Loan Scheme | Small Business Loan | GSCDC Registration | Loan Detail in Gujarati | Government Loan Scheme | નાના પાયાની લોન યોજના
પ્રિય વાંચકો આજે આપણે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગર હેઠળ ચાલતી લોન યોજના વિશે માહિતી મેળવીશું. SJE Gujarat નીચે ઘણા બધા વિભાગો કામ કરી રહ્યા છે. જેમાં ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન, ગાંધીનગર દ્વારા SC જ્ઞાતિ માટે ચાલતી નાના પાયાની લોન યોજનાની આ આર્ટિકલ દ્વારા માહિતી પ્રાપ્ત કરીશું.
Small Business Loan Scheme 2022
ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા સમાજના અનુસુચિત જ્ઞાતિઓ માટે ઘણી બધી સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે છે. Schedule Cast માટે યોજનાઓનો લાભ આપવા માટે GSCDC Online નામનું પોર્ટલ બનાવવામાં આવેલ છે. આ પોર્ટલ નિગમ દ્વારા ચાલતી વિવિધ ધિરાણ માટેની યોજનાઓની ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે. જેમાં મારૂતિ ઈકો વાન પેસેન્જર ફોર વ્હીલર યોજના, થ્રી વ્હીલર લોન યોજના, નાના પાયાની લોન યોજના વગેરે યોજનાના Online Form ભરી શકાય. Small Business Loan Scheme યોજના માટે કઈ પાત્રતા જોઈએ, કેવી રીતે Online Arji કરી શકાય?, ક્યા-કયા ડોક્યુમેન્ટ જોઈએ વગેરે માહિતી મેળવીશું.
નાના પાયાની લોન યોજનાનો હેતુ
ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમ દ્વારા આ યોજનાનો લાભ અનુસુચિત જ્ઞાતિના નાગરિકોને આપવામાં આવે છે. આ યોજના અનુસૂચિત જાતિના બેરોજગાર તથા ધંધો કરવા માંગતા હોય એમને આપવામાં આવે છે. SC Cast ના નાગરિકો સ્વરોજગાર મેળવવા માટે સ્મોલ બિઝનેસ લોન યોજના પ્રદાન કરવામાં આવે છે. આ લોન યોજનાનો હેતુ આર્થિક રીતે મદદરૂપ થવા માટે નજીવા દરે લોન આપવામાં આવે છે.
Small Business Loan Scheme Gujarat ની પાત્રતા
Gujarat Anusuchit Jati Vikas Corporation Gandhinagar Online Registration દ્વારા આ ધિરાણ યોજના આપવામાં આવે છે. જેના ઓનલાઈન અરજી ફોર્મ GSCDC Online Portal દ્વારા સ્વીકારવામાં આવે છે. આ ધિરાણ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
● લાભાર્થી ગુજરાતનો વતની તથા અનુસૂચિત જાતિના બેરોજગાર હોવો જોઈએ.
● 21 વર્ષ થી 50 વર્ષથી સુધી ઉંમર ધરાવતો નાગરિક હોવો જોઈએ.
● અરજદારના કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 3,00,000/- થી વધુ ન હોવી જોઈએ.
- લાભાર્થી કે લાભાર્થીના કુટુંબના કોઈ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતાં ન હોવા જોઈએ.
- લાભાર્થીએ પહેલાં કોઈપણ સરકારી / અર્ધ સરકારી બેંક પાસેથી લોન લીધેલી ન હોવી જોઈએ.
- લાભાર્થીએ ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે.
Important Points of Small Business Loan Scheme
યોજનાનું નામ | નાના પાયાની લોન યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને English |
યોજના મુખ્ય ઉદ્દેશ | અનુસુચિત જાતિના બેરોજગાર યુવાનો સ્વરોજગારી મેળવવા માંગતા નાગરિકોને આર્થિક મદદરૂપ થવાના હેતુથી લોન સહાય |
લાભાર્થી | ગુજરાતના અનુસુચિત જાતિ(SC) જ્ઞાતિના નાગરિકો |
મળવાપાત્ર લોન | આ યોજના હેઠળ કુલ-1.00 લાખ સુધી લોન મળવાપાત્ર થશે. |
વ્યાજદર | માત્ર 3% વ્યાજે 1.00 લાખની લોન આપવામાં આવે છે. |
Official Website | Click Here |
Online Apply | Apply Now |
સ્મોલ બિઝનેસ માટે મળતી લોનની રકમ
ગુજરાત અનુસુચિત જાતિ નિગમ દ્વારા સ્મોલ બિઝનેસ લોન આપવામાં આવે છે. આ યોજના હેઠળ અનુસુચિત જાતિ નિગમ દ્વારા 95,000/- સુધી લોન આપવામાં આવે છે અને જેમાં લાભાર્થીએ 5,000/- નો ફાળો આપવાનો રહેશે. કુલ રૂપિયા 1,00,000/- લાખ સુધી મળવાપાત્ર થાય છે.
