WhatsApp ગ્રૂપમાં જોડાવો!
MYSY Scholarship 2022 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના અરજી

MYSY Scholarship 2022 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ, પાત્રતા, દસ્તાવેજ

MYSY Scholarship Registration 2022 | MYSY Scholarship Online 2022 | MYSY Scholarship 2022 For Student | MYSY Scholarship 2022 Eligibility

ગુજરાત સરકાર મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના ઘણાં સમય થી ચલાવી રહી છે. અને આ યોજનાથી રાજ્યોના ઘણાં બધાં વિદ્યાર્થીઓને લાભ પણ મળ્યો છે. આ યોજના માટે તમે કેવી રીતે અરજી કરી શકશો. એમાં અરજી કરવા માટે અરજદાર પાસે શું પાત્રતા હોવી જોઈએ. આવેદક પાસે કયા દસ્તાવેજ હોવા જોઈએ?, અરજદાર આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના માટે કેવી રીતે અરજી કરશે? તેની પ્રક્રિયા શું હશે આ પ્રકારની બધી જાણકારી અમે આ આર્ટિકલ માં આગળ આપી છે. તેના માટે તમારે આ લે ને છેલ્લે સુધી વાંચવું પડશે.

MYSY Scholarship 2022 શું છે?

આ એક પ્રકાર ની શિષ્યવૃત્તિની યોજના છે. જેની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રીએ કરી છે. આ શિષ્યવૃત્તિ માટે એજ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.  જેમની આર્થિક પરિસ્થિતિ સારી નથી અને તેમને એન્જિનિયરિંગ, અથવા મેડીકલ લાઈનમાં જોવું છે, તો આ બધાં વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે. આ યોજનામાં વિદ્યાર્થીઓને  રૂપિયા 2 લાખ અથવા તેમની કોલેજની ટયૂશન ફી જેટલી શિષ્યવૃત્તિ મળશે. આ યોજનામાં અરજી કરવા માટે અરજદાર પાસે 80% થી વધારે પર્સેન્ટાઇલ પણ હોવા જરૂરી છે. તો ચાલો આપણે આ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના વિષે હજુ માહીતી એકત્ર કરીએ.

MYSY Scholarship 2022 હેતુ

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજનાનો એક હેતુ છે કે, ગુજરાત રાજ્યોના વિદ્યાર્થીઓને સારું ભરતણ મળી તે માટે આ સ્કોલરશીપ આપવામાં આવે છે. એના માટે ગુજરાત સરકાર પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ પાસેથી અરજી મંગાવે છે.

MYSY Scholarship 2022 Overview

યોજના નું નામ:મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના
યોજના નો લાભ:આ યોજનાથી ગુજરાતના ગરીબ વર્ગના પરિવાર જેમની પાસે પોતાનો ઉચ્ચ અભ્યાસ કરવા માટે કોઇ પણ રીતની આર્થિક સહાયતા નથી. એવાં વિદ્યાર્થીઓને ગુજરાત સરકાર શિષ્યવૃત્તિ આપશે.
યોજના નો હેતુ:રાજ્યોના ગરીબ વર્ગના પરિવારને શિષ્યવૃત્તિ આપવી.
અરજી કરવાની અંત્તિમ તારીખ:31/12/2022
Official Website:https://mysy.guj.nic.in/
RegistrationClick Here
LoginClick Here
MYSY Scholarship 2022 Overview

Read More: How To Get Bank Of Baroda Personal Loan | બેંક ઓફ બરોડામાંથી લોન કેવી રીતે મેળવવી?

Also Read More: SBI E Mudra Loan 2022 – ઓનલાઈન 5 મિનિટમાં 50,000/- સુધીની લોન મેળવો.

Also Read More: ઈન્‍ટરનેટ વગર તમારું પીએફ બેલેન્‍સ ચેક કરો. । PF Balance Balance Without Internet


MYSY Scholarship 2022 ની પાત્રતા

  • અરજદાર કોલેજના પહેલા વર્ષમાં અથવા કોલેજમાં ભણતો હોવો જોઈએ.
  • આ યોજના માટે અરજદાર ની વાર્ષિક આવક  રૂપિયા 6 લાખ કે તેથી ઓછી હોવી જોઇએ.
  • અરજી કરતી વખતે વિદ્યાર્થી પાસે એના પાછળના પરિક્ષાની માર્કશીટ હોવી જોઈએ.
  • અરજદારના ધોરણ 10 માં 80% કે તેથી વધુ હોવા જોઈએ.
  • અરજદાર ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
  • અરજદાર પાસે ચાલુ વર્ષનો આવકનો દાખલો હોવો જોઇએ. ત્યારે જ અરજદાર આ યોજના માટે અરજી કરી શકશે.

