WhatsApp ગ્રૂપમાં જોડાવો!
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો.@G3q Quiz

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz

Gujarat Gyan Guru Quiz Competition Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ 2022 નું રજીસ્ટ્રેશન કરો ઓનલાઇન | | G3q Quiz Registration 2022 | ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

        ગુજરાતના વિદ્યાર્થીઓના જ્ઞાનમાં તમામ પ્રકારે વધારો થાય અને લોકો અવનવું જાણવા માટે ઉત્સુક બને તે માટે ક્વિઝ સ્પાર્ધા ચાલુ કરેલી છે. જેનું નામ છે, “ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ”. રાજ્યના 25 લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ઐતિહાસિક તેમજ મેગા ક્વિઝ કોમ્પીટીશનનું રાજ્ય સરકારશ્રી દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. આગામી તા. 7 મી જુલાઇના રોજ દેશની સૌથી મોટી ‘Gujarat Gyan Guru Quiz Competition Registration 2022’નું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા સાયન્સ સીટી, અમદાવાદ ખાતેથી લોન્ચિંગ કરવામાં આવશે.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

      ક્વિઝ (G3Q) એક એવી અભ્યાસ અને રચનાત્મક પ્રવૃત્તિ છે કે, જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથો સાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

આ ક્વિઝનું ધ્યેય વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવાનું છે. આ ક્વિઝમાં ગુજરાત રાજ્યના કોઈપણ તાલુકા, વોર્ડ, માધ્યમ અથવા ધોરણ અથવા જાતિના (સ્ત્રી/પુરુષ) વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકો ભાગ લઇ શકે છે. આ ક્વિઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓ અને સમાજના તમામ વર્ગના લોકોના જ્ઞાનમાં અને જાગૃતિમાં અભિવૃદ્ધિ થશે.

Gujarat Gyan Guru Quiz Competition Registration 2022

        સરકારની વિકાસલક્ષી અને પ્રજાલક્ષી ગૌરવગાથા વિશેની ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો શુભારંભ. આ ક્વિઝ દ્વારા ગુજરાતના નાગરિકો અને વિદ્યાર્થીઓ વિકાસના કાર્યો જાણશે. નાગરિકો જેટલું જાણશે એટલો રાજ્યનો વિકાસ થશે. અને પ્રજાલક્ષી કાર્યોની ઝાંખી કરાવવામાં આવશે. Gujarat Gyan Guru Quiz 2022 અલગ-અલગ કક્ષાના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વિદ્યાર્થીઓને પણ ક્વિઝમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. જેની તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવીશું, તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચવો.

જાણશે ગુજરાત, જીતશે ગુજરાતનો ધ્યેય

        ‘જાણશે ગુજરાત, જીતશે ગુજરાત’ના ધ્યેય-મંત્ર રહેલો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની વિકાસલક્ષી ગૌરવગાથા વિશેની ક્વિઝ એટલે ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ. જેનો શુભારંભ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાયન્સ સિટી, અમદાવાદથી કરશે. ગુજરાતના તમામ અભ્યાસુ નાગરિકો અને વિદ્યાર્થીઓ આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લે અને પોતાના જ્ઞાનમાં વધારો કરે.

Highlight Point of G3q Quiz 2022

આર્ટિકલનું નામગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન
આર્ટિકલનો પેટા પ્રકારગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો ધ્યેય મંત્રજીણશે ગુજરાત, જીતશે ગુજરાત
ક્વિઝ ચાલુ કરનાર વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
આ ક્વિઝમાં કોણ ભાગ લઈ શકશે?રાજ્યના ધોરણ- 9 થી 12 અને કોલેજના વિદ્યાર્થીઓ તેમજ રાજ્યના નાગરિકો આ ક્વિઝ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
શુભારંભ તારીખ07 જુલાઈ 2022
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) – ક્વિઝના પ્રકારકુલ 12 પ્રકારના વિષયો આવરી દીધા છે.
શુભારંભની સ્થળસાયન્સ સિટી, સોલા રોડ, અમદાવાદ
કોના દ્વારા આ સ્પર્ધા ચાલુ કરવામાં આવી છે?રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ ક્વિઝ ચાલુ કરવામાં આવી છે.
અંદાજિત કુલ કેટલી રકમના ઈનામો હશે?રૂપિયા 25 કરોડથી વધુના ઈનામો સામેલ છે.
G3q Quiz Registration 2022Online Mode
G3q Quiz Official WebsiteClick Here
Highlight Point of G3q Quiz 2022

Read More:- PF Balance Check ખૂબ જ સરળ છે ! UAN નંબર વગર આ રીતે ચેક કરો.

Also Read More:- અનુબંધમ પોર્ટલ પરથી તમારા જિલ્લામાં નોકરી મેળવો @Anubandham Gujarat Portal

Also Read More:- તબેલા લોન યોજનાની ઓનલાઈન અરજી માટે અહીં ક્લિક કરો.

