Advertisement

પાક મૂલ્યવૃધ્ધિ સાધન સહાય યોજના 2024 । Scheme for Agriculture Seed Cleaning Machine @ ikhedut

Advertisement

Short Briefing: પાક મૂલ્યવૃધ્ધિ સાધન સહાય યોજના | Scheme for Agriculture Seed Cleaning Machine । ખેડૂત લક્ષી યોજના

Advertisement

  ભારત ખેતીપ્રધાન દેશ છે,. જો દેશનો ઉદ્ધાર કરવો હશો તો ખેડૂતોનો સૌથી પહેલાં ઉદ્ધાર કરવો જ પડશે. જેને ધ્યાનમાં રાખીને માન.પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી ખેડૂતોના કલ્યાણ માટે એક પછી એક યોજનાઓ બહાર પાડે છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ખૂબ જ પ્રચલિત યોજના છે. એજ પ્રમાણે વર્તમાન માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ પણ ખેડૂતો કલ્યાણ માટે અવિરત પણે કામ કરી રહી છે. જેમાં ikhedut Portal પર અઢળક યોજના બહાર પાડેલ છે. જેમાં તાર ફેન્‍સીંગ સહાય યોજના, તાડપત્રી યોજના વગેરે નામના મેળવેલ છે. પરંતુ આજે આપણે પાક મૂલ્યવૃધ્ધિ સાધન સહાય યોજના 2024 વિશે માહિતી મેળવીશું.

 Scheme for Agriculture Seed Cleaning Machine

     પાક મૂલ્યવૃધ્ધિ સાધન સહાય યોજના 2024 હેઠળ ખેતીમાં આધુનિક ઓજાર / સાધન પૂરા પાડવાનો ઉદ્દેશ્ય છે. ખેતીમાં આધુનિક સાધનો ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરે છે. અને ખેડૂતોની આવકમાં વધારો કરે છે. ગુજરાત સરકાર દ્વારા ઓજાર/સાધન માટે આ સહાય યોજના ચલાવવામાં આવી છે. Scheme for Agriculture Seed Cleaning Machine માં શું-શું લાભ મળે? , કેટલો લાભ મળશે ? તથા આ યોજનાની સહાય મેળવવા માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ? તેની માહિતી મેળવીશું. 

Highlight Point

યોજનાનું નામપાક મૂલ્યવૃધ્ધિ સાધન સહાય યોજના 2024
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆ યોજના હેઠળ ખેડૂતોને સાધન સહાય આપવામાં આવે છે, જેના દ્વારા ખેડૂતો પોતાના પાકને સારી રીતે સ્વચ્છ તથા ક્લિન કરીને બજારમાં વેંચી શકે છે. તથા પાકના મૂલ્યની વૃદ્ધિ કરી શકે છે.
વિભાગનું નામખેતીવાડી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે?આ યોજનામાં પ્રોજેકટ બેઈઝ પ્રોસેસીંગ યુનિટમાં ખર્ચના 50 ટકા અથવા રૂ. 10.00 લાખ બે માંથી જે ઓછુ હોય તે સહાય બેન્ક એન્ડેડ મળવાપાત્ર રહેશે.
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ31/01/2024


આ પણ વાંચો- ગાય કે ભેંસમાં IVF થી ગર્ભધારણ માટે સરકાર પશુપાલકોને રૂપિયા 20,000 ની સહાય આપશે. : જાણો કોને, ક્યારે અને કેવી રીતે?


યોજના માટેની પાત્રતા

આ યોજનાનો લાભ મેળવવા માટે યોજનાની કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.

  • આ યોજનામાં સામાન્ય વર્ગના ખેડૂતો, સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો, અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
  • આ યોજનાનો પુનઃ લાભ મેળવવાની ઓછમાં ઓછી સમય મર્યાદા 10 વર્ષ છે.
  • ખેડૂતે ખાતા દ્વારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિકેતા પાસેથી લાભાર્થી ખેડૂતે ખરીદી કરવાની રહે છે.

આ યોજના હેઠળ શું લાભ મળે?

આ યોજના પ્રોજેકટ બેઈઝ પ્રોસેસીંગ યુનિટમાં ખર્ચના 50 ટકા અથવા રૂ. 10.00 લાખ બે માંથી જે ઓછુ હોય તે સહાય બેન્ક એન્ડેડ મળવાપાત્ર રહેશે.


