રાજ્યમાં જુદા-જુદા વર્ગોને લાભ આપવા માટે સરકારશ્રી દ્વારા જુદા-જુદા વિભાગ બનાવવામાં આવેલ છે. સરકાર દ્વારા ખેડૂતોને લાભ આપવા માટે આઈ-ખેડૂત પોર્ટલ બનાવેલ છે. સમાજના નબળાં વર્ગોને લાભ આપવા માટે e-Samaj kalyan Portal બનાવેલ છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સમાજના આર્થિક રીતે પછાત વર્ગોને વિવિધ સહાય આપવામાં આવે છે. જેમાં Sarasvati Sadhana Cycle Yojana 2024 ખૂબ જ અગત્યની યોજના છે. સરસ્વતી સાધના સાયકલ યોજનાનો લાભ કોણે મળે?, કેવી રીતે મળે તે વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
Sarasvati Sadhana Cycle Yojana 2024
સરસ્વતી સાધના યોજના 2024 નો લાભ ધોરણ-8 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને લાભ આપવામાં આવે છે. અનુસૂચિત જાતિની ધોરણ-9 માં અભ્યાસ કરતી કન્યાઓને મફત સાયકલ આપવામાં આવે છે. https://sje.gujarat.gov.in/ વેબસાઈટ પર સરસ્વતી સાધના યોજનાનો કોડ બીસીકે-6 છે. આ યોજનામાં અનુસુચિત જાતિના BPL List માં નામ હોય તેવા કુટુંબની કન્યાઓને લાભ મળે છે.
Highlight Point
યોજનાનું નામ | સરસ્વતી સાધના સાયકલ યોજના |
રાજ્ય | ગુજરાત |
લાભો | મફત સાયકલ વિતરણ કરવામાં આવશે. |
લાભાર્થીઓ | 14 થી 18 વર્ષની વય જૂથની છોકરીઓ |
મુખ્ય ઉદ્દેશ્ય | અનુસૂચિત જાતિ કેટેગરીની અને ધોરણ- 9 માં અભ્યાસ કરતી છોકરીને પ્રોત્સાહન અને સરકાર |
સત્તાવાર વેબ પૃષ્ઠ | https://sje.gujarat.gov.in/schemes |
Read More: Gujarat BPL List 2024 PDF : તમારા ગામનું નવું બીપીએલ લિસ્ટમાં તમારું નામ છે કે નહિ? તે ચેક કરો.
યોજનાનો લાભ કોણે મળશે?
આ યોજનાનો લાભ કોણે- કોણે મળશે તેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- લાભાર્થી કન્યા અનુસુચિત જાતિની હોવી જોઈએ.
- સરસ્વતી સાધના યોજનાનો લાભ ગુજરાત રાજ્યની દીકરીઓને આપવામાં આવશે.
- હાલમાં ધોરણ-9 માં અભ્યાસ કરતી કન્યાઓને લાભ આપવામાં આવશે.
- ગ્રામ્ય વિસ્તારમાં રહેતી કન્યાના માતા-પિતાની વાર્ષિક આવક રૂપિયા 6,0,000 થી વધુ હોવી જોઈએ નહીં.
- શહેરી વિસ્તારમાં રહેતી કન્યાના માતાપિતાની વાર્ષિક આવક રૂપિયા 6,0,000 થી વધુ હોવી જોઈએ નહીં.
સરસ્વતી સાધના યોજનાનો ઉદ્દેશ્ય
આ યોજનાનો ઉદ્દેશ્ય કન્યાઓના શિક્ષણને ઉત્તેજન આપવાનો છે. રાજ્યમાં અનુસુચિત જાતિની ધોરણ-9 માં અભ્યાસ કરતી કન્યાઓને કેળવણીમાં ઉત્તેજન મળે તે મુખ્ય હેતુ છે.
Sarasvati Sadhana Cycle Yojana લાભ મેળવવા માટે કઈ કચેરીનો સંપર્ક કરવો?
આ યોજનાનો લાભ લેવા માટે જે કન્યા જે શાળામાં અભ્યાસ કરતી હોય તેઓના આચાર્યશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. જે તે શાળાના આચાર્યશ્રીઓએ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન દરખાસ્ત કરવાની હોય છે. આ સિવાય વધુ માહિતી અને અમલીકરણ કચેરી તરીકે સંબધિત જિલ્લા નાયબ નિયામકશ્રી(અજાક)ની કચેરીની મુલાકાત લેવાની રહેશે.
ગુજરાત સરસ્વતી સાધના યોજના 2024 ના લાભો
આ યોજના હેઠળ રાજ્યની દીકરીઓને જુદા-જુદા લાભો આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
- આ યોજનાથી ધોરન-8 પછી રાજ્યની ઘણી દીકરીઓ અભ્યાસ છોડી દેતી હતી, તેઓને આગળનો અભ્યાસ કરવાની તક મળશે.
- ધોરણ-9 માં પ્રવેશ મેળવનાર દીકરીઓને શાળાએ જવા માટે સાયકલ આપવામાં આવશે.
- સરસ્વતી સાધના યોજનાને કારણે ઘણી વિદ્યાર્થિનીઓ ધોરણ-9 માં પ્રવેશ લેવા અને તેમનો અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રેરિત થશે.
- આ યોજનાથીઘણી વિદ્યાર્થિનીઓનો આત્મવિશ્વાસ વધશે.
- આ યોજનાના લીધે દીકરીઓ શાળાએ જવાનું શરૂ કરશે, જેનાથી રાજ્યમાં શિક્ષણનો દર વધશે.
Read More: પાક મૂલ્યવૃધ્ધિ સાધન સહાય યોજના 2024 । Scheme for Agriculture Seed Cleaning Machine @ ikhedut
સરસ્વતી સાયકલ સાધના યોજનામાં શું લાભ આપવામાં આવે છે?
આ યોજના હેઠળ દીકરીઓને સહાય તરીકે સાયકલ સહાય આપવામાં આવે છે.
યોજનાનો લાભ લેવા માટે ક્યાં-ક્યાં પુરાવાઓ જોઈએ?
આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક પુરાવા માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે.
- કન્યાનો જાતિનો દાખલો
- આવક અંગેનું પ્રમાણપત્ર
- ધોરણ-9 માં અભ્યાસ કરે છે તેનો પુરાવો
- સ્કૂલમાં ફી ભર્યાની પહોંચ
અગત્યની લિંક
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: આ યોજના હેઠળ કન્યાઓને મફત સાયકલ સહાય આપવામાં આવે છે.
જવાબ: આ યોજનાનો લાભ રાજ્યમાં ધોરણ-9 માં અભ્યાસ કરતી અનુસુચિત જાતિની દીકરીઓને લાભ આપવામાં આવે છે.