓનો આધાર કાર્ડ સાથે મોબાઈલ લીંક હોય તેવા લાભાર્થીઓ દ્વારા સરળતાથી જાતે જ ઈ-કેવાયસી કરી શકે છે.
પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કિસાનોને રૂપિયા 2000/- ના ત્રણ સમાન હપ્તા મળીને કુલ 6000/- ની સહાય આપવામાં આવે છે. આગામી તેરમા હપ્તાની સહાય ચૂકવવા માટે કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. પરંતુ આ પહેલા સહાય મેળવતા તમામ ખેડૂત મિત્રોને ઈ-કેવાયસી કરવાનું રહેશે. એટલે તમામ લાભાર્થીઓએ આધાર લીંક અને સિડિંગ કરાવવું જરૂરી છે. આ આધાર લીંક કરવાની પ્રોસેસ ખેડૂતો ઓનલાઇન જાતે પણ કરી શકે છે. તથા નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) તથા પોસ્ટ ઓફિસ ખાતેથી પણ કરાવી શકાશે.
Highlight
યોજનાનું નામ | પીએમ કિસાન યોજના |
યોજનાની પેટા માહિતી | PM Kisan Yojana e-KYC Compulsory |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
પીએમ કિસાન યોજનાનો ઉદ્દેશ | દેશના ખેડૂતોને આર્થિક મદદરૂપ કરીને આત્મનિર્ભર બનાવવા |
લાભાર્થી | આ યોજના હેઠળ પાત્રતા ધરાવતા દેશના તમામ ખેડૂતો |
Official Website | https://pmkisan.gov.in/ |
આ પણ વાંચો : આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? । How to Download Ayushman Card Online
૨૧ ફેબ્રુઆરી પહેલાં લાભાર્થીઓએ ઈ-કેવાયસી કરવાનું રહેશે.
ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી યોજનાનો લાભ મેળવતા હોય તો તેમને ઓનલાઇન PM Kisan e-KYC કરવું પડશે. જો કેંદ્ર સરકારની અધિકૃત વેબસાઈટ પરથી e-KYC નહીં કરેલ હોય તો રૂપિયા 2000/- હપ્તા બંધ થઈ જશે. જો ખેડૂત લાભાર્થીઓ દ્વારા 21 ફેબુઆરી 2024 પહેલાં આધાર લિંક અને સિડીંગ કરાવવું જરૂરી છે. જો નહીં કરાવેલ હોય તો સહાય મળશે નહિં.
આ પણ વાંચો : Namo Shri Yojana Gujarat 2024 । નમો શ્રી યોજના
અધિકૃત અધિકારીશ્રીઓ દ્વારા ઈ-કેવાયસી બાબતે શું સૂચના આપવામાં આવી?
રાજ્યના ખેતી નિયામકે જણાવ્યું છે કે, કેન્દ્ર દ્વારા ૧૨મી ફેબ્રુઆરીથી કોમન સર્વિસ સેન્ટર મારફતે ૧૦ દિવસીય રાષ્ટ્રવ્યાપી ઈ-કેવાયસી ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ઈ-કેવાયસી બાકી હોય તેવા ખેડૂત લાભાર્થીઓએ ૨૧મી ફેબ્રુઆરી સુધી ગ્રામ્ય કક્ષાએ નજીકના કોમન સર્વિસ સેન્ટર ખાતે ઉપસ્થિત રહી બાયોમેટ્રીક ઓથેન્ટીફીકેશન દ્વારા ઈ- કેવાયસી કરાવી લેવાનું રહેશે.
ખેડૂતો અન્ય પધ્ધતિ દ્વારા પણ ઈ-કેવાયસી પૂર્ણ કરી શકશે. ગ્રામ્ય કક્ષાએ ગ્રામસેવક, તાલુકા કક્ષાએ તાલુકા વિસ્તરણ અધિકારી તેમજ જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીની કચેરીએ રૂબરૂ ઉપસ્થિત રહીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ખેડૂતો આ પ્રક્રિયા કરાવી શકાશે.
How to PM Kisan Yojana e-KYC Process Online | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવું?
