Short Briefing: Gujarat Tar Fencing Yojana 2024 | તાર ફેન્સિંગ યોજના ઓનલાઈન અરજી કરો । ખેડૂત લક્ષી યોજના
ભારત કૃષિપ્રધાન દેશ છે. જો દેશનો ઉદ્ધાર કરવો હશો તો ખેડૂતોનો સૌથી પહેલાં ઉદ્ધાર કરવો જ પડશે. જેને ધ્યાનમાં રાખીને માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ખેડૂતો માટે ઘણી બધી કલ્યાણકારી યોજનાઓ બહાર પાડેલી છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ પ્રચલિત યોજના છે. એજ પ્રમાણે વર્તમાન માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ખેડૂતો કલ્યાણ માટે અવિરત પણે કામ કરી રહી છે. જેમાં ikhedut Portal પર અઢળક યોજના બહાર પાડેલ છે. જેમાં તાર ફેન્સીંગ સહાય યોજના, તાડપત્રી યોજના વગેરે નામના મેળવેલ છે.
Tar Fencing Yojana 2024
ગુજરાત રાજ્યના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ બનાવેલ છે. ખેડૂતો માટે તાડપત્રી યોજના, કિસાન પરિવહન યોજના વગેરે ઑનલાઇન મૂકવામાં આવેલ છે. હવે Tar Fencing Yojana 2024 આવ્યા છે. જે મુજબ ખેડૂતો હવે ખેતરમાં કાંટાળા તાર ફેન્સિંગ યોજનાનો લાભ લેવા માટે પણ ઓનલાઇન અરજી કરી શકશે. જેની તમામ માહિતી આજે આપને મેળવીશું.
કૃષિ વિભાગ દ્વારા અગત્યના સમાચાર બહાર પાડવામાં આવેલ છે. જેમાં Tar Fencing Yojana માટે ખેડૂતો Online Application કરી શકશે. જેના માટે કૃષિ વિભાગે ઝોન નક્કી કરેલા છે. ઝોન વાઇઝ દિવસો નક્કી કરવામાં આવ્યા છે. ખેડૂતો પોતાની અરજી ikhedut Portal પર 30 દિવસ સુધી કરી શકશે.
Highlight Point of Tar Fencing Yojana 2024
યોજનાનું નામ | Tar Fencing Yojana 2024 |
આર્ટીકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ખેડૂતોને સબસીડી દ્વારા જમીનના ફરતે પાક રક્ષણ હેતુ ફેન્સીંગ તાર સહાય |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતો |
સહાયની રકમ | – આ અગાઉ 5 હેકટર જમીનમાં લાભ મળતો હતો, હવે માત્ર 2 હેકટર જમીન વિસ્તાર માટે પણ કંટાળા તાર ફેનસિંગ યોજનાનો લાભ લઈ શકાશે. – જમીનના કલસ્ટર અનુસાર લાભાર્થીઓના જૂથની અરજીઓ અંગેરનીંગ મીટર દીઠ રૂપિયા 200/- સહાય મળશે.- ખરેખર થનાર ખર્ચના 50% બેમાંથી જે ઓછું હોય તે સહાય મંજુર થશે. |
માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કેવી રીતે કરવી | Ikhedut Online Application Steps |
તાર ફેન્સીંગ યોજનાનો હેતુ
ખેડૂતો પોતાના ઉભા પાકને રોઝ, ભૂંડ તથા જંગલી પ્રાણીઓથી બચાવવા માટે આ યોજના બહાર પાડેલી છે. જેમાં ખેતરને ફરતે લોખંડની કાંટાવાળી વાડ બનાવવાની રહેશે. સરકાર દ્વારા ખેડૂતને કાંટાવાળી વાડ બનાવવા માટે 2 હેક્ટર જમીન હોય તેવા ખેડૂતને પણ ખેતર ફરતે રનિંગ મીટર દીઠ ₹ 200 અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય આપવામાં આવે છે. જેથી ખેડૂત પોતાના ખેતર ફરતે કાંટાવાળી વાડ બનાવી પોતાના પાકનું રક્ષણ કરી શકે છે.
