ગુજરાત સરકાર દરેક નાગરિકો માટે સહાય યોજના બહાર પાડતી હોય છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા Manav Garima Yojana બહાર પાડાવામાં આવેલ છે. તાજેતરમાં કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના 2023 ના Online Application ચાલુ કરવામાં આવેલા છે. આ યોજના અંતર્ગત કુલ 28 પ્રકારના સાધન સહાય આપવામાં આવે છે. જેમાંથી 1 સાધન રદ કરવામાં આવેલ છે. કુલ 27 સાધનો માટે સહાય આપવામાં આવે છે.
માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ 27 પ્રકારના સાધન વિનામુલ્યે આપવામાં આવે છે. જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, પ્રેસર કુકર સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના, મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના ,હેર કટીંગ કીટ સહાય યોજના તથા પેપર કપ અને ડીશ બનાવવા માટે મશીન યોજના વગેરે ચાલે છે. આજે આપણે મફત સિલાઈ મશીન યોજના વિશે માહિતી મેળવીશું.
Free Silai Machine Yojana 2023
સમાજના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો નવો ધંધો અને રોજગાર મેળવે તે ખૂબ જરૂરી છે. જેમાં Manav Kalyan Yojana 2023 હેઠળ વિવિધ સહાય આપવામાં આવે છે. સિલાઈ મશીન યોજનાનો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેટલો લાભ અને શું સહાય મળશે? તેની માહિતી આ આર્ટિકલ દ્વારા વિગતવાર મેળવીશું.
સિલાઈ મશીન યોજના હેઠળ સહાય આપવાનો હેતુ (Perpose)
રાજ્યના દરેક નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. મહિલા પોતાના આવડત અનુસાર સિલાઈ બાબતે કોઈ નવો ધંધો કે વ્યવસાય, અને સાધનોની જરૂર હોય તો આ યોજના તમને સહાય આપશે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મફતમાં સિલાઈ મશીનના સાધનો આપવામાં આવે છે. એટલે કે આ યોજના હેઠળ મફત સિલાઈ મશીનનો સંચો આપવામાં આવે જેથી મહિલાઓ નવો વ્યવસાય કરી શકે.
Important Point of Free Silai Machine Yojana Yojana
આર્ટિકલનું નામ | મફત સિલાઈ મશીન યોજના |
મુખ્ય યોજનાનું નામ | માનવ કલ્યાણ યોજના 2023 |
સિલાઈ મશીન યોજના કઈ યોજનાનો ભાગ છે? | Manav Kalyan Yojana Gujarat |
આ યોજનાના હેઠળ શું લાભ મળે? | લાભાર્થીઓને દરજી કામ કરવા માટે અથવા સિલાઈ કે કપડાં સિવવાનો નવો વ્યવસાય ચાલુ કરવા કીટ મળે છે. |
સિલાઈ મશીન યોજના માટે કેટલી રકમની સહાય મળશે? | રૂપિયા 21500/- ની સાધન સહાય મળશે. |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
લાભાર્થીની પાત્રતા | BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને |
મળવાપાત્ર સહાય | દરજી કામ માટે સિલાઈ મશીન |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન અરજી કરવાની રહેશે. |
Official Website | http://www.cottage.gujarat.gov.in/ |
Online Application Website | https://e-kutir.gujarat.gov.in/ |
e-Kutir પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? | e-Kutir Online Application Process |
Read More: PM Kisan Yojana Beneficiary List Check: આ યાદીના લાભાર્થીઓને રૂ.2000/- ની સહાય મળશે, તમારું નામ ચેક કરો.
સિલાઈ મશીન યોજનામાં લાભ શું મળે અને કેટલા રૂપિયાની સહાય મળે? । Benefits of Free Silai Machine Yojana
માનવ કલ્યાણ યોજના 2023 હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ મહિલાઓને નવો ધંધો ચાલુ કરવા માટે “સિલાઈ મશીન યોજના” રૂપે સાધન સહાય આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 21500/- રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે.
સિલાઈ મશીન યોજના PDF ફોર્મ કેવી રીતે મેળવવું?
