બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના 2023 : ઓનલાઈન અરજીની સંપૂર્ણ માહિતી મેળવો.
સરકાર દ્વારા ખેડૂત માટે અનેક આર્થિક સહાય આપતી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આ યોજનામાં વર્મી કંમ્પોસ્ટ બનાવવા માટેનો એકમ સહાય યોજના,સોલાર ફેન્સીંગ સહાય યોજના અને પાવર ટીલર સહાય યોજનાનો સમાવેશ થાય છે. ખેડૂતલક્ષી યોજનાઓના ઓનલાઈન અરજી ફોર્મ ikhedut Portal પરથી ભરાય છે. હાલ તાજેતરમાં સરકાર દ્વારા બટાકા અને લાલ ડુંગળી માટે સહાય બહાર પાડવામાં આવી છે.
bataka ane lal dungri sahay Yojana
બટાટા અને લાલ ડુંગળી સહાય યોજના 2023 માટે આ યોજનાના શું છે? આ યોજના હેઠળ શું લાભ છે? અરજી કેવી રીતે કરવી? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? આવી દરેક પ્રશ્નો જવાબ આપતો આ આર્ટીકલ છે.
Highlight
યોજનાનું નામ | બટાટા અને લાલ ડુંગળી માટે સહાય |
વિભાગનું નામ | કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત |
સરકાર | ગુજરાત સરકાર |
યોજનાનો હેતુ | બટાટા અને લાલ ડુંગળી માટે સહાય 2023 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/05/2023 |
અરજી કરવા માટે પોર્ટલનું નામ | આઇ ખેડૂત પોર્ટલ |
સત્તાવાર પોર્ટલ | https://ikhedut.gujarat.gov.in/ |
આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | Ikhedut Portal Online Application Process |
આ પણ વાંચો: વિદેશ અભ્યાસ લોન યોજના | Videsh Abhyas Loan Yojana Gujarat 2023
લાલ ડુંગળીને એ.પી.એમ.સી.માં વેચાણ સહાય
આ યોજના સૌરાષ્ટના એવા ખેડૂતો માટે બનાવમાં આવી છે કે, જેમને લાલ ડુંગળી ઉત્પાદન કરે છે. આ યોજનાની અંદર ખેડૂતને APMS માં લાલ ડુંગળી વેચતા એક કિલોગ્રામે રૂ.2 (રૂપિયા બે) મળશે. મોટા ખેડૂત માટે વધુમાં વધુ 500 કટ્ટા (250 ક્વિન્ટલ) સુધીનો લાભ લઈ શકે છે. આ યોજનાનો લાભ તા. 14/02/2023 થી તા. 06/03/2023 સમયગાળામાં મળવાપાત્ર રહેશે. જે ખેડૂત લાભાર્થીઓએ પોતાના ખેતરમાં વાવેલી હોય એમને લાભ મળશે. જેનું વેચાણ માત્ર APMC માંં કરવાનું રહેશે.
આ પણ વાંચો: How To Link Aadhaar With PAN Card Online | પાન કાર્ડ સાથે આધાર લિંક કરવું ફરજિયાત
લાલ ડુંગળીને અન્ય રાજયોમાં/દેશ કે બહાર નિકાસ કરવા માટે સહાય
લાલ ડુંગળી વેચનારા ખેડૂત/વેપારી દ્વારા લાલ ડુંગળી એ અન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટેના ખર્ચમાં સહાય મળવાપાત્ર છે.
- લાલ ડુંગળીની નિકાસ એ રોડ ટ્રાન્સપોર્ટથી કરે તો રૂ. 750/- પ્રતિ મેટ્રીક ટન, મળવા પાત્ર છે.
- રેલ્વે મારફત રાજ્યની બહાર નિકાસ કરે છે તો ખર્ચના 100 ટકા અથવા રૂ. 1150/- પ્રતિ મેટ્રીક ટન જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- દેશ બહાર નિકાસ કરે તો 10.00 રૂ. લાખની મર્યાદા અથવા કુલ વાહતુક ખર્ચના 25 %, બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર રહેશે.
- આ આર્થિક સહાયનો લાભ તારીખ: 06/03/2023 થી 30/04/2023 સુધી લાલ ડુંગળી અન્ય રાજ્યો/દેશ બહાર નિકાસ માટે મળવાપાત્ર રહેશે.
બટાટાને APMC માં વેચાણ સહાય યોજના
આ યોજનાની હેઠળ એ.પી.એમ.સી.માં બટાટા વેચનાર ખેડૂતને એક કિલોગ્રામ એ રૂ.1/- મળવા પાત્ર છે. ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ.50 મળવા પાત્ર છે. મોટા ખેડૂત વધારેમાં વધારે 600 કટ્ટા (300 કિવન્ટલ) સુધીનો લાભ લઈ શકે છે. આ આર્થિક સહાયતા તારીખ: 1/02/2023 થી તારીખ 31/03/2023 સુધીના સમયગાળામાં એ.પી.એમ.સી માં જ વેચાણ કરેલ હોવું જોઈએ. જેમણે APMC માં વેચાણ કરેલ હોય તેવા ખેડૂતોને જ મળવાપાત્ર રહેશે.