Read More: મફતમાં 26 જાન્યુઆરી 2024 પ્રમાણપત્ર ડાઉનલોડ કરો. । Republic Day Certificate Download 2024


પાક મૂલ્યવૃધ્ધિ યોજનાની સહાય કોણે મળશે?

આ યોજનાની સહાય નીચેના લોકોને મળશે.

  • આ યોજનાનો લાભ દરેક વર્ગના ખેડૂત, ખેડૂત ગૃપ મળશે.
  • રાજય કૃષિ યુનિવર્સિટીનો કોઈપણ ડીપ્લોમાં / સ્નાતક/ અનુસ્નાતક તથા બી.આર.એસ.ની ડિગ્રી ધરાવતા અરજદારોને પણ મળશે.
  • મહિલા ખેડૂત, સખીમંડળ (ગ્રામ્ય વિસ્તાર) ને પણ મળવાપાત્ર થાય.
  • ફાર્મર્સ પ્રોડ્યુસર ગૃપ, ફાર્મર્સ ઈન્ટરેસ્ટેડ ગૃપ, સહાકારી મંડળી વગેરેને પણ મળશે.
  • વ્યક્તિ દ્વારા પ્રોજેકટ બેઈઝડ પ્રોસેસીંગ યુનિટને કાર્યરત કર્યેથી સહાય મળવાપાત્ર રહેશે.

Read More: Pradhan Mantri Awas Yojana List 2024 । અહી પ્રધાનમંત્રી આવાસ યોજના યાદી તપાસો


યોજનાનો લાભ ક્યાં-ક્યાં પાકો માટે મળશે?

  આ યોજનાનો લાભ નીચેના પાકો અને વિગતો ધરાવતા હોય એમને મળશે.

ક્રમશેના માટે અને ક્યાં પાક માટે લાભ મળશે?પાકનું નામ અને વિગતો
ધાન્ય પાક (ડાંગર સિવાય)કલીનર, ગ્રેડર, ડીસ્ટોનર, કલર સોર્ટર (જરૂર જણાય તો), બેગ ફિલીંગ એન્ડ સીંલીંગ મશીન
કઠોળ પાકકલીનર, ગ્રેડર, ડીસ્ટોનર, કલર સોર્ટર (જરૂર જણાય તો), બેગ ફિલીંગ એન્ડ સીંલીંગ મશીન, પલ્વરાઈઝર (જરૂર જણાય તો)
તેલીબિયાં પાકકલીનર, ગ્રેડર, ડીસ્ટોનર, કલર સોર્ટર (જરૂર જણાય તો), બેગ ફિલીંગ એન્ડ સીંલીંગ મશીન, ડીહસ્કર/ડીકોટીકેટર(બ) મીની ઓઈલ મીલ (૧૦૦-૨૦૦ કિ.ગ્રા/કલાક), પેકેજીંગ (ફિલીંગ), મશીનરી
મરી-મસાલા પાકકલીનર, ગ્રેડર, ડીસ્ટોનર, પેકેજીંગ મશીન, કલર સોર્ટર (જરૂર જણાય તો), બેગ ફિલીંગ એન્ડ સીંલીંગ મશીન, પલ્વરાઈઝર/ગ્રાઈન્ડર/મસાલા દળવાની ઘંટી (જરૂર જણાય તો), બેગ ફિલીંગ એન્ડ સીંલીંગ મશીન  

પાક મૂલ્યવૃધ્ધિ સાધન સહાય યોજના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

  khedut portal દ્વારા વિવિધ સરકારી યોજનાઓના ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના Document જોઈશે.

1. ખેડૂતનું આધારકાર્ડની નકલ

2. ikhedut portal 7-12

3. રેશનકાર્ડની નકલ

4. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું સર્ટિફિકેટ

5. વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગ હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)

6. જમીનના 7/12 અને 8-અ માં જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક

7. આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો

8. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો

9. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો

10. બેંક ખાતાની પાસબુક


આ પણ વાંચો- વ્હાલી દીકરી યોજના 2024 | Vahali Dikri Yojana 2024


પાક મૂલ્યવૃધ્ધિ સાધન સહાય યોજના 2024 । Scheme for Agriculture Seed Cleaning Machine

How to Online Apply Scheme for Agriculture Seed Cleaning Machine | પાક મૂલ્યવૃધ્ધિ યોજના માટે કેવી રીતે અરજી કરવી?

