WhatsApp ગ્રૂપમાં જોડાવો!
[Solar] PM KUSUM Scheme in Gujarati | પ્રધાનમંત્રી કુસુમ યોજના

[Solar] PM KUSUM Scheme in Gujarati | પ્રધાનમંત્રી કુસુમ યોજના

Short Brief: Pradhan Mantri Kusum Yojana Online | Online Registration For PM Kusum Yojana | પ્રધાનમંત્રી કુસુમ યોજના ઓનલાઇન | PM Kusum Yojana Online Registration 2022

પ્રધાનમંત્રી કુસુમ યોજના દેશના અને રાજ્યના ખેડૂતો માટે નવી યોજના બહાર પાડવામાં આવેલ છે. ખેડૂતોને ખેતીમાં સિંચાઈ માટે સૌર ઊર્જા દ્વારા ચાલતા સોલાર પંપની ખરીદી આ યોજના હેઠળ આપવામાં આવે છે. અને સોલાર ઉર્જાનો ઉપયોગ વધે તે ખૂબ જરૂરી છે. જેના માટે ગુજરાત સરકાર દ્વારા Solar Fencing Yojana બહાર પાડેલી છે. આ ઉપરાંત ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલી બનાવેલ છે. જેના અંતર્ગત 13 મો હપ્તો તાજેતરમાં આપવામાં આવ્યો.

પીએમ કુસુમ યોજના થકી ડીઝલ દ્વારા ચાલતા પંપનો વપરાશ ઘટે તેવા વિશેષ ઉદ્દેશ્ય સાથે પીએમ કુસુમ યોજના દાખલ કરેલી છે. આ યોજના હેઠળ ખેડૂતો પોતાની જમીન પર Solar Panel લગાવી શકે છે. પ્રિય વાંચકો, આજે આર્ટિકલ દ્વારા PM KUSUM Scheme in Gujarati વિશે વિગતવાર માહિતી મેળવીશું.


PM KUSUM Scheme 2022 શું છે?

     ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે આ નવી યોજના લોન્ચ કરવામાં આવેલી છે. પ્રધાનમંત્રી કિસાન ઊર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાઅભિયાન હેઠળ, સૌર ઉર્જાથી ચાલતા કૃષિ પંપ સેટ સબસીડી પર આપવામાં આવશે. જે ખેડૂતોને સિંચાઈમાં મદદરૂપ થશે અને ખેડૂતોને સૌર ઊર્જા પેદા કરવામાં ઉપયોગી થશે. PM Kusum Scheme સૂર્ય ઊર્જાથી સિંચાઈ, ખેડૂતોનું રક્ષણ અને વધારાની કમાણી માટે આ યોજના ઉપયોગી થશે.


Highlight Point of PM Kusum Scheme in Gujarati

આર્ટિકલનું નામપીએમ કુસુમ યોજના 2022
યોજના ચાલુ થયાનું વર્ષ2022
યોજનાનો ઉદ્દેશ્યસૌર ઉર્જાના ઉત્પાદનમાં વધારો તથા ખેડૂતોને ખેતીમાં ખર્ચ ઘટાડવા માટે
લાભાર્થીદેશના પાત્રતા ધરાવતા તમામ ખેડૂતો
શરૂઆત કોના દ્વારા થશેજે તે રાજ્ય સરકાર
વિભાગકૃષિ અને ઉર્જા વિભાગ
અરજી પ્રક્રિયાઓનલાઈન
Highlight

Read More: Beauty Parlour Kit Sahay Yojana 2023 | બ્યુટી પાર્લર કીટ સહાય યોજના

Also Read More: મફત સિલાઈ મશીન યોજના । Free Silai Machine Yojana 2023


પ્રધાનમંત્રી કુસુમ યોજનાના વિવિધ વિભાગો

       રાજ્યના ખેડૂતો માટે ઘણી યોજના અમલી બનાવેલ છે. ગુજરાતના ખેડૂતોને યોજનાઓનો લાભ આપવા માટે ikhedut બનાવેલ છે. જેમાં ઘણી બધી યોજનાઓના ઓનાલાઈન ફોર્મ ભરાય છે. પી.એમ કુસુમ યોજના અલગ-અલગ વિભાગો પાડવામાં આવેલા છે. જે નીચે મુજબ છે.