આ પણ વાંચો: ઈલેક્ટ્રીક સાધન સહાય યોજના હેઠળ 14000/- ની સહાય મળશે
બટાટાને અન્ય રાજયોમાં કે દેશ બહાર નિકાસ સહાય યોજના
રાજયની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (એ.પી.એમ.સી)માં નોંધાયેલ ખેડુતો અને વેપારી દ્રારા બટાટા નિકાસ કરવા માટે નીચેના મુજબ સહાય મળવા પાત્ર છે.
- બટાટાની નિકાસ જો રોડ ટ્રાન્સપોર્ટથી કરે છે તો રૂ. 750/- પ્રતિ મેટ્રીક ટન મળવા પાત્ર છે.
- રેલ્વે મારફત રાજ્ય બહાર નિકાસ કરે રૂ. 1150/- પ્રતિ મેટ્રીક ટનની મર્યાદા અથવા ખર્ચના 100 ટકા, આ બંને માંથી જે ઓછુ હોય તે મળવા પાત્ર છે.
- દેશ બહાર નિકાસ કરે તો કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. 10.00 લાખની મર્યાદામાં, જે ઓછુ હોય તે મળવાપાત્ર રહેશે.
- આ સહાયનો લાભ તારીખ: 6/03/2023 થી 30/04/2023 સુધી બટાટા અન્ય રાજ્યો કે દેશ બહાર નિકાસ માટે મળવાપાત્ર રહેશે.
બટાટાને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવા માટેની સહાય યોજના
રાજયમાં બટાટા પકવતા અનેક જિલ્લાઓ છે. જેવા કે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પાટણ આણંદ, ખેડા અને વડોદરા, મહેસાણા વગેરેનો સમાવેશ થાય છે. આ જિલ્લાના ખેડૂતોને બટાટા કોલ્ડ સ્ટોરેજમાં માત્ર ખાવા માટેના બટાટા (ટેબલ પર્પઝ) સંગ્રહ કરવાની જરૂરિયાત રહે છે.
આ માટે ખેડૂતને પ્રતિ કિલો રૂ. 1/- મળવા પાત્ર છે. ખેડૂતને એક કટ્ટા દીઠ રૂ. 50 મળવા પાત્ર છે. મોટા ખેડૂતને વધુમાં વધુ 600 કટ્ટા (300 કિવન્ટલ) સુધીનો લાભ લઈ શકે છે. આ યોજનામાં આર્થિક સહાયનો લાભ તા. 01/02/2023 થી તા: 31/03/2023 સમયગાળામાં મળવાપાત્ર રહેશે.
Read More: ઘરઘંટી સહાય યોજના હેઠળ 15000/- સહાય મળશે | Flour Mill Sahay Yojana
બટાટા અને લાલ ડુંગળી માટેની સહાય માટે અરજી કરવાની પધ્ધતિ (How to Online Apply )
રાજ્યના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે બટાટા અને લાલ ડુંગળી માટેની સહાય યોજના બહાર પાડેલી છે, ખેડૂતો જાતે Ikedut Portal પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. જેની તમમ વિગતવાર માહિતી નીચે મુજબ છે.
- ખેડૂત મિત્રોએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
- Google Search પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર Click કર્યા પછી “અન્ય યોજના” પર જાઓ.
- જેમાં “અન્ય યોજના” ઓમાં ક્રમ નંબર-1 પર “બટાટા અને લાલ ડુંગળી માટે સહાય” દેખાશે.
- જેમાં બટાટા અને લાલ ડુંગળી માટે સહાય ની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
- જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
- છેલ્લે, તમામ માહિતી ભર્યા બાદ અરજી Confirm કરવાની રહેશે.
Required Document Of bataka ane lal dungri sahay Yojana
ગુજરાતના ખેડૂતો માટે યોજનાનો લાભ આપવા માટે Ikhedut Portal બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરાય છે. બટાટા અને લાલ ડુંગળી માટે સહાય યોજના 2023 નું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.
- અરજદાર ખેડૂતની જમીનની નકલ 7-12
- S.C જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
- S.T જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
- લાભાર્થીનું રેશનકાર્ડની નકલ (Ration Card)
- ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
- વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
- જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
- ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
- જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
- મોબાઈલ નંબર
- બેંક ખાતાની પાસબુક
- ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
Read More: Manav Kalyan Yojana 2023 | માનવ કલ્યાણ યોજના
FAQ
Ans. બટાટા અને લાલ ડુંગળી માટે સહાય માટે સત્તાવાર પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/ છે.
Ans. બટાટા અને લાલ ડુંગળી માટે સહાય માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31/05/2023 છે?