Gujarat Gyan Guru Quiz | G3Q | Www.G3Q.Co.Ln | Gujarat Gyan Guru Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલ “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022” ચાલુ કરેલી છે. આ સ્પર્ધા દ્વારા ગુજરાત સરકારનો એક ધ્યેય મંત્ર નક્કી કરવામાં આવ્યો છે. ધ્યેય મંત્ર છે “જાણશે ગુજરાત, જીતશે ગુજરાત”. તેની શરૂઆત સાયન્સ સિટી, અમદાવાદ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીઓ આ ક્વિઝનો લાભ લઈ શકે છે, અને તેમની જાણકારી અનુસાર પ્રશ્નોના જવાબ આપીને ઈનામો જીતી શકે છે.
Gujarat Gyan Guru Quiz 2022
ગુજરાત સરકાર દ્વારા વિકાસલક્ષી અને પ્રજાલક્ષી ગૌરવગાથા વિશેની ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો શુભારંભ કરેલ છે. આ ક્વિઝ દ્વારા ગુજરાતના નાગરિકો અને વિદ્યાર્થીઓ વિકાસના કાર્યો જાણશે. નાગરિકો જેટલું જાણશે એટલો રાજ્યનો વિકાસ થશે. અને પ્રજાલક્ષી કાર્યોની ઝાંખી કરાવવામાં આવશે. Gujarat Gyan Guru Quiz 2022 અલગ-અલગ કક્ષાના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓને પણ ક્વિઝમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. રજીસ્ટ્રેશન કર્યા બાદ નાગરિકો અને વિદ્યાર્થીઓએ તેના માટે પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે. જેના આજના પ્રશ્નો એટલે Today’s 12 July Quiz Bank આ આર્ટિકલ દ્વારા માહિતી મેળવીશું.
આ લેખમાં, તમે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નો બેંક 12 જુલાઈ 2022 ના PDF ડાઉનલોડ કરી શકશો. અને જો તમને સવાલોના જવાબ આવડતા હોય તો નીચે Comment Box માં પણ જણાવી શકો છો.
Highlight Point of Gujarat Gyan Guru Quiz Bank
આર્ટિકલનું નામ | Gujarat Gyan Guru Quiz Bank 12/07/2022 |
આર્ટિકલનો પેટા પ્રકાર | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નોની માહિતી |
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્ર | જીણશે ગુજરાત, જીતશે ગુજરાત |
ક્વિઝ ચાલુ કરનાર વિભાગ | શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય |
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે? | રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. |
કોના દ્વારા આ સ્પર્ધા ચાલુ કરવામાં આવી છે? | રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ ક્વિઝ ચાલુ કરવામાં આવી છે. |
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે? | રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે. |
G3q Quiz Registration 2022 | Online Mode |
G3q Quiz Official Website | Click Here |
12 July 2022 ના કુલ પ્રશ્નો | 1 થી 125 |
Read More:- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ પ્રશ્નોના અને તેના જવાબો મેળવો.@Quiz Bank [10 July]
Read More:- Gujarati Gyan Guru School Quiz Questions 11 July 2022 । ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝના પ્રશ્નો
Also Read More:- PF Balance Balance: ઈન્ટરનેટ વગર તમારું પીએફ બેલેન્સ ચેક કરવા અહિં ક્લિક કરો.
Today’s Quiz Bank
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ દ્વારા અલગ-અલગ પ્રશ્નો મૂકવામાં આવ્યા છે. જેમાં સ્કૂલના પ્રશ્નો, કોલેજના પ્રશ્નો તથા અન્ય પ્રશ્નોની યાદી નીચે મુજબ છે.
College Quiz Bank No. 1 to 15
1. ગુજરાતમાં કેટલા ચોરસ કિલોમીટર જંગલ વિસ્તાર ઉપલબ્ધ છે ?
2. ખેડૂત કઈ યોજના હેઠળ છોડનું પાલનપોષણ કરી અને ગુજરાત વનવિભાગને વેચાણ કરે છે ?
3. ગુજરાતમાં ‘ગ્રામવન’ યોજના કયા વર્ષે શરૂ થઈ ?
4. પુનિત વન કેટલા વિસ્તારમાં ફેલાયેલું છે ?
5. કોટવાળિયાઓ અને વાંસફોડિયાઓને રાહતદરે વાંસ આપવાની યોજનાનો લાભ લેવા માટે કોને અરજી કરવી પડે ?
6. વનમહોત્સવ દરમિયાન રોપવિતરણ યોજના અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓને કેટલા રોપાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે ?
7. ખાનગી માલિકીની જમીનમાં વૃક્ષ વાવેતર(ફાર્મ ફોરેસ્ટ્રી) યોજના અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોની કસ વિનાની કેટલી જમીનમાં વૃક્ષ વાવેતર કરી આપવામાં આવે છે ?
8. ટીસ્યુ કલ્ચર/નીલગીરી ક્લોનલ રોપા વિતરણ યોજનાનો લાભ કોણ લઈ શકે ?
9. કચ્છના રણમાં વન્યજીવન અભયારણ્યની મુખ્ય પ્રજાતિઓ કઈ છે ?
10. પંચમહાલમાં આવેલ ‘જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય’ શેના માટે જાણીતું છે ?
11. ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ કાચબાની કેટલી જાતિ મળી આવે છે ?
12. ગુજરાત સરકાર દ્વારા ક્લાઈમેટ ચેન્જ વિભાગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ?
13. હરિયાળું ગુજરાત કાર્યક્રમ શેના પર પ્રસારિત કરવામાં આવે છે ?
14. દૂરદર્શનનો મુદ્રાલેખ શું છે ?
15. ગુજરાત સરકાર દ્વારા રણોત્સવ કયા મહિનાઓ દરમિયાન ઉજવવામાં આવે છે ?
College Student Quiz Bank No. 16 TO 30
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 16 થી 30 નીચે મુજબ છે.
16. કયું મંત્રાલય પોલીસ સંગઠનો દ્વારા ગુનાખોરી અને ટ્રાફિક નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાતી ડ્રોન-આધારિત કેમેરા સિસ્ટમને નિર્દેશન આપે છે ?
17. જાહેર સ્થળો પર ધુમ્રપાન કરનારને કેટલા દંડની જોગવાઈ છે ?
18. ભારતની સર્વોચ્ચ અદાલતમાં કેટલા ન્યાયાધીશો છે ?
19. વર્ષ 2020માં ભારતે કયા દેશ સાથે હેલ્થકેર MOU પર હસ્તાક્ષર કર્યા છે ?
20. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનો મુખ્ય ઉદ્દેશ્ય કયો છે ?
21. વિશ્વના કયા દેશમાં સૌથી વધુ સંખ્યામાં મેડિકલ કૉલેજો છે ?
22. MA(મા) કાર્ડના લાભાર્થી કોણ છે ?
23. આયુષમાન ભારત મિશન શું છે ?
24. યોગ પ્રમાણપત્ર માટે કયો અભ્યાસક્રમ પસંદ કરી શકાય છે ?
25. દેશમાં મોબાઇલ ડ્રગ ટેસ્ટિંગ વાન શરૂ કરનાર પહેલું રાજ્ય કયું હતું ?
26. આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ દેશની પ્રથમ ‘ઇટ રાઇટ વોકેથોન’ ક્યાંથી આયોજિત કરવામાં આવી હતી ?
27. કઈ યોજના હેઠળ જાગૃતિ ફેલાવવા અને બ્રાન્ડિંગ માટે આગવી ઓળખ ધરાવતા ઉદ્યોગ 4.0નાં પાંચ કેન્દ્રોને મંજૂરી આપવામાં આવી છે ?
28. નીચેનામાંથી કઈ સંસ્થા નિકાસ,ધિરાણ અને વીમા સાથે સંલગ્ન છે ?
29. ઈકોનોમિક સર્વે 2016 મુજબ ભારતના સંદર્ભમાં ક્રૂડ ઓઈલ પછી આયાત કરવા માટે નીચેનામાંથી અન્ય કઈ મહત્ત્વની વસ્તુ છે ?
30. પ્રાઈમ મિનિસ્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામની મુખ્ય લાભપ્રદ બાબત કઈ છે ?
College Quiz Bank No. 31 TO 45
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 31 થી 45 નીચે મુજબ છે.
31. માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામની મુખ્ય લાભપ્રદ બાબત કઈ છે ?
32. કેન્દ્રીય ઊર્જા અને કાપડ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે કઈ પહેલ શરૂ કરવામાં આવી હતી ?
33. ભારત સરકારના ‘SANKALP’ પ્રકલ્પ માટે લોનની સહાય કોણ પૂરી પાડે છે ?
34. ઇ-શ્રમ પોર્ટલ નીચેનામાંથી ભારત સરકારના કયા વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું છે ?
