WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Gujarat eNagar Mobile Application | ઈ-નગર મોબાઈલ એપ્લિકેશન

Gujarat eNagar Mobile Application | ઈ-નગર મોબાઈલ એપ્લિકેશન

eNagar Gujarat Login | ઈ નગર મોબાઈલ એપ । e-Nagar Palika | enagar registration | enagar.gujarat.gov.in

ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત રાજ્ય ખૂબ જ ટેકનોલોજી આધારિત રાજ્ય છે. રાજ્યનું ઈ-ગવર્નન્સ દેશના શ્રેષ્ઠ ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મ્સમાંનું એક છે. ઇ-નગર પણ ગુજરાત રાજ્યનો આવો જ એક ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ છે. આ પોર્ટલ નાગરિક-કેન્દ્રિત સેવાઓની વ્યાપક શ્રેણી પ્રદાન કરે છે. રાજ્યના નાગરિકો એસ્ટેટ, પાણી, ટેક્સથી લઈને લગ્નની નોંધણી સુધીની તમામ પ્રકારની સેવાઓ માટે પોર્ટલનો કાર્યક્ષમતાથી ઉપયોગ કરી શકે છે.

ભારત સરકાર Digital India બને તે માટે નવી નવી ટેકનોલોજી અપનાવી રહી છે. તેની સાથે સાથે ગુજરાત સરકાર દ્વારા પણ Digital Gujarat બાબતે નવી સેવાઓ અમલમાં મૂકી રહી છે. ગુજરાત રાજ્ય e-Governance બાબતે દેશમાં શ્રેષ્ઠ સેવાઓ પૂરી પાડી રહી છે. જેમાં નાગરિક કેન્‍દ્રિત સેવાઓ જેવી Digital Gujarat Portal, ડિજીટલ સેવા સેતુ, Online Job Application Portal(OJAS) વગેરે ઘણી બધી સેવાઓ ઓનલાઈન કરવામાં આવેલ છે. વધુમાં ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકાઓની નાગરિકો પોતાની સુવિધાઓ સરળતાથી મેળવી શકે તે હેતુથી e Nagar Mobile Application લોન્‍ચ કરેલ છે. આ આર્ટિકલના માધ્યમથી આપણે ઈ નગર વિશે માહિતી મેળવીશું.

Gujarat eNagar Mobile App

ગુજરાત સરકાર દ્વારા ઈ નગર મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરેલ છે. આ મોબાઈલ એપ્લિકેશન નગરપાલિકા વિસ્તારના નાગરિકો માટે ઘણી બધી સેવાઓ ઓનલાઈન પૂરી પાડે છે. આ આર્ટિકલ દ્વારા આપણે ઈ નગર પોર્ટલ વિશે વિસ્તૃત ચર્ચા કરીશું. આ પોર્ટલ પર કેવી કેવી સેવાઓ ઓનલઈન પૂરી પાડવામાં આવે છે તેની વિગતવાર ચર્ચા કરીશું. વાંચકોને આ પોર્ટલ પર નોંધણી કેવી રીતે કરવું તે વિશે માહિતી મેળવીશું.

Important Point

યોજનાનું નામeNagar Gujarat Login Registration
ભાષાગુજરાતી અને English
ઉદ્દેશનાગરિકોને સરકારી કચેરીમાં ગયા વગર
સેવાઓ મળે તે હેતુથી
લાભાર્થીનગરપાલિકાના તમામ નાગરિકો
સહાયનાગરિક સેવાઓ પોતાના મોબાઈલ દ્વારા મેળવી શકાશે,
જેથી રૂબરૂ કચેરીઓ સુધી જવામાંથી મુક્તિ મળશે.
Official WebsiteClick Here
e-Nagar Mobile
Application Download
Click Here
e nagar HelplineToll-Free Number– 18002335522

E-mail – ulbhelpdesk-enagar@gujarat.gov.in  

Read More: E-Shram Card Benefits In Gujarati: શ્રમિકોને મળશે 2 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?


e Nagar Mobile Application

ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકાના નાગરિકો માટે e nagar Gujarat Portal ની શરૂઆત કરવામાં આવેલ છે. જેના દ્વારા રાજ્યના નાગરિકોને જન્મ, મરણ અને લગ્નની ઓનલાઈન નોંધણી કરાવી શકેશે. જેથી નગરપાલિકોના વહીવટમાં પારદર્શિતા, જવાબદારી અને લોકોના પ્રતિભાવો જાણી શકાશે.