કિસાન લાભાર્થીઓએ આધારકાર્ડ તેમના મોબાઈલ નંબર સાથે રજીસ્ટર થયેલ હોય તો સરળતાથી e-KYC કરી શકે છે. તમારી જાતે મોબાઈલ કે કોમ્પ્યુટર દ્વારા કેવી રીતે e-KYC કરી શકાય તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
- સૌથી પ્રથમ Google માં PM KISAN PORTAL ટાઈપ કરો.
- આ અધિકૃત પોર્ટલ પર Home Page પર જાઓ.
- હવે હોમ પેજ પર “Farmer Corner” પર જાઓ.
- આ Farmer Corner માં e-KYC પર ક્લિક કરો.
- જેમાં “OTP Based Ekyc” નામનો ઓપ્શન આવશે. તેના પર ક્લિક કરો.
- હવે નવું પેજ ખુલશે, તેમાં આધારકાર્ડ નંબર માંગવામાં આવશે.
- આધારકાર્ડ નંબર નાખીને Get Mobile OTP ઓપશન પર ક્લિક કરો.
- તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP આવશે તે બોક્ષમાં નાખવાનું રહેશે.
- ત્યારબાર Get Aadhar નામનું નવું ઑપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
- આગળ તમારા આધારકાર્ડ સાથે Link કરેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, જે OTP ને તમારે વેબસાઈટમાં નાખવાનો રહેશે.
- છેલ્લે, તમારે Submit for Auth બટન પર ક્લિક કરીને વેરિફિકેશનની કામગીરી કરવાની રહેશે.
આ પણ વાંચો: PM Svanidhi Yojana । રુપિયા 10,000 થી 50,000 સુધીની તાત્કાલિક લોન મેળવો.
PM-Kisan Application દ્વારા કેવી રીતે e-KYC કરી શકાય?
દેશના આ યોજનાનો લાભ મેળવતા હોય તેઓ જાતે ઈ-કેવાયસી કરી શકે છે. આ ઉપરાંત ગ્રામ્ય કક્ષાએ કોઈપણ યુવાન ‘PM Kisan Mobile Application” નો ઉપયોગ કરીને પીએમ કિસાનના લાભાર્થીનો આધાર ઓટીપીની મદદથી લોગ ઈન કરી અન્ય ૧૦ લાભાર્થીઓના ફેસ ઓથેન્ટીકેશન દ્વારા ઈ-કેવાયસી કરી
જો લાભાર્થીનું આધારકાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક ન હોય ત્યારે ઈ-કેવાયસી કેવી રીતે કરવું?
જો લાભાર્થી ખેડૂતોનું આધારકાર્ડમાં મોબાઈલ નંબર એન્ટ્રી ન કરેલ હોય તો e-KYC કેવી રીતે કરવું એક મોટી સમસ્યા છે. પરંતુ આજે અમે તેની માહિતી આપીશું. જો તમે આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક કરાવેલ નથી અને તમારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ માટે e-KYC કરાવવું પણ શક્ય છે.
આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક ના હોય અને ઈ-કેવાયસી કરાવવું છે, તો તમારે નજીકના Common Service Centre (CSC) પરથી કરાવી શકો છો. CSC Center પર રૂબરૂ જઈને તમે કિસાન સન્માન નિધી યોજના માટે e-KYC કરાવી શકો છો.
Read More: PM Kisan 16th Installment Date 2024 । જાણો 2000 રૂપિયાનો 16મો હપ્તો ક્યારે આવશે?
FAQ’S- વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: ખેડૂત લાભાર્થીઓએ પીએમ કિસાન યોજના માટે e-KYC ભારત સરકારની આ https://pmkisan.gov.in વેબસાઈટ પરથી કરી શકશે.
જવાબ: આ યોજના હેઠળ કિસાન લાભાર્થીઓએ 21 ફેબ્રુઆરી 2024 સુધીમાં e-KYC કરવાનું રહેશે.
જવાબ: હા, ખેડૂતોઓએ આ e-KYC કરવા માટે આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ.