સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના । Stayvadi Raja Harishchandra Marnottar Sahay Yojana

Short Briefing:  Stayvadi Raja Harishchandra Marnottar Sahay Yojana | સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના। અનૂસૂચિત જાતિ (SC) । https://e-samajkalyan.gujarat.gov.in

           રાજ્યના અનુસૂચિત જાતિના લોકોના કલ્યાણ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાનો અમલમાં મુકેલ છે. અનુસૂચિત જાતિના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે સરકાર હંમેશા પ્રયત્નશિલ રહેલ છે. અનુસૂચિત જાતિના કલ્યાણ માટે કુંવરબાઈ મામેરૂ, સાતફેરા સમૂહલગ્ન સહાય યોજના, કોર્મશિયલ પાયલોટ યોજના વિગેરે યોજનાઓ અમલમાં મુકેલ છે. આજના આ આર્ટીકલમાં આપણે Stayvadi Raja Harishchandra Marnottar Sahay Yojana ની વિગતવાર માહિતી મેળવીશું.

Stayvadi Raja Harishchandra Marnottar Sahay Yojana

            અનુસૂચિતના જાતિ (SC) ના લોકોની નબળી આર્થિક પરિસ્થિતના કારણે કુટુંબમાં સભ્યના મૃત્યુ પ્રસંગે મૃતકાના પાર્થિવદેહ ક્રિયા માટે કફન-કાઠીના અર્થને પહોંચી વળવા નાણાકીય સહાય પૂરી પાડવા હેતુ સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના અમલમાં મુકેલ છે.

Highlight Point 

યોજનાનું નામસત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના
વિભાગનું નામસામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
પેટા વિભાગ/કચેરી નું નામજિલ્લા નાયબ નિયામક, અનુસૂચિત જાતિની કલ્યાણ કચેરી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ શાખા- જિલ્લા પંચાયતની કચેરી
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
લાભાર્થીની પાત્રતાઅનુસૂચિત જાતિના (SC) ના હોવા જોઈએ.
યોજના હેઠળ મળવાપાત્ર સહાયરૂ. 5,000/- નાણાંકીય સહાય
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે?અનુસૂચિત જાતિ (SC)
અરજી પ્રક્રિયાઓનલાઈન
Official Websitehttps://esamajkalyan.gujarat.gov.in/

 કેવી રીતે ઓનલાઈન અરજી કરવી
 E Samaj Kalyan Portal Online Application
Highlight Point 

Read More:- Combine Harvester Sahay Yojana 2023 । કમ્બાઇન્ડ હાર્વેસ્ટર સહાય યોજના



Read More:- [મફતમાં] રાજ્યના પાત્રતા ધરાવતા તમામ નાગરિકોને ઘરઘંટી સાધન સહાય તરીકે મળશે- સંપૂર્ણ માહિતી મેળવો.


કોને સહાય મળવાપાત્ર છે?

                       સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના અનુસૂચિત જાતિના (SC) લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યનાં મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે ₹. ૫૦૦૦/– ની નાણાકીય સહાય પૂરૂ પાડવામાં આવે છે.

Document require for STAYVADI RAJA HARISHCHANDRA MARNOTTAR SAHAY YOJANA

            સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટે નીચે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે.

  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • મરણનું પ્રમાણ પત્ર
  • બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
  • આધાર કાર્ડ
  • વાર્ષિક આવકનો દાખલો
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ જાતિ/પેટા જાતિ નો દાખલો

Read More: દિવ્યાંગ સાધન સહાય યોજના ૨૦૨૩ । Divyang Sadhan Sahay Yojana


સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના માટેના નિયમો

  • મૃત્યુ પામનાર વ્યક્તિ તેમજ અરજી કરનાર અરજદારશ્રી ફક્ત અનુસૂચિત જાતિના હોવા જોઈએ.
  • અરજી કરનાર અરજદારશ્રીની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂ!.₹.600,000/- અને શહેરી વિસ્તાર માટે ₹.600,000/- થી વધુ ન હોવી જોઈએ.
  • મૃત્યુના છ માસની સમય મર્યાદામાં અરજી કરવાની રહેશે.
  • અવસાન પામેલ વ્યક્તિના મૃત્યુ નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત રજુ કરવાનું રહેશે.
  • મરણ પામનાર વ્યક્તિન ઘરના કોઇ એક જ વ્યક્તિ તે સમયે લાભ લઈ શકશે.

Read More:- AnyROR Gujarat 2023 : 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.


સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના । Stayvadi Raja Harishchandra Marnottar Sahay Yojana

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1.  સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના હેઠળ કોને લાભ મળવાપાત્ર છે?

જવાબ: સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના અનુસૂચિત જાતિના (SC) લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યનાં મૃત્યુ પ્રસંગે મરણૉત્તર ક્રિયા માટે આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.

2. Stayvadi Raja Harishchandra Marnottar Sahay Yojana હેઠળ કોઈ આવક-મર્યાદા નિર્ધારીત કરવામાં આવેલ છે?

જવાબ: હા, રૂ. 6,00,000/- (વાર્ષિક) શહેરી અને ગ્રામ્ય (બન્ને વિસ્તાર માટે)

3. અંત્યેષ્ઠી સહાય યોજના માટે કઈ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.?

જવાબ: સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના માટે જિલ્લા કક્ષાએ નીચે દર્શાવેલ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. 1. જિલ્લા નાયબ નિયામક, અનુસૂચિત જાતિની કલ્યાણ કચેરી 2. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ શાખા- જિલ્લા પંચાયતની કચેરી વગેરેનો સંપર્ક કરવાનો રહેશે.

4. ગુજરાત રાજ્યમાં મૃત્યુ સહાય યોજના અમલી છે?

જવાબ: જી, હા. ગુજરાતમાં મૃત્યુ સહાય તરીકે “સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના” ચાલી રહી છે.

1 thought on “સત્યવાદી રાજા હરીશચંદ્ર મરણોત્તર સહાય યોજના । Stayvadi Raja Harishchandra Marnottar Sahay Yojana”

Leave a Comment