WhatsApp ગ્રૂપમાં જોડાવો!
[ikhedut] પાવર ટીલર સહાય યોજના | Power Tiller Sahay Yojana 2022

[ikhedut] પાવર ટીલર સહાય યોજના | Power Tiller Sahay Yojana 2022

પાવર ટીલર ખરીદી સહાય યોજના 2022 | ikhedut Portal Yojana | Power Tiller Yojana Gujarat 2022 |Ikhedut yojana 2022 |  Power Tiller subsidy In Gujarat | ગુજરાત સબસીડી યોજના 2022

પ્રધાનમંત્રી દ્વારા દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે ઘણી ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવેલ છે. ખેડૂતોને સીધી આર્થિક મદદ કરવા માટે પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના અમલી બનાવેલ છે. કેન્‍દ્ર સરકારની જેમ રાજ્ય સરકારો પણ અલગ-અલગ યોજનાઓ બહાર પાડતી હોય છે. ગુજરાતમાં ખેડૂતો માટે, પશુપાલકો માટે, બાગાયતી કે મત્સ્ય પાલનની યોજનાઓ ikhedut Portal પર ઓનલાઈન મૂકવામાં આવે છે.

આઈ ખેડૂત પોર્ટલ વિવિધ વિભાગોની યોજનાની માહિતી મુકવામાં આવે છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, બાગાયતી યોજના , મત્સ્ય પાલન ની યોજનાઓ અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશલ લિ વગેરે વિભાગની યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. આજે આપણે આ આર્ટિકલના માધ્યમથી Power Tiller Sahay Yojana 2022 (8 BHP થી વધુ) & પાવર ટીલર સહાય યોજના (8 BHP થી ઓછા) સહાય યોજના વિશેની વિગતવાર માહિતી મેળવીશું.

Power Tiller Sahay Yojana 2022

      ગુજરાતના કૃષિ અને સરકાર વિભાગ દ્વારા ખેત ઉત્પાદન વધારવા માટે ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેતીમાં ઝડપથી પાક ફેરબદલી તથા ખેડાણ માટે ઘણા બધા ખેતીના સાધનો માટે સહાય આપવામાં આવે છે. આઈ ખેડૂત પોર્ટલ દ્વારા પાવર ટીલર સહાય યોજના હેઠળ કેટલી સબસીડી આપવામાં આવે છે?, કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટની જરૂર પડે તે વગેરે વિશે માહિતી મેળવીશું.

પાવર ટીલર સહાય યોજનાનો હેતુ

      Kheti Vadi Vibhag દ્વારા ખેડૂતો માટે આ યોજના અમલી બનાવવામાં આવેલ છે. ગુજરાતમાં ખેડૂતો ખેતીમાં ખર્ચ ઘટાડવા, ઝડપથી પાકની ફેરબદલી માટે પાવર ટીલર મશીન માટે સબસીડી આપવાનું નક્કી કરેલું છે.

Highlight Point of Power Tiller Sahay Yojana 2022

યોજનાનું નામપાવર ટીલર સહાય યોજનાનો
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો મુખ્ય ઉદ્દેશખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે તથા ખર્ચ ઘટાડવા માટે આધુનિક ઓજાર પર સબસીડી પૂરી પાડવી
લાભાર્થીગુજરાતના જમીન ધારક ખેડૂતોને
સહાયની રકમઆ યોજના હેઠળ અલગ-અલગ સ્કીમમાં જ્ઞાતિવાર લાભ આપવામાં આવે છે.
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
ઓનલાઈન અરજી કેવી રીતે કરવીClick કરો.
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ20/09/2022
Highlight Point