eNagar Project covers 10 Modules with 52 services 
Property Tax | Professional Tax |
Water & Drainage | Complaint Module / Grievance redressal | Building Permission	8. Fire & Emergency Services | Registration of Marriage | Land & Estate Management |
License module |Hall Booking
Image Credit :- Government Official Website (https://enagar.gujarat.gov.in/)

e Nagar Application Services | ઈ-નગર એપ્લિકેશન પર મળતી સેવાઓ

આ આર્ટિક્લ દ્બારા ઈ નગર મોબાઈલ એપ્લિકેશન દ્વારા આપવામાં આવતી સેવાઓ વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. ગુજરાતની તમામ નગરપાલિકાઓ માટે આ સેવાઓ ઉપલબ્ધ છે. e Nagar Portal દ્વારા 10 મોડ્યુલમાં કુલ 52 થી વધુ સેવાઓનો લાભ ઓનલાઈન મળી રહે તેવો પ્રયાસ કરેલ છે. જેમાંથી 10 મોડ્યુલની ઓનલાઈન સેવાઓ વિશે માહિતી નીચે મુજબ આપેલ છે.

Building Permission

નવા બનતા મકાન કે બિલ્ડીંગની ઓનલાઈન પરમિશન લઈ શકાશે. તથા બિલ્ડીંગ પરમિશન માટે લાઈસન્સા મેળવી શકાશે. અને તે અરજદારોની યાદી પણ જોઈ શકાશે.

Complaint/ Grievance Redressed

નગરપાલિકા અને મહાનગર પાલિકાના નાગરિકોનું પોતાની ફરિયાદો ઓનલાઈન નોંધણી કરી શકાશે. નગરના પાણી, ગટર, રસ્તા, સ્ટ્રીટ લાઈટ, સ્વચ્છતા, વગેરેને લગતી ફરિયાદો માટે કરીને સમસ્યાનું નિવારણ કરી શકશે.


Read More: Meri Mati Mera Desh Registration 2023 । મેરી માટી મેરા દેશ અભિયાન


Fire and Emergency Services

ઈ નગર મોબાઈલ એપ્લિકેશન દ્વારા ફાયર NOC માટે ઓનલાઈન અરજી કરી શકાશે.  ફાયરના કિસ્સાઓમાં ઈમરજન્સી કોલ કરી તેનો લાભ મેળવી શકશે.

Land and Estate Management

આ એપ્લિકેશન દ્વારા નાગરિકો સંપત્તિના ભાડાની ચૂકવણી કરી શકશે. નાગરિકો એપ્લિકેશન ટ્રાન્સફર તથા હપ્તાઓની ચુકવણી પણ ઓનલાઈન કરી શકશે. CSR પ્રવૃત્તિ, નવા કરાર, કરાર રદ તથા ભાડા કરાર પણ ઈ નગર દ્વારા કરી શકશે.

License Module

નગરપાલિકા કે મહાનગર પાલિકા વિસ્તારના લોકો નવી સમાચારની દુકાનો અથવા અન્ય કોઈ દુકાન બનાવવા માટે ઓનલાઈન અરજી નોંધાવી શકશે. દુકાનો, સંસ્થાઓમાં ફેરફાર માટે નોંધણી જાતે કરી શકશે, દુકાનની કરેલી ઓનલાઈન નોંધણી રદ કે Cancel  કરવાની સુવિધા આપવામાં આવેલ છે. અરજદારો ડુપ્લિકેટ લાઈસન્સ કઢાવવાની સુવિધા આપવામાં આવેલ છે.

Property Tax

E Nagar Application દ્વારા મિલકત વેરાની ચૂકવણી કરી શકાશે.ઓનલાઈન ફરિયાદ નોંધણી, વિનંતી નોંધણીની સેવાઓ મળશે. મિલકતનું મૂલ્યાંકન, સ્વ-મૂલ્યાંકન સુવિધાઓ તથા નવા ભાડૂતોની નોંધણી પણ કરી શકાશે.

Professional Tax

નગરપાલિકા કે મહાનગરના લોકો EC અને RCની ઓનલાઈન અરજીની સેવા આ એપ્લિકેશન દ્વારા મળશે. નાગરિક્પ EC ની ચુકવણી પણ કરી શકશે. Professional Tax માં અરજદારો નામ, સરનામું અને પોતાની શ્રેણી બદલી શકશે. વધુમાં બેંક વિગતો અપડેટ કરવા માટેની ઓનલાઈન સેવા, રદ કરવાની વિનંતીઓ અને EC મુક્તિ પણ મેળવી શકશે.

