બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશડોલ્સની સહાય રોકડમાં આપવા બાબત.

Cyclone Biporjoy : ગુજરાત રાજ્યના અરબી સમુદ્રમાં આ વાવાઝોડું ઉત્પન્ન થયું છે. આ ભયાનક વાવાઝોડું પશ્વિમમા દરિયાકિનારે ખૂબ જ તારાજી સર્જી. જેને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા અગમચેતીરૂપે પગલાં પણ લેવામાં આવ્યા છે. જેને ધ્યાને રાખીને રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સરકાર દ્વારા વાવાઝોડામાં શું-શું ક્યારે સંભવિત થશે તેની પણ બિપોરજોય વાવાઝોડા” વિશે સરકારશ્રીનું અગત્યનું નોટીફિકેશન બહાર પાડીને આપવામાં આવી હતી. પરંતુ આજે સરકારશ્રીના મહેસૂલ વિભાગના તારીખ- ૧૬/૦૬/૨૦૨૩ દ્વારા એક ઠરાવ બહાર પાડેલ છે. જેમાં બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશ ડોલ્સની સહાય રોકડમાં આપવાની જાહેરાત કરેલ છે.

Announcement of Cash Dolls assistance in cash to the districts affected by Cyclone Biporjoy

મહેસૂલ વિભાગના ઠરાવથી કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્તોને દૈનિક રોકડ સહાય (કેશડોલ્સ) ની સહાય ચૂકવવાનું નક્કી કરેલ છે. જેના ધારા-ધોરણો બહાર પાડેલા છે. જ્યારે SDRF/NDRF અન્વયે અપાતી તમામ પ્રકારની સહાય અસરગ્રસ્ત આપવામાં આવે છે. જે લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં DBT(Direct Benefit Transfer) અથવા PFMS (Public Fund Management System)મારફતે જ ચૂકવવાની સુચનાઓ અમલમાં છે.

પરંતુ, બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારમાં હાલના સંજોગોમાં બેન્કીંગ વ્યવહાર મુશ્કેલ બને તથા અશક્ય છે. આવા સંજોગોમાં કેશડોલ્સની રકમ અસરગ્રસ્ત ઇસમોના ખાતામાં જમા કરવી અને તેનો ઉપાડ કરવો તે પણ ખૂબ જ કઠિન થઈ જાય. જેને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશ ડોલ્સની સહાય રોકડમાં આપવાનું નક્કી કરવામાં આવેલ છે.

ગુજરાત સરકારશ્રી દ્વારા શું નક્કી કરવામાં આવ્યું?

બિપોરજોય વાવાઝોડામાં અસરાગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક સહાયભૂત ખૂબ જ જરૂરી છે. જેથી આ સહાયની રકમ રોકડમાં આપવા નક્કિ કરવામાં આવ્યું છે. આ સહાય કોણે મળશે અને ક્યાં-ક્યાં જિલ્લાઓમાં મળશે. તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.

Highlight Points

આર્ટિકલનું નામબિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશડોલ્સની સહાય રોકડમાં આપવા બાબત.  
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
કોણે સહાય મળશે?બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને રોકડ સહાત
કેશડોલ્સની સહાય એટલે શું?કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્તોને નાગરિકોને દૈનિક રોકડમાં સહાય આપવામાં આવે છે. તેને કેશડોલ્સ સહાય કહેવાય છે.
કોણે કેટલી સહાય મળશે?પુખ્ત વ્યક્તિઓને મહત્તમ 5(પાંચ) દિવસ માટે રૂ.100/- પ્રતિદિન અને બાળકોને રૂ.60/- પ્રતિદિન રોકડમાં સહાય આપવામાં આવશે.  
વિભાગનું નામમહેસૂલ વિભાગ
હવામાન વિભાગની અધિકૃત આગાહીની PDFDownload Official PDF
Cyclone Biparjoy Live CheckLive Location Check Cyclone Biparjoy
Cyclone Biparjoy Helpline NumberCyclone Biparjoy Helpline Number

Read More: પાવર થ્રેસર સહાય યોજના । Power Thresher Sahay Yojana


શું છે કેશડોલ્સ સહાય?

     કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્તોને નાગરિકોને દૈનિક રોકડમાં સહાય આપવામાં આવે છે. તેને કેશડોલ્સ સહાય કહેવાય છે. વહિવટીતંત્ર દ્વારા BIPORJOY વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારના સ્ટેશને અગમચેતીના ભાગરૂપે સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવેલ છે. વહિવટીતંત્ર દ્વારા આવા સ્થળાંતર પામેલ અસરગ્રસ્ત વિસ્તારના વ્યક્તિઓને રોજબરોજની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મેળવવા માટેની મુશ્કેલી નિવારવા રોકડ રકમની સહાય ચૂકવવાની જરૂરિયાત ઉદ્દભવતા મહેસૂલ વિભાગના તા.૧૮/૦૩/૨૦૨૧ ના સંદર્ભથી ઠરાવ્યા મુજબની સહાય ચૂકવવાની થાય છે.

બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્તોને કેશડોલ્સ દ્વારા શું સહાય આપવામાં આવશે?

         બિપોરજોય વાવાઝોડા દરમ્યાન સ્થળાંતર કરાવવામાં આવેલ હોય તેવા વ્યક્તિઓને સહાય આપવામાં આવશે. જેમાં પુખ્ત વ્યક્તિઓને મહત્તમ 5(પાંચ) દિવસ માટે રૂ.100/- પ્રતિદિન અને બાળકોને રૂ.60/- પ્રતિદિન રોકડમાં સહાય આપવામાં આવશે.


Read More: PM Kisan 14th Installment Date 2023 । પીએમ કિસાન યોજનાનો ૧૪ મો હપ્તો ક્યારે આવશે?


ક્યાં-ક્યાં જિલ્લાઓમાં સહાય મળશે?

         બિપોરજોય વાવાઝોડામાં અસરગ્રસ્ત પામેલા જિલ્લાઓમાં આ સહાય મળશે. જેની યાદી નીચે મુજબ છે.

  • અમદાવાદ
  • અમરેલી
  • આણંદ
  • ભરૂચ
  • ભાવનગર
  • દેવભૂમિ દ્વારકા
  • ગીર સોમનાથ
  • જામનગર
  • જુનાગઢ
  • કચ્છ
  • રાજકોટ
  • મોરબી
  • નવસારી
  • પોરબંદર
  • સુરત
  • વલસાડ
  • બોટાદ
  • ખેડા
  • સુરેન્દ્રનગર
  • ગાંધીનગર
  • પાટણ
  • મહેસાણા

Read More: Paddy Transplanter Sahay Yojana । પેડી ટ્રાન્સ પ્લાન્ટર સહાય યોજના




FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1.      બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ જિલ્લાઓમાં કેશડોલ્સની સહાય ક્યા વિભાગ દ્વારા બહાર પાડેલ છે.

જવાબ: ગુજરાત રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા આ સહાય બહાર પાડેલ છે.

2.      કેશડોલ્સની સહાય એટલે શું?

જવાબ: કુદરતી આપત્તિઓના કારણે અસરગ્રસ્તોને નાગરિકોને દૈનિક રોકડમાં સહાય આપવામાં આવે છે. તેને કેશડોલ્સ સહાય કહેવાય છે.

3.  CashDolls માં કોણે કેટલી સહાય મળશે?

જવાબ: પુખ્ત વ્યક્તિઓને મહત્તમ 5(પાંચ) દિવસ માટે રૂ.100/- પ્રતિદિન અને બાળકોને રૂ.60/- પ્રતિદિન રોકડમાં સહાય આપવામાં આવશે.

Leave a Comment