Short Briefing : Smartphone Mobile Sahay Yojana 2024 | Smartphone Yojana 2024 Registration | Farmer Smart phone Sahay Yojana | ખેડૂતને મોબાઈલ ખરીદી પર સહાય રૂપિયા 6000/- ની સહાય । ikhedut Portal 2024
ભારતમાં ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજનાઓ અને પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા PM Kisan Portal પર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવવામાં આવે છે. ત્યારે ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે. જેના માટે આઈ ખેડૂત પોર્ટલ બનાવેલ છે. જેમાં વર્ષ 2024-25 માટે યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં પશુપાલની યોજનાઓ , બાગાયતી યોજનાઓ વગેરે ઓનલાઈન મૂકવામાં આવેલ છે. જેમાં ઘણી બધી યોજનાઓ ખેડૂતો, પશુપાલકો માટે ચાલે છે. જેમાં હાલમાં તાર ફેન્સીંગ સહાય યોજના, તાડપત્રી સહાય યોજના વગેરે અગત્યની છે.
અત્યારે હાલમાં ડિજીટલ યુગ છે. તાજેતરમાં Artificial Intelligence, Chat GPT, Open AI વગેરે ટેકનોલોજી આવી રહી છે. ત્યારે ગુજરાત સરકાર પણ રાજ્યના ખેડૂતો પણ ડિજીટલ બને તેવુ ધ્યેય રાખ્યું છે. ડીજીટલ સેવાનો વ્યાપ વધારવા માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે. સ્માર્ટફોન સહાય યોજના ૨૦૨૪ વિશે માહિતી મેળવીશું. Smartphone Sahay Yojana 2024 નો લાભ લેવા માટે શું શું ડૉક્યુમેન્ટ જોઈએ, કેવી રીતે લાભ મળે તેની માહિતી મેળવીશું.
Smartphone Sahay Yojana 2024
દેશમાં અને ગુજરાતમાં કૃષિક્ષેત્રે ડિજીટલ સેવાનો વ્યાપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ડગલે ને પગલે ખેડૂતો IT Technology ના ઉપયોગ થકી અવનવી તકનીક અપનાવી રહ્યા છે. આ તકનીકના ઉપયોગ દ્વારા ખેડૂતો પોતાની આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડીજીટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાતના ઉપદ્વવની માહિતી, નવી ખેત પદ્ધતિઓ તથા ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવી શકે છે. જેના માટે સ્માર્ટફોનનો ઉપયોગ દિન પ્રતિદિન વધી રહ્યો છે. જેને ધ્યાને રાખીને રાજ્યના કૃષિ વિભાગ દ્વારા Smartphone Sahay Yojana 2024 બનાવેલ છે.
ખેડૂતો પોતાના સ્માર્ટફોનના ઉપયોગ દ્વારા ખેતી વિષયક માટે ફોટોગ્રાફ્સ, ઈ-મેઈલ, SMS તથા વીડિયોની આપ-લે કરી શકે છે. જેનાથી રાજ્યના ખેડૂતો વધુ માહિતીસભર બને છે. જેને ધ્યાને લઈને ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતો ડિજિટલ કેમેરા, મલ્ટી મીડિયા પ્લેયર, ટચ સ્ક્રીન, વેબ બ્રાઉઝર તથા ઇન્ટરનેટ કનેકટીવિટી વગેરે સુવિધા સાથેના સ્માર્ટફોન ખરીદી તો સહાય આપવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. આ યોજના હેઠળ રૂપિયા 6000/- ની સહાય આપવામાં આવે છે.
Important Point Farmer Smartphone Scheme
યોજનાનું નામ | સ્માર્ટફોન સહાય યોજના ૨૦૨૪ |
ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
આ યોજનાનો ઉદ્દેશ શું? | રાજ્યના ખેડૂતોને ડિજીટલ સેવાઓનો લાભ લેવા માટે સ્માર્ટફોનની ખરીદી પર 40% ટકા અથવા રૂ.6000 સુધી સહાય આ બન્નેમાંથી જે ઓછું હોય તે |
ક્યાં લાભાર્થીઓને સહાય મળશે? | રાજ્યના ખેડૂતો |
સહાય | રાજ્યના ખેડૂતો 15,000 સુધીનો મોબાઈલ ખરીદે તો રૂ.6000/- સુધીની સહાય અથવા ખરીદ કિંમત પર 40 % સુધી સહાય. |
ઓફિશીયલ વેબસાઈટ | Ikhedut Gujarat |
અરજી કરવા માટેની તારીખ | તા-18/06/2024 ના સવારના 10.30 કલાકે ઓનલાઈન ચાલુ થશે. |
ઓનલાઈન અરજી કરવા માટેની Direct Link | Ikhedut Portal Direct Link |
Read More: Ikhedut Portal પર ખેડૂતો માટે મફત સ્માર્ટફોન સહાય યોજના તથા અન્ય ઉપયોગી યોજના આ તારીખથી થશે ચાલુ.