MYSY Scholarship 2022 દસ્તાવેજ

  •  આવક નો દાખલો
  • જાતિનો દાખલો
  • આધાર કાર્ડ
  • અરજદારનું સ્વ-ઘોષણા પત્ર
  • અરજદારનું પ્રવેશ પત્ર
  • અરજદારના કોલેજ ની ફી રશીદ
  • અરજદારના હોસ્ટેલનું પ્રવેશપત્ર અને ફૂડ બિલ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો

MYSY Scholarship 2022 ના લાભ

  • આ યોજનામાં SC અને ST તથા OBC કેટેગરીના વિદ્યાર્થીઓને પણ લાભ મળશે.
  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના નો લાભ કોલેજ કરતા વિદ્યાર્થીઓને જ મળશે.
  • MYSY Scholarship 2022 નો લાભ ગરીબ વર્ગના પરિવારને મળશે.
  • જે વિદ્યાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી નથી,એવા વિધાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળશે.
  • આ યોજનાનો લાભ B.E, ફાર્મસી, નર્સિંગ, MBBS એના સિવાય અન્ય ડિગ્રી કરતા વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ મળશે.

MYSY Scholarship 2022 Dates

આ યોજનામાં અરજી કરવાનું અત્યારે ચાલુ થઈ ગયેલ છે. આ યોજનામાં અરજી કરવાની છેલ્લી તારીખ  31 ડિસેમ્બર 2022 છે. અરજદારે છેલ્લી તારીખ પહેલાં અરજી કરી દેવાની રહેશે.

MYSY Scholarship 2022 ના અનુદાનના પ્રકાર

ગુજરાતના વિદ્યાર્થીઓને કેટલી શિષ્યવૃત્તિ મળે તેની તમામ માહિતી નીચે મુજબ છે.

કોને કેટલી શિષ્યવૃત્તિ મળશે?

        આ સ્કોલરશીપ યોજના હેઠળ જુદા-જુદા અભ્યાસક્રમના વિદ્યાર્થીઓને નીચે મુજબ સ્કોલરશીપ મળશે.

અભ્યાસક્રમસ્કોલરશીપની રકમ
મેડીકલ અને ડેન્ટલરૂપિયા 2 લાખ સુધીની શિષ્યવૃત્તિ
B.E, B.tech, B.pharmરૂપિયા 50 હજાર સુધી
ડિપ્લોમા કોર્સરૂપિયા 25 હજાર સુધી
Scolarship

પુસ્તકો ખરીદવા માટે કેટલી શિષ્યવૃત્તિ મળશે?

        આ શિષ્યવૃત્તિ યોજના હેઠળ પુસ્તકોની ખરીદી માટે નીચે મુજબની રકમ મળશે.

અભ્યાસક્રમસ્કોલરશીપની રકમ
મેડીકલ અને ડેન્ટલરૂપિયા 10,000/- સુધીની શિષ્યવૃત્તિ
એન્જિનિયરિંગ જેવા કોર્સરૂપિયા 5 હજાર સુધી
ડિપ્લોમા કોર્સરૂપિયા 3000 હજાર સુધી

Read More: ખેડૂતોને વાહન ખરીદવા કિસાન પરિવહન યોજના હેઠળ રૂપિયા 75,000 મળશે સહાય

Also Read More: PM Kisan Yojana Beneficiary List | તમને પૈસા મળશે કે નહીં? તે તપાસો


MSMY Schoarship Important Notice
MSMY Schoarship Important Notice

MYSY Scholarship 2022 ની અરજી કરવાની પ્રક્રિયા

  • MYSY Scholarship 2022 માં અરજી કરવા માટે અરજદારને સૌથી પહેલાં એના ઓફિસિયલ વેબસાઈટ પર જોવું પડશે.
  • ત્યાં તમને Home Page પર જ Register 2022-23 નું બટન મળશે. તેમાં ક્લિક કરો.
  • જેમાં ક્લિક કરતા જ તમારી સામે ત્રણ ઓપ્શન ખુલી જશે, તેમાંથી તમારે Fresh Registration ના બટન પર ક્લિક કરી દેવાનું છે.
  • ત્યાર બાદ તમારી સામે એક અરજી કરવાનું ફોર્મ ખુલી જશે. તેમાં જે પણ જાણકારી માંગેલી છે, તે સારી રીતે ભરી દો.
  • ત્યાર બાદ Get Password ના બટન પર ક્લિક કરી દો.
  • તેનાં પછી એક પાસવર્ડ આવી જશે તેમાંથી તમે લોગીન કરી શકો છો.
  • આ રીતે તમે પહેલી વખત આ યોજના માટે આવેદન કરી શકો છો.