Marriage Registration

નગરપાલિકા અને મહાનગરપાલિકાના નાગરિકો લગ્ન કર્યા બાદ તેની નોંધણી માટે કચેરી સુધી રૂબરૂ જવાની જરૂર રહેશે નહીં. E Nagar Portal દ્વારા Online Application  કરી શકશે. E Nagar Seva દ્વારા નાગરિકો પોતાના marriage certificate Gujarat online ડાઉનલોડ કરી શકશે.

Water and Drainage

નગરપાલિકા અને મહાનગર પાલિકાના નાગરિકો પાણી અને ડ્રેનેજ માટે નવું રજીસ્ટ્રેશન દ્વારા કરી શકશે. રિ-ટેપીંગ માટેની અરજી ઓનલાઈન અરજીની સેવા ઉપલબ્ધ હશે, પ્લમ્બર લાયસન્સ માટેની અરજી તથા પ્લમ્બર લાયસન્સના નવીકરણ માટેની અરજી ઈ નગર મોબાઈલ એપ્લિકેશન દ્વારા કરી શકશે.

Hall Booking

મ્યુનિસિપાલિટી વિસ્તાર, નગરપાલિકા વિસ્તારમાં લગ્ન સમારોહ કે અન્ય સામાજિક પ્રસંગ માટે હોલની જરૂરિયાત પડે છે. જેને ધ્યાને રાખીને ખાલી હોલ વિશે માહિતી મેળવી શકાશે, ઓનલાઈન હોલનું રજીસ્ટ્રેશન કરાવી શકાશે તથા તેને રદ કરાવી શકાશે.


Read More: Gujarat GO Green Yojana 2023 । ગો ગ્રીન યોજના હેઠળ ટુ-વ્હીલરની ખરીદી માટે રૂપિયા 30,000/- ની સબસીડી મળશે.


eNagar Portal Registration | ઈ-નગર પોર્ટલ રજીસ્ટ્રેશન

ઈ-નગર પોર્ટલ દ્વારા ગુજરાત રાજ્યના નાગરિકોને ઓનલાઈન સેવાઓનો લાભ લેવા માટે સૌથી પહેલાં ઈ નગર પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. નાગરિકો પોર્ટલ પર ખૂબ જ સરળતાથી ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. Online Registration માટે  નીચે મુજબના પગલાંને અનુસરી શકે છે.

  • Step-1 ગુજરાત સરકાર દ્વારા બહાર પાડેલ Gujarat eNagar પોર્ટલની અધિકૃત વેબસાઈટ પર જાઓ.
Free Gujarat e Nagar Mobile Login |  e Nagar registration process  | ઈ નગર મોબાઈલ એપ્લિકેશન 
e-nagar seva | e nagar gujarat gov in | e nagar portal
Image Credit :- Government Official Website (https://enagar.gujarat.gov.in/)
  • Step-2 Home Page પર ‘Register‘ નો વિકલ્પ જોવા મળશે તેના પર ક્લિક કરો. જ્યારે તમે રજીસ્ટર બટન પર ક્લિક કરશો ત્યારબાદ નવું પેજ ખુલશે.
eNagar Gujarat Login | e-Nagar Palika | enagar registration | www.enagar.gujarat.gov.in| Department Login | Search | Transaction Charges | Hall
Image Credit :- Government Official Website (https://enagar.gujarat.gov.in/)
  • Step-3 નવા ખૂલેલા Citizen Login ના રજીસ્ટર ફોર્મમાં તમારો મોબાઇલ નંબર, ઇમેઇલ ID દાખલ કરો. ત્યારબાદ તમારા ID માટે Password બનાવો. હવે Captcha Code દાખલ કરો.
  • Step-4 ઉપર મુજબ માહિતી ભરીને “GENERATE OTP” પર ક્લિક કરો.
eNagar License | e nagar portal Gujarat | digigov enagar Gujarat | e nagar gujarat gov in |
e-nagar seva |
e nagar portal |
Image Credit :- Government Official Website (https://enagar.gujarat.gov.in/)
  • Step-5 Generate OTP કર્યા બાદ તેમાં નવું ફોર્મ આવશે તેમાં તમારા મોબાઅઈલ પર આવેલ OTP નાખવાનો રહેશે. જેમાં OTP દાખલ કરીને અને Submit બટન પર ક્લિક કરો.

