WhatsApp ગ્રૂપમાં જોડાવો!
માનવ ગરિમા યોજના વર્ષ 2023-24 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી

માનવ ગરિમા યોજના વર્ષ 2023-24 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી । Manav Garima Yojana List 2023

Short Brief: Manav Garima Yojana Online 2023 | માનવ ગરિમા યોજના ફોર્મ Pdf | e Samaj Kalyan Gujarat | માનવ ગરીમા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી.

          રાજ્યમાં અલગ-અલગ વિભાગો દ્વારા દર વર્ષે યોજનાના ફોર્મ બહાર પાડવામાં આવે છે. જેમાં ઓનલાઈન ફોર્મ ભરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ગુજરાત રાજ્યના ઘણા વિભાગો દ્વારા ઓનલાઈન અરજીઓ દ્વારા અરજી સ્વીકારવાની કામગીરી હાથ ધરાતા હોય છે. કૃષિ વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલ પર, કુટીર અને ગ્રામોદ્યોગ દ્વારા ઈ કુટીર પોર્ટલ પર તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા E-Samaj kalyan Portal પર ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. પ્રિય વાંચકો, આજે આપણે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા Manav Garima Yojana List 2023-24 વિશે માહિતી અને લિંક આપીશું. જેમાં તમે અરજી ફોર્મ ભરેલું હોય તો જાતે પણ ચેક કરી શકો.

Manav Garima Yojana List 2023

        ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઘણી બધી ઓનલાઈન અરજી થાય છે. અગાઉ માનવ કલ્યાણ યોજનાના Online Application Form ભરાયેલા હતાં. આ તમામ અરજીઓની સંબંધિત વિભાગ દ્વારા ખરાઈ કરવામાં આવતી હોય છે. ખરાઈ બાદ કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવામાં આવે છે. આ યોજના હેઠળ જે લાભાર્થીઓએ ઓનલાઈન અરજીઓ કરી હોય તેમના નામ પસંદ થયેલા છે કે નહિં? તે આ આર્ટિકલ દ્વારા જાણીશું.

Highlight Point Of Manav Garima Yojana List 2023

યોજનાનું નામમાનવ ગરિમા યોજના ૨૦૨૩
આર્ટિકલનો પેટા પ્રકારમાનવ ગરિમા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી.
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભગ
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાવ્યવ્સાયની આવડત ધરાવતા અને આવક મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓ
યોના હેઠળ મળવાપાત્ર સહાયધંધા માટે સાધન સહાય
અરજી પ્રક્રિયાOnline
અધિકૃત વેબસાઈટhttps://esamajkalyan.gujarat.gov.in/
નામ કેવી રીતે ચેક કરી શકાય?ઓનલાઈન ચેક કરી શકાય
પસંદ થયેલા નામ ચેક કરવા માટે. Download Manav Garima Yojana Selection List 2023
Highlight Point

Read More: Free Electricity for Slam Area । ઝૂંપડાઓ માટે મફત વીજળીકરણ યોજના

Also Read More: પીએમ કિસાન યોજનાના આ લિસ્ટવાળા ખેડૂતોને મળશે રૂ.2000/- ની સહાય. તમારું નામ ચેક કરો.


Manav Garima yojana Tool Kit List

     માનવ ગરિમા યોજના હેઠળ અલગ અલગ સાધનો સહાય સ્વરૂપે આપવામાં આવે છે. વ્યક્તિના રસ અને આવડતને અનુકૂળ Tool Kit આપવામાં આવે છે. લાભાર્થીઓને કુલ–28 પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલકિટ્સ આપવામાં આવે છે.

  • કડિયા કામ
  • સેન્‍ટીંગ કામ
  • વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
  • મોચીકામ
  • દરજીકામ
  • ભરતકામ
  • કુંભારીકામ
  • વિવિધ પ્રકારની ફેરી
  • પ્લમ્બર
  • બ્યુટી પાર્લર
  • ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
  • ખેતીલક્ષી લુહારી/ વેલ્ડીંગ કામ
  • સુથારી કામ
  • ધોબી કામ
  • સાવરણી સુપડા બનાવનાર
  • દૂધ-દહી વેચનાર માટેની ટૂલકીટ
  • માછલી વેચનાર માટેની ટૂલકીટ
  • પાપડ બનાવટના સાધનો
  • અથાણા બનાવટ માટે સાધન
  • ઠંડા પીણા,ગરમ,વેચાણ
  • પંચર કીટ
  • ફ્લોર મીલ
  • મસાલા મીલ
  • રૂ ની દિવેટ બનાવવી (સખી મંડળની બહેનો)
  • મોબાઇલ રિપેરીંગ માટેની કીટ
  • પેપર કપ અને ડીશ બનાવટ માટે સાધન સહાય (સખીમંડળ)
  • હેર કટીંગ (વાળંદ કામ)
  • રસોઈકામ માટે પ્રેશર કુકર(રદ કરેલ છે.)