Commissioner of Cottage and Rural Industries દ્વારા અધિકૃત વેબસાઈટ બનાવવામાં આવ્યું છે. જેમાં http://www.cottage.gujarat.gov.in/ અને https://e-kutir.gujarat.gov.in/ આ બે વેબસાઈટ છે. આ વેબસાઈટ પરથી વિનામુલ્યે મેળવી શકાશે.
Read More: AnyROR Gujarat 2023 : 7/12 અને 8A ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો.
Documents Required Of Free Silai Machine Yojana Yojana | સિલાઈ મશીન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ
માનવ કલ્યાણ યોજના હેઠળ જુદા-જુદા સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે કુટિર અને ગ્રામોદ્યોગની કચેરી દ્વારા અગાઉથી ડોક્યુમેન્ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.
- લાભાર્થીએ સિવણની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
- સિવણની તાલીમ મેળવેલ હોય તો અનુભવ અંગેનું પ્રમાણપત્ર
- વિધવા સહાય યોજનામાં માંગવામાં આવતા “વિધવા હોવા અંગેના પ્રમાણપત્ર” હોય તો તેવા લાભાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવવાની શક્યતા રહેલી છે.
- લાભાર્થીનું રેશનકાર્ડ
- અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
- લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
- ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
- આવક અંગેનો દાખલો
- દરજી કામના ધંધાના અનુભવનો દાખલો
- ચૂંટણીકાર્ડની નકલ
- આધારકાર્ડની નકલ
Read More: કુંવરબાઈનું મામેરું યોજના 2023| Kuvarbai Nu Mameru Yojana Online Form
Important Links Of Free Silai Machine Yojana
Read More: Aadhaar Card Update Online Process: આધારકાર્ડમાં ઓનલાઈન સુધારો કરો.
Read More: How To Link Aadhaar With PAN Card Online | પાન કાર્ડ સાથે આધાર લિંક કરવું ફરજિયાત
How To Online Apply Free Silai Machine Yojana 2023 । કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે?
માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Arji કરવાની હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.
- સૌપ્રથમ Google માં “e-Kutir Portal” ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની અધિકૃત વેબસાઈટ e-Kutir Portal ખૂલશે.
- E-Kutir Portal પર ક્લિક કરતાં હવે “માનવ કલ્યાણ યોજના” પહેલી યોજના દેખાશે.
- E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
- લોગીન કર્યા બાદ Manav Kalyan Yojana નામની અલગ-અલગ યોજના બતાવશે..
- જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
- હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “સિલાઈ મશીન કીટ સહાય” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.
- દરજી કામ માટે સિલાઈ મશીન માટે તમે જે અભ્યાસ કર્યો હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરો.
- અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
- ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
- છેલ્લે, ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે. FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
Read More: રાહતના સમાચાર: પાનકાર્ડ આધારકાર્ડ લિંક કરવાની તારીખમાં વધારો કરવામાં આવ્યો, જાણો નવી તારીખ.
FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો
જવાબ: દરેક નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. દેશના પછાત અને આર્થિક વર્ગના નાગરિકો નવો ધંધો અને વ્યવસાય ચાલુ કરવા માટે સક્ષમ છે. પરંતુ નાણાંકીય સ્થિતિ સારી હોતી નથી. તેથી સરકાર પણ સહાય કરે છે. ગુજરાત સરકારના કમિશ્નર અને કુટિર ગ્રામોદ્યોગ દ્વારા માનવ કલ્યાણ યોજના આપવામાં આવે છે. આ યોજના હેઠળ મહિલાઓને નવો વ્યવસાય કરવા માટે ફ્રી સિલાઈ મશીન યોજના આપવામાં આવે છે.
જવાબ: આ યોજના માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે https://e-kutir.gujarat.gov.in/ ઓફિશિયલ વેબસાઈટ બનાવેલ છે.
જવાબ: મફત સિલાઈ મશીન યોજના માટે આર્થિક રીતે પછાત વર્ગની અને પાત્રતા ધરાવતી મહિલાઓ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.
જવાબ: સિલાઈ મશીન યોજના લાભાર્થીઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે, જેની કિંમત રૂપિયા 21500/- થાય છે.
જવાબ: લાભાર્થીઓ આ યોજનાની વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાએ “જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર”નો સંપર્ક કરી શકાશે.
Sarkar no aabhar