WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Shri Nanaji Deshmukh Housing Yojana । મેળવો ૧,૬૦,૦૦૦ ની સબસિડી

Shri Nanaji Deshmukh Housing Yojana | શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના

       આજે દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે, તે પોતાના ઘરનું ઘર ઘરાવતો હોય, ઘરના ઘરનું સપનું પુરૂ થાય તે માટે સરકાર દ્વારા પંડીત દિનદયાળ ઉપાઘ્યાય આવાસ યોજના, ડૉ. આંબેડકર આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી વિવિઘ યોજનાઓ અમલમાં મુકેલ છે. આજે આપણે આવી જ એક શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના વિષે જાણીશું. આ Shri Nanaji Deshmukh Housing Yojana? તેમાં અરજી કઈ રીતે કરવી? તેના લાભ શું છે? આ દરેકની વિષયની વિગતવાર માહિતી મેળવીશું.

Shri Nanaji Deshmukh Housing Yojana

શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના ગરીબી રેખાથી ઉપરના બાંધકામ શ્રમિક પરિવારની સલામતી અને સામાજિક સુરક્ષા વધે અને શ્રમિક પરિવારનું સ્થળાંતર અટકે તેમજ તેઓની કાર્યક્ષમતા વધે અને શ્રમિકોને સેનિટેશન સાથેના પાકા મકાનની સુવિધા મળી રહે તે માટે આ યોજના અમલી બનાવવામાં આવેલ છે.

ગુજરાત સરકારશ્રી ના શ્રમ અને રોજગાર વિભાગ બાંધકામ શ્રમિકો માટે વિવિધ યોજનાઓ લાવે છે. જેનાથી શ્રમિકોના જીવનમાં આવતી અસ્થિરતાને ટાળી શકાય તેમજ તેઓને મુખ્યપ્રવાહ સાથે જોડીને રાખી શકાય તેમજ તેમને સલામતી અને  સુરક્ષા આપી શકાય. તેમજ આર્થિક ભારણ અટકાયત કરી શકાય. યોજના ફક્ત શહેરી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા/શહેરી વિકાસ સત્તા મંડળ તથા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અન્વયે EWS/LIG મકાન ફાળવવામાં આવેલ હોય તેવા અત્રે બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકને કુટુંબદીઠ એકવાર આ યોજનાનો લાભ આપવામાં આવે છે.

Highlight Point

યોજનાનું નામશ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના
વિભાગનું નામશ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ
પેટા વિભાગ/કચેરીનું નામગુજરાત મકાન અને બાંઘકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાશ્રમયોગી (બોર્ડમાં નોંધાયેલા)
યોજના/સેવા  હેઠળ મળવાપાત્ર સહાયરૂ. 1,60,000/-
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?લાગુ પડતુ નથી.
અરજી પ્રક્રિયાઓફલાઈન  
Official Websitehttps://bocwwb.gujarat.gov.in
Highlight Point

Read More:- Aadhar Card Pan Card Linking Fees । પાનકાર્ડ આધારકાર્ડ લિંકિંગ ફી વિષે જાણો સંપૂર્ણ માહિતી.



Read More:- [KPSY] Kasturba Poshan Sahay Yojana | કસ્તુરબા પોષણ સહાય યોજના


યોજના હેઠળના નિયમો અને પાત્રતા

શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના હેઠળના નિયમો અને પાત્રતા નીચે મુજબ છે.

  • ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં બાંધકામ શ્રમિક તરીકે નોંધાયેલો હોવો જોઈએ અને,
  • તેઓ પાસે બાંધકામ બોર્ડ તરફથી આપવામાં આવેલું બાંધકામ શ્રમિક તરીકેનું પૂરી વિગતો સાથેનું ઓળખકાર્ડ ઘરાવતો હોવો જોઈએ. અને,
  • બોર્ડની કચેરીમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકને ગુજરાત હાઉસિંગ બોર્ડ/સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તથા શહેરી વિકાસ સત્તામંડળ તરફથી EWS/LIG મકાન ફળવાયેલું હોવું જોઈએ.
  • બોર્ડની કચેરીમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકને પોતાના અથવા તેના કુટુંબ ના કોઈ પણ સભ્યના નામે મકાન ન હોવું જોઇએ.
  • બાંધકામ બોર્ડમાં નોંધાયેલો બાંધકામ શ્રમિકને અત્રેની કચેરીમાં નોંધણી કરાયા પહેલા ઉક્ત જણાવેલ કોઈ પણ સંસ્થા પૈકી મકાન ફાળવવામાં આવે તો તેઓને ઉક્ત યોજના હેઠળ સહાય મળવાપાત્ર નથી.
  • જે નોંધાયેલા બાંધકામ શ્રમિક તથા તેઓના કુટુંબ ના સભ્યના નામે કોઈ પણ મકાન અથવા માલ-મિલકત ન હોય તેવા બાંધકામ શ્રમિકને જ ઉક્ત યોજનાનો લાભ આપવામાં આવે છે.

Read More: Post Office Scheme Interest Rate: આ સ્કીમમાં 5 વર્ષમાં 8 લાખ સુધી મળશે.


યોજના માટે જરૂરી ડૉક્યુમેન્ટ

  • મકાનનો ફાળવણી પત્ર મકાનનો હપ્તા ભરવા અંગેનો પત્ર
  • આઈ ડી પ્રૂફ (આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, તથા રહેઠાણ નો પુરાવો)
  • ભાડા કરાર ની નકલ/ભાડાની પહોચ/મકાનમાલિક નો પત્રસ્થાનિક મહાનગરપાલિકાનું ટેક્ષ બીલની નકલ એફિડેવિટ (જો ભાડાથી રહેતા હોય તો)
  • લાભાર્થી તરીકેનું ઓળખકાર્ડ/ યુ-વિન કાર્ડ
  • બે પાસપોર્ટ સાઈઝના ફોટા

Read More:- PM Kisan 14th Installment New Date 2023 । જાણો 2000 રૂપિયાનો 14મો હપ્તો ક્યારે આવશે?


Shri Nanaji Deshmukh Housing Yojana | શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો?

1. શ્રી નાનાદેશમુખ આવાસ યોજનાનો લાભ મેળવવા માટે આવક-મર્યાદા નિર્ધારીત કરેલ છે?

જવાબ: ના,  કોઈ આવક-મર્યાદા નિર્ઘારીત કરેલ નથી.

2. Shri Nanaji Deshmukh Housing Yojana 2023 યોજના હેઠળ કઈ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે?

જવાબ: નીચેની કચેરીનો સંપર્ક કરવાનો રહે છે.
સભ્ય-સચિવ; ગુજરાત મકાન અને બાંઘકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ
સરનામું:શ્રમભવન-કમ્પાઉન્ડ,ગનહાઉસની,બાજુમાં, રૂસ્‍તમ કામા રોડ, ખાનપુર, અમદાવાદ-૩૮૦૦૦૧

3. શ્રી નાનાદેશમુખ આવાસ યોજના-ગુજરાત હેઠળ મળવાપાત્ર સહાય લાભાર્થીને સીઘી મળે છે?

જવાબ: ના, મંજૂર થયેલ સહાય બોર્ડની કચેરીમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકને ગુજરાત હાઉસિંગ બોર્ડ અથવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા અથવા શહેરી વિકાસ સત્તામંડળ પૈકી જે સત્તા મંડળ તરફથી ફળવાયેલ હોય તેના હવાલે મુકવામાં આવે છે.

3 thoughts on “Shri Nanaji Deshmukh Housing Yojana | શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના”

  1. Nanaji desmukh yojna ma jo sasu sasra na makan ma raheta hoy to.su karvu.baki badhi rite eligibal chhiye. To aa form kevi rite bharvu.shrik mara husband chhe ane mara nam par makan lagel chhe.mane aano labh male.

    Reply
  2. Mari pase aek sogannamu chhe
    Jema mara sasra khali amane raheva aapiyu chhe.ae pan 5 year pahela nu .to bhada karar na hoy to chale.

    Reply

Leave a Comment