WhatsApp ગ્રૂપમાં જોડાવો!
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana

આપણે જાણીએ છીએ કે, ગુજરાતમાં શિક્ષણને આગળ વધારવા માટે સરકાર દ્વારા ઘણાં બધા પ્રયાસો કરવામાં આવે છે. તેના માટે અગાઉ પણ ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. જેમાં વ્હાલી દીકરી યોજના, નમો લક્ષ્મી યોજના વગેરે છે. તેવી જ રીતે હાલમાં, એક નવી યોજના બહાર પાડવામાં આવેલ છે. આ યોજનાનું નામ “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” છે.  જેનો લાભ પાત્રતા ધરાવતા તમામ વિદ્યાર્થિઓનેમળશે. 

       આ યોજનાનો હેતુ એ છે કે, ઉચ્ચતર શિક્ષણ માટે વિદ્યાર્થિઓ લાભ મળી શકે. તેથી “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” દ્વારા વિધાર્થીઓનાં સારા અભ્યાસ માટે 25,000 ની સહાય કરવામાં આવશે. જેમા વિજ્ઞાન ક્ષેત્રે ભણતા વિધાર્થિઓને આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે વિધાર્થિઓ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે અને સફળતા મેળવે. 

Namo Saraswati Vigyan Sadhana Yojana

       આપણે જાણીએ છીએ કે, આધુનિક યુગમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીનું મહત્વ ખૂબ જ વધી ગયું છે. જેથી વિદ્યાર્થિઓ વધુ પ્રમાણમાં વિજ્ઞાન સાથે જોડાયેલા રહે, તે હેતુ માટે સરકાર દ્વારા “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” બહાર પાડવામાં આવેલ છે. આ યોજનામાં ક્યા લાભ મળવાપાત્ર છે, કોણ લાભ લઇ શકે છે, કેવી રીતે અરજી કરવી, તે આપણે નીચે પ્રમાણે જાણીશું. 

Important Point of Namo Saraswati Vigyan Sadhana Yojana

યોજનાનું નામ નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના
આર્ટીકલની ભાષાગુજરાતી 
યોજનાનો મુખ્ય હેતુવિજ્ઞાનપ્રવાહમાં ભણતા વિદ્યાર્થિઓને સહાય આપવામાં આવશે.
લાભ લેવા માટેની પાત્રતાલાભાર્થીએ ધોરણ-10 માં 50% કે તેથી વધુ ગુણ મેળવવાનાં રહેશે.
લાભાર્થીને મળતી કુલ સહાયધોરણ 11 અને ધોરણ 12 માં ભણતા વિદ્યાર્થીનીઓને 25,000 ની સહાય આપવામાં આવશે.
અરજીની પ્રક્રિયાવિદ્યાર્થિઓને અરજીની પ્રક્રિયા શાળામાંથી કરવામાં આવશે.
ઓફિશિયલ વેબસાઈટhttps://gujaratindia.gov.in/state-profile/govt-department.htm

Read More: Bagayati Yojana : બાગાયતી યોજનાઓની ઓનલાઈન અરજીઓ ચાલુ. @Ikhedut Portal 2024 


નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનાનો મુખ્ય હેતુ । Namo Saraswati Vigyan Sadhana Yojana Main Purpose 

        આ યોજનાનો મુખ્ય હેતુ વધુમાં વધુ વિદ્યાર્થિઓને અભ્યાસમાં વિજ્ઞાનપ્રવાહ પસંદ કરે અને તેમાં આગળ વધે એ છે.  “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” નાં હેતુ મુજબ વિદ્યાર્થિઓને વિજ્ઞાનમાં રસ ધરાવે. આથી આ યોજનામાં વિધાર્થીઓને લાભ આપવામાં આવે છે.

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનાની પાત્રતા । Namo Saraswati Vigyan Sadhana Yojana Eligibility 

આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કિ કરેલી છે, જે નીચે મુજબ છે.