સ્માર્ટફોન સહાય યોજના હેતુ
રાજ્યના ખેડૂતો ડિજિટલ સર્વિસનો વધુમાં વધુ લાભ લે અંત્યત જરૂરી છે. ખેડૂતો ડીજીટલ સેવા હેઠળ ખેડૂત ઉપયોગી માહિતી મેળવે,રોગ જીવાત નિયંત્રણની તકનીક, ખેડૂતલક્ષી સહાય વગેરે માહિતી મોબાઈલના ટેરવે મેળવે તે અગત્યનો હેતુ છે. આ હેતુસર ખેડૂતો સ્માર્ટફોનની ખરીદી કરે તો સહાય આપવામાં આવશે.
આ પણ વાંચો: આઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે ઓનલાઈન અરજી કરવી | How to Online Registration ikhedut Portal
આ યોજના હેઠળ લાભાર્થીની પાત્રતા
રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી પર સહાય મેળવવા માટે તેની પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- અરજદાર ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- ખેડૂત લાભાર્થી જમીન ધરાવતો હોવો જોઈએ.
- ખેડૂત ખાતેદાર એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ ફક્ત એક જ વાર સહાય મળશે.
- સંયુક્ત ખાતાના કિસ્સામાં ખેડૂતોને ikhedut 8-A મા દર્શાવેલ ખાતેદાર પૈકી એક જ ખાતેદારને લાભ મળવાપાત્ર થશે.
- આ સહાય ફક્ત સ્માર્ટફોન ખરીદી માટે જ રહેશે.
- સ્માર્ટફોન માટેની અન્ય એસેસરીઝ જેવી કે બેટરી બેકઅપ ડીવાઇઝ, ઈયર ફોન કે ચાર્જર વગેરે જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.
આ પણ વાંચો: How to Online Apply for Creditt Loan App 2024 | ક્રેડિટ એપ્લિકેશન દ્વારા પર્સનલ લોન મેળવો
Smartphone Sahay Yojana 2024 માં મળવાપાત્ર લાભ
આ સહાય યોજનામાં લાભાર્થીઓની મોબાઈલની ખરીદી પર સહાય મળશે. હવે આ યોજના હેઠળ સહાયની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. જેમ કે અગાઉ 10% સહાય મળતી હતી. જે હવે 40 % સહાય મળશે.
● ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોમાં 15,000 સુધીના સ્માર્ટફોન પર સહાય મળવાપાત્ર થશે.
● ખેડૂત સ્માર્ટફોનની ખરીદ કિંમતના 40% સુધી અથવા રૂપિયા 6000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળશે.
● દા.ત. કોઈ ખેડૂત 8000/- ની કિંમતનો સ્માર્ટફોન ખરીદે તો ખરીદ કિંમતના 40% મુજબ રૂ.3200 ની સહાય મળશે.
● અથવા કોઈ ખેડૂત રૂ.16,000/- ની કિંમતનો Smartphone ખરીદે તો 40% લેખે રૂ.6400/- થાય પરંતુ નિયમોનુસાર રૂ.6000/- ની સહાય મળવાપાત્ર થશે.
● આ સહાય ફક્ત સ્માર્ટફોનની ખરીદી માટે જ રહેશે.
● સ્માર્ટફોન સિવાય અન્ય એસેસરીઝ જેવી કે બેટરીબેક અપ, ઈયર ફોન, ચાર્જર જેવા સાધનોનો સમાવેશ થશે નહીં.
આ પણ વાંચો: PM Kisan 17th Installment 2024 Release Date : પીએમ કિસાન યોજનાનો 17 મો હપ્તો આ તારીખે આવશે.
Documents Required for Smartphone Assistant Scheme । ક્યાં-ક્યા ડોક્યુમેન્ટ જોઈએ? ।
ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે.
- ખેડૂત ખાતેદારની આધારકાર્ડની નકલ
- રદ કરેલ ચેકની નકલ
- બેંક ખાતાની પાસબુક
- સ્માર્ટફોન ખરીદી કરેલ હોવા અંગેનું GST નંબર ધરાવતું અસલ બિલ
- મોબાઈલનો IMEI નંબર
- ખેડૂતના જમીનના ડોક્યુમેન્ટ
- AnyRoR Gujarat પરથી મેળવેલ 8-અ ની નકલ
Mobile Sahay Yojana 2024 હેઠળ ખરીદીના નિયમો
આ યોજનાનો લાભ લેવા માટે ખરીદીના નિયમો બનાવેલ છે. લાભાર્થી ખેડૂત દ્વારા નિયમોનું પાલન કરનાર ખેડૂતને સહાય આપવામાં આવશે. સહાય મેળવવા માટે નિયમો નીચે મુજબ છે.
- આ યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ઓનલાઈન અરજી કર્યા બાદ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે.
- મંજુર થયેલ અરજીઓની જાણ SMS/ઈ-મેઈલ કે અન્ય વ્યવસ્થા દ્વારા જાણ કરવામાં આવશે.
- આ યોજના માટે પસંદ થયેલા લાભાર્થીઓને પૂર્વ મંજૂરીના આદેશથી દિન-15 માં સ્માર્ટફોનની ખરીદી કરવાની રહેશે.