નાના પાયાની લોન યોજનાનો વ્યાજદર
Gujarat Scheduled Caste Development Corporation (GSCDC) દ્વારા નાના પાયાની લોન માટે વ્યાજદર નક્કી કરેલો છે. જે નીચે મુજબ છે.
- આ યોજનાનો વ્યાજનો દર 3% રહેશે.
- નાના પાયાના ઉદ્યોગ-ધંધા માટે લીધેલ લોનના 60 હપ્તા વ્યાજસહિત ભરવાના રહેશે.
- લાભાર્થી દ્વારા નિયમિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી 2.5% દંડનીય વ્યાજ લેવામાં આવશે.
નાના પાયાની લોનમાટે જામીનદાર
Gujarat Anusuchit Jati Vikas Corporation દ્વારા આપવામાં આવતી આ યોજના માટે પાત્રતા નક્કી થયેલી છે. આ લોન યોજનાનો લાભ લેવા માટે અરજદારે જામીનદાર આપવાના રહેશે જેની માહિતી નીચે મુજબ છે.
- લાભાર્થીએ રૂ.50,000/- સુધીની રકમની લોન માટે જામીન આપવાના રહેતા નથી.
- રૂ.50,000/- થી રૂ.1,00,000/- સુધીની રકમની લોન માટે 1 જામીન આપવાના રહેશે.
- જામીનદાર સરકારી કે અર્ધસરકારી નોકરી કરતા કર્મચારી હોવા જોઈએ.
- લોનની રકમથી દોઢ ગણી રકમની સ્થાવર મિલકત ધરાવતી વ્યક્તિના જામીન આપવાના રહેશે.
- લોન મેળવ્યા બાદ સ્થાવર મિલકત સંદર્ભમાં બોજાનોંધ કરાવવાની રહેશે.
ઈ-શ્રમ કાર્ડ ક્યાં અને કેવી રીતે કઢાવવું તેની માહિતી માટે અહીં ક્લિક કરો.
Document Required for Government Loan Schemes for Small Business
Gujarat Anusuchit Jati Vikas Corporation Gandhinagar Online Registration કરવાનું હોય છે. લાભાર્થીએ ઓનલાઈન અરજી GSCDC Online Portal પરથી કરી શકાશે. લોન લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના રહેશે.
- ઓળખનો પુરાવો (ચૂંટણીકાર્ડની નકલ, પાનકાર્ડ & ડ્રાઈવીંગ લાઈસન્સની પૈકી કોઈપણ એક)
- લાભાર્થીનું આધારકાર્ડ
- અરજદારનો ઉંમરનો પુરાવો
- જાતિનો દાખલો
- કુટુંબની વાર્ષિક આવક અંગેનો દાખલો
- અરજદારના રહેઠાણનો પુરાવો
- લાભાર્થીનો તાજેતરનો ફોટો
- લાભાર્થીની સહીનો નમૂનો
Online Apply Small Business Loan Scheme
SC Nigam મારફતે વિવિધ ધિરાણ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના ઓનલાઈન પોર્ટલ પરથી ભરવાનું હોય છે. લોન યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી મેળવો.
- સૌપ્રથમ Google Search માં “ “GSCDC Online ટાઈપ કરવાનું રહેશે.
- ઉપર મુજબ ટાઈપ કરતાં https://sje.gujarat.gov.in/ ની ઓફિશિયલ વેબસાઈટ બતાવશે તે ખોલવાની રહેશે.
- જેમાં ”નિગમની યોજનાઓમાં ધિરાણ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવા અહીં ક્લિક કરો.”” તેના પર ક્લિક કરો.
- ઉપર મુજબ ક્લિક કરતાં Gujarat Scheduled Caste Development Corporation ની નવીન બનાવેલ પોર્ટલ ખૂલશે.
- નિગમના પોર્ટલ પર Home Page પર “New user (Register)?” પર ક્લિક કરવાનું રહેશે.
- Registration for Online Loan Application System પર તમારું Email Id, મોબાઈલ નંબર, Password તથા Captch Code નાખીને રજીસ્ટેશન કરવાનું રહેશે.
- Registration થયા બાદ તમારા મોબાઈલ પર એક મેસેજ આવશે જેમાં Username અને Password આવશે.
- હવે તમારે Login for Online Loan Application System પર જઈને તમારા User Name & Password દ્વારા Login કરવાનું રહેશે.
- GSCDC Online નું લોગિન કર્યા બાદ નંબર-1 પર નાના પાયાની યોજના (NSFDC) (2018-19) ”અરજી કરો” પર ક્લિક કરો.
- જેમાં લાભાર્થીએ પોતાની માહિતી જેવી કે આધારકાર્ડ નંબર, પૂરૂ નામ, પૂરું સરનામું વગેરે માહિતી ભરવાની રહેશે.
- લાભાર્થીએ Upload Photograph & Upload Signature કરવાની રહેશે.
- લાભાર્થીએ શૈક્ષણિક લાયકાત તથા નાના પાયાના ધંધા-વ્યવસાયની વિગતો ભરવાની રહેશે.
