Gujarat Government Schemes

Mukhya Mantri Matrushakti Yojana | મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2023

Advertisement

        રાજ્યની સગર્ભા મહિલાઓને અને તેમના બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે ખૂબ જ જરૂરી છે. એટલા માટે માતાને શરૂઆતથી જ સક્ષમ બનાવવી જરૂરી છે. ભવિષ્યને સુરક્ષિત કરવા આરોગ્ય ઉમદા હોવુ જરૂરી હોય, આપણી રાજ્ય સરકાર મજબૂત ભવિષ્યનો પાયો નાંખવા આજથી જ પ્રયત્નશીલ છે. અગાઉના આર્ટીકલમાં આપણે મહિલા સ્વાવલંબન યોજના, ટેક હોમ રેશન યોજના જેવી યોજની વિગતવાર માહિતી મેળવી. આજે આપણે Mukhya Mantri Matrushakti Yojana વિષે માહિતી મેળવીશું.

 Mukhya Mantri Matrushakti Yojana      

        રાજ્યની સગર્ભા મહિલાઓ અને બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે અને તેમના આરોગ્ય સ્તરમાં સુધારા થઈ શકે તે માટે મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈ.સી.ડી.એસ પ્રભાગ દ્વારા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલમાં મુકેલ છે.

Highlight Point

યોજનાનું નામમુખ્યમંત્રી માતૃશક્તિ યોજના
વિભાગનું નામમહિલા અને બાળ વિકાસ વિભાગ
પેટા વિભાગ/કચેરીનું નામઆંગણવાડી
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાવિગત નીચે આપેલ છે.
યોજના/સેવા  હેઠળ મળવાપાત્ર સહાયવિગતો નીચે આપેલ છે.
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?લાગુ પડતુ નથી.
અરજી પ્રક્રિયાઓફલાઈન
Official Websitewww.wcd.gov.in

Read More:- PM Kisan Beneficiary Status: પીએમ કિસાન યોજનાના આ લિસ્ટવાળા ખેડૂતોને મળશે રૂ.2000/- ની સહાય. તમારું નામ ચેક કરો.



Read More:- PM Kisan 14th Installment Date Declare 2023 : 27 મી જુલાઈ 2023 ના રોજ પ્રધાનમંત્રીશ્રી દ્વારા 14 મો હપ્તો જાહેર કરશે.


કોને સહાય મળવાપાત્ર છે?

        આંગણવાડીમાં નોંધાયેલ સગર્ભા મહિલા અને જન્મથી ૨ વર્ષની ઉંમર ધરાવતા બાળકની માતાને સહાય મળવાપાત્ર છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ શું સહાય મળે છે?

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ નીચે મુજબની સહાય મળવપાત્ર છે.

  • 2 કિલો ચણા દાળ
  • 2 કિલો તુવેર દાળ
  • 1 કિલો સિંગતેલ

ઉક્ત તમામ ચીજવસ્તુ દર માસ દરમિયાન મળશે.

જરૂરી ડોકયુમેંટ

આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના ડોકયુમેંટ રજૂ કરવાના રહેશે.

  • આધાર કાર્ડ
  • ટેકો આઈ.ડી/મમતા કાર્ડ
  • આંગણવાડીમાં નોંધણી ફરજીયાત.  

Read More:- Sahara Refund Portal । સહારા રિફંડ માટે કોણ અરજી કરી શકે?-જાણો તમામ માહિતી.


Mukhya Mantri Matrushakti Yojana | મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2023

FAQ વારંવાર પુછાતા પ્રશ્નો?

1. Mukhya Mantri Matrushakti Yojana હેઠળ સહાય મેળવવા ક્યાં સંપર્ક કરવાનો રહેશે?

જવાબ: આપની નજીકનો આંગણવાડી સંપર્ક કરવાનો રહેશે.

2.  મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ કોઈ આવક-મર્યાદા નિર્ધારીત કરેલ છે.?

જવાબ: ના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ કોઈ આવક-મર્યાદા નિર્ધારીત કરેલ નથી.

3. Mukhya Mantri Matrushakti Yojana 2023 ની અમલીકરણ કચેરી કઈ છે?

જવાબ: નીચેની કચેરીઓ અમલીકરણ કરે છે.
1.       રાજ્ય કક્ષાએ: કમિશનર, મહિલા અને બાળ વિકાસની કચેરી-ગાંધીનગર
2.       પ્રાદેશિક કક્ષાએ: વિભાગીય નાયબ નિયામકશ્રીની કચેરી- ઝોન મુજબ
3.       જિલ્લા કક્ષાએ: પ્રોગ્રામ ઓફીસરની કચેરી- જિલ્લા પંચાયત, તમામ જિલ્લા
4.       તાલુકા કક્ષાએ:- બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી

4. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાહેઠળ અરજી ક્યાં કરવાની રહેશે?

જવાબ: આપના નજીકના આંગણવાડી કેન્દ્ર ખાતે અરજી કરવાની રહેશે.

Related Articles

One Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker