[ikhedut Portal] મફત છત્રી યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે અહીં ક્લિક કરો.
Mafat Chhatri Yojana Online Registration Process । Ikisan Portal 2022 | ફળો અને શાકભાજી વેચાણ કરનાર માટેની યોજના । Horticultural Scheme in Gujarat
Government of Gujarat દ્વારા સમાજના નબળાં વર્ગોના વિકાસ માટે ઘણી બધી સરકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. વિવિધ આર્થિક સહાય યોજનાઓનો લાભ આપીને સમાજ પછાત વર્ગોને આત્મનિર્ભર બનાવવા માટે પ્રયાસ થઈ રહ્યો છે. આર્થિક રીતે પછાત લોકો નાના વ્યવસાય, ધંધા કરીને સન્માનભેળ જીવન જીવી શકે છે તે માટે Bagayati Vibhag દ્વારા ઘણી Yojana ચલાવવામાં આવે છે. કૃષિ અને સહકાર વિભાગ, ગાંધીનગર દ્વારા પણ શાકભાજી વેચનાર, પશુપાલકો, માછીમારો અને બાગાયતી ઉત્પાદન કરતા હોય એમને પણ વિવિધ સરકારી યોજનાઓ ikhedut પર ઓનલાઈન ચલાવવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા બાગાયતી યોજના હેઠળ ચાલતી મફત છત્રી યોજના 2022 વિશે વિગતવાર માહિતી રજૂ કરીશું.
Mafat Chhatri Yojana 2022
બાગાયતી વિભાગ દ્વારા ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા માટે અવનવી રીતો અપનાવતી હોય છે. જેને ધ્યાને રાખીને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે નવી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં નાના વેચાણકારોને મફતમાં છત્રી અથવા શેડ આપવાની યોજના અમલમાં બહાર પાડવામાં આવેલ છે. મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે Ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. Mafat Chhatri Yojana 2022 વિશે અગાઉના આર્ટિકલમાં તમામ માહિતી આપેલી છે. પરંતુ આ આર્ટિકલ દ્વારા Mafat Chhatri Yojana Online Registration Process વિશે વિગતવાર માહિતી મેળવીશું.
High Light Point of Mafat Chhatri Yojana Online Registration Process
યોજનાનું નામ | મફત છત્રી યોજના |
આર્ટિકલનું નામ | Mafat Chhatri Yojana Online Registration Process |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | જે અરજદારોઓ ફૂલો, ફળ અને શાકભાજીનું વેચાણ કરતા હોય અને તેવા પાકોનો બગાડ અટકાવવા મફત છત્રી આપવા આવશે. |
લાભાર્થીની પાત્રતા | ગુજરાત રાજ્યના ફળો, શાકભાજી અથવા ફૂલોનું વેચાણ કરતા નાના વેચાણકારોને, રોડ સાઈડ વેચાણકર્તા |
સહાય | અરજદારોને મફતમાં સાધન સહાય સ્વરૂપે છત્રી અથવા સેડ આપવામાં આવશે |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
એપ્લિકેશનનું માધ્યમ | Online |
અરજી કેવી રીતે કરવી | Click કરો. |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16/07/2022 સુધી |
Read More: માનવ ગરિમા યોજના | Manav Garima Yojana 2022 Online Form
Also Read More:- PGVCL Bill Check Online | પશ્વિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ બિલ પ્રોસેસ
Also Read More:- GTU Admission 2022 | જીટીયુ એડમિશન પ્રોસેસ
Online Apply for Mafat Chhatri Yojana Gujarat
Mafat Chhatri Yojna In Gujarat નો લાભ લેવા માટે લાભાર્થીઓએ Online Arji કરવાની હોય છે. રાજ્યના નાના વેચાણકારો, ફૂટપાથ પર ઉભા રહેતા લોકો ગ્રામ કક્ષાએથી VCE પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં, તાલુકા કચેરીમાંથી કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી પણ ઓનલાઈન અરજી કરાવી શકે છે. પરંતુ આ આર્ટિકલની મદદથી હવે, લાભાર્થી ઘરે બેઠા જાતે પણ ઓનલાઈન અરજી કરી શકશે. જેની તમામ માહિતી નીચે મુજબ આપેલી છે. સૌપ્રથમ લાભાર્થીએ Google Search ખોલવાનું રહેશે. જેમાં “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
IKhedut Website Open
- સૌપ્રથમ અરજદારોઓએ પોતાના કોમ્પ્યુટર કે લેપટોપમાં Google ખોલવાનું રહેશે.