આ ક્વિઝ શું છે?

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝમાં ઘણા બધા પ્રશ્નો અને તેના જવાબોનો સમાવવામાં આવ્યા છે. જેમાં ભારત સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ, યોજનાઓના મુખ્ય ઉદ્દેશ્યો વાત કરવામાં આવેલી હશે. આ યોજનાઓ દ્વારા લાભાર્થીઓની સંખ્યા, તેમને મળતા લાભોની વિગતવાર માહિતી હશે. વધુમાં, આજ દિન સુધી યોજનામાં હાંસલ કરેલ સિધ્ધિઓ, લાભાર્થીઓની સંખ્યા અને રકમ વગેરે પ્રશ્નોને પણ આ ક્વિઝમાં સમાવવામાં આવશે.

 • આ ક્વિઝ દ્વારા પ્રશ્નબેંક સ્ક્રુટીની કમિટીની પણ રચના કરવામાં આવેલ હશે.
 • આ ક્વિઝ અઠવાડિયામાં દર રવિવારથી ચાલુ થઈને દર શુક્રવારે સમાપ્ત થશે.
 • દર શનિવારે વિજેતા જાહેર થશે.
 • દરરોજ 250 ક્વિઝની ડિઝીટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઈન પ્રાપ્ત થશે.
 • દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ/યુનિવર્સીટી વિભાગ બનાવવામાં આવેલ હશે.
 • પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો 20 મિનીટનો અને ક્વિઝમાં 20 ક્વિઝ રહેશે.
 • આ ઉપરાંત, દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના, શાળા અને કોલેજ વિભાગનાં અંદાજિત દસ-દસ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.
 • આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને મળશે પ્રમાણપત્ર.

આ ક્વિઝમાં ભાગ લેવા માટેની લાયકાત

શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q), શાળા કક્ષાએ ધોરણ 9 થી 12 તથા કોલેજો અને યુનિવર્સીટી કક્ષાએ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તેમજ અન્ય કેટેગરીમાં ગુજરાતના તમામ પ્રજાજનો ભાગ લઇ શકશે. કોઈ પણ પ્રકારની નોંધણી ફી રાખવામાં આવેલ નથી.

ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ (G3Q) ના ઉદ્દેશો

        આ ક્વિઝના ઉદ્દેશ્યો નીચે મુજબ આપેલા છે.

· આ ક્વિઝ સ્પર્ધા, કે જેમાં શિક્ષણ, ગમ્મત અને સ્પર્ધાનો સંગમ થાય.

· સ્પર્ધાત્મક સ્વરૂપ સાથો સાથ શિક્ષણનું નિરૂપણ પણ કરવું

· વિદ્યાર્થીઓમાં ઉત્સાહમાં અભિવૃદ્ધિ કરવી તથા તેમનામાં આત્મવિશ્વાસનો વધારો કરવો.

· કવીઝના માધ્યમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં જ્ઞાન અને જાગૃતિમાં અભિવૃદ્ધિ કરવી.

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) – ક્વિઝના પ્રકાર

રાજ્યમાં કરવામાં આવતી કામગીરી વડે પ્રજાને થતાં લાભ તેમજ સુખાકારીને લગતી માહિતી/જાણકારી.

1. શિક્ષણ વિભાગ7. કલાઈમેન્ટ ચેન્જ
2. આરોગ્ય અને પરિવાર/કલ્યાણ વિભાગ8. સાયન્સ અને ટેક્નોલોજી
3. સામાજિક અને ન્યાય વિભાગ9. વાઇબ્રન્ટ ગુજરાત
4. ઉદ્યોગ10. સ્ટેચ્યુ ઓફ યુનિટી
5. મહિલા અને બાળ વિકાસ 11. વડનગર
6. આદિજાતિ વિકાસ12. સાહિત્ય અને ગુજરાતનો વારસો
ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) – ક્વિઝના પ્રકાર
Gujarat Gyan Guru Quiz Competition Registration 2022

How to Registration Gujarat Gyan Guru Quiz competition 2022

        દેશની અત્યાર સુધીની સૌથી મોટી જ્ઞાન સાથે ઈનામો આપતી ક્વિઝ એટલે ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ”. આ ક્વિઝમાં ભાગ લેવા માટે Online Registration કરવાનું હોય છે. મિત્રો, આ ઓનલાઈન રજીસ્ટ્રેશન હાલમાં ચાલુ થઈ ગઈ છે. મિત્રો, કેવી રીતે Online Process કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી અમે તમેન આપીશું. જે નીચે મુજબ છે.