આ યોજના હેઠળ કેટલી જમીન સુધી અરજી કરવાની રહેશે?
આ યોજનાનો લાભ મેળવવા માટે ઓછામાં ઓછા બે હેક્ટર વિસ્તારની જમીન હોવી જોઈએ. પોતાની જમીનમાં તારની વાડ બનાવવા રનિંગ મીટર પ્રમાણે 200 સુધી લાભ મળશે.
આ યોજના હેઠળ કેટલો લાભ મળશે?
આ યોજનામાં ખેડૂતોને 200 રનિંગ મીટર જમીન વિસ્તાર સુધી લાભ મળશે. અથવા ખર્ચના 50 ટકા બન્નેમાંથી જે ઓછું હોય તે પ્રમાણે સહાય અપાયછે.
આ પણ વાંચો- PM Kisan Yojana e-KYC Compulsory : ખેડૂત લાભાર્થીઓએ 21 ફ્રેબુઆરી પહેલાં ફરજિયાત ઈ- કેવાયસી કરવું પડશે.
યોજના માટેની પાત્રતા
આ યોજનાનો લાભ મેળવવા માટે યોજનાની કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
- આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 10 વર્ષ છે.
- ખેડૂતે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.
Gujarat Tar Fencing Yojana 2024 માટે લાભાર્થીની પાત્રતા.
આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી ખેડૂત ગુજરાતનો વતની હોવો જોઈએ.
- ખેડૂત પાસે પોતાની જમીન હોવી જોઈએ.
- અરજદાર પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર વિસ્તારની જમીન ધરાવતા ખેડૂત આ યોજના હેઠળ અરજી કરી શકશે.
- ખેડૂત દ્વારા અગાઉ તાર ફેન્સિંગ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ જે-તે સર્વે નંબરમાં માત્ર એક વખત મળવાપાત્ર રહેશે.
- અરજદાર ખેડૂતે 7-12 તથા 8-અ ની નકલ રજુ કરવાની રહેશે.
- સરકાર દ્વારા નક્કી કરાયેલ ડિઝાઈન તથા ધારા-ધોરણો (સ્પેશિફિકેશન ) મુજબની વાડ બનાવવાની રહેશે.
- ઓનલાઈન અરજી કર્યેથી સહાયની પુર્વ મંજૂરી મળ્યા બાદ ખેડૂત દ્વારા ખેતર ફરતે કાંટાવાળી વાડ બનાવવાની કામગીરી 120 દિવસમાં પુરી કરવાની રહેશે.
Read More: આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું? । How to Download Ayushman Card Online
તાર ફેન્સીંગ યોજનાના નવા નિયમોની વિગતવાર માહિતી.
આ યોજનામાં નવા નિયમો સબંધિત વિભાગ દ્વારા બનાવવામાં આવેલા છે. જે નીચે મુજબ છે.
- આ યોજના હેઠળ સબંધિત જિલ્લાના લક્ષ્યાંક મુજબ વહેલા તે પહેલા ધોરણે આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
- તાર ફેન્સીંગ યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂત / ખેડૂતોના જૂથ માટે એક કલસ્ટર બનાવી શકાશે.
- એક કરતા વધુ ખેડૂત સાથે સામુહિક અરજી કરી શકશે. જેમાંથી એક ખેડૂતને જુથ લીડર બનાવવાનો રહેશે.
- અરજદાર ખેડૂતો પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન હોવી જોઈએ.
- ઓનલાઈન અરજી કર્યા પછી 10 દિવસમાં જૂથના તમામ ખેડૂતોએ 7-12 તથા 8-અ ની નકલ, નિયત નમૂનાનું કબુલાતનામું તથા જૂથ લીડરને સહાય ચુકવાણું કરવા માટેનું સ્વધોષણાપત્ર જિલ્લાના ખેતીવાડી અધિકારીશ્રીને રજુ કરવાનું રહેશે.