- નિયત સમયમાં સ્માર્ટફોનની ખરીદી કર્યા બાદ લાભાર્થી ખેડૂતે અરજીપત્રકમાં સહી કરવાની રહેશે
- સહી કરેલ પ્રિન્ટઆઉટ સાથે અન્ય તમામ ડોક્યુમેન્ટ સાથે ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરવાના રહેશે.
- આ યોજના અમલમાં આવ્યા બાદ નિયત સમય મર્યાદામાં સ્માર્ટફોન ખરીદીનું બિલ રજૂ કરવાનું રહેશે.
Read More: PF Balance Balance Without Internet : ઈન્ટરનેટ વગર તમારું પીએફ બેલેન્સ આ રીતથી ચેક કરો.
How To Online Apply Smartphone Sahay Yojana 2024 । સ્માર્ટફોન સહાય યોજનાની ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. ત્યારબાદ અરજદાર ખેડૂતે અરજીની પ્રિન્ટ આઉટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે. આ યોજના માટે વધુ માહિતી માટે તમારા વિસ્તારના ગ્રામ સેવક, તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી) અથવા જિલ્લા કક્ષાએ “જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી” નો સંપર્ક કરવાનો રહેશે. Smartphone Sahay Yojana 2024 ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી નીચે મુજબ આપેલી છે.
- સૌપ્રથમ પોતાન મોબાઈલ કે કોમ્પ્યુટર પર Google ઓપન કરીને “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં ikhedut portal ની Official Website ખોલવી.
- આઈ ખેડૂત પોર્ટલ વેબસાઈટમાં Home Page પર “યોજના” પર દેખાશે તેના પર ક્લિક કરવાની રહેશે.
- ઓફિશિયલ વેબસાઈટ પર યોજના પર ક્લિક કર્યા પછી નવું પેજ ખૂલશે જેમાં “ખેતીવાડી ની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
- હવે રાજ્યના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન સહાય આપવાની યોજના પર ક્લિક કરીને આગળ પ્રક્રિયા ચાલુ રાખવાની રહેશે.
- જેમાં “Khedut Smartphone Sahay Yojana 2024” યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને નવું પેજ ખોલવાની રહેશે.
- જો તમે ikhedut portal પર રજીસ્ટર આગાઉ કરેલું હોય તો “હા” સિલેકટ કરવાનું રહેશે અને રજીસ્ટેશન નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
Online Application Form । ઓનલાઈન અરજી ફોર્મ
- ખેડૂત દ્વારા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખીને Captcha Image નાખવાની રહેશે.
- લાભાર્થી ખેડૂત દ્વારા ikhedut પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ પસંદ કરીને ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.
- ખેડૂત લાભાર્થી દ્વારા Smartphone Sahay Yojana ની સંપૂર્ણ માહિતી પછી તેની ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” તેના પર ક્લિક કરવાનું રહેશે.
- આ યોજનામાં ઓનલાઈન ભરેલી માહિતીની પૂરેપૂરી ચોક્ક્સાઈ કર્યા બાદ Application Confirm કરવાની રહેશે.
- લાભાર્થી દ્વારા ઓનલાઈન અરજી એક વાર કન્ફર્મ કર્યા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
- ખેડૂત લાભાર્થીએ Online Application કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ કઢાવાની રહેશે.
- અરજી પ્રિન્ટ કરીને જરૂરી સહિ અને સિક્કા કર્યા બાદ આપના વિસ્તારના ગ્રામ સેવક તથા સંબંધિત તાલુકા વિસ્તરણ અધિકારી(ખેતી) ડોક્યુમેન્ટ સાથે આપવાની રહેશે.
આ પણ વાંચો: ઈપીએફ નોમિનેશન માટે ઓનલાઈન અરજીકેવી રીતે કરવું?
Important links of Farmer Smartphone Scheme
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
ખેડૂતો માટે નવી મુકાયેલી યોજના વિશે નાગરિકોના મનમાં ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયેલ છે. જેમ કે લાભ કોને મળે, કેવી રોતે મળે વગેરે. જેમાં મુખ્ય પ્રશ્નો અને જવાબો નીચે મુજબ છે.
જવાબ: નવા સુધારા મુજબ ખેડૂતોને મોબાઈલ ખરીદી પર 40℅ સુધી સહાય આપવામાં આવશે. અથવા રૂપિયા 6000 સુધી સહાય મળશે. આ બે પૈકી જે ઓછું હશે તે લાભ મળશે.
જવાબ: ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત ક્લ્યાણ અને સહકાર વિભાગ દ્વારા તા-07/02/2022 ના નવા ઠરાવના આધારે સ્માર્ટફોન સહાય યોજના હેઠળ ખેડૂતને કુલ રૂ.6000/- ની સહાય મળશે.
જવાબ: ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
જવાબ: આ યોજના હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ પર તા-તા-18/06/2024 ના સવારના 10.30 કલાકે ઓનલાઈન અરજી કરી શકાશે.