પ્રિય વાંચકો, ડોકયુમેંટ એ હાલમાં આપણી રોજીદા જીવનમાં ખુબજ જરૂરી ભાગ ભજવે છે. આ ડોકયુમેંટ એ ચાહે રેશનકાર્ડ, પાનકાર્ડ કે પછી આધારકાર્ડ હોય. અગાઉના આર્ટીકલમાં અમે તમને ડોકયુમેંટને લગતી અનેક સેવાઓ જેવીકે E Passport, How To Link Voter ID With Aadhaar Card?, Gujarat Election Card Online Apply જેવી સેવાથી અવગત કરાવ્યા છે. આજના આ આર્ટીકલમાં અમે તમને Aadhaar Card Update Online વિષે વિગતવાર માહિતી આપીશું.
Aadhaar Card Update Online
ભારત સરકાર દ્વારા નાગરિકોના હિતમાં એક ઓનલાઇન સર્વિસ શરુ કરવામાં આવી છે. આ સર્વિસ એટલે કે, હવે તમે તમારા આધારકાર્ડમાં કોઈ ફેરફાર ઓનલાઇન ઘરે બેઠા કરી શકો છો. આ સર્વિસએ UIADI દ્વારા અમલમાં લેવામાં આવી છે. UIADI આ સર્વિસમાં તમે આધારકાર્ડના 5 સુધારા ઓનલાઈન કરી શકશે. આ સુધારામાં સરનામું, આધારકાર્ડની ભાષા, આધારકાર્ડમાં જન્મતારીખ, આધારકાર્ડમાં નામમાં સુધારો અને આધારકાર્ડમાં જાતિ બદલી શકો છો.
Highlight Point
આર્ટિકલનું નામ | Aadhaar Card Update Online |
આર્ટીકલની ભાષા | ગુજરાતી અને English |
ઓર્ગેનાઈઝેશન | UIDAI |
અરજી પ્રકાર | ઓનલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://uidai.gov.in https://myaadhaar.uidai.gov.in/ |
Read More: પીએમ કિસાનની આ યાદીમાં તમારું નામ છે ? તો તમને 2000 રૂપિયા મળશે,
ફક્ત 2 મિનિટમાં સુધારો આધાર કાર્ડ ઘર બેઠા મોબાઈલમાં
હાલનો સમય એટલે દોડધામનો સમય. આ દોડધામના સમયમાં આધાર કાર્ડમાં સુધારા કરવા માટે તેઓ આધાર સેન્ટર સુધી જઈ શકતા પણ નથી. તેથી તેમના કામ અટકી રહે છે. આ સમસ્યાનો હલ થાય એટલા માટે આધાર કાર્ડમાં 5 સુધારાઓ તમે મોબાઈલ વડે પણ થઇ શકે તેવી સુવિધા આપવામાં આવી છે. ચાલો, આ વિષય પર વિગત વાર બધી માહિતી જોઈએ. હવે આધારકાર્ડમાં કોઈ પણ સુધારા કરવા માટે આધાર કેન્દ્રમાં જવાની જરૂર નથી. આ 5 સુધારાઓ તમે ઓનલાઇન ઘરબેઠા મોબાઈલમાંથી જ કરી શકશો.
Read More: આયુષ્માન ભારત યોજના યાદી 2023 | Ayushman Bharat Yojana 2023 List
આધાર કાર્ડમાં સરનામું બદલો (Change Address)
હાલના સમયમાં લોકો એક શહેરમાંથી બીજા શહેરમાં રહેવા જાય છે. એક જગ્યાથી બીજી જગ્યા પર રહેવા જાય છે. ત્યારે હવે તેમને પોતાના આધારકાર્ડમાં સરનામું સરળતાથી બદલી શકાય છે. હવે તમે ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે આધારકાર્ડમાં સરનામું બદલી શકો છો.
આધાર કાર્ડમાં નામ સુધારો (Name Modify)
કેટલાક લોકોને આધાર કાર્ડ કઢાવતી વખતે નામમાં ભૂલ રહી ગયી હોય છે. આ સેવા તમે તમારા મોબાઈલથી કરી શકો છો.