- અરજી કરનાર ખેડૂત/ખેડૂત જૂથ લીડરે તાર ફેન્સિંગની કામગીરી પૂર્ણ થયા બાદ, સમાનના ખરીદીના GST વાળા બીલ અને બીજા જરૂરી ડોક્યુમેન્ટ સહીત જિલ્લા ખેતીવાડી અધીકારીશ્રીની કચેરી ખાતે ક્લેમ જમા કરાવાનો રહેશે.
- વાડ બનાવ્યા પછી તેની જાણવણીની જવાબદારી ખેડૂત દ્વારા સ્વ ખર્ચે કરવાનું રહેશે.
તાર ફેન્સીંગ યોજના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
khedut portal દ્વારા વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.
1. ખેડૂતનું આધારકાર્ડની નકલ
3. રેશનકાર્ડની નકલ
4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ
5. વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
6. જમીનના 7/12 અને 8-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
7. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
8. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
9. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
10. બેંક ખાતાની પાસબુક
આ પણ વાંચો- વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024
How to Online Apply Tar Fencing Yojana 2024 | તાર ફેન્સીંગ યોજના માટે કેવી રીતે ઓનલાઈન અરજી કરવી?
આ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે. ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું.
- અરજદારે સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
- જે પરિણામ આવે તેમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- ikhedut Portal વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
- “ખેતીવાડી ની યોજના” ની “કૃષિ યાંત્રીકરણ/પોસ્ટ હાર્વેસ્ટ ના ઘટકો” ની અલગ-અલગ યોજનાઓ બતાવશે.
- જેમાં “તારની વાડ” નામની યોજના પર ક્લિક કરવાની રહેશે.
- જેમાં આ યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
- જો લાભાર્થી ખેડૂતેએ આઈ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવું.
- ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
- ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
અરજી કરવાની છેલ્લી તારીખ
તાર ફેન્સીંગ યોજના 2024 નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પરથી કરી શકાશે. ખેડૂતો દ્વારા તારીખ-19/01/2024 થી તા-18/02/2024 સુધી ચાલુ થશે.
Read More: Namo Laxmi Yojana । નમો લક્ષ્મી યોજના હેઠળ દીકરીઓને રૂ. 50,000/- સુધી સહાય મળશે.
અરજીનું સ્ટેટસ અને રિપ્રિન્ટ
અરજદાર પોતાની જાતે ikhedut application status check કરી શકે તથા ikhedut application print કઢાવી શકે છે. ખેડૂતોએ નીચેની link દ્વારા પોતાની અરજીનું ઓનલાઈન સ્ટેટસ અને પ્રિન્ટ મેળવી શકે છે.
Conclusion
ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિંભાગની આ યોજના છે. આ યોજના દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે છે. જેનાથી તેઓ પોતાના પાકનું રક્ષણ કરી શકે છે. ખેડૂતો પોતાના ઉભા પાકને જંગલી જાનવરોથી રક્ષણ માટે ખેતર ફરતે લોખંડના તારની વાડ લગાવવી જરૂરી છે.આ યોજના અન્વયે ખેડૂતને ખેતર ફરતે કાંટાળી વાડ બનાવવા માટે કુલ ખર્ચના 50% સુધીની સહાય આપવામાં આવે છે. સહાય મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મંગાવામાં આવે છે. વહેલા તે પહેલા ધોરણે અરજીઓ મંજૂર કરવાની થતી હોય ખેડૂતને સત્વરે અરજી કરવા સુચન છે.
FAQ’s- વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: આ યોજનાની અરજી આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન કરવાની રહેશે.
જવાબ: આ યોજના હેઠળ ખેડૂતને 2 હેક્ટર જમીન વિસ્તારમાં રનિંગ મીટર દીઠ ₹ 200 અથવા કુલ ખર્ચના 50% બંનેમાંથી જે ઓછુ હોય તે સહાય મળવાપાત્ર થશે.
જવાબ: અરજદાર ખેડૂતને સહાયની પૂર્વ મંજૂરી બાદ કુલ 120 દિવસમાં તાર ફેન્સિંગનું કામ પુરું કરવાનું હોય છે.