  

  • “નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના” માં લાભ લેવા માટે લાભાર્થીએ સૌ પ્રથમ ધોરણ-10 માં 50% કે તેથી વધુ ગુણ મેળવવાનાં રહેશે. 
  • ત્યારબાદ લાભાર્થીઓએ ધોરણ-11 અને ધોરણ-12 માં વિજ્ઞાનપ્રવાહ પસંદ કરવાનું રહેશે.
  • લાભાર્થીનાં કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઇએ.
  • આ પ્રમાણેની પાત્રતા ધરાવતાં તમામ વિદ્યાર્થિઓને આ યોજનાનો લાભ લઇ શકે છે.  

Read More: How To Track PAN Card Status | પાન કાર્ડનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું, શું છે પ્રક્રિયા


લાભાર્થીઓને મળવાપાત્ર સહાય 

  • આ યોજનામાં લાભ લેતાં લાભાર્થીઓને ધોરણ-11 અને ધોરણ-12 માં કુલ 25,000 ની સહાય આપવામાં આવશે.
  • આ યોજના અંતર્ગત વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થિઓને ધોરણ-11 માં 10,000 અને ધોરણ-12 માં 15,000 એમ કુલ 25,000 ની સહાય આપવામાં આવશે.  
  • આમ, લાભાર્થીઓને ધોરણ-11 અને ધોરણ-12 માં કુલ 20,000 ચૂકવવામાં આવશે. તેમ જ બાકીનાં 5,000 બોર્ડની પરીક્ષા આપ્યા પછી આપવામાં આવશે.

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજનામાં અરજી કરવાની પ્રક્રિયા । Namo Saraswati Vigyan Sadhana Yojana Apply Process

  • આ યોજના માટેની પ્રક્રિયા શાળાના નિયામકો દ્વારા કરવાની રહેશે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana

  • આ યોજના માટે શાળામાં એક “નમો સરસ્વતી” નામનું Portal બનાવવામાં આવશે.
  • લાભાર્થીને મળતી સહાયની રકમ વિધાર્થીનાં વાલીનાં બેંક ખાતામાં જમા કરવામાં આવશે. 
  • ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થિઓની નોંધણીની તપાસ કરવામાં આવશે. ત્યારબાદ, યોગ્યતા ધરાવતા વિધાર્થિઓનિ યાદી “નમો સરસ્વતી” Portal પર અપલોડ કરી દેવામાં આવશે.
  • લાભાર્થીની નિયમિત હાજરીની જવાબદારી જે તે શાળાની રહેશે.
  • જેની તપાસ શાળાને જણાવ્યા વગર કરવામાં આવશે. જેમાં લાભાર્થીની હાજરી 80% નહિં થાય, તેની સહાય બંધ કરી દેવામાં આવશે. 
  • રિપીટર વિદ્યાર્થિઓને આ સહાયનો લાભ અભ્યાસ ચાલુ હોય ત્યાં સુધી જ રહેશે. 
  • જો વિધાર્થી બીજી કોઇ સ્કોલરશિપનો લાભ મેળવતો હોય, તેને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. 

Read More: વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024


FAQ. વારંવાર પૂછાતા પ્રશ્નો

1. નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના” શું છે?

જવાબ.  આ યોજના દ્વારા વિજ્ઞાનપ્રવાહનાં વિદ્યાર્થિઓને સહાય આપવામાં આવે છે.

2. આ યોજનાનો મુખ્ય હેતુ શું રાખવામાં આવ્યો છે?

જવાબ. આ યોજનાનો હેતુ એ છે કે  વિજ્ઞાનપ્રવાહમાં ભણતા વિદ્યાર્થિઓને સહાય આપવામાં આવશે.

3. આ યોજનાનો લાભ લેવા માટે શું પાત્રતા હોવી જોઇએ?

જવાબ. આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીએ ધોરણ-10 માં 50% કે તેથી વધુ ગુણ મેળવવાનાં રહેશે.

4. આ યોજનામાં લાભાર્થીઓને કેટલી સહાય આપવામાં આવે છે?

જવાબ. આ યોજનામાં વિદ્યાર્થિઓને 25,000 ની સહાય આપવામાં આવશે.

Leave a Comment