WhatsApp ગ્રૂપમાં જોડાવો!
Dattopant Thengadi Artisan Interest Subsidy Scheme । દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના

Dattopant Thengadi Artisan Interest Subsidy Scheme । દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના

        ગુજરાત રાજ્યના હાથશાળ અને હસ્‍તકલાના કુટિર ઉદ્યોગના કારીગરોને ધંધાના વિકાસ માટે કાચો માલ ખરીદવા નાણાકીય મૂડીની જરૂરિયાત પડતી હોય છે. આ નાણાંકીય જરૂરીયાત માટે કારીગરોએ નાણાકીય સંસ્‍થાઓ /ખાનગી ધિરાણકર્તા ઉપર આધાર રાખવો પડે છે. જેનો વ્‍યાજદર ઉંચો હોવાથી વર્તમાન સમયમાં કુટિર ઉદ્યોગના કારીગરોને બજારમાં ટકી રહેવું મુશ્કેલ બન્‍યું છે.

ગુજરાત સરકારશ્રીના કુટિર અને ગ્રામોદ્યોગ હસ્‍તકના ઈન્‍ડેક્ષ્ટ-સીમાં શહેરી અને ગ્રામ્ય વિસ્‍તારમાં આર્ટીઝન તરીકે કાર્યરત છે. જેમા& નોંધાયેલા કારીગરોને કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્‍યાજે જરૂરીયાત મુજબના નાણા મળે તે માટે આ યોજના અમલમાં લાવવામાં આવેલ છે. અગાઉના આર્ટીકલમાં આપણે પોલ્ટ્રી ફાર્મ લોન યોજના, નવા ધંધા માટે (મુદ્દતી) ટર્મ લોન યોજના, સ્ટેન્ડ-અપ ઇન્ડિયા યોજનાની વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે Dattopant Thengadi Artisan Interest Subsidy Scheme વિષે માહિતી મેળવીશું.

Dattopant Thengadi Artisan Interest Subsidy Scheme

        દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના ગુજરાત રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ હસ્તકના ઈન્ડેક્ષ-સી હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્‍તારમાં આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્‍યાજે જરૂરીયાત મુજબના નાણા મળે તે માટેની યોજના.

Highlight Point

યોજનાનું નામદત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના
વિભાગનું નામઉદ્યોગ અને ખાણ વિભાગ
પેટા વિભાગ/કચેરી નું નામજિલ્લા ઉદ્યોગ કેન્દ્ર
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાકારીગર
યોજના હેઠળ મળવાપાત્ર સહાયવ્યાજ સહાય
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? તમામ કારીગર
અરજી પ્રક્રિયાઓફલાઈન
Official Websitehttps://cottage.gujarat.gov.in  

Read More:- Janni Surxa Yojana | જનની સુરક્ષા યોજના


કોને સહાય મળવાપાત્ર છે?

દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના ગુજરાત રાજ્યના કુટીર અને ગ્રામોદ્યોગ હસ્તકના ઈન્ડેક્ષ-સી હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્‍તારમાં આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને સહાય મળવાપાત્ર છે.


Read More: આધાર નંબર દ્વારા પીએમ કિસાન લાભાર્થી સ્થિતિ તપાસો.


લોન કેટલી મળવાપાત્ર છે?

આ યોજનામાં લાભાર્થીને વાર્ષિક રૂ. 1,00,000/- મહત્તમ મર્યાદામાં લોન મળશે. આ લોન મશીનરી અથવા વર્કિગ કેપીટલ (કાચો  માલ ખરીદવા માટે)  અથવા બન્ને માટે ધિરાણ મળી શકશે.


વ્યાજ સહાય કેટલી મળવાપાત્ર છે?

આ યોજના હેઠળ 7% દરે વ્યાજ સહાય મળવાપાત્ર થશે,. જે સહાય દર 6 મહિને બેંક તરફથી ક્લેઈમ મળ્યેથી લાભાર્થીના ખાતામાં જમા કરાવવાની રહેશે. આ સહાય મહત્તમ ત્રણ વર્ષ સુધી જ મળવાપાત્ર રહેશે. વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી નિયમીત બેંક નક્કી કરે તે મુજબ હપ્તા ભરનાર લાભાર્થીને બેંકની ભલામણથી ફરીથી આ યોજના હેઠળ લાભ આપી શકાશે. પરંતુ મહત્તમ ત્રણ વાર આ જ શરતો હેઠળ આ યોજનાનો લાભ મળી શકશે.


Read More: Tadpatri Sahay Yojana 2023 | તાડપત્રી સહાય યોજના


સહાયના ધોરણો

માર્જીન મની સહાય: આ યોજના હેઠળ બેંક દ્વારા મંજૂર થયેલ લોન પર સહાય મળશે. આ ધિરાણ મંજુર થયા બાદ નીચે મુજબ માર્જીન મની સહાય ચૂકવવાની રહેશે.

માર્જીન મની સહાય
જનરલ કેટેગરી (પુરુષ)અનામત કેટેગરી (અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ)/મહિલા/૪૦% કે તેથી વધુ અંધ કે અપંગ
20%25%

Read More: Post Office Accident Insurance Scheme । પોસ્ટ ઓફિસ અકસ્માત વીમા યોજના


દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના માટે જરૂરી ડોકયુમેંટ

Dattopant Thengadi Artisan Interest Subsidy Scheme માટે કેટલાક ડોક્યુમેન્‍ટ માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે.