35. ગુજરાત સરકાર દ્વારા ‘વ્યાવસાયિક રોગોને કારણે થતી બિમારીઓમાં સહાય યોજના’નો લાભ લેવા લાભાર્થીની મહત્તમ વયમર્યાદા કેટલી હોવી જોઈએ ?
36. કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટીએ કઈ યુનિવર્સિટી સાથે ઓનલાઈન એમ.ઓ.યુ. કર્યા છે ?
37. સ્કિલ ઈન્ડિયા યોજનાનો મુખ્ય હેતુ શો છે ??
38. આઈ.ટી.આઈ.માં ઓનલાઈન એડમિશન સિસ્ટમ પોર્ટલનો પ્રારંભ કયા વર્ષથી કરવામાં આવ્યો છે ??
39. કોરોનાકાળ સમયે વિશ્વના અન્ય દેશોમાં ફસાઈ ગયેલાં કેટલાં લોકોને ‘વંદેભારત મિશન’ હેઠળ સ્વદેશ પાછા લાવવામાં આવ્યાં ?
40. કાયદા અને ન્યાય મંત્રાલય હેઠળ આવતા વિભાગોનાં નામ શું છે ?
41. અરવલ્લી જિલ્લાની રચના કઈ સાલમાં થઈ હતી?
42. રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે ?
43. લોકસભાના અધ્યક્ષ કોના દ્વારા ચૂંટાય છે ?
44. વિધાનસભાની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે?
45. સાંસદ આદર્શ ગ્રામ યોજના કોણે શરૂ કરી હતી ?
Read More:- ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz
Also Read More: અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો @Anubandham Gujarat Portal
College માટે અગત્યના Quiz Bank No. 46 TO 60
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 46 થી 60 નીચે મુજબ છે.
46. VAT નું પુરુ નામ શું છે ?
47. વડાપ્રધાન કેર ફંડની મુખ્ય કચેરી ક્યાં આવેલી છે ?
48. પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની સ્થાપના કોણે કરી હતી ?
49. ગુજરાતમાં કેટલી નગરપાલિકાઓ કાર્યરત છે ?
50. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લેવા માટે EWS કેટેગરી માટે વાર્ષિક પારિવારિક આવકમર્યાદા કેટલી છે ?
51. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત કયો લાભ મળવાપાત્ર છે ?
52. સ્માર્ટ સીટી મિશન’ અંતર્ગત ગુજરાતનાં કેટલાં શહેરોને આવરી લેવામાં આવ્યા છે ?
53. જલ જીવન મિશન’ હેઠળ કયો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે ?
54. ટાઉન પ્લાનિંગનો ઉદ્દેશ્ય શો છે ?
55. સાંસદ આદર્શ ગ્રામ યોજના’ના અમલીકરણ માટે નોડલ અધિકારી કોણ હોય છે ?
56. પાણીનું રાસાયણિક સૂત્ર શું છે ?
57. શેત્રુંજી નદી કયા શહેરમાં આવેલી છે ?
58. પ્રધાનમંત્રી કૃષિયોજનાનું સંચાલન કઈ કચેરી દ્વારા કરવામાં આવે છે ?
59. 11 કરોડથી વધુ વ્યક્તિગત પારિવારિક શૌચાલયો કઈ યોજના અન્વયે બનાવવામાં આવ્યાં છે ?
60. જમીન નોંધણી આધુનિકીકરણ કઈ યોજના હેઠળ કરવામાં આવે છે ?
College ના વિધ્યાર્થી માટે Quiz Bank No. 61 TO 75
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 61 થી 75 નીચે મુજબ છે.
61. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા અમલમાં મૂકવામાં આવેલ ‘SGRY’ નું પૂરું નામ જણાવો?
62. ગ્રામપંચાયતના ઉપસરપંચને કોણ ચૂંટશે?
63. ગુજરાત રાજ્યમાં કેટલી તાલુકા પંચાયતો છે ?
64. વિશ્વનું સૌથી લાંબું રેલવે સ્ટેશન કયા દેશમાં આવેલું છે ?
65. નીચેનામાંથી કયો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે ?
66. નીચેનામાંથી કયું બંદર આઝાદી પછી સૌપ્રથમ વિકસિત થયું હતું?
67. શિવરાજપુર બીચ ગુજરાતના કયા સ્થળે આવેલો છે ?
68. મોઢેરાના સૂર્યમંદિરનું નિર્માણ કયા યુગમાં થયું હતું ?
