WhatsApp ગ્રૂપમાં જોડાવો!
કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024 । Banana Tissue Culture Plants Scheme in Gujarat

કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024 । Banana Tissue Culture Plants Scheme in Gujarat

ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ખેડૂતોના હિતને ધ્યાને રાખીને બનાવેલ છે. તાજેતરમાં ikhedut Portal પર બાગાયતી યોજના 2024 બહાર પાડવામાં આવેલ છે. ટીસ્યુ કલ્ચરમાં છોડનાં કોઈપણ કોષ, પેશી અથવા ભાગને ચોકકસ પોષક માધ્યમમાં ઉછેરવામાં આવે તો નવો છોડ ઉત્પન્ન કરી શકાય છે. ટીસ્યુ કલ્ચરથી પાકની સંપૂર્ણ રોગમુકત તેમજ મુળ લાક્ષણિક ગુણધર્મો ધરાવતી જાતો લાંબા સમય સુધી જાળવી શકાય છે.

આ અગાઉના આર્ટીકલમાં આપણે ટ્રેક્ટર સહાય યોજના 2024, ડ્રેગન ફ્રુટ સહાય યોજના વિગતવાર માહિતી મેળવી. આજના આ આર્ટીકલમાં આપણે કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024ની વિગતવાર માહિતી આપીશું. Banana Tissue Culture Plants Scheme in Gujarat હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું. 

Banana Tissue Culture Plants Scheme in Gujarat

ટીસ્યુકલ્ચર પાકની વધુ ઉત્પાદન આપતી જાતો મેળવી શકાય છે. તેના રોપા દ્વારા ખેતી માટે સરકારની અનેક યોજનો ચલાવવામાં આવે છે. જેમાં Banana Tissue Culture Plants Scheme in Gujarat શું છે? તેની માહિતી મેળવીશું. કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના હેઠળ શું શું લાભ મળે?, કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.

Important Point

યોજનાનું નામકેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશખેડૂતને ટીસ્યુકલ્ચરના રોપાથી કેળનું વાવેતર માટે સહાય પૂરી પાડવી
વિભાગનું નામબાગાયતી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે?પ્રતિ હેક્ટર 3.00 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 1.20 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.   પ્રતિ હેક્ટર 1.25 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 0.50 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.  
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ11/05/2024


Read More: Pradhan Mantri Suryoday Yojana | વડાપ્રધાન સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ ઘરો પર સોલાર પેનલ લગાવવામાં આવશે.


યોજનાનો હેતુ

રાજ્ય સરકાર દ્વારા ફળ પકોના વાવેતર વિસ્તાર વધારવા માટે યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુએ ખેડૂતને ટીસ્યુકલ્ચરના રોપાથી કેળનું વાવેતર માટે સહાય પૂરી પાડવી.

યોજનાની પાત્રતા અને નિયમો

કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે  નીચે મુજબ છે.

  • આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
  • આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
  • ટીસ્યુકલ્ચર પ્લાન્ટીંગ મટેરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/એક્રીડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરવાનું રહેશે.
  • આ યોજનામાં સહાય ૨ હપ્તા (75:25)માં મળવાપાત્ર થશે.
  • અનુ. જાતિના ખેડૂત ખાતેદારે માઇક્રો ઇરીગેશન સીસ્ટમ (M.I.S.) અપનાવેલ હોય તેવા ખેડુત ખાતેદારને પ્રાધાન્ય આપવાનું રહેશે.
  • જે તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોનાં વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે. વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો તે બાબતનો દાખલો ખેડુતે રજુ કરવાનો રહેશે.
  • નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.જે માટે GGRC નો સંપર્ક કરવાનો રહેશે.
  • રાજય સરકારશ્રીની વધારાની ૨૫% પુરક સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
  • લાભાર્થી દીઠ 4 હેક્ટરની મર્યાદા રાખવામા આવેલી છે.

Read More: આરટીઈ ગુજરાત પ્રવેશ પ્રક્રિયા 2024 | RTE Gujarat Admission 2024


કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

આ યોજના હેઠળ અલગ-અલગ જ્ઞાતિઓને અલગ અલગ લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.

અનુસુચિત જાતિના ખેડૂતો માટેપ્રતિ હેક્ટર 3.00 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 1.20 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.   પ્રતિ હેક્ટર 1.25 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 0.50 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.  
અનુસુચિત જનજાતિના  ખેડૂતો માટે  પ્રતિ હેક્ટર 3.00 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 50% અથવા મહત્તમ રૂ. 1.50 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.  પ્રતિ હેક્ટર 1.25 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 50% અથવા મહત્તમ રૂ. 62,500. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.  
સામાન્ય જાતિના ખેડૂતો માટેપ્રતિ હેક્ટર 3.00 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 1.20 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.  પ્રતિ હેક્ટર 1.25 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 0.50 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.  
કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો

Read More:- નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના । Namo Saraswati Vigyan Sadhana Yojana


Document Required Banana Tissue Culture Plants Scheme in Gujarat । કયાં-ક્યાં ડોક્યુમેન્‍ટ જોઈએ?

આઈ ખેડૂત પોર્ટલ પર ચાલતી કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્‍ટ હોવા જોઈએ.

  • ખેડૂતની 7/12 ની જમીનની નકલ
  • આધારકાર્ડની નકલ (Aadhar Card)
  • જો ખેડૂત લાભાર્થી એસ.સી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • જો ખેડૂત લાભાર્થી એસ.ટી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
  • રેશનકાર્ડની નકલ
  • જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
  • ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
  • લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
  • દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
  • મોબાઈલ નંબર

Read More: મો લક્ષ્મી યોજના 2024 । Namo Lakshmi Yojana 2024


કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજના 2024 । Banana Tissue Culture Plants Scheme in Gujarat

How to Online Apply Banana Tissue Culture Plants Scheme in Gujarat | કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

        કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.

  • પ્રથમ Google ખોલીને “આઈ ખેડૂત ખેડૂત પોર્ટલ ” ટાઈપ કરવાનું રહેશે.
  • જ્યાં આઈ ખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.

કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
  • યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
  • બાગાયતી યોજનાઓ ખોલ્યા બાદ “ફળ પાકોના વાવેતર” નામના મેનુ પર ક્લિક કરવી.
  • હવે ફળ પાકોના વાવેતર” નામના મેનુમાં ક્રમ નંબર-૪ માં “કેળ (ટીસ્યુ)” પર ક્લિક કરવું.

How to Online Apply Banana Tissue Culture Plants Scheme in Gujarat | કેળના ટીસ્યુ કલ્ચરના રોપા માટેની સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?


  • જેમાં કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
Online FOrm on Ikhedut
  • જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
  • ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
  • લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
  • ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
  • સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્‍ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્‍ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
  • ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે. 

Read More:- How To Track PAN Card Status | પાન કાર્ડનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું, શું છે પ્રક્રિયા


FAQ

1. કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?

જવાબ: આ યોજનાની ઓનલાઈન અરજી કરવાની ઓફિશિયલ વેબસાઈટ ikhedut Portal છે.

2. Banana Tissue Culture Plants Scheme in Gujarat માટે અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?

Ans. કેળના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 11/05/2024 છે. 

Leave a Comment