આજકાલ ઓનલાઈન સેવાઓ વધતી જાય છે. જેમાં ઓનલાઈન આધાર કાર્ડ અપડેટની સેવાઓ હોય કે જન્મનું પ્રમાણ ડાઉનલોડ કરવાનું હોય. આવી તમામ સેવાઓ Online થઈ ગઈ છે. પરંતુ આજે આપણ રેશનકાર્ડની સેવા વિશે વાત કરીશું. રેશનકાર્ડમાં બે પ્રકાર હોય છે. એક APL અને બીજું BPL Card . આજે આપણે Gujarat BPL List 2024 PDF વિશે વાત કરીશું.
Gujarat BPL List 2024 PDF
ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે. લોકોની આવક અને કુટુંબની સ્થિતિના આધારે દરેક ગામની અલગ યાદી બનાવવામાં આવે છે. ગુજરાત રાજયની BPL યાદી પણ તૈયાર કરવામાં આવેલ છે. આ BPL યાદી કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ પર રાજ્ય વાઈઝ બહાર પાડવામાં આવે છે. ઘણા લોકો તેમનું GUJARAT BPL LIST 2024 માં નામ છે કે નહિ? તે ઓનલાઈન ચેક કરવા માંગતા હોય છે.
BPL લીસ્ટ માં નામ હોય તો તેને આધારે ઘણા લાભ મળતા હોય છે. ચાલો Gujarat BPL List નામ કેવી રીતે ચેક કરવું ? તેની માહિતી મેળવીએ. ગુજરાત સંબંધિત વિભાગ દ્વારા દ્વારા જાહેર કરાયેલા રેશન કાર્ડના અધિકૃત પોર્ટલ આ માહિતી ચેક કરીશું.
Highlight Point of Gujarat BPL List 2024 PDF
યોજનાનું નામ | Gujarat BPL List 2024 PDF । બી.પી.એલ. ની યાદી 2024 |
યોજના | મફત રેશન કાર્ડ |
હેતુ | રાજ્યના નાગરિકો પોતાનું નામ અને વિગતો ઓનલાઈન ચેક કરી શકે તે હેતુ છે. |
વર્ષ | 2024 |
નવું રેશનકાર્ડ કઢાવવા માટેની વેબસાઈટ | ડિજીટલ ગુજરાત પોર્ટલ |
રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટેની વેબસાઇટ | Digital Gujarat Portal |
રેશનકાર્ડમાં નામ દૂર કરવા માટેની વેબસાઇટ | ડિજીટલ ગુજરાત પોર્ટલ |
ઓફિસીયલ વેબસાઈટ | https://ses2002.guj.nic.in |
Read More: Water Soluble Khatar Sahay Yojana 2024 | વોટર સોલ્યુબલ ખાતર સહાય યોજના 2024
BPL Card નું રેશનકાર્ડ માટેની પાત્રતા
ગુજરાત રેશન કાર્ડ માટે અરજી કરવા પાત્ર બનવા માટે, તમારે નીચેના સરળ પાત્રતા માપદંડોનું પાલન કરવું આવશ્યક છે: –
- અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી અને કાનૂની નિવાસી હોવો જોઈએ.
- અરજદાર પાસે સક્રિય રેશનકાર્ડ ન હોવું જોઈએ
- જો અરજદાર તેના જૂના રેશનકાર્ડની મુદત પૂરી થઈ ગઈ હોય અથવા ચોરાઈ ગઈ હોય તો તે નવા રેશનકાર્ડ માટે પાત્રતા ધરાવે છે.
- નવદંપતીઓ પણ રેશનકાર્ડ માટે પાત્ર છે.
Read More: SBI Pashupalan Loan Yojana 2024 । પશુપાલન માટે 2 લાખ રૂપિયા સુધીની લોન
BPL Ration Card માટે જરૂરી દસ્તાવેજો
બીપીએલ રેશનકાર્ડ માટે કેટલાક ડૉક્યુમેન્ટ માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે.
- ચૂંટણી કાર્ડની નકલ
- પાનકાર્ડની નકલ
- ડ્રાઇવીંંગ લાઈસન્સ
- પાસપોર્ટની નકલ
- નાગરિકના ફોટા સાથે કોઈપણ સરકારી દસ્તાવેજ
- માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો આઈ.ડી પ્રૂફ
- આધાર કાર્ડ (ઝૂંપડપટ્ટીના રહેવાસીઓના કિસ્સામાં)
બીપીએલ કાર્ડ હેઠળ મળવાપાત્ર લાભ
- જે લોકોનું નામ બીપીએલ યાદીમાં હોય તેમને સરકાર દ્વારા ઘણી બધી સરકારી યોજનાઓનો લાભ મળે છે.
- દેશની ગરીબી રેખા નીચે આવતા લોકો ઘરે બેઠા ઓફિશિયલ વેબસાઈટ દ્વારા BPL List માં પોતાનું નામ સરળતાથી જોઈ શકે છે.
- સરકારશ્રી આટીઆઈ અંતર્ગત આપવામાં આવતા એડમીશનમાં પણ નિયત બીપીએલ સ્કોર ધરાવતા લોકોને અગ્રતા મળે છે.
- ગરીબી રેખા નીચે આવતા લોકોને સરકારી યોજનાઓમાં વધારાની મદદ મળશે.
- બાળકોને શિષ્યવૃતિની સાથે સ્વ-રોજગાર પણ મેળવી શકે છે.
- BPL યાદીમાં નામ હોવાથી પ્રથમ ફાયદો એ થાય છે કે, ગરીબી રેખા નીચે આવતા લોકોને સબસીડીવાળા દરે અને સસ્તા અનાજની દુકાન પર રાશન મળે છે.
