Gujarat Solar Light Trap Yojana 2022 । Ikhedut Portal Yojana | Light Trap Yojana In Gujarat | Eco-Tech Friendly Electronic Led Insect Light Trap । Bagayati Yojana Gujarat | Khedut Subsidy

રાજ્યના ખેડૂતોની આવક વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. કૃષિ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર દ્વારા વિવિધ ખેડૂત યોજનાઓ khedut Portal પર મૂકવામાં આવેલ છે. આ ખેડૂત પોર્ટલ પર હાલમાં બાગાયતી વિભાગની કુલ 114 યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. આ આર્ટિકલના માધ્યમથી Bagayati Yojana ની માહિતી આપીશું. જેનું નામ Eco Friendly Light Trap Yojana Gujarat છે. ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ યોજના દ્વારા ખેડૂતોને સબસીડી પર આ સાધન સહાય આપવામાં આવે છે.
Eco Friendly Light Trap Yojana Gujarat 2022
બાગાયતિ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા બાગાયતિ પાકોમાં પાક સંરક્ષણ માટે આ સાધન સહાય આપવામાં આવે છે. Bagayati Pako માં જંતુનાશક કીટકોથી, ચુસિયા, જીવાતથી બચાવવા માટે આ સાધન લગાવવામાં આવે છે. જેથી પાક સંરક્ષણ સારી રીતે થાય. Ikhedut પર Eco Friendly Light Trap Yojana Gujarat 2022 ના ઓનલાઈન ફોર્મ ભરાય છે. આ યોજનાનો લાભ કોણે મળે, કેટલો લાભ મળે અને તેના માટે ક્યા-ક્યા ડોક્યુમેન્ટ જોઈએ તેની વિગતવાર માહિતી મેળવીશું.
ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ યોજનાનો ઉદ્દેશ્ય
બાગાયતિ યોજના ૨૦૨૨ દ્વારા ખેડૂતોને સબસીડી સહાય આપવા માટે આ યોજના બહાર પાડેલ છે. રાજ્યમાં ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળે આકર્ષાય અને વધુ ઉત્પાદન મેળવીને સારી કમાણી કરી શકે તે અત્યંત જરૂરી છે. બાગાયતી પાકોમાં નુકશાન કરતા જીવજંતુ, કીટકો રક્ષણ કરવું જરૂરી છે. જેથી આધુનિક અને બહુ ઓછા ખર્ચ આ નિયંત્રણ લાવી શકાય છે. જેને ધ્યાનમાં રાખીને ખેડૂતો ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ ઉપયોગ કરે છે. આ વપરાશને ધ્યાને રાખીને બાગાયતી વિભાગ દ્વારા આ યોજના અમલી બનાવેલ છે.
યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે Online Arji આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે. લાભાર્થી ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે બાગાયતી વિભાગ દ્વારા પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત હોવો જોઈએ.
- આ યોજના હેઠળ સાધનની ખરીદી અધિકૃત વિક્રેતા પાસેથી ખેડુતે ખરીદી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતે આ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.
Hightlight Point of Eco Friendly Light Trap Yojana Gujarat
યોજનાનું નામ | ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | બાગાયતી પાકોને પાક સંરક્ષણ થાય તે હેતુથી સાધન સહાય |
લાભાર્થી | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂતો |
મળવાપાત્ર સહાય | ખેડૂતોને યુનિટ કોસ્ટના રૂ.8600/ એકમ હોય તેના પર મહત્તમ રૂ.1400/એકમ સહાય મળશે. |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી | Click કરો. |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30/04/2022 |

યોજનામાં મળવાપાત્ર લાભ
ઈ-ખેડૂત પોર્ટલ પરથી આ યોજનાનો લાભ લેવા માટે Online Arji કરવાની હોય છે. Bagayati Vibhag Gujarat દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. જેમાં ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપની ખરીદી પર સહાય આપવામાં આવે છે. આ યોજનામાં લાભની વિગતો નીચે મુજબ છે.
- ખેડૂતોને યુનિટ કોસ્ટના રૂ.8600/ એકમ હોય તેના પર મહત્તમ રૂ.1400/એકમ સહાય મળશે.
- આ યોજનાનો લાભ ઓછામાં ઓછા 2 હેક્ટરનું વાવેતર કરવું જરુરી છે.
- કૃષિ ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીમાં સમાવેશ પામેલ અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે.
Alsor Read : ખેડુતો માટે પંપ સેટ સહાય સહાય યોજના
Document Required Of Eco Friendly Light Trap Yojana Gujarat
Ikhedut પર ચાલતી ઈકો ફ્રેન્ડલી લાઈટ ટ્રેપ યોજના નો લાભ લેવા માટે Online Application કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
1. ખેડૂતની 7/12 ની જમીનની નકલ
2. આધારકાર્ડની નકલ (Aadhar Card)
3. જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
4. જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
5. રેશનકાર્ડની નકલ (Ration Card)
6. જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
7. લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
8. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
9. લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
12. મોબાઈલ નંબર
આ પણ વાંચો- સોલાર લાઈટ ટ્રેપ યોજના હેઠળ ખરીદી પર મેળવો સબસીડી
Online Registration Process of Eco Friendly Light Trap Yojana Gujarat
Krushi Sahay Yojana હેઠળ બાગાયતી યોજનાનો ખેડૂતોને લાભ આપવામાં આવે છે. ખેડૂતો i-khedut Portal પરથી Online Arji કરવાની રહેશે છે. ખેડૂતો આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન ઘરે બેઠા જાતે પણ કરી શકે છે. તથા ગ્રામ પંચાયત ખાતેથી VCE (Village Computer Entrepreneur) દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકે છે. આ યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કેવી કરવી તેની Step By Step માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google Search માં “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં Google Search માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- આઈ-ખેડૂત પોર્ટલ ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.

- તેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” ખોલવું.
- “Bagayati Yojana” ખોલ્યા પછી જ્યાં વિવિધ બાગાયતી યોજના બતાવશે.

- જેમાં “ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ યોજના” માં “અરજી કરો” તેના પર ક્લિક કરીને વેબસાઈટ ખોલવાની રહેશે.
- ત્યાર બાદ તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
- જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.

- લાભાર્થીએ ikhedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતે ઓનલાઈન એપ્લિકેશનમાં સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.

- ત્યાર બાદ લાભાર્થીએ ફરીથી વિગતો ચેક કરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ અરજી નંબરમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
- ખેડૂતો દ્વારા પ્રિન્ટ મેળવ્યા બાદ સહી-સિક્કા કરાવવાના રહેશે.
- ત્યારબાદ ikhedut Portal પર માંગ્યા મુજબના Document અપલોડ કરવાના રહેશે.
FAQ’s Eco Friendly Light Trap Yojana Gujarat
ગુજરાતના કૃષિ અને સહકાર વિભાગ હેઠળ કાર્યરત Bagayati Vibhag દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.
ખેડૂતોને યુનિટ કોસ્ટના રૂ.8600/ એકમ હોય તેના પર મહત્તમ રૂ.1400/એકમ સહાય મળશે.
રાજ્યના ખેડૂતો બાગાયતી ખેતી તરફ આકર્ષાઈ તે હેતુથી આ સાધન સહાય આપવામાં આવે છે.
ખેડૂતોએ આ યોજનાનો લાભ લેવા માટે Ikhedut Portal પરથી Online Application કરવાની રહેશે.
1 thought on “Eco Friendly Light Trap Yojana Gujarat | ઇકો ફ્રેન્ડલી લાઇટ ટ્રેપ યોજના”