- જેમાં લાભાર્થીઓએ “Ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
- Google માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
Mafat Chhatri Yojana Online Form
આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવા માટે વેબસાઈટ ખોલ્યા બાદ નીચે મુજબ પ્રોસેસ કરવાની રહેશે.
- રાજ્ય સરકારની અધિકૃત ikhedut Portal ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના બટન પર ક્લિક કર્યા બાદ ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” ખોલવાની રહેશે.
- “Bagayati Yojana” ખોલ્યા પછી ચાલુ વર્ષની બાગાયતી યોજના બતાવશે.
- જેમાં હાલમાં (27/06/2022ની સ્થિતિએ) ક્રમ નંબર—1 પર “ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના” બતાવશે હશે.
- તમને પૂછવામાં આવશે કે, “તમે વ્યકિતગત લાભાર્થી કે સંસ્થાકીય લાભાર્થી છો?” જેમાં તમારે પસંદ કરીને “આગળ વધવા ક્લિક કરો” તેના પર ક્લિક કરવું.
- ફરીથી તમને પૂછવામાં આવશે કે, “તમે રજિસ્ટર્ડ અરજદાર છો?” જેમાં તમારે યોગ્ય જવાબ પસંદ કરવાનો રહેશે.
મફત છત્રી યોજનાની નવી અરજી કરો.
હવે અરજદારોને “નવી અરજી ફોર્મ” ખૂલશે, જેમાં તમારે નીચે મુજબ પ્રોસેસ કરવાની રહેશે.
- સૌપ્રથમ તમારે “નવી અરજી કરવા ક્લિક કરો.” તેના પર ક્લિક કરવાનું રહેશે.
- ઓનલાઈન ફોર્મ ખૂલશે જેમાં અરજદારની વિગતો, રેશનકાર્ડની વિગતો તથા બેંક વિગતો વગેરે ભરવાનું રહેશે.
- તમામ માહિતી ભર્યા બાદ “કેપ્ચા કોડ” નાખવાનો રહેશે.
- તમામ માહિતી ભરીને, ફરીથી વિગતો ચેક કરવાની રહેશે અને ત્યારબાદ “”અરજી સેવ કરો” તેના પર ક્લિક કરો.
- છેલ્લે, તમારે એક અરજી નંબર આવશે, જેને સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.
અરજી અપડેટ કરવા માટે
અરજદારો દ્વારા ઓનલાઈન અરજી કર્યા પછી, કોઈ સુધારા કે વધારો હોય તો આ મેનુનો ઉપયોગ કરી શકે છે.
- લાભાર્થીઓ દ્વારા ઓનલાઈન અરજી કર્યા બાદ, એક અરજી નંબર આવશે.
- જો અરજીમાં કોઈ સુધારો કે વધારો કરવાનો હોય તો આ Menu નો ઉપયોગ કરી શકે છે.
અરજી કન્ફર્મ કરવા માટે
અરજદારો દ્વારા ઓનલાઈન અરજી કર્યા પછી, જયાં સુધી અરજી કન્ફર્મ ન કરે ત્યાં સુધી માન્ય ગણાતી નથી. જેથી લાભાર્થીઓ તમામ વિગતો ભર્યા બાદ, સાચી વિગતો હોય તો આ મેનુનો ઉપયોગ કરી શકે છે.
- લાભાર્થીઓ દ્વારા “અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો. તેના પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં અરજી ક્રમાંક, જમીનનો ખાતા નંબર અથવા રેશનકાર્ડ નંબરના આધારે પોતાની અરજી કન્ફર્મ કરી શકે છે.
- અરજદારોઓએ એ બાબત ધ્યાનમાં રાખવાની રહેશે કે, એકવાર અરજી કન્ફર્મ થયા બાદ તેમાં કોઈ સુધારો કે વધારો થશે નહિં. જેની નોંધ લેવાની રહેશે.
અરજી પ્રિંટ કરવા
ઓનલાઈન અરજી કર્યા પછી, તે અરજીને કન્ફર્મ કરવાની હોય છે. ત્યારબાદ પ્રિંટ કાઢવા માટે આ મેનુનો ઉપયોગ કરી શકે છે.
- અરજી ક્રમાંક અથવા રેશનકાર્ડ નંબરના આધારે પોતાની અરજી પ્રિન્ટ મેળવી શકે છે.