Read More: Sarkari Yojana Whatsapp Group Link 2023 | સરકારી યોજના વહાટ્સ એપ ગ્રુપ


Pradhan Mantri Kusum Yojana-A

       કિસાનો થી ઉર્જાદાતા માટેના આ વિભાગ કાર્યરત છે.

    ● ખેડૂતો પોતાની બિનઉપજાઉ જમીન ઉપર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરી શકે છે. તેમાં વધુ કમાણી કરી શકે છે.

    ● આ વિભાગ હેઠળ, ખેડૂતો 25 વર્ષ સુધી સૌરઊર્જા ઉત્પન્ન કરીને વીજ વિતરણ કંપનીને વેચવાની સુવિધા આપવામાં આવે છે.

Video Credit: Renewable Energy in India Youtube Channel (PM-Kusum Yojana-A)

PM Kusum Yojana Part- B

   આ વિભાગ હેઠળ ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે, ડીઝલને બદલે સોલાર પંપ સ્થાપિત કરવા કહ્યું છે.

    ● ખેતીવાડી વીજ કનેકશન ન હોય ત્યાં Solar Pump લગાવવા માટે સુવિધા પૂરી પાડવામાં આવે છે.

    ● ખેડૂતોને સોલાર પંપના ખર્ચની કિંમતના 60% સુધીની સબસીડી આપવામાં આવે છે.

    ● આ સબસીડી 75 હો.પા. સુધી મર્યાદામાં આપવામાં આવે છે.

    ● આ વિભાગમાં વન વિસ્તારના ખેડૂતો માટે GERC ના ધોરણો મુજબ, માત્ર ફીકસ્ડ કોસ્ટ મુજબનો ફાળો ભરપાઈ કરવાનો રહેશે.

    ● કૃષિ વીજ જોડાણ માટેની આદિજાતિ (TASP) યોજનાના અરજદારોને કોઈ ફાળો ભરપાઈ કરવાનો રહેશે નહીં.


Read More: AnyROR Gujarat 2023 : 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.


પીએમ કુસુમ યોજના- C

      ખેડૂતો માટેની આ યોજનામાં પીએમ કુસુમ યોજના-C વિભાગ છે. આ વિભાગમાં બે પેટા વિભાગ છે.

    ● એક વિભાગમાં વ્યક્તિગત સ્તરે પંપ સોલરાઈઝેશન માટેની છે.

    ● જેમાં હયાત ખેતીવાડી વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને સોલાર પંપના ખર્ચની કિંમતના 60% સુધી સબસીડી આપવામાં આવશે.

    ● જે 75 હો.પા. સુધી મર્યાદિત રહેશે.

    ● 25 વર્ષ સુધી સ્વ-વપરાશ પછી, વધારાની સોલાર ઉર્જા  વીજ વિતરણ કંપનીને વેચી વધારાની આવક મેળવી શકાશે.

    ● ફીડર લેવસ સોલરાઈઝેશન આ બીજો પેટા વિભાગ છે.

    ● દિવસ દરમિયાન ખેડૂત ભાઈઓને ખેતી કામ માટે પૂરતો વીજપુરવઠો આપવામાં આવે છે.

    ● સસ્તી અને ગ્રીન એનર્જીથી ખેતરોમાં હરિયાળી આવશે, જેથી ખેડૂતોમાં ખુશહાલી આવશે.


Required Documents for PM Kusum Scheme

    પ્રધાનમંત્રી કુસુમ યોજના 2022 હેઠળ ખેડૂતોને લાભ લેવા માટે કેટલાક ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે.