69. ગુજરાતનો એકમાત્ર મરીન નેશનલ પાર્ક ક્યાં આવેલો છે ?
70. ઈનક્રેડિબલ ઈન્ડિયા 2.0′ કોણે લોન્ચ કર્યું?
71. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પ્રેક્ષકોની ક્ષમતા કેટલી છે ?
72. મહાત્મા મંદિરનું ઉદ્ઘાટન કયા વર્ષમાં થયું કરવામાં આવ્યું હતું ?
73. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) કોણે રજૂ કરી હતી ?
74. વંદે ભારત એક્સપ્રેસ’નું બીજું નામ શું છે ?
75. SATHIનું પૂરું નામ શું છે ?
અતિ અગત્ય ના સવાલો Quiz Bank No. 76 TO 90
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 76 થી 90 નીચે મુજબ છે.
76. નાણાકીય વર્ષ 2014-15 માં શરૂ કરાયેલ ‘રાષ્ટ્રીય ફેલોશિપ’ માટે નીચેની કઈ કેટેગરીને લાભ મળે છે ?
77. નીચેનામાંથી વિકલાંગ વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય ડેટાબેઝ કયો છે ?
78. વરિષ્ઠ નાગરિકોના જીવનની ગુણવત્તામાં સુધારો કરવાની યોજના કઈ છે ?
79. આંગણવાડીઓમાં ગ્રામ આરોગ્ય સ્વચ્છતા અને પોષણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?
80. SHRESHTA માટે પ્રવેશપરીક્ષા કોના દ્વારા લેવામાં આવે છે ?
81. ટેલેન્ટ પુલ સ્કૂલ વાઉચર અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને મહત્તમ કેટલી સહાય ચૂકવવામાં આવે છે ?
82. વિદ્યાસાધના યોજના’નો લાભ લેવા માટે શહેરી વિસ્તાર માટે વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
83. અનુસૂચિત જનજાતિના તેજસ્વી કારકિર્દી ધરાવતા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે વધુમાં વધુ કેટલી લોન આપવામાં આવે છે ?
84. ગુજરાતમાં કેટલી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ છે ?
85. આદિવાસી શિક્ષા ઋણ યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી લોન પ્રતિ કુટુંબ આપવામાં આવે છે ?
86. ડિગ્રી એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓને પ્રથમ વર્ષે સાધન સહાય યોજના હેઠળ કેટલી સહાય મળે છે ?
87. મહિલાઓને સરકારી યોજનાનો લાભ મળી રહે તે માટે સરકારશ્રીની કઈ કચેરી કાર્યરત છે ?
88. ગુજરાત રાજ્યમાં કુલ કેટલાં સખી વન સ્ટોપ સેન્ટર કાર્યરત છે ?
89. ગુજરાત સરકારની દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કોલરશીપનો લાભ કયા વિદ્યાર્થીઓ લઇ શકે છે ?
90. સ્વામી વિવેકાનંદ સ્ટાઇપેન્ડ સ્કીમ ફોર માઈનોરિટી યોજનાનો લાભ લેવા વિદ્યાર્થીએ ક્યારે રજિસ્ટ્રેશન કરાવવાનું રહે છે ?
કોલેજ માટે ઉપયોગી Quiz Bank No. 91 TO 115
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 91 થી 115 નીચે મુજબ છે.
91. ગુજરાત રાજ્યમાં કાર્યરત નારીગૃહની સંખ્યા કેટલી છે ?
92. MPV નુ પુરું નામ શું છે ??
93. માતા યશોદા એવોર્ડ’ કોના દ્વારા આપવામાં આવે છે ?
94. પ્રારંભિક બાળપણનું શિક્ષણ 3-6 વર્ષ વય જૂથ કઈ યોજના હેઠળ કાર્ય કરે છે ??
95. ગુજરાત રાજ્યમાં કેટલી વર્કિંગ વિમેન હોસ્ટેલ કાર્યરત છે ?
96. વર્ષ 2017-18માં ભારતમાં દર હજાર પુરુષે સ્ત્રીની સંખ્યા કેટલી હતી ?
97. ‘હર ઘર જલ’ યોજનામાં ક્યાં સુધી ૧૦૦% લક્ષ્યાંક હાંસલ કરવાનો ટાર્ગેટ છે ?
98. બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી કયા શહેરમાં સ્થાપવામાં આવી છે ?
99. ડિસેમ્બર 2017થી સપ્ટેમ્બર 2021 દરમિયાન ગુજરાત સરકારના ઊર્જા કેબિનેટ મંત્રી કોણ હતા ?
