(KGBV) Kasturba Gandhi Balika Vidyalaya | કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય

        આજે મેળવેલ ભણતરએ ભવિષ્ય માટેનું ચણતર છે. શિક્ષણ એટલે પરિસ્થિતિને સમજવા માટેની કળા, તેના વગર ભવિષ્ય અંધકારમય બની જાય છે. શિક્ષણ એ દરેકનો અબાધિત અધિકાર છે. એમાં પણ દિકરીને આપવું ખુબ જ જરૂરી છે. કારણ કે, તે આવનારી પેઢી માટેનું પ્રથમ ચરણ છે. એટલે કે દરેક દિકરી માતૃત્વ ધારણ કરશે અને ભવિષ્યમાં નવી પેઢીને જન્મ આપશે એટલે માતૃત્વને કરવાની જરૂરીયાત છે. કારણકે જે પરીવારની માતા શિક્ષિત હશે તો જ પરીણામો પ્રાપ્ત કરી શકાય.

આ અગાઉના આર્ટીકલમાં આપણે શિક્ષણને લગતા ઘણા વિષયો જેવાકે [Free Education] RTE Gujarat Admission 2023, New Education Policy In Gujarati, [E Samaj] Tuition Fee Yojana, Talent Pool Voucher Scheme વિષે વિગતવાર માહિતી મેળવી. આજના આર્ટીકલમાં આપણે Kasturba Gandhi Balika Vidyalaya વિષે સંપૂર્ણ માહિતી મેળવીશું.

Kasturba Gandhi Balika Vidyalaya

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના અન્વયે ભારત સરકાર દ્વારા ઓગસ્ટ, ૨૦૦૪ માં અનુ જાતિ, જનજાતિ, અન્ય પછાત અને લઘુમતિ વિસ્તાર જેવા દુર્ગમ વિસ્તાર પુરતી કન્યાઓ માટે ઉચ્ચ કક્ષાની છાત્રાલયો ઉભી કરવામાં આવી છે. KGBV યોજના અલગ રીતે ચલાવાતી યોજના હોવા છતાં સર્વ શિક્ષા અભિયાન (એસ.એસ.એ), પ્રાથમિક સ્તરે કન્યા કેળવણીનો રાષ્ટ્રીય કાર્યકમ (એન.પી.ઇ.જી.ઇ.એલ.) અને મહીલા સામખ્ય (એમ.એસ) ની સાથે બે વર્ષ માટે જોડાયેલ હતી. પરંતુ ૧ લી એપ્રીલ ૨૦૦૭થી એસ.એસ.એ. કાર્યક્રમ સાથે આ કાર્યક્રમના સ્વતંત્ર ભાગ તરીકે જોડાણ કર્યુ.

Highlight Point 

યોજનાનું નામકસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે. જી. બી. વી.)
વિભાગનું નામશિક્ષણ વિભાગ
પેટા વિભાગ/કચેરી નું નામજિલ્લા શિક્ષણ અધિકારીશ્રીની કચેરી, (સર્વ શિક્ષા અભિયાન) 
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતા૧. શાળાએ ન ગયેલી દિકરી
૨. શાળાના મધ્યાંતરે શાળા છોડી ગયેલ દિકરી
૩. 10 વર્ષની ઉંમર
યોજના હેઠળ મળવાપાત્ર સહાયવિના મૂલ્યે રહેવા, જમવા અને શિક્ષણ
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?SC/ST/SEBC/MINORITY
અરજી પ્રક્રિયાઓફલાઈન
Official WebsiteClick Here
Highlight Point 

Read More:- Aadhar Card Pan Card Linking Fees । પાનકાર્ડ આધારકાર્ડ લિંકિંગ ફી વિષે જાણો સંપૂર્ણ માહિતી.



Read More:- [KPSY] Kasturba Poshan Sahay Yojana | કસ્તુરબા પોષણ સહાય યોજના


કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યક્રમ માટે અવકાશ અને વિસ્તાર

  • આ કાર્યક્રમનો પ્રારંભ સન ૨૦૦૪થી શૈક્ષણિક રીતે પછાત વિસ્તારમાં કે જ્યાં ગ્રામ્ય મહિલા શિક્ષણ રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ઓછું છે.
  • આદિવાસી વિસ્તારમાં મહિલાઓનો ઓછો શિક્ષણ દર અને મોટા ભાગની કન્યાઓને શાળમાંથી ઉઠાડી લેવાય છે તે તરફ તેમજ વસ્તી વધારા તરફ ધ્યાન આપવું.
  • આદિજાતિ, અન્ય પછાત જાતિ અને લઘુમતી જાતિમાં ઓછો મહિલા શિક્ષણ દર તેમજ મોટાભાગની કન્યાઓને શાળામાંથી ઉઠાડી લેવામાં આવે છે તેના તરફ ધ્યાન આપવું.
  • ઓછો મહિલા શિક્ષણ દર વાળા વિસ્તાર,
  • વિસ્તાર કે જ્યાં ઘણી મોટી સંખ્યામાં છૂટાંછવાયાં રહેણાક વિસ્તાર કે જેમાં શાળા માટેની યોગ્યતા નથી.

Read More: Gujarat GO Green Yojana 2023 । ગો ગ્રીન યોજના હેઠળ ટુ-વ્હીલરની ખરીદી માટે રૂપિયા 30,000/- ની સબસીડી મળશે.


કોને મળવાપાત્ર છે?

કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે. જી. બી. વી.) હેઠળ અનુસૂચિત જાતિ, અનૂસૂચિત જન જાતિ, સામાજિક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગ અને લધુમતિમાં સમાવેશ થતી જ્ઞાતિની દિકરીઓને લાભ મળવાપાત્ર છે.

 K.G.B.V યોજના હેઠળના જરૂરી પુરાવા

આ યોજના હેઠળના નીચેના મુજબના પુરાવા હોવા જરૂરી છે.

  • BPL CARD
  • જન્મપ્રમાણપત્ર
  • શાળા છોડ્યા અંગેનું પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ના ફોટો ગ્રાફસ

Read More;- Gujarat GO Green Yojana 2023 । ગો ગ્રીન યોજના હેઠળ ટુ-વ્હીલરની ખરીદી માટે રૂપિયા 30,000/- ની સબસીડી મળશે.


Kasturba Gandhi Balika Vidyalaya | કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે. જી. બી. વી.) કાર્યક્રમ ક્યારથી અમલમાં છે?

જવાબ: ૨૦૦૪ થી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (કે. જી. બી. વી.) કાર્યક્રમ અમલમાં છે.

2. (કે. જી. બી. વી.) કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય હેઠળ શિક્ષણની સાથે બીજી તાલીમ મળે છે?

જવાબ: પોષણ, આરોગ્ય લક્ષી, સંરક્ષણ, સિવણકામ, કોમ્યુટર શિક્ષણ, વ્યવસાયલક્ષી તાલીમ, જીવન કૌશલ્યની કેળવણી, પ્રેરણા પ્રવાસ વગેરે 

Leave a Comment