- લાભાર્થીએ આઇ.ટી.આઇ. કે ઈ.ડી.આઈ. (ઉદ્યોગ સાહસિકતા સંસ્થા ) માં તાલીમ લીધેલ હોય તો તેની માહિતી ભરવાની રહેશે.
- લાભાર્થીએ તમામ વિગતો ભર્યા બાદ, ફરીથી એકવાર ચકાસણી કરવાની રહેશે.
- ત્યારબાદ Captch Code નાખીને “Save” ક્લિક કરવાનું રહેશે.
- જો ઓનલાઈન અરજીમાં કોઈ સુધારો કે વધારો કરવાનો હોય તો Edit Application પર ક્લિક કરવાનું રહેશે.
- ઓનલાઈન એપ્લિકેશનમાં ભરેલી વિગતો સંપૂર્ણ સાચી હોય તો Confirm Application પર ક્લિક કરવાનું રહેશે.
- લાભાર્થીની અરજી કન્ફર્મ થયા બાદ તમારી ઓનલાઈન એપ્લિકેશનનો અરજી નંબર આવશે.
- અરજી નંબરના આધારે Print Application પર ક્લિક કરીને પ્રિન્ટ કરવાની રહેશે.
લાભાર્થીની પસંદગી થયા બાદની પ્રક્રિયા (જિલ્લા કચેરી ખાતે રૂબરૂ)
નાના પાયાની લોન યોજના માટે ઓનલાઈન એપ્લિકેશન કરવાની હોય છે. ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ જિલ્લાની કચેરી ખાતે અરજીઓનું વેરિફિકેશન થાય છે. લાભાર્થીની અરજીનું વેરિફિકેશન થયા બાદ પસંદગી પામેલા લાભાર્થીઓને જિલ્લા કચેરી ખાતે રૂબરૂ હાજર થવાનું હોય છે. જિલ્લાની કચેરી ખાતે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજૂ કરવાના હોય છે.
- લાભાર્થીના રેશનકાર્ડ અને ચૂંટણીકાર્ડની પ્રમાણિત કરેલી નકલ
- અરજદારના બેંક એકાઉન્ટની પોસ્ટડેટેડ ચેક
- બેંકમાં કોઈપણ પ્રકારનું લેણું બાકી નથી, તે અંગેનું NO DUE સર્ટિફિકેટ
- અરજદારે અગાઉ કોઈ સરકારી એજન્સી પાસેથી સહાય મળેલ નથી, તે બાબતનું સ્ટેમ્પ પેપર પર સોગંદનામું
- રેવન્યુ સ્ટેમ્પ નંગ-8
- ધધાંને અનુરૂપ સાધન સામગ્રીની જરૂરીયાત મુજબ GST નંબર ધરાવતા ડીલર/વિક્રતાનું કોટેશન
- ધંધાના સ્થળ માટેનો આધાર, ભાડાની દુકાન માટે ભાડાચિઠ્ઠી / પોતાની માલીકીની હોય તો તેનો આધાર
- રૂપિયા 1 લાખ સુધી અધેસિવ સ્ટેમ્પ લગાવવાના રહેતા નથી.
- રૂ.1.00 થી વધુના ધિરાણમાં ધિરાણની રકમના 0.25% મુજબ અધેસિવ સ્ટેમ્પ્પ તથા બાંહેધરીપત્ર પર રૂ.300/- અને ખાત્રીપત્રક પર રૂ.300/- ના અધેસિવ સ્ટેમ્પ લગાવવાના રહેશે.
Important links of Small Business Loan Scheme
SJE Gujarat Website | Click Here |
Direct Online Apply | Apply Now |
New Registration | Click Here |
Home Page | Click Here |
FAQ’s of Small Business Loan Scheme
ગુજરાત અનુસુચિત જાતિ વિકાસ નિગમ દ્વારા નાના પાયા ઉદ્યોગ અને ધંધા માટે ચલાવવામાં આવે છે. તેમજ આ યોજનાનો લાભ અનુસુચિત જાતિના લોકોને આપવામાં આવે છે.
અનુસુચિત જાતિના લોકોને નિગમ દ્વારા આ યોજના માટે કુલ રૂપિયા 1,00,000/- ની લોન આપવામાં આવશે.
લાભાર્થીએ કુલ રૂપિયા 5000/- ફાળો આપવાનો હોય છે.
અનુસુચિત જાતિની આ યોજનાની લોનમાં 3% વ્યાજદર હોય છે.
Sir St mate kem nthi plz St mate kro.
ચોક્ક્સ ભાઈ તે આર્ટિક્લ પણ આવશે.
St mate kyare aavse?
આપણે જુની અરજી કરેલ હોય અને તે લોન પાસ થઇ હોય પણ જુના એપ્લીકેશન ફોર્મની પ્રિન્ટ ના હોય તો શુ કરવું પ્રિન્ટ માટે 2020 માં ભરેલ છે પશુપાલન યોજના
નજીકની પશુપાલન ખાતાની કચેરી ખાતે રૂબરૂ મુલાકાત લો.