આધાર કાર્ડમાં જન્મ તારીખ સુધારો (Birthday Modify)
આધાર કાર્ડ કઢાવતી વખતે જો તમારી જન્મ તારીખમાં ભૂલ હોય તો હવે તમે મોબાઈલ વડે જ ઘર બેઠા આધારકાર્ડમાં જન્મ તારીખ ઓનલાઈન સુધારો શકો છો.
Read More: પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 | Pradhan Mantri Awas Yojana In Gujarati
આધારકાર્ડમાં સરનામું સુધારવા માટે / આધારકાર્ડ નામ સુધારવા માટે
- ભારતીય પાસપોર્ટ
- રેશનકાર્ડની નકલ
- ચૂંટણીકાર્ડ
- ડ્રાઈવિંગ લાયસન્સ
- PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / સેવા ઓળખ કાર્ડ
- પેન્શનર કાર્ડ / સ્વતંત્રતા સેનાની કાર્ડ
- કિસાન પાસબુક
- રાજ્ય / કેન્દ્ર / PSUs દ્વારા ફોટા સાથે જારી કરાયેલ CGHS / ECHS / ESIC / મેડીકલ ક્લેમ કાર્ડ.
- વિકલાંગતા આઈડી કાર્ડ
- ઘરનું વીજળી બિલ
- રહેઠાણનું પાણી બિલ
- ટેલીફોન લેન્ડલાઈન બિલ
- પ્રોપર્ટી ટેક્સ રસીદ
- વીમા પોલીસી (LIC કે અન્ય)
આધારકાર્ડમાં જન્મ તારીખ સુધારવા માટે
- જન્મ પ્રમાણપત્ર (નગરપાલિકા/ગ્રામ પંચાયત કે અન્ય માન્ય સંસ્થાનું)
- પાસપોર્ટ
- પાનકાર્ડ
- સરકારી બોર્ડ અથવા યુનિવર્સીટી દ્વારા જારી કરાયેલ માર્કશીટ
- Birthday સામેલ હોય તેવા ધરાવતા PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી / ફોટો ઓળખ કાર્ડ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (L.C)
Read More: PM Kisan KYC Online 2023 | પીએમ કિસાન ઈ-કેવાયસી કેવી રીતે કરવી?
Aadhaar Card Update Online કઈ રીતે કરશો?
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in પર જાઓ.
- તે પછી Login મેનુ બટન પર ક્લિક કરો.
- પછી તમારે આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોર્ડ નાખવો પડશે.
- તે પછી Send OTP બટન પર ક્લિક કરો.
- તે પછી તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ રજીસ્ટ્રર થયો હશે તેના પર OTP જશે.
- તમારા મોબાઇલમાં 6 અંકનો OTP આવશે. તેને દાખલ કરી Login બટન પર ક્લિક કરો.
- હવે તમને Update Aadhaar Online વિકલ્પ જોવા મળશે, તેના પર ક્લિક કરો.
- હવે તમે આધાર કાર્ડમાં કયા સુધારા કરી શકશો તે દેખાડશે.
- તેમાંથી તમારે આધારકાર્ડમાં જે સુધારો કરવો હોય તેના વિકલ્પ પર ક્લિક કરો.
- ઓપ્શન સિલેક્ટ કર્યા પછી Process to Update Aadhaar બટન પર ક્લિક કરવું પડશે.
- તમે જે નવો સુધારો કર્યો છે તેના માટેનું પ્રૂફ તરીકે દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે.
- હવે ફોર્મ સબમિટ પર ક્લિક કરો. હવે તમારું ફોર્મ સબમિટ થયી ગયું છે.
FAQ
Ans. Aadhaar Card Update Online માટે ઓફિશિયલ વેબસાઈટ https://myaadhaar.uidai.gov.in છે.
Ans. ના, હવે Aadhaar Card Update કરવા માટે આધારકેન્દ્ર માં જવું ફરજિયાત નથી. હવે ઘરે બેઠા પણ Aadhaar Card Update કરી શકાય છે.
Very helpful content sir…. thanks you