- પ્રિન્ટ કાઢ્યા બાદ એક બાબત ધ્યાનમાં લેવી કે, તેના પર સંબંધિત અધિકારી કે કર્મચારીના સહી/સિક્કા કરવાના રહેશે.
અરજી પ્રિંટની સહી કરેલ નકલ અપલોડ કરવા માટે
મફત છત્રી યોજનાની ઓનલાઈન અરજી કર્યા બાદ, તેમાં સક્ષમ કે સંબંધિત અધિકારીના સહી અને સિક્કા કરવાના હોય છે. લાભાર્થીઓ દ્વારા આ સહી અને સિક્કા કરેલી અરજી અપલોડ કરવાની હોય છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થીઓ પોતાની એપ્લિકેશન નંબર અથવા રેશનકાર્ડ નંબરના આધારે આ મેનુ ખોલી શકે છે.
- ત્યારબાદ માંગ્યા મુજબના તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે.
અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે
Mafat Chhatri Yojana Online અરજી કર્યા બાદ, સંબંધિત અધિકારીના સહી અને સિક્કા કરવાના હોય છે. અરજી તથા અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થીઓ પોતાની એપ્લિકેશન નંબર અથવા રેશનકાર્ડ નંબરના આધારે આ મેનુ ખોલી શકે છે.
- ત્યારબાદ માંગ્યા મુજબના તમામ અન્ય ડોક્યુમેન્ટ અપલોડ કરી શકે છે.
ઓનલાઈન અરજી બાદ અરજદારોએ શું કાર્યવાહી હાથ ધરવાની રહેશે?
- લાભાર્થી દ્વારા મફત છત્રી યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કર્યા બાદ ikhedut portal Print લેવાની રહેશે.
- લાભાર્થી દ્વારા મેળવેલ પ્રિન્ટ પર સહી/સિક્કા કરવાની રહેશે.
- અરજીમાં જે પ્રમાણેના ડોક્યુમેન્ટ માંગ્યા હોય તેને જોડીને જિલ્લાની બાગાયત કચેરી ખાતે નિયત સમયમર્યાદામાં જમા કરાવી રહેશે.
- લાભાર્થી દ્વારા મળેલ Mafat Chhatri Yojana ની એપ્લિકેશનની ખરાઈ કરવામાં આવશે. ત્યારબાદ બાગાયતી વિભાગ દ્વારા લક્ષ્યાંકની મર્યાદા રહીને પૂર્વ મંજુરી આપવામાં આવશે.
- Free Umbrella Scheme માટે પસંદ થયેલા અરજદારોને જિલ્લા કચેરી દ્વારા જાણ કરવામાં આવશે. જ્યાંથી નિયત સમયમાં છત્રી મેળવવાની રહેશે.
Read More:- UGVCL Bill Check Online | ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ચેક કરો
Also Read More:- E Samaj Kalyan Portal Yojana List 2022 | ઈ સમાજ કલ્યાણ પોર્ટલની યોજનાઓની યાદી
Also Read More:- E-Shram Card Benefits: શ્રમિકોને મળશે 2 લાખ સુધીનો લાભ, જાણો કેવી રીતે?
Important Link
Subject | Links |
Ikhedut Portal Website | Click Here |
Mafat Chhatri Application Status | Check Status |
Mafat Chhatri Application Print. | Print Application |
Home Page | Click Here |
FAQ’s Mafat Chhatri Yojana 2022
કૃષિ અને સહકાર વિભાગ, ગાંધીનગર હેઠળ કાર્યરત Bagayati Vibhag દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે.
રાજ્યના જે લાભાર્થીઓ ફળ, ફૂલો અને શાકભાજીનું વેચાણ કરતા હોય અને તેવા પાકોનો બગાડ અટકાવવા Free Umbrella scheme હેઠળ મફત છત્રી આપવા આવે છે.
આ યોજના હેઠળ નાના વેચાણકારોને પોતાના ફળ અને શાકભાજીનો બગાડ ન થાય તે માટે મફત છત્રી અથવા શેડ કવર આપવામાં આવશે. વધુમાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને પણ વિનામૂલ્યે છત્રી મળવાપાત્ર રહેશે.
નાના વેચાણકારોઓએ આ યોજનાનો લાભ લેવા માટે Ikhedut પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Marat chatri ujana