Read More: Battery Operated Spray Pump Sahay Yojana | બેટરી પંપ સહાય યોજના


Gujarat eNagar Login Process @enagar.gujarat.gov.in

e-Nagar Portal પર રજીસ્ટેશન કર્યા બાદ પોતાનું લોગીન અને પાસવર્ડ આવશે. નવા બનેલા લોગીન અને પાસવર્ડના આધારે ઈ નગર પોર્ટલ પર કેવી રીતે login કરવું તેની વિગત જાણીશું.

  • Step-1: eNagar Gujarat ની અધિકૃત વેબસાઈટ Home Page પર જાઓ.  તેમાં બે લોગીનના ઓપ્શન બતાવશે. જેમાં Citizen Login  પર ક્લિક કરો.

Free Gujarat e Nagar Mobile Login |  e Nagar registration process  | ઈ નગર મોબાઈલ એપ્લિકેશન 
e-nagar seva | e nagar gujarat gov in | e nagar portal 
eNagar Gujarat Login | e-Nagar Palika | enagar registration |
Image Credit :- Government Official Website (https://enagar.gujarat.gov.in/)
  • Step-2 Citizen Login પર ક્લિક કરવાથી લોગિન માટે પોપ અપ વિન્ડો ખૂલશે. જેમાં વપરાશકર્તા મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને Captcha Code દાખલ કરીને Login બટન પર ક્લિક કરવાની રહેશે.
  • Step-3  ઈ નગર પોર્ટલના Citizen Login બટન પર ક્લિક કરવાથી, એક નવું પેજ ખુલશે. નવા પેજમાં વિગતવાર નાગરિક નોંધણી ફોર્મ હશે. જેમાં લોગિન વિગતો, વ્યક્તિગત વિગતો અને વપરાશકર્તાની વિગતો તથા સરનામું વગેરે વિગતો દાખલ કરો અને પેજમાં  અંતે સબમિટ બટન પર ક્લિક કરો.
e nagar gujarat gov in | e-nagar seva | e nagar portal | e nagar nigam |e nagar palika |  e nagar palika gujarat |
Image Credit :- Government Official Website (https://enagar.gujarat.gov.in/)

Read More: PVC Pipeline Yojana 2023 । વોટર કેરીંગ પાઇપલાઈન યોજના


FAQ’s- વારંવાર પૂછાતા પ્રશ્નો
1. E Nagar Portal પર કોણ રજીસ્ટેશન કરાવી શકે છે.

જવાબ: આ પોર્ટલનો પર ગુજરાતના નાગરિક હોય તે રજીસ્ટેશન કરાવી શકે છે. તથા જેઓ નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારના લોકો પોતાની નાગરિક સેવાઓ માટે રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

2. ઈ-નગર પોર્ટલ પર Quick Pay માં કેવી કેવી સુવિધાઓ મળે છે.

જવાબ: આ પોર્ટલ દ્વારા પ્રોપર્ટીનો ટેક્ષ, પ્રોફેશનલ ટેક્ષ, ગુમાસ્તાધારા લાયસન્સ જેવી સેવાઓ ઓનલાઇનનો લાભ મળે છે. અરજદારોને તરત પેમેન્ટ સુવિધા પણ મળે છે.

3. ઈ નગર મોબાઈલ એપ્લિકેશન દ્વારા કેવી કેવી ઓનલાઈન સેવાઓ મળે છે?

જવાબ: લાઇસન્સ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકે છે, હોલ બુકીંગ, પ્રોપર્ટી ટેક્ષ, પ્રોફેશન ટેક્ષ, લગ્ન નોંધણી વગેરે કરાવી શકે છે. તેમજ એસ્ટેટ મેનેજમેન્ટ પણ ઓનલાઇન કરાવી શકાય છે.

4. e-Nagar Mobile એપ્લિકેશન દ્વારા રિસીપ્ટ ટેબ દ્વારા કેવી સેવા પ્રાપ્ત થાય છે?

જવાબ: દરેક પેમેન્ટની રિસીપ્ટ તેમજ ડિજિટલ સિગ્નેચર થયેલા સર્ટિફિકેટને Download કરી શકાય છે.

5. ઈ-નગર મોબાઈલ એપમાં ડેશબોર્ડ અને રિકવેસ્ટ લિસ્ટમાં કેવી સેવા મળે છે?

જવાબ: આ પોર્ટલમાં અરજીઓનું એપ્રુવલ, રિજેક્શન કે પેન્ડિંગ સ્ટેટ્સ જાણી શકાય છે. વપરાશકર્તા 24×7 ઓનલાઈન સ્ટેટ્સ ટ્રેકિંગ કરી શકે છે.

Leave a Comment

close button