તાજેતરમાં બાગાયત વિભાગ દ્વારા અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો માટેની સહાય યોજના અને અન્ય સુગંધિત પાકો માટે સહાય યોજનાનો સમાવેશ થાય છે. આજના આ આર્ટીકલમાં આપણે અનાનસના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજનાની વિગતવાર માહિતી આપીશું. Support Scheme for Seedlings of Pineapple Tissue Culture હેઠળ શું લાભ મળે તેની ચર્ચા કરીશું.
Support Scheme for Seedlings of Pineapple Tissue Culture
આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ બાગાયતી યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. આ યોજના હેઠળ કુલ 60 યોજનાઓ ઓનલાઈન અરજીઓ ચાલુ કરેલ છે. જેમાં Support Scheme for Seedlings of Pineapple Tissue Culture શું છે? તેની માહિતી મેળવીશું. અનાનસના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના હેઠળ શું શું લાભ મળે?, કેવી રીતે અરજી કરી શકાય? અને તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તે તમામ માહિતી મેળવીશું.
યોજનાનો હેતુ
સરકાર દ્વારા ફળ પાકોના વાવેતર વિસ્તાર વધારવા માટે યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુએ એવા ખેડૂતોને સહાય પૂરી પાડવાનો છે કે, જે ટીસ્યુકલ્ચરના રોપાથી અનાનસનું વાવેતર કરવા માંગે છે.
Highlight Point
યોજનાનું નામ | અનાનસના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | ખેડૂત કે જેમને ટીસ્યુકલ્ચરના રોપાથી અનાનસનું વાવેતર માટે તેમણે સહાય પૂરી પાડવી |
વિભાગનું નામ | બાગાયતી વિભાગ |
ક્યા લાભાર્થીઓને સહાય મળે? | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો |
ઓફિશિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજીની પદ્ધતિ | ઓનલાઇન |
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો. |
અરજી કરવાની છેલ્લી તારીખ | 31/05/2023 |
Read More: Tractor Sahay Yojana 2023 | ટ્રેક્ટર સહાય યોજના 2023
યોજનાની પાત્રતા અને નિયમો
અનાનસના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
- ટીસ્યુકલ્ચર પ્લાન્ટીંગ મટેરીયલ (રોપા) માટે DBT દ્વારા માન્ય/એક્રીડેશન થયેલ ટીસ્યુ લેબ, GNFC, GSFC, કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારશ્રીની જાહેર સાહસ સંસ્થાઓ પાસેથી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરવાનું રહેશે.
- આ યોજનામાં સહાય 2 હપ્તા (75:25)માં મળવાપાત્ર થશે.
- અનુ. જાતિના ખેડૂત ખાતેદારે માઇક્રો ઇરીગેશન સીસ્ટમ (M.I.S.) અપનાવેલ હોય તેવા ખેડુત ખાતેદારને પ્રાધાન્ય આપવાનું રહેશે.
- જે તે ખેડૂત ખાતેદારે બાગાયતી પાકોનાં વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ કરાવવાની રહેશે. વાવેતરની નોંધ પાણીપત્રકમાં દાખલ ન થાય ત્યાં સુધી જે તે વિસ્તારના તલાટીનો તે બાબતનો દાખલો ખેડુતે રજુ કરવાનો રહેશે.
- નવીન ટપક સિંચાઇ પધ્ધતિ ઉભી કરવાની રહેશે.જે માટે GGRC નો સંપર્ક કરવાનો રહેશે.
- રાજય સરકારશ્રીની વધારાની 25 % પુરક સહાય ફ્કત વાવેતર માટે જ આપવાની રહેશે.
- લાભાર્થી દીઠ 4 હેક્ટરની મર્યાદા રાખવામા આવેલી છે.
અનાનસના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના હેઠળ મળવાપાત્ર લાભો
આ યોજના હેઠળ જુદી-જુદી જ્ઞાતિઓને અલગ અલગ લાભ આપવામાં આવે છે. જે નીચે મુજબ છે.
અનુસુચિત જાતિના ખેડૂતો માટે | પ્રતિ હેક્ટર 5.50 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 2.20 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. પ્રતિ હેક્ટર 1.25 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 0.50 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. |
અનુસુચિત જનજાતિના ખેડૂતો માટે | પ્રતિ હેક્ટર 5.50 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 50% અથવા મહત્તમ રૂ. 2.75 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. પ્રતિ હેક્ટર 1.25 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 50% અથવા મહત્તમ રૂ. 62,500. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. |
સામાન્ય જાતિના ખેડૂતો માટે | પ્રતિ હેક્ટર 5.50 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ સાથે ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 2.20 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. પ્રતિ હેક્ટર 1.25 લાખમાં TSP વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ વિના ખર્ચના 40% અથવા મહત્તમ રૂ. 0.50 લાખ. બંને માથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે. |
Read More: Manav Kalyan Yojana 2023 | માનવ કલ્યાણ યોજના
Required Document for Support Scheme for Seedlings of Pineapple Tissue Culture | કયાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ?
I khedut Portal પર ચાલતી અનાનસના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે નીચે મુજબના ખેડૂત લાભાર્થી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
- ખેડૂતની 7/12 ની જમીનની નકલ
- આધારકાર્ડની નકલ
- જો ખેડૂત લાભાર્થી એસ.સી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- જો ખેડૂત લાભાર્થી એસ.ટી જાતિનો હોય તો જાતિનું સર્ટિફિકેટ
- રેશનકાર્ડની નકલ
- જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
- લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
- ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- લાભાર્થી પાસે આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
- મોબાઈલ નંબર
Read More: ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 15000/- ની સહાય મળશે | Flour Mill Sahay Yojana
અનાનસના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
જો તમે પણ અનાનસના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાયનો લાભ મેળવવા માગો છો, તે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.
- સૌપ્રથમ Ikhedutની ઓફિશિયલ વેબસાઈટ ખોલો.
- ત્યાર બાદ Home Page પર દેખાતા “યોજના” પર ક્લિક કરો.
- ત્યાર બાદ “બાગાયતી યોજનાઓ’ પર Click કરવી પડશે.
- જેમાં નંબર-3 પર અનાનસના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય પર ‘અરજી કરો’ પર ક્લિક કરો.
- જો તમે Online Registration કરેલ હોય તો આધારકાર્ડ અને મોબાઇલ નંબર નાખો.
- લાભાર્થીએ ikhedut portal પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘NO’ સિલેકટ કરવું.
- હવે ‘નવી અરજી કરવા ક્લિક કરો’ પર ક્લિક કરો.
- માહિતી ભર્યા બાદ અરજી Save કરો ના Option પર ક્લિક કરો.
- છેલ્લે, એક વાર અરજી Confirm થયા બાદ Application માં કોઈ પણ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
FAQ
જવાબ: Ans. અનાનસના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ છે.
જવાબ: Ans. અનાનસના ટીસ્યુકલ્ચરના રોપા માટેની સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2023 છે.