Read More: Tadpatri Sahay Yojana @Ikhedut | તાડપત્રી સહાય યોજના

યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા

        iKhedut Portal 2022 પર ખેડૂતો માટે ઘણી યોજના ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું ચાલુ થયેલ છે. જેમાં Power Tiller Sahay Yojana 2022 માં ખેડૂતોને આધુનિક ખેત ઓજારની ખરીદી પર સહાય આપવામાં આવે છે. ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • ગુજરાત રાજયનો વતની હોવો જોઈએ.
  • રાજ્યના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.
  • Power Tiller Yojana નો લાભ મેળવવા માટે લાભાર્થી ખેડૂતે ઘટકના એમ્પેનલમેન્ટમાં સમાવિષ્ટ ઉત્પાદક અથવા ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી ખરીદી કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ.
  • અરજદાર નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
  • ખેડૂતોઓએ khedut Portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહ
  • ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ અથવા જમીનના 7/12 ની નકલ ધરાવતો હોવો જોઈએ.
  • પર્વતીય અને જંગલીય વિસ્તારના ખેડૂતો પાસે ટ્રાઈબલ લેન્‍ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.

Power Tiller Yojana Gujarat  માં મળવાપાત્ર લાભ

        Government of Gujarat ની આ સબસિડી યોજના છે. ખેડૂતો માટેની આ યોજના હેઠળ આધુનિક ખેત ઓજારની ખરીદી પર subsidy આપવામાં આવે છે. આ યોજનામાં જ્ઞાતિ અને ટ્રેક્ટરમાં પાવર ટીલર સહાય યોજનાની ક્ષમતા મુજબ લાભ મળવાપાત્ર થાય છે. જે નીચે મુજબ છે.

ક્રમયોજના હેઠળ સમાવેશ પેટા સ્કીમનું નામ
1SMAM
2AGR 2 (FM)
3AGR 3 (FM)
4AGR 4 (FM)
5રાજયના આદિજાતિ ખેડુત લાભર્થીઓ માટે પાવર ટીલર સહાય યોજના
Benefit of Power Tiller Yojana Gujarat

Read More: Tuition Fee Yojana 2022 Online Form| શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય યોજના

Also Read More: સોલાર રૂફટોપ યોજના 2022 | Solar Rooftop Yojana Online Application

આ સ્કીમમાં અલગ-અલગ પાવર ટીલર મશીન માટે જુદી-જુદી સહાય આપવામાં આવે છે. આ સહાય જ્ઞાતિ વાઈઝ મળવાપાત્ર થાય છે. જે નીચે મુજબ છે.

સામાન્ય વર્ગના ખેડૂતો માટે

  • સામાન્ય જાતિના ખેડૂતોને 8 BHP વાળા પાવર ટીલર માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 50,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 8 BHP થી વધુ બ્રેક હોર્સ પાવર ધરાવતા પાવર ટીલર માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 70,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.

અનુસુચિત જાતિ, અનુસુચિત જન જાતિ અને સામાન્ય વર્ગના,નાના,સિમાંત અને મહિલા ખેડૂતો માટે

  • આ જાતિના ખેડૂતોને 8 BHP વાળા પાવર ટીલર માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 65,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.
  • 8 BHP થી વધુ બ્રેક હોર્સ પાવર ધરાવતા પાવર ટીલર માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 85,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.

Required Document Of Power Tiller Sahay Yojana Gujarat

        ગુજરાતના ખેડૂતો માટે ખેડૂત યોજનાનો લાભ આપવા માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના Online Form ભરાય છે. પાવર ટીલર સહાય યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

  • અરજદાર ખેડૂતની જમીનની નકલ 7-12
  • એસ.સી. જ્ઞાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
  • એસ.ટી. જ્ઞાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
  • રેશનકાર્ડની નકલ (Ration Card)
  • ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
  • વિકલાંગ અરજદાર માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
  • જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
  • ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
  • જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
  • મોબાઈલ નંબર
  • બેંક ખાતાની પાસબુક
  • ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

How To Online Apply Power Tiller Machine Scheme Gujarat 2022

ખેડૂતોને ટ્રેક્ટર આધારિત ચાલતા પાવર ટીલર મશીન સહાય મળશે. આ સબસીડી યોજનાનો લાભ લેવા માટે Ikedut પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી કોમ્પ્યુટર સાહસિક પાસેથી Online Arji કરી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.

       

  • ખેડૂત ભાઈએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut’ ટાઈપ કરવાનું રહેશે.
  • Google Search પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજના” ખોલવીની રહેશે.
  • જેમાં “ખેતીવાડીની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2022-23 ની કુલ 50 યોજનાઓ બતાવશે. (તા-24/08/2022 ની સ્થિતિએ)
  • જેમાં ક્રમ નંબર-02 પર “પાવર ટીલર” માં  પર ક્લિક કરવાની રહેશે.
ikhedut Portal | પાવર ટીલર સહાય યોજના | Power Tiller Sahay Yojana 2022
Image of Ikhedut Portal
  • જેમાં પાવર ટીલર સહાય યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  • જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
  • ખેડૂત Online Application Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન એપ્લિકેશન એક વાર કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • છેલ્લે,ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

Read More: ભારત સરકારે 3 લાખ સુધીની કૃષિ લોનના વ્યાજ પર આપી 1.5 ટકા સબસિડી

Ikhedut Empanelled Vendors

Agriculture, Farmers Welfare & Co-Operation Department દ્વારા ખેડૂતોની સુખાકારી માટે ખેડૂત યોજનાઓની ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની ચાલુ કરેલ છે. જેમાં યોજનાની સહાય બાબતે સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી ઘણી વિશેષ માહિતી આ પોર્ટલ પર આપેલી છે. જેમાં “એમ્પેનલ્ડ વેન્ડર્સ જોવા” માટેની જે સુવિધા આપેલી છે તે ઘણી બધી સારી સેવા છે. ખેડૂતો એમ્પેનલ્ડ વેન્ડર્સ ઉત્પાદક અને ભાવ પ્રમાણે માહિતી મેળવી શકે છે.

Ikhedut Portal Status

i-ખેડૂત પોર્ટલ પર અરજીની સેવાઓ ઓનલાઈન થયેલ છે. ખેડૂત લાભાર્થી દ્વારા કરેલી ઓનલાઈન એપ્લિકેશનનું Status જાણી શકે છે. “અરજીનું સ્ટેટસ તપાસવા/ રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો” ની સુવિધા દ્વારા પોતાની અરજીની શું સ્થિતી છે તેની માહિતી મેળવી શકે છે.

ikhedut Portal | પાવર ટીલર સહાય યોજના | Power Tiller Sahay Yojana 2022
Image of Power Tiller Machine Scheme Gujarat 2022

Follow us

Whats App GroupClick Here
Telegram ChannelClick Here
Facebook PageClick Here
Twitter PageClick Here
Home PageClick Here
Follow us

FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

પાવર ટીલર સહાય યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની હોય છે?

આ યોજનાનો લાભ લેવા માટે ikhedut Portal પર ઓનલાઈન અરજી કરવાની હોય છે.

Power Tiller Sahay Yojana  નો લાભ કોણે-કોણે આપવામાં આવે છે?

ગુજરાત રાજ્યના નાના, સીમાંત, મહિલા, અનામત જ્ઞાતિના, સામાન્ય ખેડૂતો અને મોટા ખેડૂતોને પોટેટો ડીગર મશીન સહાયનો લાભ આપવામાં આવે છે.

Power Tiller Machine Scheme Gujarat 2022 માં કેટલો લાભ મળે છે?

સામાન્ય જાતિના ખેડૂતોને 8 BHP વાળા પાવર ટીલર માટે કુલ ખર્ચના 40% અથવા રૂપિયા 50,000/-  અને અન્ય જ્ઞાતિમાં કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 65,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે. અને 8 BHP થી વધુ પાવર ટીલર માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 65,000/-  અને અન્ય જ્ઞાતિમાં કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 85,000/- આ બન્નેમાંથી જે ઓછું હોય તે લાભ મળશે.

Leave a Comment

close button