Read More: Gujarat Ann Brahma Yojana । અન્નબ્રહ્મ યોજના


How to Check Manav Garima Yojana List | કેવી રીતે લિસ્ટમાં નામ ચેક કરવું?

                    Social Justice and Empowerment Department Gandhinagar દ્વારા દર વર્ષે આ ફોર્મ ઓનલાઈન સ્વીકારવામાં આવે છે. રાજ્યના પાત્રતા ધરાવતા અરજદારોઓએ એપ્લિકેશન કરેલી હતી. જિલ્લાની કચેરીઓ દ્વારા આવી અરજીઓની ખરાઈ કર્યા બાદ કોમ્પ્યુટર રાઈઝ ડ્રો કરેલો હતો. જેમાં પસંદ થયેલા નામોની યાદી ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર જાહેર કરેલી છે. આ યાદી કેવી રીતે જોવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google Search માં ”e Samaj Kalyan Portal” ટાઈપ કરો.
  • સર્ચ પરિણામમાં “નિયામક વિકસતી જાતિ કલ્યાણ”ની ઓફિશિયલ વેબસાઈટ ખૂલશે.
  • આ અધિકૃત વેબસાઈટ Home Page પર “News/Information પર જવાનું રહેશે.

How to Check Manav Garima Yojana List |  કેવી રીતે લિસ્ટમાં નામ ચેક કરવું?

  • હવે તમને જુદા-જુદા જાહેરાત અને નોટીફિકેશન દેખાશે.
  • જેમાં ”માનવ કલ્યાણ યોજનાના સમાચાર જોવા મળશે કે, “માનવ ગરિમા યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માં કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થીઓની યાદી દેખાશે.
  • તેની સામે આપેલી “Attachments” પર ક્લિક કરો. જેમાં એક PDF ફાઈલ Download થશે.
  • આમ છેલ્લે, આ PDF ફાઈલ Download કરીને તમારું નામ ચેક કરી શકો છો.

Read More: Slot Booking for Driving Licence in Gujarat | ડ્રાઈવીંગ લાઈસન્‍સ માટે સ્લોટ બુકીંગ કેવી રીતે કરવો?


Important Links

Sr.NoObject
1E Samaj Official Portal
2નવી વ્યતિગત/નાગરિક તરીકે નોંધણીની વિગતો
3Society / NGO Registration / Khadi Organization – Mandali
4માનવ કલ્યાણ યોજના 2023-24 હેળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી Download કરો.
5Home Page
Important Links
માનવ ગરિમા યોજના વર્ષ 2023-24 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી । Manav Garima Yojana Selection List 2023

FAQ’s -વારંવાર પૂછાતા પ્રશ્નો

1. માનવ ગરિમા યોજના ક્યાં બહાર પાડવામાં આવેલ છે?

જવાબ: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ઈ-સમાજ પોર્ટલ પર આ યોજના બહાર પાડવામાં આવેલ છે.

2. Manav Garima Yojana 2023 નો લાભ મેળવવા માટે અરજી કેવી રીતે કરવાની રહેશે?

જવાબ: રાજ્યના નાગરિકોને સ્વરોજગારી તથા નવો વ્યવસાય મેળવવા માટે માનવ ગરિમા યોજનાની એપ્લિકેશન e-Samaj Kalyan Portal પરથી ઓનલાઈન કરવાની હોય છે.

3. માનવ કલ્યાણ યોજના હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓને કેવી રીતે ચેક કરી શકાય?

જવાબ‌: આ યોજના હેઠળ કોમ્પ્યુટરરાઈઝ ડ્રોમાં પસંદ થયેલા લાભાર્થીઓને e-Samaj Kalyan પરહી ઓનલાઈન ચેક કરી શકાય છે.

4. માનવ ગરીમા યોજના માટે કેટલી આવક મર્યાદા હોવી જોઈએ?

જવાબ: ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે કુટુંબની વાર્ષિક આવક કુલ-1,20,000/- અને શહેરી વિસ્તારના લાભાર્થીઓ માટે કુલ- 1,50,000/- થી ઓછી આવક ધરાવતા લાભાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે.

 

Leave a Comment