  • નિયત અરજીપત્રક (બે નકલમાં)
  • પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફસ (ફોટા ફોર્મની બંને નકલો ઉપર ચોંટાડવા)
  • બેન્ક સર્ટીફિકેટ મેળવવાનું રહેશે.
  • વ્યાજ સહાય ફોર્મ
  • ચૂંટણી ઓળખપત્ર/આધારકાર્ડ,
  • આર્ટીઝન કાર્ડ,
  • જન્‍મ નોંધણીનું પ્રમાણપત્ર અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર,
  • જો સાધન-ઓજાર ખરીદવાના હોય તો તેના ટીન/વેટ નંબરવાળા ભાવપત્રકો,
  • સૂચિત ધંધાના સ્‍થળનો આધાર (ભાડાચિઠ્ઠી/ભાડા કરાર,
  • મકાનવેરાની પહોંચ વગેરે
  • વીજળી વપરાશ કરવાની હોય તો તેનો પુરાવો/ સંમતિ પત્રક.

Read More:- Mahila Swavalamban Yojana 2023 | મહિલા સ્વાવલંબન યોજના


અગતયના ફોર્મ અને લિંક

ક્રમવિગતનું નામલિંક
1જિલ્લા ઉદ્યોગ કેન્દ્રજિલ્લા ઉદ્યોગની યાદીની લિંક
2ફોર્મદત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના માટેનું અરજી ફોર્મ
3ઠરાવદત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજનાનો ઠરાવ – તા:૩-૮-૨૦૧૫
4સર્ટિફિકેટબેંક સર્ટીફીકેટ
5સબસીડી ફોર્મવ્યાજ સબસિડી ફોર્મ
6યોજના સબસીડીસબસિડી ફોર્મ
7Home Pagehttps://www.sarkariyojanaguj.com/

Read More: Online Gujarat Card Application For NRGs । ગુજરાત કાર્ડ ઓનલાઇન અરજી ફોર્મ



Dattopant Thengadi Artisan Interest Subsidy Scheme । દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ વ્યાજનો દર કેટલો હશે?

જવાબ: રીઝર્વ બેંક દ્વારા નક્કી કરવામાં આવેલ તે દરે બેંકો લોન માટે વ્યાજની  અકારણી કરશે.

2. Dattopant Thengdi Artisan Interest Subsidy Scheme ની અમલીકરણ એજન્સી કઈ રહેશે?

જવાબ: ગ્રામ્ય અને શહેરી વિસ્‍તારની તમામ અરજીઓ માટે જે તે જિલ્લાના જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક સાધવાનો રહે છે.

3. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ કઈ નાણાંકીય સંસ્થાઓનો સંપર્ક કરી શકાય?

જવાબ: (૧) રાષ્‍ટ્રીયકૃત બેંકો (૨) તમામ પ્રાદેશિક ગ્રામીણ બેંકો (૩) સહકારી બેંકો (૪) પબ્લીક સેક્ટર બેંકો (૫) ખાનગી બેંકો

4. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ કારીગરોને શેના માટે લોન મળી શકે છે?

જવાબ: કુટિર ઉદ્યોગના કારીગરો ને નવા ધંધા કે ચાલુ ધંધાના વિકાસ માટે નીચે જણાવેલ હેતુ માટે નાણાંકીય સવલત મળી શકે છે. (૧) કાચો માલ ખરીદવા (ર) સાધન ઓજારો અને મશીનરી ખરીદવા

5. Dattopant Thengdi Artisan Interest Subsidy Scheme હેઠળ મેળવેલ લોનની ભરપાઈ કેવી રીતે કરવાની રહેશે?

જવાબ: લોનના હપ્તા ધીરાણ આપ્યા બાદ બેંક નક્કી કરે તે પ્રમાણે શરૂ કરવાના રહેશે. અપાયેલ લોન વ્યાજ સહિત ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં વધુ ૩૬ માસિક હ્પ્તામાં નિયમિત ભરપાઈ કરવાની રહેશે અને તે લાભાર્થીને બંધનકર્તા રહેશે.

6. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ રજૂ કરવાના થતા પુરાવાની યાદી જણાવશો?

જવાબ: દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ રજૂ કરવાના થતા પુરાવા નીચે મુજબના રહેશે.
1.       ચૂંટણી ઓળખપત્ર/આધારકાર્ડ,
2.       આર્ટીઝન કાર્ડ,
3.       જન્‍મ નોંધણીનું પ્રમાણપત્ર અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર,
4.       જો સાધન-ઓજાર ખરીદવાના હોય તો તેના ટીન/વેટ નંબરવાળા ભાવપત્રકો, સૂચિત ધંધાના સ્‍થળનો આધાર (ભાડાચિઠ્ઠી/ભાડા કરાર, મકાનવેરાની પહોંચ વગેરે). વીજળી વપરાશ કરવાની હોય તો તેનો પુરાવો/ સંમતિ પત્રક.

7. દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ લોનની મહત્તમ મર્યાદા કેટલી નિર્ધારિત કરવામાં આવેલ છે.?

જવાબ: દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના હેઠળ મહત્તમ લોનની મર્યાદા રૂ. 1,00,000/- છે. 

Leave a Comment