Useful Information

GSRTC Online Concession Bus Pass । ઓનલાઈન કન્શેશન બસ પાસ

Advertisement

                ગુજરાત રાજ્યના નાગરીકો તેમજ વિદ્યાર્થીઓ માટે બંદર અને વાહન વ્યવહાર વિભાગ હેઠળના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવ્હાર નિગમ દ્વારા નવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે. એસ.ટી નિગમ દ્વારા રાહત દરે મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે બસ પાસની સુવિધા આપવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થી રાહત દર પાસ યોજનાનો સમાવેશ થાય છે.

તમામ મુસાફરો અને વિદ્યાર્થીઓને હવે એસ.ટી ડેપો સુધી ધક્કા ખાવાની જરૂર નથી. કારણે કે, હવે બસ પાસ પણ મળશે ઓનલાઈન. અગાઉ આપણે Driving Licence Application Status, Gujarat Driving Licence PDF, MParivahan App Online વિષે વિગતવાર માહિતી મેળવી. શું છે GSRTC Online concession bus pass? તો ચાલો જાણીએ કેવી રીતે બસ પાસ ઓનલાઈન મળશે.

GSRTC Online Concession Bus Pass 

          આધુનિક યુગ ડીજીટલ યુગ છે. આંગળીના ટેરવે દરેક સુવિધા મળવા લાગી છે. ત્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રીએ પણ ડીજીટલ ભારતનું સ્વપન સેવ્યું છે. આ સપનું દરેક ભારતીયનું છે. દરેક સુવિધા આપણે હવે ઘરે બેઠા મેળવી શકીએ, તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ કન્શેશન બસ પાસ ઓનલાઈન આપવાની શરૂઆત કરી દીધી છે.

Highlight of GSRTC Online Concession Bus Pass

યોજનાનું નામGSRTC Online Concession Bus Pass
વિભાગનું નામબંદર અને વાહનવ્યવહાર વિભાગ 
પેટા વિભાગ/કચેરી નું નામગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાવિદ્યાર્થી/ મુસાફર  તમામ
યોજના હેઠળ મળવાપાત્ર સહાયકન્શેશન બસ પાસ
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?લાગુ પડતુ નથી.
અરજી પ્રક્રિયાonline
Official Websitehttps://pass.gsrtc.in
Highlight

Read More:- બાળકોને વાંચતા શીખવવા માટે Google ની ખૂબ સરસ એપ્લિકેશન । What is Read Along App


કોને મળવાપાત્ર છે?

        રાહત દર પાસ યોજના હેઠળ શાળ/કોલેજ/આઈ.ટી.આઈ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમજ નિયમિત મુસાફરી કરતા તમામ લાભાર્થીઓને આ લાભ મળે છે.

GSRTC Online Concession Bus Pass । ઓનલાઈન કન્શેશન બસ પાસ

ઓનલાઈન કન્શેશન બસ પાસ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?


GSRTC e-Pass System

  • NEW PASS REQUEST ઉપર ક્લિક કરો.
  • વિગતો ચકાસો પુરાવા સાથે રાખો.
  • ફોર્મમાં માંગ્યા મુજબની વિગતો ભરો.
  • વિગતો યોગ્ય રીતે ચકાસી લો.
  • પેમેન્ટ માટેનો વિકલ્પ પસંદ કરો. ( ઓનલાઈન અથવા રોકડ પસંદ કરો.) (ઓનલાઈન ચુકવણી પણ કરી શકો છો.
  • રોકડ માટે સંબંધિત એસ.ટી ડેપોનો સંપર્ક કરવો પડશે. (એપ્લીકેશનની નકલ સાથે રાખવી)
  • તમામ પ્રકિયા પૂર્ણ થઈ ગયેલ છે. સબમીટ આપો.
  • આપની અરજી સફળતા મુજબ થઈ ગયેલ છે.

Read More:- આઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી | How to Online Registration ikhedut Portal



FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

૧. ઓનલાઈન કન્શેશન બસ પાસ ની સેવા ક્યારથી શરૂ થયેલ છે.

જવાબ: ઓનલાઈન ક્ન્શેશન બસ પાસની સેવા 12 જૂન 2023 થી શરૂ થયેલ છે.

૨. GSRTC Online concession bus pass સામાન્ય મુસાફર કઢાવી શકે છે?

જવાબ: હા, ઉપર દર્શાવ્યા મુજબના સ્ટેપ ફોલો કરો અને ફોર્મ ભરો.

૩. ઓનલાઈન કન્શેશન બસ પાસ નું ફોર્મ ભર્યા બાદ ફોર્મ ની સ્થિતિ જાણી શકાય છે?

જવાબ: હા, https://pass.gsrtc.in/ESCPS/frmStudentApplicationTrackingStatus.aspx લિંક ઉપર ક્લિક કરો.

૪. ઓનલાઈન કન્શેશન બસ પાસ ગુજરાત હેઠળ વિદ્યાર્થીઓ ની અરજીની સ્થિતિ ની જાણી શકાય છે?

જવાબ: હા, ઉપર આપેલ લિંક ઉપર ક્લિક કરો. તેમાં STUDENT ઓપ્શનને પસંદ કરો.

૫. ઓનલાઈન કન્શેશન બસ પાસ માં અમારો જુનો બસ પાસ રિન્યુ થઈ શકે છે?

જવાબ: હા, https://pass.gsrtc.in/ESCPS/frmStudentApplication.aspx   લિંક ઉપર ક્લિક કરો. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker