સરકાર દ્વારા નાગરિકોની સલામતી માટે આયુષ્માન ભારત યોજના, જનની સુરક્ષા યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના ચલાવવામાં આવે છે. નાગરિકોને પોતાનું ઘરનું ઘર આપવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના, ડૉ.આંબેડકર આવાસ યોજના, શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના ચલાવવામાં આવે છે. આજના આ આર્ટીકલમાં આપણે National Food Safety Scheme વિષે વિગતવાર માહિતી મેળવીશું. આ યોજની પાત્રતા, લાભો વિષે માહિતી મેળવવા માટે આ આર્ટીકલ અંત સુધી વાંચવો પડશે.
National Food Safety Scheme
અન્ન , નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્વારા ચાલતી અન્નબ્રહ્મ યોજનાની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે રાષ્ટ્રીય અન્ન સલામતી યોજના વિષે માહિતી મેળવીશું. અ યોજના દ્વારા લોકોને સન્માન સાથે જીવન જીવવા માટે અન્ન અને પોષણ સુરક્ષા પ્રદાન કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ અત્યોદય અન્ન યોજનાના કુંટુબોને દર માસે કાર્ડ દીઠ ૧૫ કિલો ઘઉં અને ૨૦ કિલો ચોખા મળીને કુલ ૩૫ કિ.ગ્રા. અનાજ આપવામાં આવે છે. તેમજ અગ્રતા ધરાવતા કુટુંબો” ના સભ્યોને દર માસે વ્યક્તિ દીઠ ૨ કિ.ગ્રા. ઘઉં અને ૩ કિ.ગ્રા. ચોખા મળીને કુલ ૫ કિ.ગ્રા. અનાજ આપવામાં આવે છે.
Highlight Point
આર્ટિકલનું નામ | રાષ્ટ્રીય અન્ન સલામતી યોજના (National Food Safety Scheme ) |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
વિભાગનું નામ | અન્ન , નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ |
યોજનો હેતુ | લોકોને સન્માન સાથે જીવન જીવવા માટે અન્ન અને પોષણ સુરક્ષા પ્રદાન કરવી. |
યોજના કેન્દ્ર પુરસ્કૃત છે કે રાજ્ય પુરસ્કૃત ? | રાજ્ય પુરસ્કૃત છે |
અરજી કરવાની રીત (ઓનલાઈન/ઓફલાઈન): | ઓફલાઈન |
Read More:- Vidhva Sahay Yojana Gujarat Online Application | ગુજરાત વિધવા સહાય યોજના
Read More:- What is ORoaming App? ORoaming નો ઉપયોગ કેવી રીતે કરવો?
યોજનાનો હેતુ
માનવ જીવન ચક્ર અભિગમમાં પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત અન્નની પૂરતી માત્રામાં સુલભતા સુનિશ્રિત કરીને લોકોને સન્માન સાથે જીવન જીવવા માટે અન્ન અને પોષણ સુરક્ષા પ્રદાન કરવી.
યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની પાત્રતા :
રાષ્ટ્રીય અન્ન સલામતી યોજનામાં લાભ લેવા માટે નીચેની આપેલી પાત્રતા ધરાવો છો તો આ યોજનાનો લાભ લઈ શકો છો.
- “અત્યોદય અન્ન યોજના” હેઠળના તમામ કાર્ડધારકો.(Antyodaya Ann Yojana-AAY)
- “અગ્રતા ધરાવતા કુટુંબો”(Priority Households-PHH)
(PHH = BPL + APL1 +APL– 2)
Read More: માનવ ગરિમા યોજના વર્ષ 2023-24 હેઠળ પસંદ થયેલા લાભાર્થીઓની યાદી । Manav Garima Yojana List 2023
યોજના હેઠળ મળવા પાત્રલાભ
અ યોજના હેઠળ મળવા પાત્ર લાભો નીચે મુજબના છે.