MYSY Scholarship 2022 ની Renew કરવાની પ્રક્રિયા

જો તમે આ યોજનામાં પહેલા પણ અરજી કરેલી છે અને તમે પાછા બીજી વખત કે ત્રીજી વખત અરજી કરવાના છો. તો તમારે એના માટે Renew Registration કરવું પડશે. આ Renew Registration તમે કેવી રીતે કરી શકો છો તેની માહીતી અહી નીચે મુદ્દામાં આપેલી છે.

  • સૌથી પહેલાં અરજદારે MYSY ની Official વેબસાઈટ પર જવાનું છે.
  • ત્યાર બાદ તમને Register 2022-23 નું બટન મળશે તેના પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તમારી સામે ત્રણ ઓપ્શન ખુલી જશે તેમથી તમારે Renew Registration ના બટન પર ક્લિક કરવું છે.
  • ત્યાર બાદ એક નવું પેજ ખુલ જસે તેમાં તેમાં તમને જે પણ માહીતી માંગેલી છે એ બધી માહીતી સારી રીતે ભરી દો અને ત્યાર બાદ સબમિટ કરી દો.
  • આ રીતે તમે Renew Registration કરી સકો છો.

 MYSY Scholarship 2022 ના પોર્ટલ પર લોગીન કરવાની પ્રક્રીયા

  • એના માટે અરજદારે સૌથી પહેલાં MYSY નાં Official વેબસાઈટ પર જોવું પડશે.
  • ત્યાં તમને હોમ પેજ પર જ લોગીન નું બટન મળશે તેનાં પર ક્લિક કરી દો.
  • ત્યાર બાદ તમારી સામે એક લોગીન પેજ ખુલી જશે તેમાં તમારે યુઝર આઇડી અને પાસવર્ડ ભરવો પડશે.
  • ત્યાર બાદ લોગીન ના બટન પર ક્લીક કરી દો.

કેવી રીતે MYSY Scholarship 2022 Status ચેક કરી શકાય?

  • એના માટે અરજદારે આ યોજનાની ની Official વેબસાઈટ પર જોવું પડશે.
  • ત્યાં તેમને હોમ પેજ પર જ Student status નું બટન મળશે તેનાં પર ક્લિક કરી દો.
  • ત્યાર બાદ ઍક નવું પેજ ખુલસે તેમાં તમને જે પણ જાણકારી માંગી છે તેને સારી રીતે ભરી દો.
  • અને પછી Get Student Details ના બટન પર ક્લીક કરી દો.
  • ત્યાર બાદ તમને ખબર પડી જશે કે તમારી Scholarship ની અરજી ક્યાં સુધી પહોંચી છે.

Contact Information

જો તમને આ યોજના અંતર્ગત કોઇ પણ પ્રશ્નો કે કોઇ સુઝાવ હોય તો તમે નીચે બતાવેલ હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકો છો.

હેલ્પલાઇન નંબર: 079-26566000,7043333181 ( આ નંબર પર ફોન કરવાનો સમય 10:30 AM to 6:00 PM સુધી જ છે.)

MYSY Scholarship Online Registration
Image of MYSY Scholarship

FAQ

Q 1 મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના શું છે?

આ એક પ્રકાર ની Scholarship યોજના છે, જેમાં ગુજરાતનાં વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાત સરકાર તરફથી  શિષ્યવૃત્તિ મળશે.

Q 2 મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના માં કોણ અરજી કરી શકે?

Ans:  આ યોજનામાં જે વિદ્યાર્થીઓ કૉલેજમાં અભ્યાસ કરે છે, તે જ આમાં અરજી કરી શકે છે.

Q 3 MYSY Scholarship 2022 માટે અરજી કરવાની અંત્તિમ તારીખ કઈ છે?

Ans: એમાં અરજી કરવાની છેલ્લી તારીખ 31/012/2022 છે.

Q 4 MYSY Scholarship 2022 માટે અરજી કેવી રીતે કરવાની?

Ans: એના માટે અરજદારે ઓનલાઇન અરજી કરવાની રહેશે.

1 thought on “MYSY Scholarship 2022 | મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ, પાત્રતા, દસ્તાવેજ”

Leave a Comment

close button