  આ સાધન સહાય યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. અરજદાર ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં નજીકની તાલુકા કચેરીમાંથી તથા અન્ય કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Form ભરાવી શકે છે. ઘરે બેઠા ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની માહિતી મેળવીશું.

  • અરજદારે સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
  • આઈ ખેડૂત વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
How to Online Apply Scheme for Agriculture Seed Cleaning Machine |  પાક મૂલ્યવૃધ્ધિ યોજના માટે કેવી રીતે અરજી કરવી?
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડી ની યોજનાઓ” ખોલવું.
  • ખેતીવાડી ની યોજના” ની “કૃષિ યાંત્રીકરણ/પોસ્ટ હાર્વેસ્ટ ના ઘટકો” ની અલગ-અલગ યોજનાઓ બતાવશે.
  • જેમાં “પાક મૂલ્યવૃધ્ધિ યોજના” માં  પર ક્લિક કરવાની રહેશે.

પાક મૂલ્યવૃધ્ધિ સાધન સહાય યોજના

  • જેમાં આ યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ  અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  • જો લાભાર્થી ખેડૂતેએ આઈ ખેડૂત પોર્ટલ રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન ફોર્મ ભરવું.

ખેડૂતોને પાક મૂલ્યવૃધ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના । Online Form

  • ખેડૂત ઓનલાઈન ફોર્મમાં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન અરજી કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

અરજી કરવાની છેલ્લી તારીખ

પાક મૂલ્યવૃધ્ધિ સાધન સહાય યોજના 2024 નો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પરથી કરી શકાશે. ખેડૂતો દ્વારા તારીખ-01/01/2024 થી તા-31/01/2024 સુધી ચાલુ થશે.

ઓનલાઈન અરજી કર્યા બાદ શું કરવું?

  આ યોજનાનો લાભ મેળવવા ઓનલાઈન અરજી કર્યા બાદ પરિશિષ્ટ-૨ મુજબના અરજીના નમુનામાં અરજી કરવાની રહેશે. આ અરજી જે તે જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રીવિ) ની કચેરીમાં અસલમાં રજુ કરવાની રહેશે.


Read More: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજાઓ અને મરજિયાત રજાઓની યાદી 2024 બહાર પાડી.


અરજીનું સ્ટેટસ અને રિપ્રિન્‍ટ

અરજદાર પોતાની જાતે ikhedut application status check કરી શકે તથા ikhedut application print કઢાવી શકે છે. ખેડૂતોએ નીચેની link દ્વારા પોતાની અરજીનું ઓનલાઈન સ્ટેટસ અને પ્રિન્‍ટ મેળવી શકે છે.

1એપ્લિકેશન સ્ટેટસ જાણવા માટે
2એપ્લિકેશનની પ્રિન્‍ટ માટે

Read More: Smartphone Sahay Yojana 2024 | સ્માર્ટફોન સહાય યોજના 2024


FAQ’s- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. પાક મૂલ્યવૃધ્ધિ સાધન સહાય યોજનાનો લાભ કોણે આપવામાં આવે છે?

જવાબ: ગુજરાત રાજ્યના નાના, સીમાંત અને મોટા ખેડૂતોને લાભ આપવામાં આવે છે.

2. Scheme for Agriculture Seed Cleaning Machine માં કેટલો લાભ મળે છે?

જવાબ: આ યોજનામાં પ્રોજેકટ બેઈઝ પ્રોસેસીંગ યુનિટમાં ખર્ચના 50 ટકા અથવા રૂ. 10.00 લાખ બે માંથી જે ઓછુ હોય તે સહાય બેન્ક એન્ડેડ મળવાપાત્ર રહેશે.

3. ગુજરાત પાક મૂલ્ય વૃદ્ધિ યોજનાનો લાભ મેળવવા માટે કેવી રીતે અરજી કરવાની હોય છે?

જવાબ: ખેડૂતોઓએ આ યોજનાનો લાભ લેવા માટે iKhedut Portal પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે.

Leave a Comment