    ● લાભાર્થી ખેડૂતનું આધારકાર્ડ

    ● બેંક ખાતાની પાસબુક

    ● જમીનની 7/12 ની નકલ

    ● જમીનની 8-અ ની નકલ

     ● Declaration Form


PM Solar Panel પર 90 ટકા સુધી વળતર

    પીએમ કુસુમ યોજના હેઠળ ખેડૂતો સૌર ઊર્જા ઉત્પાદન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

આ યોજના હેઠળ ખેડૂતોને તેમની જમીન પર સોલાર પેનલ લગાવવા માટે ફક્ત 10 ટકા રકમ ભરવાની રહેશે. રાજ્ય સરકારો અને ભારત સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં 60 % સુધી સબસીડીની રકમ આપે છે. જેમાં કેન્દ્ર અને રાજ્યો તરફથી સમાન યોગદાન આપવાની શરત સામેલ છે. વધુમાં, બેંક તરફથી 30 ટકા ફી લોનની જોગવાઈ છે. આ લોનને ખેડૂતો તેમની આવકમાંથી સરળતાથી ભરી શકે છે.


કુસુમ યોજના માટે નોંધણી

     ભારત દેશમાં ઘણા રાજ્યમાં પાણીની ખૂબ તંગી હોય છે. જેથી ઉનાળામાં દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિ પણ ઉભી થાય છે. જેના કારણે ખેડૂતોને ખેતી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી વિકટ સ્થિતિને ધ્યાનમાં રાખીને પીએમ કુસુમ યોજના શરૂ કરેલી છે.

    ● આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને મફત વીજળી આપવાનો છે.

    ● કુસુમ યોજના અંતર્ગત ખેડૂતોને ખેતીમાં સિંચાઈ કરવા માટે, સોલાર પેનલની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

    ● આ યોજના હેઠળ ખેડૂતોને ડબલ લાભ થશે અને પોતાની આવકમાં નોંધપાત્ર વધારો થશે.

    ● ખેડૂતો દ્વારા વધુ વીજળી ઉત્પાદન થશે તો તેને વીજ કંપનીઓના ગ્રીડમાં મોકલવામાં આવશે.

    ● કેન્દ્ર સરકારની કુસુમ યોજના વિશે વધુ માહિતી માટે https://mnre.gov.in/ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.


PM Kusum Helpline Number

        આ યોજનાની વધુ માહિતી માટે નજીકની વીજ વિતરણ કરતી કંપનીની ઓફિસ ખાતે રૂબરૂ મુલાકાત લઈને મદદ મેળવી શકો છો. તેમ છતાં નીચેની હેલ્પલાઈન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો.

અધિકૃત વેબસાઈટhttps://mnre.gov.in/
PM Kusum Helpline Number  18001803333
Helpline Number

Read More: SBI WhatsApp Banking Service: તમારા એકાઉન્‍ટમાં બેલેન્‍સ WhatsApp દ્વારા જાણો.

Also Read More: Manav Kalyan Yojana 2023 | માનવ કલ્યાણ યોજના


PM KUSUM Scheme in Gujarati | પ્રધાનમંત્રી કુસુમ યોજના
Image of PM KUSUM Scheme in Gujarati

Read More: PM Kisan 14th Installment List : આ ખેડૂતોના ખાતામાં આવશે આગામી 14 ના હપ્તાના રૂ.2000/-, યાદીમાં તમારું નામ ચેક કરો.


FAQ’s of PM Kusum Scheme

1.    PM Kusum Scheme નો ઉદ્દેશ્ય શું છે?

ખેડૂતોને સૌર ઉર્જા ઉત્પાદન કરતા તથા ખેડૂતોની આવક બમણી કરવા માટે આ યોજના અમલી બનાવેલ છે.

2.    PM Kusum Scheme in Gujarati માટે ઓફિશિયલ વેબસાઈટ કઈ છે?

ખેડૂતોને ઓનલાઈન અરજી તથા વધુ માહિતી માટે https://mnre.gov.in/ ઓફિશિયલ વેબસાઈટ છે.

3.    પ્રધાનમંત્રી કુસુમ યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવેલી છે?

પીએમ કુસુમ યોજનાની શરૂઆત ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી છે.

4.    PM Kusum Helpline Number ક્યો છે?

a.    દેશના ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે તે માટે પીએમ કિસાન યોજના 18001803333 હેલ્પલાઈન નંબર જાહેર કરેલો છે.

3 thoughts on “[Solar] PM KUSUM Scheme in Gujarati | પ્રધાનમંત્રી કુસુમ યોજના”

    • મારે મારા ખેતરમાં સોલાર સિસ્ટમ ફીટ કરાવી છે

      Reply

Leave a Comment

close button