- બીપીએલ કાર્ડ ધરાવતા નાગરિકોને આરોગ્ય, શિક્ષણ, સરકારી યોજનાઓમાં કેટલીક છૂટ મળે છે.
- ખેડૂત BPL Card ધારકને વિવિધ સરકારી યોજનાઓમાં મળે છે.
How To Apply Online Ration Card in Gujarat | કેવી રીતે રેશનકાર્ડ માટે અરજી કરવી?
ગુજરાતના નાગરિકો હોવ અને તમારે રેશનકાર્ડની જરૂર હોય તો, તમે પણ ઓનલાઈન અથવા ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો. નીચે આપેલી માહિતીના આધારે તમે ઓનલાઈન આ સર્ટિફિકેટ કઢાવી શકો છો.
STEP 1: સૌપ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં Google Search ખોલો. તેમાં “Digital Gujarat Portal” ટાઈપ કરો.
STEP 2 : હવે તમે ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ https://www.digitalgujarat.gov.in/ વેબસાઈટની મુલાકાત લો.
STEP 3: આ વેબસાઈટ પર ‘Services’ નામના ઓપ્શન પર ક્લિક કરો અને ‘Citizen Services’ વિકલ્પ પસંદ કરો.
STEP 4: ત્યારબાદ તેમાં ‘Apply for New Ration Card’ ટેબ પર ક્લિક કરો.
STEP 4: તેમાં આપેલી તમામ અગત્યની સૂચનાઓ વાંચો અને ‘Apply Online’ બટન પર ક્લિક કરો.
STEP 6: જો તમે પ્રથમ વખત જ ડિજિટલ ગુજરાતની વેબસાઈટ પર અરજી કરો છો તો ‘New Registration (Citizen)’ બટન પર ક્લિક કરો. તમારું વ્યક્તિગત આઈડી બનાવી લો.
STEP 7: હવે રજીસ્ટ્રેશનમાં તમારો મોબાઈલ નંબર, ઈમેલ અને પાસવર્ડ જેવી વિગતો નાખો અને ‘Save’ બટન પર ક્લિક કરો.
STEP 8 : તમારા રજિસ્ટર્ડ કરેલા મોબાઇલ નંબર પર મળેલ OTP દાખલ કરો અને ‘Confirm’ બટન પર ક્લિક કરો.
STEP 9: ત્યારબાદ તમને પૂછવામાં આવેલી વિગતો ભરો, જેમ કે નામ અને પૂરુ સરનામું, ફોટોગ્રાફ અપલોડ કરો અને ‘Update’ બટન પર ક્લિક કરો.
STEP 10: ‘Citizen Profile’ ફોર્મ પર તમામ જરૂરી વિગતો ભરો અને ‘Update’ બટન પર ક્લિક કરો.
STEP 11: હવે તમે ‘Request a New Service’ નામના મેનુ પર ક્લિક કરો.
STEP 12: બસ હવે તમારા લોગીનમાં ‘Apply for New Ration Card’ વિકલ્પ અને ‘Continue to Service’ બટન પર ક્લિક કરો.
STEP 13: આ વેબસાઈટ પર ‘Request ID’ અને ‘એપ્લિકેશન નંબર’ ખુલશે. જેમાં ‘Continue’ બટન પર ક્લિક કરો.
STEP 14: હવે તમારા Ration Card Online Form માં વિગતો દાખલ કરો, દસ્તાવેજો અપલોડ કરો, ચેકબોક્સ પસંદ કરો અને ‘Submit’ બટનને ક્લિક કરો.
STEP 15 : છેલ્લે, Gujarat Ration Card ઓનલાઈન અરજી સબમિટ કર્યા પછી, એક અરજી નંબર સાથે એક SMS મળશે.
Check your name in BPL ration card list | તમારા ગામની BPL યાદીમાં નામ ચેક કરો.
સરકારશ્રી દ્વારા BPL List ઓનલાઈન મૂકવામાં આવે છે. જેમાં તમે ગામ વાઈઝ ચેક કરી શકો છો. જેની વિગતો નીચે મુજબ છે.
- સૌ પ્રથમ Socio Economic survey ની વેબસાઈટ ઓપન કરો.
- જેની ઓફિશિયલ વેબસાઈટ https://ses2002.guj.nic.in/search_village.php ઓપન કરો.
- ત્યારબાદ તેમાં તમારો જિલ્લો, તાલુકો અને ગામ પસંદ કરો.
- ત્યારબાદ તમે જે સ્કોરનું લીસ્ટ જોવા માંગો છો તે પસંદ કરો.
- Submit બટન પર ક્લિક કરતા તમારા ગામનું લીસ્ટ બતાવશે.
- BPL રેશનકાર્ડ ધારકોનુ LIST 2024 અહીં ક્લિક કરો.
અગત્યની લિંક
Read More: PM Svanidhi Yojana । રુપિયા 10,000 થી 50,000 સુધીની તાત્કાલિક લોન મેળવો.
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: હા, બિલકુલ કરી શકાય. સરકારશ્રી દ્વારા બીપીએલ યાદીમાં ગામ વાઈઝ નામ ચેક કરી શકાય છે.
જવાબ: જો અરજદાર તરીકે તમારું નવું રેશનકાર્ડ કઢાવવા, રેશનકાર્ડમાંથી નામ દૂર કરવા કે નામ ઉમેરવા માટે તમે Digital Gujarat Portal પરથી જાતે પણ અરજી કરી શકો છો.
જવાબ: BPL List માં નામ ચેક કરવા માટે https://ses2002.guj.nic.in/search_village.php વેબસાઈટ પરથી ચેક કરી શકો છો.