100. 1806માં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાની સ્થાપના શરૂઆતમાં કયા નામથી કરવામાં આવી હતી ?
101. એક્સપોર્ટ પ્રિપેડનેસ ઇન્ડેક્ષ-2020 અનુસાર ગુજરાત રાજ્ય કયા ક્રમે છે ?
102. 69મો રાજ્યકક્ષાનો વન મહોત્સવ ક્યારે ઉજવાયો હતો ?
103. વનમહોત્સવ દરમ્યાન રોપવિતરણ યોજના અંતર્ગત રોપા મેળવવાની અરજી નિયત નમૂનામાં કયા અધિકારીને કરવામાં આવે છે ?
104. ધીમી ગતિથી વધતા વૃક્ષોનું વાવેતર યોજના અંતર્ગત બીજા વર્ષે 100% રોપા જીવંત હોય તો પ્રતિ યુનિટ કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે ?
105. ગુજરાતના કયા શહેરને ‘સોલાર સિટી’ તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે ?
કોલેજના માટે ઉપયોગી Quiz Bank No. 91 TO 115
106. કઈ ઈ.પી.કો. કલમ હેઠળ જાહેર સ્થળોએ ધુમ્રપાન કરવું ગુનાને પાત્ર છે ?
107. ધન્વંતરી હોસ્પિટલનો ઉદ્દેશ શો છે ?
108. દવાનું ઉત્પાદન કરવા માટે દેશમાં કયા રાજ્યનો સૌથી મોટો હિસ્સો છે ?
109. આદિજાતિમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે આદિજાતિ સહકારી માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટી.આર. આઈ.એફ.ઈ.ડી) દ્વારા શરૂ કરાયેલ પહેલનું નામ શું છે ?
110. ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી પી.એમ.એસ.વાય.એમ. યોજનામાં લાભાર્થી કેટલાં વર્ષની ઉંમર સુધી યોગદાન આપી શકે છે ?
111. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (I.T.I) આવેલી છે ?
112. ભારતના વર્તમાન કાયદા અને ન્યાયમંત્રી કોણ છે ?
113. બેનિફિટ ટ્રાન્સફર મેળવવા માટે કયું ડોક્યુમેન્ટ PAN જોડે લીંક હોવું જોઈએ ?
114. ગુજરાતમાં કેટલા પાવર પ્લાન્ટ છે ?
115. નિર્મળ ગુજરાત યોજના સરકારના કયા મંત્રાલય હેઠળ આવે છે ?
છેલ્લા 10 પ્રશ્નો Quiz Bank No. 116 TO 125
કોલેજના પ્રશ્નો ક્રમાંક નંબર 116 થી 125 નીચે મુજબ છે.
116. શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જલજીવન મિશનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી ?
117. ગ્રામીણ વિસ્તારમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કઈ યોજના અંતર્ગત કરવામાં આવેલ છે ?
118. સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ કોસ્ટલ કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્લાનની વિશેષતાઓ આમાંથી કઈ છે ?
119. વડનગરનું એ કયું પ્રસિદ્ધ મંદિર છે, જ્યાં નાગરોના પારિવારિક દેવતા બિરાજમાન છે?
120. FASTag માટે ન્યૂનતમ રિચાર્જ કેટલું કરવાનું હોય છે ?
121. કોવિડ -19 રોગચાળાથી જે બાળકોએ માતાપિતા ગુમાવ્યાં છે એવા બાળકોને મદદ કરવા માટેની આવક મર્યાદા શું છે ?
122. કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ લેવા માટે શહેરી વિસ્તારના કુટુંબની વાર્ષિક આવકમર્યાદા કેટલી સુનિશ્ચિત કરવામાં આવી છે ?
123. વનબંધુ કલ્યાણ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલ છે ?
124. કન્યાઓ માટેની પોસ્ટ એસ.એસ.સી સ્કોલરશીપનો લાભ ક્યાંથી ક્યાં સુધીના અભ્યાસ માટે એન.ટી.ડી.એન.ટી. કન્યાઓ લઈ શકે છે ?
125. નર્સરી, સિનિયર, જુનિયર સ્કૂલ માટે બાળકોને તૈયાર કરવા મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા કઇ યોજના શરૂ કરવામાં આવી છે ?
Thanks you!
Hiiiii Hallo have you
Please send questions pdf on my mail id
quiz ni date
Vaghala Sunita Gopal Bhai