સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારના લોકોના વિકાસ માટે અનેક યોજના ચલાવવામાં આવે છે. જેમાં ડૉ.આંબેડકર આવાસ યોજના, [E Samaj Kalyan] માનવ ગરિમા યોજનાનો સમાવેશ થાય છે. આજના આ આર્ટીકલમાં આપણે Kutir Jyoti Yojana વિષે જાણીશું. કે કુટીરજ્યોત યોજના શું છે. તેની પાત્રતા શું છે? તેમાં કયા ડોકયુમેંટ જરૂરી છે વગેરે. આ માટે તમારે અમારો આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.
Kutir Jyoti Yojana
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા નાગરિકોના હિતમાં અનેક યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં કુટીર જ્યોત યોજના, કૃષિ વિષયક વીજ જોડાણ, ઝૂંપડા વીજળીકરણ યોજનનો સમાવેશ થાય છે. આજના આ આર્ટીકલમાં આપણે કુટીર જ્યોત યોજના વિશે વાત કરીશું. આ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારમાં ગ્રામીણ વિસ્તારમાં રૂ. 120,000/- સુધીની વાર્ષિક આવક મેળવતા તથા શહેરી વિસ્તારમાં રૂ. 1,50,000/- સુધીની વાર્ષિક આવક મેળવતા ગરીબ કુટુંબ લાભ મેળવવા પાત્ર છે.
Highlight Point
આર્ટિકલનું નામ | કુટીર જ્યોત યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
વિભાગનું નામ | ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ |
યોજનો હેતુ | આદિજાતિ વિસ્તારમાં ગૃહ વપરાશનું નવીન વીજ જોડાણ આપવું |
યોજના કેન્દ્ર પુરસ્કૃત છે કે રાજ્ય પુરસ્કૃત ? | રાજ્ય પુરસ્કૃત છે |
અરજી પ્રક્રિયા | ઓફલાઇન |
ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ની વેબસાઈટ | https://guj-epd.gujarat.gov.in/ |
Read More:- માનવ ગરિમા યોજના વર્ષ 2023-24 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી । Manav Garima Yojana List 2023
Read More:- Vidhva Sahay Yojana Gujarat Online Application | ગુજરાત વિધવા સહાય યોજના
યોજનાનો હેતુ
આ યોજનાનો હેતુ એ આદિજાતિ વિસ્તારમાં વસતા લાભાર્થીને વિનામુલ્યે ગૃહવપરાશનું નવીન વીજ જોડાણ પૂરું પાડવાનો છે.
યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની પાત્રતા :
આ યોજનાનો લાભ લેવા માટે નીચેની પાત્રતા ધરાવતા હોવા જરૂરી છે.
- આદિજાતિ વિસ્તારના ગ્રામીણ વિસ્તારમાં રૂ. ૧૨૦૦૦૦ સુધીની વાર્ષિક આવક મેળવતા ગરીબ કુટુંબ લાભ મેળવવા પાત્ર છે.
- આદિજાતિ વિસ્તારના શહેરી વિસ્તારમાં રૂ. ૧૫૦૦૦૦ સુધીની વાર્ષિક આવક મેળવતા ગરીબ કુટુંબ લાભ મેળવવા પાત્ર છે.
યોજના હેઠળ મળવાપાત્ર લાભ
આ યોજના દ્વારા આદિજાતિ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને નવીન વીજ જોડાણ માટે મદદ મળશે. જેથી લોકો એ પ્રાથમિક જરૂરિયાત ગણાતી વીજળીનો સરળતાથી ઉપયોગ કરી શકે. આ યોજના હેઠળ લાભાર્થીને ઘર વપરાશનું 1 પોઈન્ટ નવીન વીજ જોડાણ વિના મૂલ્યે આપવામાં આવે છે.
Read More: આઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી | How to Online Registration ikhedut Portal
યોજનાનો લાભ મેળવવા રજૂ કરવાના પુરાવા
યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે નીચેના ડોકયુમેંટ હોવા જરૂરી છે.
- સક્ષમ અધિકારી દ્વારા પ્રમાણિત આવકનો દાખલો
- બીપીએલ કાર્ડ
- ઓળખ માટેનો પૂરાવો
- અરજીપત્રનો નમુનો (એ-૧ ફોર્મ)
યોજના માટે અરજી ક્યાં કરવી?
આ યોજના એ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ આવે છે. આ યોજના હેઠળ અરજી કરવાની કચેરી નીચે મુજબ છે.
રાજ્યક્ક્ષાએ | મુખ્ય ઈજનેરશ્રી, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ |
જિલ્લાક્ક્ષાએ | અધિક્ષક ઇજનેરશ્રી, વર્તુળ કચેરી |
તાલુકાક્ક્ષાએ | નાયબ ઇજનેર શ્રી , સંલગ્ન પેટા વિભાગીય કચેરી |
આ યોજનાનો લાભ લેવા માટે તમે સંલગ્ન પેટા વિભાગીય કચેરીમાં કરી શકો છો. જેમાં આ અરજી પ્રક્રિયા એ ઓફલાઇન રહેશે.
Read More:- e Samaj kalyan Portal Registration 2023 । ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?
FAQ
Ans. kutir jyoti yojana એ ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ચલાવવામાં આવતી એક યોજના છે.
Ans. આ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારમાં ઘર વપરાશનું ૧ પોઈન્ટ નવીન વીજ જોડાણ વિના મૂલ્યે આપવામાં આવે છે.
Ans. આદિજાતિ વિસ્તારના ગ્રામીણ વિસ્તારમાં રૂ. ૧૨૦૦૦૦ સુધીની વાર્ષિક આવક મેળવતા તથા શહેરી વિસ્તારમાં રૂ. ૧૫૦૦૦૦ સુધીની વાર્ષિક આવક મેળવતા ગરીબ કુટુંબ લાભ મેળવવા પાત્ર છે.
How to apply please explain us…..where we will get form