WhatsApp ગ્રૂપમાં જોડાવો!
કંમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજના । Vermicompost Subsidy in Gujarat

કંમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજના । Vermicompost Subsidy in Gujarat

તાજેતરમાં ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ વિવિધ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરી રહ્યાં છે. આ યોજનામાં ઔષધિય સુંગધિત પાકોના નવા ડીસ્ટીલેશન યુનિટ માટે સહાય, કંદ ફૂલોના વાવેતર માટે સહાય અને મશરૂમના ઉત્પાદન એકમ માટે સહાય યોજનાનો સમાવેશ થાય છે. ખેતીમાં રસાયણિક પદાર્થોનું પ્રમાણ વધતા હાલનો મનુષ્ય અનેક રોગોથી અસરગ્રસ્ત છે. આ માટે ખેતીમાં રસાયણિક પદાર્થોનું પ્રમાણ ઘટાડવા અને પ્રાકૃતિક ઠબે ખેતી કરવા સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા સેન્દ્રિય ખાતર બનાવવાના એકમ માટે સહાય પૂરી પાડવામાં આવે છે. આજના આર્ટીકલમાં આપણે કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Vermicompost Subsidy in Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.  

Vermicompost Subsidy in Gujarat

ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધારવા અનેક યોજના બનાવવામાં આવી છે. આ યોજના થકી ખેડૂતને સહાય પૂરી પાડવામાં આવે છે કે જે રસાયણિક ખાતર અને દવાનો ઉપયોગ બંદ કરી પ્રાકૃતિક રીતે ખેતી કરે. જેમાં Vermicompost Subsidy in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું. 

યોજનાનો હેતુ

દિનપ્રતિ દિન રસાયણિક ખાતરનો ઉપયોગ વધતો અટકાવવા જરૂરી છે. સેન્દ્રિય ખાતરથી થતી ખેતી વધારવા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનો હેતુ છે કે, ખેડૂતને કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય આપવો. જેથી તે જાતે સેન્દ્રિય ખાતર બનાવી શકે અને તેનો ઉપયોગ કરી શકે.

Highlight Point of Vermicompost Subsidy in Gujarat

યોજનાનું નામકંમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ એ ખેડૂતને કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય આપવો કે જેથી તે જાતે સેન્દ્રિય ખાતર બનાવી શકે અને તેનો ઉપયોગ કરી શકે.
વિભાગનું નામબાગાયતી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે?પ્રતિ યુનિટ રૂ. 20.00 લાખમાં જાહેર ક્ષેત્રે ખર્ચના 100 ટકા અને ખાનગી ક્ષેત્રે ખર્ચના 40 ટકા મળવા પાત્ર છે.
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ31/05/2023
Highlight Point

Read More:- પ્લાન્ટેશન પાકો માટે સહાય યોજના । Support Scheme For Plantation Crops In Gujarat


યોજનાના નિયમો

કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજનાના કેટલાક નિયમો નક્કી થયેલા છે. જે  નીચે મુજબ છે.

  • આ યોજનામાં સામાન્ય, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
  • ખેડૂતને માળખાકીય ખર્ચને પહોંચી વળવા ક્રેડીંટ લીંકડ બેક એન્ડેચડ સબસીડી સ્વરૂપે સહાય મળવા પાત્ર રહેશે.

Read More: પ્લાન્ટેશન પાકો માટે સહાય યોજના । Support Scheme For Plantation Crops In Gujarat


કંમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

        આ યોજના હેઠળ દરેક જ્ઞાતિઓને સમાન લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

અનુસુચિત જાતિના  ખેડૂતો માટેપ્રતિ યુનિટ રૂ. 20.00 લાખમાં જાહેર ક્ષેત્રે ખર્ચના 100 ટકા અને ખાનગી ક્ષેત્રે ખર્ચના 40 ટકા મળવા પાત્ર છે.
અનુસુચિત જનજાતિના  ખેડૂતો માટેપ્રતિ યુનિટ રૂ. 20.00 લાખમાં જાહેર ક્ષેત્રે ખર્ચના 100 ટકા અને ખાનગી ક્ષેત્રે ખર્ચના 40 ટકા મળવા પાત્ર છે.
સામાન્ય જાતિના ખેડૂતો માટેપ્રતિ યુનિટ રૂ. 20.00 લાખમાં જાહેર ક્ષેત્રે ખર્ચના 100 ટકા અને ખાનગી ક્ષેત્રે ખર્ચના 40 ટકા મળવા પાત્ર છે.
કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

Read More: પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના । Water Tank Sahay Yojana 2023


Document Required for Vermicompost Subsidy in Gujarat | કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  • લાભાર્થી ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • અરજદારનું આધારકાર્ડની નકલ
  • જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

કંમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજના । Vermicompost Subsidy in Gujarat

કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

        કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

  • પ્રથમ Google ખોલીને “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.

કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-11 કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ પર ક્લિક કરવું.
  • જેમાં કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.  
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે. 

Read More:- [E Samaj Kalyan] માનવ ગરિમા યોજના | Manav Garima Yojana 2023


FAQ

1.   કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજનાનો હેતુ શું છે?

Ans. આ યોજનાનો હેતુ એ ખેડૂતને કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય આપવો કે જેથી તે જાતે સેન્દ્રિય ખાતર બનાવી શકે અને તેનો ઉપયોગ કરી શકે.

2. કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

Ans.   કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/  છે.   

3. Assistance Scheme for Setting Up Compost Unit in Gujarat અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

Ans. કમ્પોસ્ટ એકમ બનાવવા માટે સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2023 છે.

Leave a Comment