WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Term Loan Scheme Gujarat | નવા ધંધા માટે મુદ્દતી (ટર્મ) લોન યોજના

Term Loan Scheme Gujarat | નવા ધંધા માટે (મુદ્દતી) ટર્મ લોન યોજના

            આપણો ભારત દેશ કૃષિ પ્રઘાન દેશ તેમજ પરંપરાગત પ્રવૃતિ સાથે જોડાઈને ઘન પ્રાપ્તિના માર્ગે આગળ વઘનારો દેશ છે. પરંતુ સમયાંતરે કૃષિ અને પરંપરાગત પ્રવૃતિ આજે વિલુપ્ત થતી જાય છે. ત્યારે આપણા રાજ્યમાં વસનારા લોકો પોતાની મુળ કામગીરીથી અલગ ન થઈ જાય અને રોજગારની ઘટના કારણે આર્થિક બોજો સહન ન કરવો પડે તે માટે મુદ્દ્તિ ટર્મ લોન યોજના અમલી છે.

લોકોને આર્થિક રીતે સક્ષમ કરવા અનેક લોન યોજના ચલાવવામાં આવે છે. જેમાં બેંક ઓફ બરોડા ઈ-મુદ્રા લોન યોજના, વિદેશ અભ્યાસ લોન યોજના, SBI e-Mudra Yojana, શૈક્ષણિક અભ્યાસ લોન યોજના, તબેલા લોન યોજના 2023 નો સમાવેશ થાય છે. આજના આર્ટીકલમાં આપણે Term Loan Scheme Gujarat વિષે સંપૂર્ણ વિગતવાર માહિતી મેળવીશું. આ માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.  

Term Loan Scheme Gujarat

ગુજરાત સરકાર હેઠળના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા કૃષિ અને તે અંગેની પ્રવૃત્તિઓ કલાકારીગરી વંશપરંપરાગત વ્‍યવસાય અને લઘુ ઉદ્યોગ, તેમજ સેવા પ્રકારના ધંધા તેમજ વ્‍યવસાય માટે વધુમાં વધુ રૂ.૧૫,૦૦,૦૦૦/- સુધી લોન અંગેની મુદ્દતી ટર્મ લોન ની યોજના અમલમાં મુકેલ છે.

 Highlight Point

યોજનાનું નામTerm Loan Scheme Gujarat
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ  
પેટા વિભાગ/કચેરીનું નામમેનેજીંગ ડિરેક્ટર, વિકસતી જાતિ કલ્યાણ બ્‍લોક નં.૧૧,બીજે માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર, ગુજરાત
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાવિગત નીચે આપેલ છે.
યોજના/સેવા  હેઠળ મળવાપાત્ર સહાય₹. 15,00,000/- લોન
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?વિચરતી કે વિમુક્ત જાતિ
અરજી પ્રક્રિયાઓફલાઈન  
Official Websitehttps://sje.gujarat.gov.in
 Highlight Point

Read More:- Stand Up India Scheme In Gujarati | સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજના



Read More:- How To Update Name On Pan Card: હવે ઘરે બેઠા માત્ર 5 મિનિટમાં તમારા પાનકાર્ડ અપડેટ કરો  


મુદ્દતી ટર્મ લોન  મેળવવાની પાત્રતા શું છે?

  • અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના હોવા જોઇએ.
  • કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે
  • જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
  • ઓછામાં ઓછી ર૧ વર્ષ ની ઉંમર અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
  • તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા તેમજ વ્‍યવસાયના કિસ્‍સામાં અનુભવ હોવો જરૂરી છે.
  • અરજદારે લોન મેળવવા માટે યોગ્‍ય જામીન આપવાના રહેશે.

યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ

  • ₹. પ.૦૦ લાખ સુધી વ્‍યાજનો દર વાર્ષિક ૬ % રહેશે
  • ₹. ૫.૦૦ થી ₹. ૧૦.૦૦ લાખ સુધી વ્‍યાજનો દર વાર્ષિક ૭%
  • ₹. ૧૦.૦૦ લાખથી ₹. ૧૫.૦૦ લાખ સુધી વ્‍યાજનો દર વાર્ષિક ૮% રહેશે.
  • લાભાર્થીએ પ % પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.
  • પરિવહન માટે લોન આપવામાં આવશે નહિ.
  • લોન વધુમાં વધુ રકમ ₹. ૧૫,૦૦,૦૦૦/- સુધીની છે.
  • ધંધા તેમજ વ્‍યવસાયની રકમની ૯પ % લોન આપવામાં આવશે.

Read More: Shri Nanaji Deshmukh Housing Yojana | શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના


યોજના માટે જરૂરી પુરાવા

મુદ્દતી ટર્મ લોન  માટે નીચે મુજબના પુરાવા જરૂરી છે.

  • વિચરતી અને વિમુક્તિ જાતિનો દાખલો
  • અરજદારનું આઘાર કાર્ડ
  • લોન અંગેનું બાંહેધરી પત્રક
  • બેન્કની વિગત (કેન્સલ ચેક/પાસબુક)
  • ઘંધા કે વ્યવસાયનો પુરાવો
  • સરકાર દ્વારા વખતો વખત નિયત થાય તે મુજબના દસ્તાવેજ

Read More:- Videsh Abhyas Loan Yojana Online Apply: વિદેશ અભ્યાસ લોન યોજના હેઠળ રૂ.15 લાખ સુધી લોન મેળવો.


Term Loan Scheme Gujarat | નવા ધંધા માટે (મુદ્દતી) ટર્મ લોન યોજના

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો?

1. Term Loan Scheme Gujarat ની અમલીકરણ એજન્સી કઈ છે?

જવાબ: નિયામકશ્રી, વિચરતી અને વિમુક્તિ જાતિ કલ્યાણની કચેરી

2.મુદ્દતી ટર્મ લોન  NTDNT હેઠળની યોજના છે તો NTDNT શું છે?

જવાબ: Nomadic Tribes and Denotified Tribes (વિચરતી જાતિઓ અને બિનસૂચિત જાતિઓ)

3. Term Loan Scheme Gujarat ની ભરપાઈ કઈ રીતે કરવાની હોય છે?

જવાબ: ૬૦ સરખા માસિક હપ્‍તામાં (લોનની રકમ વ્‍યાજસહિત ) ભરપાઇ કરવાની રહેશે.

4. મુદ્દતી ટર્મ લોન માટે કોઈ આવક-મર્યાદા નિર્ધારીત છે?

જવાબ: ના, કોઈ આવક-મર્યાદા નિર્ધારીત થયેલ નથી.

5. Term Loan Scheme Gujarat માટે જિલ્લા કક્ષાએ કઈ કચેરીનો સંપર્ક કરવાનો રહે છે?

જવાબ: સમાજ કલ્યાણ હેઠળની નાયબ નિયામકશ્રી, વિચરતી અને વિમુક્તિ જાતિ કલ્યાણની કચેરીનો સંપર્ક કરવાનો રહે છે. 

Leave a Comment