 • સૌપ્રથમ પોતાના કોમ્પ્યુટર કે મોબાઈલમાં “Google Chome” ખોલો.
 • હવે “Google Search” માં જઈને “G3q Quiz 2022” ટાઈપ કરવાનું રહેશે.
 • જેમાં Google Search Result આવે તેમાંથી અધિકૃત www.g3q.co.in વેબસાઈટ ખોલવાની રહેશે.
 • આ અધિકૃત વેબસાઈટ ખોલ્યા બાદ તેના Home Page પર જાઓ.
 • હવે તમારે “અહીં નોંધણી કરો / Register Here”  તેના Menu પર જવાનું રહેશે.
 • જ્યાં તમને એક એપ્લિકેશન ફોર્મ જોવા મળશે.

Online Application Form Submit

 • હવે તમારે Online Application Form માં અલગ-અલગ વિગતો જોવાની રહેશે.
 • હવે તમારે પૂરું નામ, જાતિ, સંપર્ક નંબર અને ઈમેઈલની વિગતો નાખ્યા બાદ આગળ ફોર્મ ભરવાનું રહેશે.
 • ત્યારબાદ તમારે શૈક્ષણિક લાયકાત પૂરૂ સરનામું, શાળા, કોલેજનું નામ પણ લખવાનું રહેશે.
 • હવે તમારે જે ધોરણ માં અભ્યાસ કરતા હોય તે પણ લખવાનું રહેશે.
 • જો તમે ક્વિઝમાં ભાગ લેતા હોય તો તમારે “ક્વિઝ માધ્યમ (ભાષા)” પણ પસંદ કરવાની રહેશે.
Gujarat Gyan Guru Quiz Online Application Form Submit
Gujarat Gyan Guru Quiz Online Application Form Submit
 • હવે તમારે “મેં તમામ નિયમો અને શરતો વાંચ્યા છે અને હું તેની સાથે સહમત છું” સામે આપેલા ટીક બોક્ષ પર ક્લિક કરીને કરવાનું રહેશે.
 • છેલ્લે, તમારે કેપ્ચા કોડ નાખીને “Save” બટન પર ક્લિક કરવાનું રહેશે.

ગુજરાત જ્ઞાન ગુરુ હેલ્પલાઈન ક્વિઝ હેલ્પલાઈન

        ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ ક્વિઝ સ્પર્ધા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન કે અન્ય બાબતોની સમસ્યાના નિરાકરણ માટે હેલ્પલાઈન નંબર જાહેર કરેલો છે. તથા વધુમાં તમે Social Media ના હેન્‍ડલ પરથી પણ માહિતી તથા પ્રશ્નો-જવાબ કરી શકો છો. જે નીચે મુજબ છે.

હેલ્પલાઈન નંબર/ Social MediaLinks
વધુ માહિતી માટે હેલ્પલાઈન નંબર9978901597
Gujarat Gyan Guru Quiz Facebook PageClick Here
Gujarat Gyan Guru Quiz Instagram PageClick Here
Twitter HandleClick Here
Home PageClick Here
ગુજરાત જ્ઞાન ગુરુ હેલ્પલાઈન ક્વિઝ હેલ્પલાઈન

Read More:- સિલાઈ મશીન માટે લોન યોજના | Silai Machine Loan Yojana 2022 For ST

Also Read More : PM Kusum Yojana In Gujarati | પીએમ કુસુમ યોજના

વારંવાર પૂછાતા પ્રશ્નો

(1)  ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ શું છે?

ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) એક એવી અભ્યાસ અને રચનાત્મક પ્રવૃત્તિ છે કે, જેમાં શિક્ષણ, જ્ઞાન, ગમ્મત અને સ્પર્ધાનો ત્રિવેણી સંગમ છે. જોકે આ ક્વિઝ સ્પર્ધાત્મક છે પરંતુ સાથો સાથ દરેક સ્પર્ધકમાં જ્ઞાન અને સર્જનાત્મકતામાં વધારો કરે છે.

(2)  Gujarat Gyan Guru Quiz નું રજીસ્ટ્રેશન કેવી અને ક્યાં કરવાનું રહેશે?

ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ નાગરિકોને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેની અધિકૃત વેબસાઈટ www.g3q.co.in છે.

(3)  Gujarat Gyan Guru Quiz Registration 2022 Online  નો શુભારંભ કોના દ્વારા કરવામાં આવેલો છે?

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના વરદ હસ્તે તા-07 જુલાઈ 2022 ના રોજ સાયન્‍સ સિટી, અમદાવાદ ખાતે શુભારંભ કરવામાં આવ્યો.

(4)  ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q) – ક્વિઝના કેટલા પ્રકાર છે?

આ ક્વિઝ  સ્પર્ધા કુલ 12 પ્રકારના વિષયો આવરી દીધા છે.

77 thoughts on “ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ નું ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો. @G3q Quiz”

 1. Our main goal is to make all visitors satisfied. We’re working to turn our passion into best wishes, greetings, quotes, and messages. We hope you enjoy our best wishes, quotes, and notes as much as we enjoy offering them to you.

  Reply

Leave a Comment