Short Briefing: Pani Na Tanka Mate Sahay Yojana | Scheme of Water Tanks in Drip Irrigation Gujara | ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા બનાવવાની યોજના
ચાલુ નાણાંકીય વર્ષ 2023-24 માં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં બાગાયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ તથા ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં ખૂબ પ્રચલિત ખેડૂત મોબાઈલ સહાય યોજનાના પણ ઓનલાઈન ચાલુ થઈ ગયેલ છે.
સરકાર દ્વારા ડ્રીપ ઇરીગેશનને પ્રોત્સાહન આપવા યોજના શરૂ કરવામાં આવી છે. આજના આ આર્ટીકલમાં આપણે ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Scheme of Water Tanks in Drip Irrigation Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.
Scheme of Water Tanks in Drip Irrigation Gujara
આજની પરિસ્થિતીમાં પાણીના સ્તર નીચે ઉતરી રહ્યા છે. આ માટે પાણીનો યોગ્ય ઉપયોગ થાય અને પાણીનો વ્યય ઘટે તે માટે સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવે છે. જેમાં Scheme of Water Tanks in Drip Irrigation Gujara શું છે? તેની માહિતી મેળવીશું. ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ શું શું લાભ મળે? કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.
Pani Na Tanka Mate Sahay Yojana નો હેતુ
ખેડૂત દ્વારા અનેક પધ્ધતિથી પિયત કરવામાં આવે છે. આ પધ્ધતિમાં ડ્રીપ ઇરીગેશનમાં પાણીનો વ્યય સૌથી ઓછો અને પાણીનો ઉપયોગ સૌથી વધુ થાય છે. આ માટે સરકાર દ્વારા ડ્રીપ ઇરીગેશન તરફ ખેડૂતને આકર્ષિત કરવા યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનો હેતુ એ એવા ખેડૂતને ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે.
Highlight Point of Scheme of Water Tanks in Drip Irrigation Gujarat
યોજનાનું નામ | ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | આ યોજનાનો હેતુ એ એવા ખેડૂતને ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય પૂરી પાડવી અને ડ્રીપ ઇરીગેશન તરફ ખેડૂતને આકર્ષિત કરવા. |
વિભાગનું નામ | બાગાયતી વિભાગ |
ક્યા લાભાર્થીઓને સહાય મળે? | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો |
શું સહાય મળે? | સામાન્ય જાતિના ખેડૂતો યુનિટ કોસ્ટ રૂ 1.00 લાખમાં ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ. 50,000/- ની મર્યાદામાં અને અનુ. જાતિ અને અનુસુચિત જન જાતિના ખેડુતને યુનિટ કોસ્ટ રૂ 1.00 લાખમાં ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂ. 75,000/- સહાય મળશે. |
ઓફિશિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજીની પદ્ધતિ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/05/2023 |
Read More: ખેડૂત મોબાઈલ સહાય યોજના | Khedut Mobile Sahay Yojana 2023
ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાની પાત્રતા અને નિયમો
ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- આ યોજનામાં સામાન્ય, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
- સિમેન્ટેડ પાકા પાણીના ટાંકા, ડ્રીપ સેટ ફરજીયાત
- ટાંકાના ખર્ચના વ્યાજબીપણા માટે ગવર્નમેન્ટ વેલ્યુઅર / તાલુકા સર્વેયર / નરેગા યોજનાના સર્વેયરનુ ખર્ચ અંગેનુ સર્ટીફીકેટ લાભાર્થી પાસેથી મેળવવાનું રહેશે.
- ખેડૂતને ઓછામાં ઓછા 25.50 ઘનમીટર ક્ષમતાવાળા ટાંકા બનાવવાના રહેશે.
Read More: પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2023 | Pradhan Mantri Kisan Samman Nidhi Yojana In Gujarati
ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો
આ યોજના હેઠળ જુદી-જુદી જ્ઞાતિઓને અલગ-અલગ લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
અનુસુચિત જાતિના ખેડૂતો માટે | અનુ. જાતિના ખેડુતને યુનિટ કોસ્ટ રૂ 1.00 લાખમાં ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂ. 75,000/- ની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે. |
અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે | અનુ. જન જાતિના ખેડુતને યુનિટ કોસ્ટ રૂ 1.00 લાખમાં ખર્ચના 75 ટકા મુજબ મહત્તમ રૂ. 75,000/- ની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે. |
સામાન્ય જાતિના ખેડૂતો માટે | સામાન્ય જાતિના ખેડૂતો યુનિટ કોસ્ટ રૂ 1.00 લાખમાં ખર્ચના 50 ટકા મુજબ મહત્તમ રૂ. 50,000/- ની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે. |
Read MOre: મફત સિલાઈ મશીન યોજના । Mafat Silai Machine Yojana 2023
Scheme of Water Tanks in Drip Irrigation in Gujarat | કયાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
I-khedut Portal પર ચાલતી ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
- ખેડૂતની 7/12 ની જમીનની નકલ
- આધારકાર્ડની નકલ
- જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ (Ration Card)
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર

Read More: વ્હાલી દીકરી યોજના 2023 | Vahali Dikri Yojana 2023
ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.
- પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
- ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.

- “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-30 ડ્રીપ ઇરીગેશન માટે પાણીના ટાંકા પર ક્લિક કરવું.
- જેમાં ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
- જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
- ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
FAQ
Ans. ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ છે.
Ans. ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2023 છે.
Ans. આ યોજનાનો હેતુ એ એવા ખેડૂતને ડ્રીપ ઇરીગેશનમાં પાણીના ટાંકા બનાવવા માટે સહાય પૂરી પાડવી અને ડ્રીપ ઇરીગેશન તરફ ખેડૂતને આકર્ષિત કરવા.