૧) અત્યોદય અન્ન યોજનાના કુંટુબોને
- દર માસે કાર્ડ દીઠ ૧૫ કિલો ઘઉં અને ૨૦ કિલો ચોખા મળીને કુલ ૩૫ કિ.ગ્રા. અનાજ આપવામાં આવે છે, (જુલાઇ-૨૦૨૩ અંતિત)
૨) “અગ્રતા ધરાવતા કુટુંબો” ના સભ્યોને
- દર માસે વ્યક્તિ દીઠ ૨ કિ.ગ્રા. ઘઉં અને ૩ કિ.ગ્રા. ચોખા મળીને કુલ ૫ કિ.ગ્રા. અનાજ આપવામાં આવે છે, (જુલાઇ-૨૦૨૩ અંતિત)
૩) ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા ૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા કુટુંબોને જાન્યુઆરી ૨૦૨૩ થી ડીસેમ્બર ૨૦૨૩ સુધી વિના મૂલ્યે અનાજ વિતરણ થનાર છે.
યોજનાનો લાભ મેળવવા રજુ કરવાના પુરાવા:
- કુટુંબના તમામ સભ્યોના આધારકાર્ડની સ્વપ્રમાણિત નકલ આપવાની રહેશે.
- રહેણાંકના પુરાવાની નકલ
- માલિકીના કિસ્સામાં આકારણીપત્રક/મિલકત વેરાની પહોંચ/પ્રોપર્ટી કાર્ડ/લાઈટ બીલ પૈકી ગમે તે એકની અદ્યતન નકલ રજુ કરવી.
- ભાડાના કિસ્સામાં ભાડા કરાર અથવા ભાડા પહોંચ સાથે મકાન માલિકની સંમતિ બન્ને પૈકી કોઈ એકની અદ્યતન નકલ રજુ કરવી.
- ચૂંટણી ઓળખકાર્ડની નકલ આપવી સ્વૈચ્છિક છે.
- કુટુંબના કોઈપણ એક સભ્યના મોબાઈલ નંબર
- વરિષ્ઠ મહિલા/મુખ્ય વ્યક્તિના બેંકની પાસબુકના પહેલા પાનાની નકલ આપવી. જેમાં ખાતાનંબર, IFSC CODE નંબર આવી જાય
Read More: Kutir Jyoti Yojana । કુટીર જ્યોત યોજના હેઠળ મફતમાં મળશે વીજ જોડાણ.
યોજના માટે અરજી કરવાની કચેરી
આ રાષ્ટ્રીય અન્ન સલામતી યોજનાની અરજી કરવાની કચેરી નીચે મુજબ છે.
રાજ્યક્ક્ષાએ | નિયામકશ્રી, અન્ન અને નાગરિક પુરવઠા કચેરી, ગાંધીનગર |
જિલ્લાક્ક્ષાએ | સંબંધિત જિલ્લા પુરવઠા કચેરી, સંબંધિત જિલ્લા પુરવઠા અધિકારીશ્રી |
તાલુકાક્ક્ષાએ | તાલુકા કક્ષાએ તાલુકા મામલતદારશ્રી (પુરવઠા શાખા) અને શહેરી વિસ્તાર માટે ઝોનલ અધિકારીશ્રી |
આ અરજી તમે ઓફલાઇન કરી શકો છો.
FAQ
Ans. રાષ્ટ્રીય અન્ન સલામતી યોજના એ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગ દ્વારા ચલાવવામાં આવતી એક યોજના છે.
Ans. રાષ્ટ્રીય અન્ન સલામતી યોજના નો હેતુ માનવ જીવન ચક્ર અભિગમમાં પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત અન્નની પૂરતી માત્રામાં સુલભતા સુનિશ્રિત કરીને લોકોને સન્માન સાથે જીવન જીવવા માટે અન્ન અને પોષણ સુરક્ષા પ્રદાન કરવી.
Ans. આ યોજના હેઠળ તમે ઓફલાઇન અરજી કરી શકો છો.